________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
૧૩
શ્રીરત્નવિજયજી મ. ત્રણ થોય પ્રરૂપે છે. અને પ્રતિક્રમણની આદિમાં આવતા ચૈત્યવંદનમાં ચાર થાય કહેવાની રીત પ્રાચીનકાળથી સર્વ શ્રીસંઘમાં ચાલી આવે છે. તો આપ સર્વદેશોના ચતુર્વિધ શ્રીસંઘ ઉપર કૃપા કરીને પ્રતિક્રમણની આદિમાં ચાર થોયો ચૈત્યવંદનમાં જે કહેવાય છે, તે પૂર્વાચાર્યોએ બનાવેલા કયા કયા શાસ્ત્રના અનુસારે કહે છે, એવા ઘણા શાસ્ત્રોની સાક્ષી પૂર્વક ચાર થોયનો નિર્ણય કરવાવાળો એક ગ્રંથ બનાવો. જેને વાંચવાથી સજ્જનોના અંતઃકરણમાં અહેવચન ઉત્થાપન કરવાવાળાઓએ જે ભ્રમ નાંખ્યો છે, તે નાશ થઈ જાય. ઇત્યાદિ ઘણો ઉપકાર થશે, એવી શ્રીસંઘની આગ્રહપૂર્વક વિનંતી સાંભળીને અને લાભનું કારણ જાણીને શ્રી આત્મારામજી મહારાજે આ વિષય ઉપર ગ્રંથ બનાવવાની મંજુરી આપી.
(૬) પુનઃ મહારાજ સાહેબ જે શ્રીરત્નવિજયજીની પ્રથમની મંત્રસાધનાની હકીકતથી તથા પાછળથી શ્રીવિજય ધરણેન્દ્રસૂરિ દ્વારા ચાલેલી ખટપટ ઈત્યાદિ અને તેની પછી સ્વયમેવ શ્રીપૂજ બની ગયા, તથા ઉદેપુરના રાણાના ફરમાનથી પાલખી ચામરાદિ છિનવી લેવા, તેની પછી સ્વયમેવ સાધુ બની જવું ઈત્યાદિ કેટલીક હકીકત પ્રથમથી સાંભળી હતી. અને કેટલીક આજે પણ શ્રાવકોના મુખથી સાંભળીને કરુણાના સમુદ્ર, પરોપકાર બુદ્ધિના જ પરમાણુઓથી જેઓના શરીરની રચના થઈ છે, એવા મહારાજ સાહેબે પ્રથમ તો મુનિશ્રી રત્નવિજયજી બહુલસંસારી ન થઈ જાય એવી ભાવનાથી એમનો ઉદ્ધાર કરવો જોઈએ. એવી ઉપકારબુદ્ધિથી અમને સર્વે શ્રાવકોને કહેવા લાગ્યા કે, પ્રથમ તો આ શ્રીરત્નવિજયજીને જૈનમતના શાસ્ત્રાનુસારી સાધુ માનવા એ વાત સિદ્ધ થતી નથી. કારણ કે, શ્રીરત્નવિજયજી પ્રથમ પરિગ્રહધારી મહાવ્રતરહિત યતિ હતાં, એ કથા તો સર્વ સંઘમાં પ્રસિદ્ધ છે અને ત્યારબાદ નિગ્રંથપણાને સ્વીકારીને પંચમહાવ્રતરૂપ સંયમ ગ્રહણ કર્યું. પરંતુ કોઈ સંયમી ગુરુની પાસે ચારિત્રો પસંવત્ અર્થાત્ ફરીથી દીક્ષા લેવી તે લીધી નહિ અને પહેલાં તો એમના ગુરુ શ્રી પ્રમોદવિજયજી યતિ હતાં. તે તો કંઈ સંયમી નહોતા, એ વાત મારવાડના ઘણા લોકો શ્રાવકો સારી રીતે જાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org