________________
IIIIIIIIIIII
પ્રકાશકીય
ભારતદેશ શ્રદ્ધા-આસ્થા પ્રધાન દેશ છે. પ્રત્યેક ગામ-પ્રત્યેક મંદિરો-જિનાલયો-સ્તુપોથી શોભી રહયાં છે. આસ્તિક લોકો પ્રાતઃ કાળમાં ધર્મસ્થાનોમાં જઈ ઈષ્ટદેવ-પ્રભુની પ્રાર્થના કરે છે. પ્રાર્થનાના મંગલ સૂરોથી પ્રાતઃકાળનું રમ્ય વાતાવરણ અધિક રમ્ય અને ભવ્ય બને છે.
૭ ભક્તામર યુગઃ
છેલ્લા વીશ વર્ષોથી ભારતના અનેક જિનમંદિરો મહાપ્રભાવિક ભક્તામર સ્તોત્રના નાદથી ગુંજતા થયા છે. પ્રાતઃકાળના સમયમાં બહુધા અનેક ભાવિકો શ્રી ભક્તામર સ્તોત્ર દ્વારા પ્રભુ ભક્તિથી ધન્ય બનતાં હોય છે. તેમાં પણ કેટલાંક સ્થળે તો વાજિંત્ર અને સંગીતના શૂરો સાથે સમૂહમાં શ્રી ભક્તામર-સ્તોત્રનું પઠન થાય છે. તે સમયનું વાતાવરણ ભક્તને ભક્તિમાં તદાકાર બનાવી દે છે. જાણે ભક્તામર યુગ આવ્યો હોય તેવો ભાસ થાય છે. ૭ ભક્તામર-ભગીરથીના ભગીરથ
વિ. સં. ૨૦૩૨ માં પૂ. શાંતમૂર્તિ આચાર્યદેવ જયંત સૂ. મ.સા. પૂ. તીર્થ પ્રભાવક ગુરુદેવ વિક્રમસૂરીશ્વરજી મ.સા.પૂ. પ્રવચનકાર મુનિ રાજયશ વિ. મ.સા. સપરિવાર ભરૂચ પધાર્યા. પૂજ્યશ્રીના શ્રીમુખે જિન મંદિરમાં શ્રી ભક્તામર-સ્તોત્રનું શ્રવણ કર્યુ. રાત્રે જ્ઞાન-ગોષ્ઠી થઈ. અંતરમાં કંઈક નિર્ણય થયો. પૂ પા. ગુરુદેવના શ્રીમુખે જેમણે ભક્તામરની ભક્તિનો રસાસ્વાદ કર્યો, તે વ્યકિત ખરેખર ભગવાનને સમર્પિત બની જાય. એવું અદ્ભુત વાતાવરણ પેદા થાય છે.
૭ શ્રી ભક્તામર મંદિર
વિ. સં. ૨૦૩૨ બાદ કોઈમ્બતુરમાં વિ. સં. ૨૦૩૭ માં પૂ. ગુરુદેવના દર્શન કર્યા. અમારા શ્રી ભરૂચ જૈન સંઘના પ્રમુખ શ્રીમાન્ કેશરીચંદજી શ્રોફ સાથે ભરૂચના જિર્ણોદ્ધાર માટે પૂજ્યશ્રીની નિશ્રામાં અનેક મીટીંગ થઈ. પૂ. ગુરુદેવે ફરમાવ્યું – તમે બધી ચર્ચા-વિચારણા મારા “રાજા’” સાથે કરો, (રાજા એટલે તે વખતના મુનિ રાજયશ વિ. મ.સા. અને વર્તમાનના પૂ. આ. દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.) ત્યાર બાદ રાજા બધી વાત મને કરશે’’... સાચે પૂ. ગુરુદેવના ‘‘રાજા’’ રાજા જ હતા... શ્રી ભરૂચ તીર્થ જિર્ણોદ્ધારની રૂપરેખા કરતાં પૂ. રાજા મહારાજ સાહેબે પૂ. ગુરુદેવના હૃદયની એક વાત કરી. ‘પૂ. ગુરુદેવ શ્રી ભક્તામર સ્તોત્રના આરાધક-સાધક છે. પૂજ્યશ્રીની આંતરિક ઈચ્છા ‘‘શ્રી ભક્તામર મંદિર નિર્માણની છે. ભરૂચમાં સંપ્રતિ કાલિન શ્રી આદીશ્વર પ્રભુની વિશાળ પ્રતિમાજી છે. તે ભક્તામર મંદિરના મૂળનાયક બને'', અમારા શ્રી સંઘને આયોજન ગમી ગયું. શ્રી અશ્વાવબોધ તીર્થ. શ્રી શકુનિકા વિહારના જિર્ણોદ્ધાર સહિત સર્વ પ્રથમ ભક્તામર મંદિરની રૂપરેખા પૂ. મુનિ રાજયશ વિજ્યજી મ.સા. એ બનાવી. પૂ. ગુરૂદેવના સાંનિધ્યમાં આયોજન રૂપરેખાની વિચારણા થઈ. પૂ. ગુરૂદેવના મુખમાંથી આશિષ સાથે સહર્ષ શબ્દો નીકળી પડયા. “રાજા ! તું ખરેખર મારા દિલને વાંચે છે''. પછી તો ગુરુ ભક્ત રાજેંદ્રભાઈ વિગેરે મલ્યા. છેવટે મદ્રાસ મહાનગરમાં શ્રી ભરૂચ તીર્થ તથા શ્રી ભક્તામર મંદિરના શ્રી ગૌતમ પ્રારંભ થયા.
૭ ભક્તામરના ચિત્રો
પૂ. ઉપકારી આચાર્ય ભગવંત રાજયશસૂરીશ્વરજી મ.સા. કોઈ પણ કાર્ય અંગે એકદમ ઉંડો ગંભીર અને સારગ્રાહી વિચાર કરે છે. ભક્તામર મંદિરમાં પ્રવેશ કરતાં સર્વ પ્રકારે ભક્તામરની સુરભિ પ્રગટિત થવી જોઈએ. ભક્તામર મંદિરમાં ભક્તામરના ચિત્રો જોઈએ, યંત્રો જોઈએ, મંત્રો જોઈએ અને પૂ. માનતુંગસૂરીશ્વરજી મ.સા.નું મહાન સાનિધ્ય જોઈએ એક-એક વિચાર સાકાર કરવા પૂજ્યશ્રી સતત ચિંતન-મનનમાં રહેતા. મદ્રાસથી શ્રી ભરૂચ તીર્થના જિર્ણોદ્ધાર માટે પંદરસો (૧૫૦૦ k.m.) ની તીર્થયાત્રાનો પ્રારંભ થયો. મહારાષ્ટ્રમાં નિપાણી પાસે કાગજમાં શ્રી અશોકભાઈ પૂ. ગુરૂદેવને મલ્યા. વર્ષોથી જેની ખોજમાં હતા; તેવા જૈન ચિત્રકાર મલ્યા. પૂ. મુનિ ભગવંતે એક વર્ષ સુધી અશોકભાઈને ચિત્રોની કલ્પના-ભાવના તથા રૂપરેખા બતાવી. અશોકભાઈ પણ ભક્તિ-ભાવનાથી ચિત્રકાર્યમાં
5
FIIIIIIIIIII
For Private & Personal Use Only
Y PT
2
Jain Education International 2016,04
| 2010_04
B
www.jainelibrary.org