________________
શ્રીચતુર્થસ્તુતિનિર્ણય ભાગ-૧ વગેરે ઘણા દેશાવરવાળા જાણો છો.
મુનિ આત્મારામજી ચાર થોયો પ્રતિક્રમણમાં કહે છે, તે કાંઈ નવીન નથી. પરાપૂર્વથી ચાલતી આવેલી છે. હાલમાં મુનિ રાજેન્દ્રસૂરિજીએ પ્રતિક્રમણમાં ત્રણ થોયો કહેવાનું પ્રરૂપ્યું છે. પરંતુ અહીયાં અમદાવાદમાં આઠ-દશ હજાર શ્રાવકોનો સંઘ કહેવાય છે. તેમાં કોઇએ ત્રણ થોયો પ્રતિક્રમણમાં કહેવી એમ અંગીકાર કર્યું નથી. અને કોઈપણ થાય કહેતું પણ નથી.
આટલી વાત લખવાનો હેતુ એ છે કે, ગામ સાદરી તથા શિવગંજ તથા રતલામ વગેરે દેશાવરથી શ્રાવકોના તથા સાધુજનોના કાગળ આવે છે. તેમાં એમ લખ્યું છે કે અમદાવાદ શહેરમાં ઘણા શ્રાવકોએ તથા સાધુજીઓએ ત્રણ થોયનો મત અંગીકાર કર્યો છે - એ વગેરે અસંભવિત જુઠા લખાણ આવ્યા કરે છે એ બધું ખોટું છે, તેથી તમોને આ શહેરના સંઘની તરફથી સાચે સાચું લખવામાં આવે છે કે, અહીયાં ત્રણ થોયનો મત કોઈએ કબૂલ કર્યો નથી. વળી મુનિ રાજેન્દ્રસૂરિને પૂછતાં તેમનું કહેવું એવું છે કે અમે કોઈએ દેશાવરમાં લખ્યું નથી તથા લખાવ્યું પણ નથી, એ રીતે તેમનું કહેવું છે. બીજું સભા થઈને તેમાં મુનિશ્રી આત્મારામજી મહારાજ હાર્યા એવું દેશાવરથી લખાણમાં અહિયાં આવે છે. પરંતુ ભાઈજી એ વાત બધી ખોટી છે. કેમકે? અહીં સભા થઈ નથી તો હારવા જીતવાની વાત જ ખોટી છે તે જાણજો.
સંવત ૧૯૪૧ ના કાર્તિક સુદ-૬ અને તા.૨૫ ઓક્ટોમ્બર સને
૧૮૮૪
લિ. પ્રેમાભાઈ હેમાભાઈના પ્રણામ વાંચજો.”
(૪) ઈત્યાદિ મોટા મોટા ત્રેવીસ શેઠોની સહી સહિત પત્ર છપાવીને મોકલવામાં આવ્યો. ચોમાસું પસાર થયા બાદ મુનિશ્રી આત્મારામજી મહારાજ શ્રીસિદ્ધગિરિજીની યાત્રા કરીને સુરત શહેરમાં ચાતુર્માસ રહ્યા. તેની પછી શ્રીપાલીતાણામાં ચાતુર્માસ કર્યું. ત્યાંથી વિહાર કરીને ફાલ્ગન ચાતુર્માસ શ્રીમાંડલ ગામમાં કર્યું.
ત્યાં મુનિશ્રી આત્મારામજી મહારાજ પાસે રાધનપુર નગરના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org