Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 365
________________ ૩૪૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) अथ द्वितीयः पक्षः, तथापि नात्मकर्मवियोगो भवेद, अनादित्वाद्, आत्माकाशसंयोगवद्, इत्थं मोक्षो न घटते, तथा देहकर्मसन्तानानादित्वाच्च कुतो मोक्ष इति ते मतिः । तत्र वेदपदानामयमर्थः स एष-मुक्तात्मा विगता: छाद्मस्थिकज्ञानादयो गुणा यस्य स विगुण: विभु:विज्ञानात्मना सर्वगतः न बध्यते-मिथ्यादर्शनादिबन्धकारणाभावात् संसरति वा-मनुजादिभवेषु 5 कर्मबीजाभावात्, नेत्यनुवर्तते, न मुच्यते, मुक्तत्वात्, मोचयति वा तदा खलूपदेशदानविकलत्वात्, नेत्यनुवर्त्तते, तथा संसारिकसुखनिवृत्त्यर्थमाह-नवा एष-मुक्तात्मा बाह्यं-स्रक्चन्दनादिजनितम् आभ्यन्तरम्-आभिमानिकं वेद-अनुभवात्मना विजानातीत्येवमेतानि मुक्तात्मस्वरूपाभिधायकान्येव, शेषाणि तु सुगमानि, तथा जीवकर्मणोरप्यनादिमतोरनादिमानेव संयोगो, धर्माधर्मास्तिकाया काशसंयोगवदिति, न चानादित्वात्संयोगस्य वियोगाभावः, यतः काञ्चनोपलयो: 10 संयोगोऽनादिसन्ततिगतोऽपि क्षारमृत्पुटपाकादिद्रव्यसंयोगोपायतो विघटते, एवं जीवकर्मणोरपि હવે જો બીજો વિકલ્પ માનો = કર્મ-જીવનો સંયોગ અનાદિ માનો તો, તે સંયોગ અનાદિ હોવાથી આત્મા-કર્મનો વિયોગ થશે નહિ. જેમ આત્મા - આકાશનો સંયોગ અનાદિ છે તેનો વિયોગ થતો નથી તેમ અહીં પણ સમજવું. તેથી મોક્ષ ઘટે નહિ તથા શરીર-કર્મની પરંપરા અનાદિ હોવાથી પણ મોક્ષ ઘટતો નથી. આ પ્રમાણે તારી માન્યતા છે. પરંતુ વેદના પદોના 15 અર્થને તું સારી રીતે જાણતો નથી.) તે વેદપદોનો આ પ્રમાણે અર્થ જાણવો. - છાબસ્થિકજ્ઞાનાદિ ગુણોરહિત હોવાથી વિગુણ, જ્ઞાનવડે સર્વગત (દુનિયાની સર્વ વસ્તુ પોતાના કેવલજ્ઞાનમાં જણાતી હોવાથી સર્વગત) એવો આ મુક્તાત્મા મિથ્યાદર્શનાદિ બંધના કારણોનો અભાવ હોવાથી બંધાતો નથી કે કર્મરૂપ બીજનો અભાવ થવાથી મનુષ્યાદિભવોમાં ભમતો નથી. પોતે મુક્ત જ હોવાથી કર્મથી મુક્ત થતો નથી કે ઉપદેશને આપતો ન હોવાથી 20 અન્યજીવને કર્મથી મુક્ત કરતો નથી. તથા આ મુક્તાત્માને સાંસારિક સુખ પણ નથી તે બતાવતા કહે છે કે – આ મુક્તાત્મા પુષ્પમાળા-ચંદનાદિથી ઉત્પન્ન થયેલ બાહ્યસુખ કે આભિમાનિક એવા અત્યંતરસુખને અનુભવવાવડે જાણતો નથી (અર્થાત આવા સુખનો તેને અનુભવ થતો નથી.) આ પ્રમાણે આ વેદપદો મુક્તાત્માના સ્વરૂપને જ જણાવનારા છે. તથા ૧ ૨ વૈ સશરીરસ્ય ઇત્યાદિ વાક્યો તો સુગમ જ છે. વળી, અનાદિ એવા જીવ-કર્મનો સંયોગ પણ અનાદિ જ છે. 25 જેમકે, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશનો સંયોગ. આ સંયોગનો અનાદિ હોવા માત્રથી વિયોગાભાવ થઈ જતો નથી, કારણ કે સોનું-માટીનો સંયોગ અનાદિ પરંપરાને પામેલો હોવા છતાં પણ (અર્થાત્ વિવક્ષિત સોનુ-માટીનો સંયોગ અનાદિ ન હોવા છતાં પ્રવાહથી = અનેક સોનું-માટીના સંયોગોની અપેક્ષાએ આ સંયોગ અનાદિકાળથી ચાલતો આવી રહ્યો હોવા છતાં) ખારમૃત્યુટપાકાદિદ્રવ્યોના સંયોગરૂપ ઉપાયથી વિયોગને પામે છે, એ જ પ્રમાણે જીવ-કર્મનો પણ 30 જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપાયથી વિયોગ થાય છે.

Loading...

Page Navigation
1 ... 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414