________________
૧૯
આચાર્યશ્રીની મધુર વાણી સાંભળીને શ્રોતાઓ એક જાતના આનંદ અનુભવવા લાગ્યા. તેમના હૃદયમાં સેવા અને અહિંસાના પડઘા પડવા લાગ્યા. સભામાંથી એક પ્રચર્ડ ઘાષ ઉઠચેા. ભગવાન મહાવીરની જય ! કલિકાલ સર્વજ્ઞ ભગવાન હેમચન્દ્રાચાર્ય ની જય!
"
હવે કુમારપાળ હેમચંદ્રાચાર્ય ના પાકા ભકત થયા છે. ગુરુના એક એક શબ્દ અમૃત સમાન ગણી તે ઝીલી લે છે. • જેવા રાજા તેવી પ્રજા ' એ હિસાબે તેની રૈયતના પશુ માટા ભાગે જૈન ધર્મ અંગિકાર કર્યો છે. સઘળે અહિંસા ને પ્રેમનું વાતાવરણ મ્હેકી રહ્યુ છે. નથી માણસાને જીલ્મી કાયદા કે ચાર ચખારના ભય, નથી પશુપક્ષીઓને જીવ ગુમાવવાના ભય. એ પણ મનુષ્યની જેમ પૂર્ણ નિર્ભયતાથી મ્હાલી શકે છે.
જિનમંદિરના ગગનચુંબી શિખરા ધીમે ધીમે વધવા લાગ્યા. ઉપાશ્રય, વૈષધશાળાઓ ને જ્ઞાનભંડારામાં ભરતી થઈ. શ્રમણાવૃંદો દૂર દૂર સુધી આ ભાવનાના
પ્રચાર કરવા લાગ્યા.
કુમારપાળને આ અધુરૂં જોઇ લાગ્યુ` કે મારૂં જીવન ગુરૂ કૃપાથી સફળ થયુ` છે. એથી તે મનમાં ખેલતા કે: એક હેમ જો કર ચઢે, તે દુ:ખીયેા નવ થાય; ટ્રાય હેમ જસ હાથમાં, તસ વચ કિમ ન પૂજાય.
૧. શ્રી પદ્મવિજયજી~~જેના હાથમાં એક હેમ એટલે લક્ષ્મી હાય છે તે દુઃખી થતા નથીતેા જેના હાથમાં એ હેમ એટલે લક્ષ્મી તે હેમ (ચંદ્ર) નામે ગુરૂ છે તેના શબ્દનાં પૂજન કેમ ન થાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com