________________
શ્રી ચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧
જાણકાર શ્રાવક ગોડીદાસ મોતીચંદજી આવ્યા. તેઓએ કહ્યું કે રાધનપુરનગરમાં મુનિશ્રી રત્નવિજયજી મહારાજ આવ્યા છે. તે એવી પ્રરૂપણા કરે છે કે પ્રતિક્રમણની આદિમાં ત્રણ થોય કહેવી. પરંતુ ચાર થોય ન કહેવી. તે માટે અમે આપને વિનંતી કરવા આવ્યા છીએ કે આપ રાધનપુર નગરમાં પધારો. કારણ કે, મુનિ રત્નવિજયજી મહારાજ આપની સાથે ત્રણ થોય બાબતે ચર્ચા કરવા માટે કહે છે.
આ વાત સાંભળીને મુનિશ્રી આત્મારામજી મહારાજે માંડલ ગામથી રાધનપુર નગર તરફ વિહાર કર્યો. તેઓશ્રી જયારે શ્રીશંખેશ્વર પાર્શ્વનાથજીના તીર્થમાં આવ્યા, ત્યારે રાધનપુર નગરના ઘણા શ્રાવકજનોએ આવીને મ.સા.ને કહ્યું કે, મુનિશ્રી રત્નવિજયજી રાધનપુર નગરથી થરાદ ગામ તરફ વિહાર કરી ગયા છે.
આ વાત સાંભળીને શ્રાવક ગોડીદાસજીએ રાધનપુરના નગરશેઠ સિરચંદજીને યોગ્ય પત્ર લખીને મોકલ્યો કે તમે મુનિશ્રી રત્નવિજયજીને મુનિ આત્મારામજી મહારાજ આવે ત્યાં સુધી ત્યાં રોકવા. કારણ કે મુનિશ્રી રત્નવિજયજીને માસ કલ્પથી ઉપરાંત રહેવાનો નિયમ નથી. કેટલાક ગામોમાં શ્રીરત્નવિજયજી મહારાજ માસકલ્પથી અધિક પણ રહ્યા છે. તે વાત પ્રસિદ્ધ છે. આવો પત્ર વાંચીને શેઠ સિરચંદજીએ રાઘનપુર નગરથી દસ કોસ દૂર તેરવાડા ગામમાં જ્યાં શ્રીરત્નવિજયજી મ. વિહાર કરીને રહ્યા હતા, ત્યાં માણસના મારફત એક પત્ર લખીને મોકલાવ્યો.
ત્યાંથી મુનિશ્રી રત્નવિજયજીએ એ પત્રનો પ્રત્યુત્તર અસમંજસ રીતથી રાધનપુરનગરમાં નહીં આવવાની સુચનારૂપે લખીને મોકલ્યો.
(૫) આ લખવાનું પ્રયોજન એ છે કે જયારે શ્રીરત્નવિજયજી મહારાજે અમદાવાદમાં સભા કરવાની ના પાડી હતી, ત્યારે વિદ્યાશાળામાં બેસનારા મગનલાલજી તથા છોટાલાલજી આદિ અન્ય શ્રાવકોએ પણ પ્રાર્થના કરી હતી. અને હવે રાધનપુર નગરના શેઠ સિરચંદજી અને ગોડીદાસજી આદિ સર્વસંઘ મળીને મુનિ આત્મારામજી મહારાજજીને પ્રાર્થના કરી કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org