________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૭
જો શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી આત્માર્થી હોય તો અમારું કહેવું પરમોપકાર રૂપ જાણીને અવશ્ય સ્વીકાર કરશે.
(૮) આ પુનઃ દીક્ષા ઉપસંપત્ કરવાનું જે રીતે જૈનશાસ્ત્રોમાં ઠેર ઠેર લખ્યું છે તે રીતે અમે એમને હિત માટે કંઇક આપ શ્રાવકોને કહીએ છીએ. तथा च जीवानुशासनवृत्तौ श्रीदेवसूरिभिः प्रोक्तं ॥ यदि पुनर्गच्छ गुरुश्च सर्वथा निजगुणविकलो भवति तत आगमोक्तविधिना त्यजनीयः परं कालापेक्षया योऽन्यो विशिष्टतरस्तस्योपसंपद्ग्राह्या न पुनः स्वतंत्रैः स्थातव्यमिति हृदयं । इति जीवानुशासन वृत्तौ ।
ભાવાર્થ :- જીવાનુશાસનવૃત્તિમાં શ્રીદેવસૂરિજી દ્વારા કહેવાયું છે કે... જો ગચ્છ અને ગુરુ આ બંને સર્વથા નિજગુણથી વિકલ (રહિત) હોય, તો આગમોક્ત વિધિ દ્વારા ત્યાજ્ય છે. ત્યારબાદ (તે) કાલની અપેક્ષાએ અન્ય કોઈ વિશિષ્ટતર ગુણવાન સંયમી હોય, તેની પાસે ઉપસંપત્ અર્થાત્ પુનર્દીક્ષા ગ્રહણ કરવી જોઈએ. પરંતુ (ઉપસંપદાથી રહિત) સ્વતંત્ર અર્થાત્ ગુરુ વિના રહેવું નહીં આ તાત્પર્ય છે.
ઉપરોક્ત શાસ્ત્રપાઠમાં કહેવાનું તાત્પર્યએ છે કે કોઈ શિથીલાચારી અસંયમી ક્રિયાદ્વાર કરે, તે અવશ્યમેવ સંયમી ગુરુની પાસે ફરીથી દીક્ષા લે. આ કારણથી શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજીને ઉચિત છે કે પ્રથમ કોઈ સંયમી ગુરુની પાસે દીક્ષા લઇને પછી ક્રિયોદ્ધાર કરે તો આગમની આજ્ઞાભંગરૂપ દૂષણથી બચી જવાય અને તેમને સાધુ માનવાવાળા શ્રાવકોનું મિથ્યાત્વ પણ દૂર થઈ જાય. કારણ કે, અસાધુને સાધુ માનવા તે મિથ્યાત્વ છે. તથા ચારિત્ર ઉપસંપદા અર્થાત્ દીક્ષા લીધા વિના કયારે પણ જૈનમતના શાસ્ત્રમાં સાધુપણું માન્યું નથી.
(૯) તથા મહાનિશીથ ગ્રંથના ત્રીજા અધ્યયનમાં આવો પાઠ છેसत गुरुपरंपरा कुशीले, एग दु ति परंपरा कुसीले ॥
આ પાઠનો અમારા પૂર્વાચાર્યોએ એવો અર્થ કર્યો છે અંહી બે વિકલ્પ કહેવાથી એવો અર્થ નિકળે છે કે એક, બે, ત્રણ ગુરુ પરંપરા સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org