________________
બાહુબલિનું દીક્ષાદિનું ભાષ્યકારકૃત સંક્ષિપ્ત વર્ણન (ભા. ૩૨-૩૭) * ૮૭ चक्रवर्ती न त्वहमिति चिन्तिते देवता आगतेति, 'कहणंति' बाहुबलिना परिणामदारूणान् भोगान् पर्यालोच्य कथनं कृतं-अलं मम राज्येनेति, तथा चाह - नाधर्मेण युध्यामीति, दीक्षा तेन गृहीता, अनुत्पन्नज्ञानः कथमहं ज्यायान् लघीयसो द्रक्ष्यामीत्यभिसंधानात् प्रतिमा अङ्गीकृता प्रतिज्ञा च कृता - नास्मादनुत्पन्नज्ञानो यास्यामीति नियुक्तिगाथा, शेषास्तु भाष्यगाथाः ||३४९॥
तयोश्च भरतबाहुबलिनोः प्रथमं दृष्टियुद्धं पुनर्वाग्युद्धं तथैव बाहुभ्यां मुष्टिभिश्च दण्डैश्च, 5 'सर्वत्रापि' सर्वेषु युद्धेषु जीयते भरतः ॥ स एवं जीयमानो विधुरोऽथ नरपतिर्विचिन्तितवान्- किं मन्ये एष चक्रवर्ती ? यथेदानीं दुर्बलोऽहमिति ॥ कायोत्सर्गावस्थिते भगवति बाहुबलिनि संवत्सरेण ‘धूतां' दुहितरं अमूढलक्षस्तु प्रेषितवान् 'अर्हन्' आदितीर्थकरः, 'हस्तिनः अवतर' इति चो चिन्ता तस्य जाता, यामीति संप्रधार्य 'पदे' इति पादोत्क्षेपे ज्ञानमुत्पन्नमिति ॥ उत्पन्नज्ञानरत्नस्तीर्णप्रतिज्ञो जिनस्य पादमूले केवलिपर्षदं गत्वा तीर्थं नत्वा आसीनः ॥ अत्रान्तरे 10 कृत्वा एकच्छत्रं भुवनमिति वाक्यशेषः, भरतोऽपि च भुङ्क्ते विपुलभोगान् । मरीचिरपि स्वामिपार्श्वे विहरनि तपः संयमसमग्रः ॥ स च सामायिकादिकमेकादशमङ्गं यावत् उद्युक्तः
જિતાતા એવા ભરતવડે “શું આ ચક્રવર્તી છે ? હું નહિ ?” એ પ્રમાણે વિચારતા દેવ આવ્યો. ‘કથન’ એટલે બાહુબલિએ “ભોગો દારૂણ પરિણામવાળા છે' એમ વિચારીને કથન કર્યું કે, “રાજ્યવડે મને સર્યું.” અને ભરતને કહે છે “અધર્મી સાથે હું યુદ્ધ કરતો નથી અથવા 15 અધર્મ=અનીતિવડે હું યુદ્ધ કરતો નથી.” તેણે દીક્ષા ગ્રહણ કરી. “કેવલજ્ઞાન વિના મોટો એવો હું નાના ભાઈઓને કેવી રીતે જોઉં (મળું)?' એમ વિચારી પ્રતિમા સ્વીકારી અને પ્રતિજ્ઞા કરી– “કૈવલજ્ઞાન ઉત્પન્ન થયા વિના આ સ્થાનેથી હું જઈશ નહિ.” આ નિર્યુક્તિગાથા છે. શેષ છ ભાષ્ય ગાથાઓ છે. ૩૪૯॥
ભરત–બાહુબલિનું પ્રથમ દૃષ્ટિયુદ્ધ, પછી વાગ્યુદ્ધ તથા બાહુવડે, મુષ્ટિઓવડે 20 અને દંડોવડે યુદ્ધ થયું. સર્વ યુદ્ધોમાં ભરત જિતાયો. આ પ્રમાણે જિતાતા (માટે જ) દુ:ખી એવા તે નરપતિએ વિચાર્યું કે “શું આ ચક્રવર્તી છે ? કે જેથી અત્યારે હું દુર્બળ છું.”
1132-3311
બાહુબલિ જ્યારે કાર્યોત્સર્ગમાં રહ્યા ત્યારે એકવર્ષ પછી અમૂઢલક્ષ્યવાળા આદિનાથ તીર્થંકરે દીકરીને મોકલી. (બહેનોવડે) હાથી પરથી નીચે ઉતરો' એ પ્રમાણે કહ્યા બાદ બાહુબલિ 25 વિચારવા લાગ્યા. “હું જાઉં” એ પ્રમાણે વિચારીને પગ ઉપાડતા કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. ઉત્પન્ન થયું છે કેવલજ્ઞાન જેમને, (માટે જ) પૂર્ણ પ્રતિજ્ઞાવાળા બાહુબલિ જિન પાસે જઈ તીર્થને નમસ્કાર કરી કેવલીપર્ષદામાં બેઠા.।।૩૪-૩૫॥
એ દરમિયાન “એક છત્રવાળા ભુવનને કરીને” એ પ્રમાણે વાક્યશેષ જાણવો. ભરત પણ વિપુલભોગોને ભોગવે છે. તપસંયમથી યુક્ત મરીચિ પણ સ્વામી સાથે વિચરે છે, અને 30
* દુહિતી. + પો. * ષિવું. * તત્તીર્થે.