________________
પાંચમાગણધરનો સંશય (નિ. ૬૧૬) ** ૩૪૩ व्याख्या- किं मन्यसे ? यो मनुष्यादिर्यादृश इह भवे स तादृशः परभवेऽपि, नन्वयमनुचितस्ते संशयः, व्याख्यान्तरं पूर्ववत्, संशयश्च तवायं विरुद्धवेदपदश्रुतिनिबन्धनो वर्त्तते तानि चामूनि - 'पुरुषो वै पुरुषत्वमश्नुते' पुरुषत्वं प्राप्नोतीत्यर्थः 'पशव: पशुत्वम्' इत्यादीनि, तथा ' श्रृगालो वै एष जायते यः सपुरीषो दह्यते इत्यादीनि च तत्र वेदपदानां चार्थं न जानासि चः पूर्ववत्, तेषामयमर्थो - वक्ष्यमाणलक्षण इत्यक्षरार्थः । तत्र वेदपदानां त्वमित्थमर्थं मन्यसे - पुरुषो मृतः सन् 5 पुरुषत्वमश्नुते, पुरुषत्वमेव प्राप्नोतीत्यर्थः तथा पशवो - गवादय: पशुत्वमेवेत्यमूनि भवान्तरसादृश्याभिधायकानि, तथा ' श्रृंगालो वै एष' इत्यादीनि तु भवान्तरे वैसादृश्यख्यापकानीत्यतः संशयः, कारणानुरूपं च कार्यमुत्पद्यते इति तेऽभिप्रायो, यतो न शालिबीजाद्गोधूमाङ्कुरप्रसूतिः इति, तत्र वेदपदानामयमर्थः - पुरुषः खल्विह जन्मनि स्वभावमार्द्दवार्जवादिगुणयुक्तो मनुष्यनामगोत्रे कर्मणी बद्ध्वा मृताः सन् पुरुषत्वमश्नुते, न तु नियमतः, एवं पशवोऽपि पशुभवे मायादिगुणयुक्ताः 10 पशुनामगोत्रे कर्मी बद्ध्वा मृताः सन्तः पशुत्वमासादयन्ति, न तु नियोगतः इति, कर्मसापेक्ष
ટીકાર્થ : જે નનુષ્યાદિ આ ભવમાં જેવા પ્રકારના હોય છે તે મનુષ્યાદિ શું પરભવમાં પણ તેવા પ્રકારના જ હોય છે ? એવું તું કેમ માને છે. તારો આ સંશય અનુચિત છે. (કિમ્ નો) બીજો અર્થ પૂર્વની જેમ જાણી લેવો. આ તારો સંશય વિરુદ્ધવેદપદોને સાંભળવાથી ઉત્પન્ન થયેલ છે. તે વેદપદો આ પ્રમાણે છે - પુરુષો થૈ પુરુષત્વમસ્તુતે, “વશવ: પશુત્તમ્” વગેરે તથા “કૃતો 15 મૈં ૫ ખાયતે ય: સપુરીપો વદ્યતે' વગેરે આ વૈદપદોના અર્થને તું સમ્યગ્ રીતે જાણતો નથી. “શ્વ” શબ્દથી યુક્તિ અને રહસ્યને પણ જાણતો નથી.
"
તારા મનમાં વેદપદોનો આ પ્રમાણેનો અર્થ વર્તી રહ્યો છે પુરુષ મરીને પુરુષ જ થાય. તથા ગાય વગેરે પશુઓ મરીને પશુપણાને જ પામે.” આ પદો ભવાન્તરમાં સમાનતાને જણાવનાર છે. તથા “øાનો વૈ....” (જે વિષ્ટા સાથે બળાય તે શિયાળ થાય.) વગેરે પદો 20 ભવાન્તરમાં પૈસાદશ્ય=વિસમાનતાને જણાવનારા છે. આ રીતે પદોનો અર્થ કરવાથી તને સંશય થયો છે. વળી તું એમ માને છે કે - કારણને અનુરૂપ જ કાર્ય ઉત્પન્ન થાય કારણ કે શાલિબીજમાંથી ઘઉંના અંકુરા ફુટે નહિ. (માટે પુરુષ મરીને પુરૂષ થાય એ જ યુક્તિયુક્ત લાગે છે.)
-
-
પરંતુ પદોનો આ પ્રમાણે અર્થ તારે જાણવો કે આ ભવમાં સ્વભાવથી મૃદુતા સરલતાદિગુણોથી યુક્ત પુરુષ મનુષ્યનામગોત્રકર્મને બાંધી મરે તો પરભવમાં પુરુષપણાને પામે છે, પરંતુ નિયમથી પુરુષપણાને પામે તેવું નથી. એ જ પ્રમાણે પશુના ભવમાં માયાદિગુણોથી યુક્ત પશુઓ પણ પશુનામગોત્રને બાંધીને મરે તો પશુપણાને પામે છે, નિયમથી નહિ. આ પ્રમાણે હોવાથી જ જીવોની પરભવમાં ગતિ કર્મને સાપેક્ષ છે. “Øાતો વૈ...' આ પદોનો અર્થ સુગમ જ છે.
44
30
25