________________
૩૪૮ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨)
अथ द्वितीयः पक्षः, तथापि नात्मकर्मवियोगो भवेद, अनादित्वाद्, आत्माकाशसंयोगवद्, इत्थं मोक्षो न घटते, तथा देहकर्मसन्तानानादित्वाच्च कुतो मोक्ष इति ते मतिः । तत्र वेदपदानामयमर्थः स एष-मुक्तात्मा विगता: छाद्मस्थिकज्ञानादयो गुणा यस्य स विगुण: विभु:विज्ञानात्मना सर्वगतः न बध्यते-मिथ्यादर्शनादिबन्धकारणाभावात् संसरति वा-मनुजादिभवेषु 5 कर्मबीजाभावात्, नेत्यनुवर्तते, न मुच्यते, मुक्तत्वात्, मोचयति वा तदा खलूपदेशदानविकलत्वात्, नेत्यनुवर्त्तते, तथा संसारिकसुखनिवृत्त्यर्थमाह-नवा एष-मुक्तात्मा बाह्यं-स्रक्चन्दनादिजनितम् आभ्यन्तरम्-आभिमानिकं वेद-अनुभवात्मना विजानातीत्येवमेतानि मुक्तात्मस्वरूपाभिधायकान्येव, शेषाणि तु सुगमानि, तथा जीवकर्मणोरप्यनादिमतोरनादिमानेव संयोगो, धर्माधर्मास्तिकाया
काशसंयोगवदिति, न चानादित्वात्संयोगस्य वियोगाभावः, यतः काञ्चनोपलयो: 10 संयोगोऽनादिसन्ततिगतोऽपि क्षारमृत्पुटपाकादिद्रव्यसंयोगोपायतो विघटते, एवं जीवकर्मणोरपि
હવે જો બીજો વિકલ્પ માનો = કર્મ-જીવનો સંયોગ અનાદિ માનો તો, તે સંયોગ અનાદિ હોવાથી આત્મા-કર્મનો વિયોગ થશે નહિ. જેમ આત્મા - આકાશનો સંયોગ અનાદિ છે તેનો વિયોગ થતો નથી તેમ અહીં પણ સમજવું. તેથી મોક્ષ ઘટે નહિ તથા શરીર-કર્મની પરંપરા
અનાદિ હોવાથી પણ મોક્ષ ઘટતો નથી. આ પ્રમાણે તારી માન્યતા છે. પરંતુ વેદના પદોના 15 અર્થને તું સારી રીતે જાણતો નથી.) તે વેદપદોનો આ પ્રમાણે અર્થ જાણવો.
- છાબસ્થિકજ્ઞાનાદિ ગુણોરહિત હોવાથી વિગુણ, જ્ઞાનવડે સર્વગત (દુનિયાની સર્વ વસ્તુ પોતાના કેવલજ્ઞાનમાં જણાતી હોવાથી સર્વગત) એવો આ મુક્તાત્મા મિથ્યાદર્શનાદિ બંધના કારણોનો અભાવ હોવાથી બંધાતો નથી કે કર્મરૂપ બીજનો અભાવ થવાથી મનુષ્યાદિભવોમાં
ભમતો નથી. પોતે મુક્ત જ હોવાથી કર્મથી મુક્ત થતો નથી કે ઉપદેશને આપતો ન હોવાથી 20 અન્યજીવને કર્મથી મુક્ત કરતો નથી. તથા આ મુક્તાત્માને સાંસારિક સુખ પણ નથી તે બતાવતા
કહે છે કે – આ મુક્તાત્મા પુષ્પમાળા-ચંદનાદિથી ઉત્પન્ન થયેલ બાહ્યસુખ કે આભિમાનિક એવા અત્યંતરસુખને અનુભવવાવડે જાણતો નથી (અર્થાત આવા સુખનો તેને અનુભવ થતો નથી.)
આ પ્રમાણે આ વેદપદો મુક્તાત્માના સ્વરૂપને જ જણાવનારા છે. તથા ૧ ૨ વૈ સશરીરસ્ય ઇત્યાદિ વાક્યો તો સુગમ જ છે. વળી, અનાદિ એવા જીવ-કર્મનો સંયોગ પણ અનાદિ જ છે. 25 જેમકે, ધર્માસ્તિકાય-અધર્માસ્તિકાય અને આકાશનો સંયોગ. આ સંયોગનો અનાદિ હોવા માત્રથી
વિયોગાભાવ થઈ જતો નથી, કારણ કે સોનું-માટીનો સંયોગ અનાદિ પરંપરાને પામેલો હોવા છતાં પણ (અર્થાત્ વિવક્ષિત સોનુ-માટીનો સંયોગ અનાદિ ન હોવા છતાં પ્રવાહથી = અનેક સોનું-માટીના સંયોગોની અપેક્ષાએ આ સંયોગ અનાદિકાળથી ચાલતો આવી રહ્યો હોવા છતાં)
ખારમૃત્યુટપાકાદિદ્રવ્યોના સંયોગરૂપ ઉપાયથી વિયોગને પામે છે, એ જ પ્રમાણે જીવ-કર્મનો પણ 30 જ્ઞાન, દર્શન, ચારિત્રના ઉપાયથી વિયોગ થાય છે.