________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૫ છે. તેથી અસંયતીની પાસે દીક્ષા લઇને ક્રિયોદ્ધાર કરવા, તે જૈનમતના શાસ્ત્રોથી વિરુદ્ધ છે.
(૭) આજ કારણથી શ્રીવ્રજસ્વામી મહારાજાની શાખામાં ચાંદ્રકુળકોટિકગણ-બૃહગચ્છમાં તપાગચ્છાલંકાર ભટ્ટારક શ્રીજગચંદ્રસૂરિજી મહારાજે પોતાને શિથિલાચારી જાણીને ચૈત્રવાલગચ્છીય શ્રીદેવભદ્રગણિ સંયમીની પાસે ચારિત્રો પસંવત્ અર્થાત્ પુનઃ દીક્ષા લીધી.
આ જ કારણથી શ્રીજગચંદ્રસૂરિજી મહારાજાના શિષ્યરત્ન પરમ સંવેગી શ્રીદેવેન્દ્રસૂરિજીએ શ્રીધર્મરત્ન ગ્રંથની ટીકાની પ્રશસ્તિમાં પોતાના બૃહદ્ગચ્છનું નામ છોડીને પોતાના ગુરુ શ્રીજગચંદ્રસૂરિજીને ચત્રવાલ ગચ્છીય લખ્યા.
તે પાઠ આ પ્રમાણે છે.
क्रमशश्चैत्रावालक, गच्छे कविराजराजिनभसीव । श्रीभुवनचंद्रसूरिर्गुरुरुदियाय प्रवरतेजाः ॥४॥ तस्य विनेयः प्रशमै-कमंदिरं देवभद्रगणिपूज्यः । शुचिसमयकनकनिकषो, बभूव भूविदितभूरिगणः ॥५॥ तत्पादपद्मभंगा, निस्संगाश्चंगतुंगसंवेगाः । संजनित शुद्धबोधाः जगति जगच्चंद्रसूरिवराः ॥६॥ तेषामुभौ विनेयौ श्रीमान् देवेन्द्रसूरिरित्याद्यः । श्रीविजय चंद्रसूरिर्द्वितीयकोऽद्वैतकीर्तिभरः ॥७॥ स्वान्ययोरुपकाराय, श्रीमद्देवेन्द्रसूरिणा । धर्मरत्नस्य टीकेयं, सुखबोधा विनिर्ममे ॥८॥ इत्यादि.
આ કારણથી ભવભીર પુરુષોને અભિમાન થતું નથી. તેમને તો શ્રીવીતરાગની આજ્ઞા આરાધવાની અભિલાષા હોય છે.
તેથી શ્રીરત્નવિજયજી અને શ્રીધનવિજયજી બંને જો ભવભીરુ હોય, તો તેમણે પણ કોઈ સંયમી મુનિની પાસે પુનઃ “ચારિત્રોપરંપ” અર્થાત્ દીક્ષા લેવી જોઈએ, કારણ કે ફરીથી દીક્ષા લેવાથી એક તો અભિમાન દૂર થઈ જશે. અને બીજું પોતે સાધુ નથી, તો પણ લોકોને અમે સાધુ છીએ, એવું કહેવું પડે છે, આ મિથ્યાભાષણ રૂપ દૂષણથી પણ બચી જવાશે અને ત્રીજું જે કોઈ ભોળા શ્રાવકોનું મિથ્યાત્વ પણ દૂર થઈ જશે. ઈત્યાદિ ઘણા ગુણો ઉત્પન્ન થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org