________________
હિઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉઉ.
- 9999999
- ઉ999999939999999999999999999
લાગી ગયા. પહેલાં રેખા ચિત્રો ની આઉટ લાઈન નક્કી થઈ. પૂ. મુનિશ્રીએ અનેક સૂચનો આપ્યા છેવટે ત્રણ વર્ષના દીર્ધ સમય બાદ એકદમ અદૂભુત-અનુપમ ચિત્રો તૈયાર થયા. ચિત્રો ભક્તામરની ગાથાના ભવ્ય ભાવો સ્પષ્ટ રીતે રજુ કરતા હતા. કલા-રૂપ-રંગ-રેખાનું ભવ્ય સર્જન થયું અને ચિત્રો આકર્ષક તૈયાર થયા. • શ્રી ભક્તામર દર્શનનું બીજા
ચિત્રોનું નિર્માણ થયું અને વિચારણા ચાલી. પૂ. ગુરુદેવે ફરમાવ્યું, ‘રાજા ! હવે ભક્તામર-ગ્રંથ કરવો જોઈએ. ‘‘પૂ. ગુરુદેવનું વાકય પૂ. મુનિશ્રી માટે સૂત્ર હતું. બસ, પછી તેઓશ્રી તેના ઉપર ભાષ્ય-ચૂર્ણિ અને વૃત્તિ રચવા લાગ્યા. આમ, ગુરુ-વચનને ‘આજ્ઞા’’ માની પૂજ્યશ્રીના હૃદયમાં ભક્તામર-દર્શન ગ્રંથનું બીજ રોપાઈ ગયું. • ભક્તામર દર્શન ગ્રંથની રૂપરેખા | વિ. સં. ૨૦૩૯ થી ૨૦૫૧ સુધી અનેક તીર્થના જિર્ણોદ્ધાર-દીર્ઘવિહાર યાત્રા-અનેક શાસન કાર્યોમાં વિત્યા. છેવટે ૨૦૫૧ માં ભક્તામર-દર્શન ગ્રંથની રૂપરેખા શ્રી ઉવસગ્ગહર તીર્થમાં પ્રારંભ થઈ. આમ, બાર વર્ષ બાદ ભક્તામર-દર્શન ગ્રંથ નિર્માણનું કાર્ય નિશ્ચિત્ત થયું, o ભક્તામર દર્શન-ગ્રંથ સંપાદન
ભક્તામર દર્શન-ગ્રંથ સંપાદનનું કાર્ય એક અઘરું અને અનુપમ કાર્ય હતું. આ મહાન ગ્રંથનું સંપાદન પૂ. વર્તમાન ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા. ના શિરે હતું. અનેક વિધ જવાબદારી-સમુદાય સંચાલન-શાસન પ્રભાવનાઅનેક સંઘો-તત્ત્વ જિજ્ઞાસુ જૈન-જૈનેતરોને માર્ગદર્શન, અનેક પ્રકારનું લેખન-વાંચન-શાસ્ત્ર નિદિધ્યાસન-પ્રવચન આ બધી પ્રવૃત્તિ વચ્ચે તદાકાર બની-એકાગ્ર બની મહાન ગ્રંથનું સંપાદન કરવું ખૂબ મોટી જવાબદારી હતી. અનેક ગ્રંથો એકત્રિત કરવા તેનું વાંચન-અવગાહન કરવું-યંત્રોનું પરિમાર્જન કરવું... ગ્રંથોના પાઠાંતર શોધવા... ભક્તામર અંગેનું વિશાલ-હસ્તલિખિત સાહિત્ય-પ્રગટિત સાહિત્ય-મંત્ર-તંત્ર-યંત્ર-વિધિ-સાધના સાહિત્યનું ચિંતન કરવું. ગુજરાતી-હિંદીઈગ્લીશ ભાષાનું સાહિત્ય. આમ એક જ્ઞાનની વિશાળ દુનિયામાં નિમગ્ન બની. પૂ. ગુરુદેવ વિક્રમસૂ. મ.સા. ની દિવ્ય-કૃપા મેળવી સંપાદનનું ભગીરથ કાર્ય આગળ વધ્યું. • ભક્તામર-દર્શન ગ્રંથમાં
પૂ. ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા. એ એક અનોખી વિશિષ્ટતા મુખ્ય ચાર વિભાગમાં આવરી લીધી. ચિત્રગાથા દર્શન. યંત્ર દર્શન... આરાધના દર્શન... રહસ્ય દર્શન... પાઠાંતર... ગાથાની ગરિમા.. મંત્રની આરાધના સાધના અંગે ખૂબજ ઉંડુ-અનુપમ આલેખન કર્યું છે છતાં પૂજ્યશ્રી ફરમાવે છે “ ‘ભક્તામર સાગરનું એક બિંદુ માત્ર જ આ ભક્તામર દર્શન ગ્રંથ છે'', પૂજ્યશ્રીએ આ અંગે ખૂબ અવગાહન કર્યુ છે. સમયે-સમયે તે બધુ સાહિત્ય પ્રકાશિત કરવાની અમારી ભાવના છે.
ભક્તામર દર્શન ગ્રંથ નિહાળતાં નિષ્પક્ષ, વિદ્વાનો-ભક્તો-ગુણાનુરાગી સજ્જનો મુક્તકંઠે અવશ્ય પ્રશંસા કરશે. સાહિત્ય અને સ્તોત્રની દુનિયાની સર્વોત્તમ ગ્રંથ બનશે. એમ અનેક મહાનુભાવો અત્યારથી કહી રહયાં છે. આ પ્રસંગે સંપાદક પૂજ્યશ્રીને અમે ભાવ પૂર્ણ વંદના કરતાં એક જ વિનંતિ કરીએ છીએ કે “ “આપની પ્રૌઢ-આગવી કસાયેલી કલમે અનેક ગ્રંથોનું નિર્માણ અને સંપાદન થાય. આપની સાહિત્ય-યાત્રા શાશ્વતુ અમ્મલિત ગતિએ આગે કદમ કરતી રહો. અત્યાર સુધીમાં પણ આપશ્રીની કલમે ગુજરાતી-હિંદી-ઈંગ્લીશ ભાષામાં શિષ્ટ-મિષ્ટ-બહુજન હિતાય-બહુજન બોધાય સુંદર સાહિત્ય નિર્માણ થયું છે. આપનું પ્રવચન-આપની લેખની અને આપનું ચિંતન સદા સૌના માટે આકર્ષણનું કેંદ્ર બન્યું છે. આપ માતા સુભદ્રાના સંસારી પુત્ર છો. પૂ. ગુરુદેવ વિક્રમના જ્ઞાનવારસ અંતેવાસી છો. સાથે જ કહેવાનું મન થઈ જાય છે. પૂજ્યશ્રી ભારતીના-સરસ્વતીના વરદાન પ્રાપ્ત પુત્ર છો. - પૂજ્યશ્રીના હૃદયમાં સદા જિનાજ્ઞા વસેલી છે. પૂજ્યશ્રીના મુખમાં વાગૅદેવી રમી રહી છે અને પૂજ્યશ્રીને શાસન કાર્યમાં સદા માતા પદ્માવતીની સહાય છે. ગુરુકૃપા પૂજ્યશ્રીનો પ્રાણ છે. તેથી જ પૂજ્યશ્રીના પ્રત્યેક સર્જનમાં સહજ
યશસ્વીતાના દર્શન થઈ રહયા છે. કારણ, આપ કયારે મોટાઈનું મ્હોરું પહેરતાં નથી. સદા શિશુ સમ નિખાલસભાવે TH G99999999999999999-0 , win Education international 2010_04 ) ) Fay Private & Personal Use Only ) 3 6 www.jainelibrary.org
www.jainglibrary.org
Jein Education international 2010_04
Fo Private & Personal use only