________________
(6
GGGGGGGGGG
દૂર સુદૂર વિચરીને પણ લબ્ધિ-વિક્રમરાજનો યશ ફેલાવતા પૂ. સાધ્વીવર્યા શુભોદયાશ્રીજી મ.સા. તેમજ સાધ્વીવર્યા જયલતાશ્રીજી મ.સા. ને પણ યાદ કરીને વંદના કરું છું શ્રીમાન્ ડૉ શ્રીનિવાસનજી તથા શ્રી જીતુભાઈ તથા શ્રીમાન્ મનોરથમલજી કોઠારીના સહકારની મુકતકંઠે પ્રશંસા કરું છું. તેઓએ પૂજ્યશ્રીના હાથનીચે કાર્ય કરી ઈંગ્લીશ તેમજ હિંદી વિભાગોના ભાષાંતરનું કાર્ય ખૂબજ ખંત પૂર્વક કર્યુ છે.
• ધન્ય ચિત્રકાર
શ્રી અશોકભાઈ શાહ (પદ્માપુત્ર) એક આશાસ્પદ યુવાન જૈન ચિત્રકાર છે. ભક્તામરના ચિત્રોથી તેમની ચિત્ર યાત્રાનો પ્રારંભ થયો અને આજે એમની ચિત્રકલાથી જૈન સંઘ શોભી ઉઠયો છે. હજારોની સંખ્યામાં તેમને જૈન ચિત્રોનું નિર્માણ કર્યુ. અત્યારે પણ તેમની કલમ અવિરત ચાલી રહી છે. શ્રી અશોકભાઈ કહી રહયાં છે. ગુરુ કૃપાની બલિહારી છે. આવા નમ્ર સજ્જન અશોકભાઈ શાહને અંતરના અભિનંદન... અભિવંદન...
અનુમોદના નેહજ પરિવારની
મુંબઈમાં પાટણ નિવાસી શ્રી જયેશભાઈ શાહ દ્વારા નેહજ પ્રીન્ટર્સ ચાલે છે. પ્રેસ અને પ્રીન્ટીંગની દુનિયા જ અલગ છે. પ્રેસ અને પ્રીન્ટર્સના અનુભવો સદાય સૌને વિચિત્ર હોય છે. છતાં ય તેમાં કેટલાંક અપવાદ તો હોય જ. ભક્તામર દર્શન-ગ્રંથ પ્રકાશનના પ્રારંભથી જયેશભાઈ ગ્રુપ શ્રી ભક્તામર સ્તોત્રનું આરાધક-ઉપાસક બની ગયું. ગ્રંથ અંગે તેમને અપૂર્વ લગની લાગી તેથી આ ગ્રંથને સમજવા શ્રી ઉવસગ્ગહર તીર્થ, શ્રી કુલ્પાકજી તીર્થ-સિકંદ્રાબાદ, ટુમકુર-પાર્શ્વલબ્ધિ ધામ, ચીકપેઠ (બેંગલોર), ગાંધીનગર, મૈસુર આદિ સ્થળે પૂ. ગુરૂદેવની સાથે રહ્યા. ગ્રંથના પ્રત્યેક પૃષ્ઠને સમજવાની-સુંદર અને એક્સ્ટ્રા ઓર્ડીનરી (exfrd ordinary) બનાવવા તેમણે હ્રદયના ભાવથી જહેમત ઉઠાવી છે. આ ગ્રંથ અંગે તેઓ પણ ખૂબ યશસ્વિતાના સહભાગી છે. જયેશભાઈ પાસે કાર્ય સંનિષ્ઠ એક વિશાળ ગ્રુપ છે... આદિએ આ કાર્યમાં અંતરના ઉત્સાહથી કાર્ય કર્યું છે. અને અધિક મહત્ત્વની વાત એ છે કે કાર્ય કરતાં તેઓ સૌ જિનભક્તિ, ગુરુભક્તિના રંગે રંગાયા છે... તેમની પ્રભુભક્તિ સદા વૃદ્ધિ પામો એજ શુભ ભાવના
શ્રી જૈન ધર્મ ફંડ પેઢી
શ્રી ભરૂચ તીર્થની વર્ષો જુની સાત ક્ષેત્રનો વહીવટ કરતી આ પેઢી છે. આ પેઢીના આદ્ય સ્થાપક જૈન સંઘના સુપ્રખ્યાત વિદ્વાન શ્રી અનોપચંદભાઈ શેઠ છે. અત્યારે શ્રી સંઘના પ્રમુખ શ્રી કેશરીચંદજી શ્રોફ છે. આ પેઢીના મંત્રી રૂપે મને જિર્ણોદ્ધાર તથા શાસન કાર્ય કરવાનો લાભ મળ્યો છે. તેને હું ગુરુકૃપાનું ફળ સમજુ છું. મારી આંખની તકલીફ તથા કૌટુંબિક જવાબદારી વચ્ચે મારે જે સેવા આપવી જોઈએ તે આપી શક્યો નથી. પણ, અથથી ઈતિ સુધી માનસિક રીતે આ કાર્યમાં લીન રહેવા શક્ય દરેક સેવા કરવા આતુર રહ્યો છું. પ્રભુ શાસનના પ્રભાવે-ગુરુકૃપાએ અનેક પુણ્યાત્માના દાને આ ગ્રંથ શ્રી સંઘની સેવામાં રજુ થઈ રહ્યો છે. શ્રેષ્ઠ બનાવવાના સર્વોત્તમ ભાવ હોવા છતાં જ્યાં પ્રયત્નની ખામી રહી હોય તે સૌની હાર્દિક ક્ષમા...
પ્રભુ શાસન તારક છે... ઉદ્ધારક છે... આપણે સૌ શાસન દ્વારા ધન્ય બનીએ. "જૈનં જયતિ શાસન” નાદ ગુંજિત બને... એ પૂજ્યશ્રીની હાર્દિક ઈચ્છા સફળ બનો...
Education International 2010_64
નમ્ર નિવેદક
શ્રી જૈન ધર્મ ફંડ પેઢી વતી ડૉ. સુરેશભાઈ મહેતા શ્રી મુનિસુવ્રત તીર્થ ભરૂચ. તા.૧૪-૬-૯૭
GGGGGGGGGGGGG
For Private & Personal Use Only
-
GSSS
i www.jainlibrary.org