SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ બંધ-મોક્ષસંબંધી મંડિકનો અભિપ્રાય (નિ. ૬૨૦) * ૩૪૭ तथा 'नह वै' नैवेत्यर्थः सशरीरस्य प्रियाप्रिययोरपहतिरस्तीति- बाह्याध्यात्मिकानादिशरीरसन्तानयुक्तत्वात् सुखदुःखयोरपहतिः संसारिणो नास्तीत्यर्थः, अशरीरं वा वसन्तम्- अमूर्त्तमित्यर्थः, प्रियाप्रिये न स्पृशतः, कारणाभावादित्यर्थः, अमूनि च बन्धमोक्षाभिधायकानीति, अतः संशयः, तथा सौम्य ! भवतोऽभिप्रायो-बन्धो हि जीवकर्मसंयोगलक्षणः, स आदिमानादिरहितो वा स्यात् ?, यदि प्रथमो विकल्पस्ततः किं पूर्वमात्मप्रसूतिः पश्चात्कर्मणः उत पूर्वं कर्मण: 5 पश्चादात्मनः आहोश्विद्युगपदुभयस्येति ?, किं चातः, न तावत्पूर्वमात्मप्रसूतिर्युज्यते, निर्हेतुकत्वाद्, व्योमकुसुमवत्, नापि कर्मणः प्राक् प्रसूतिः कर्त्तुरभावात् न चाकर्तृकं कर्म भवति, युगपत्प्रसूतिरप्यकारणत्वादेव न युज्यते, न चा[ ना ]दिमत्यप्यात्मनि बन्धो युज्यते, बन्धकारणाभावाद् गगनस्येव, इत्थं चैतदङ्गीकर्त्तव्यम्, अन्यथा मुक्तस्यापि बन्धप्रसङ्गः, तथा च सति नित्यमोक्षत्वान्मोक्षानुष्ठानवैयर्थ्यम् । 10 પ્રિયાપ્રિયનો અભાવ નથી અર્થાત્ બાહ્ય અને આધ્યાત્મિક એવા અનાદિ શરીરોની પરંપરાથી આ જીવ યુક્ત હોવાથી આ સંસારીજીવને સુખદુઃખનો અભાવ નથી. અમૂર્ત એવા અશરીરી જીવને કારણ(કર્મ)નો અભાવ હોવાથી સુખદુ:ખ સ્પર્શતા નથી. આમ, આ પદો બંધ-મોક્ષને જણાવનારા છે. આથી તને સંશય થયો છે. તથા હૈ સૌમ્ય ! તારો આ પ્રમાણે અભિપ્રાય છે કે બંધ એટલે જીવ અને કર્મનો 15 સંયોગ. તે સંયોગ આદિવાળો છે કે આદિ વિનાનો છે ? પ્રથમ વિકલ્પ હોય અર્થાત્ જીવ અને કર્મનો સંયોગ આદિવાળો છે એમ જો હોય તો, (૧) પ્રથમ આત્માની ઉત્પત્તિ થઈ અને પછી કર્મોની ઉત્પત્તિ થઈ ? કે (૨) પ્રથમ કર્મની અને પછી જીવની ઉત્પત્તિ થઈ ? કે (૩) બંનેની જીવ-કર્મ ઉભયની ઉત્પત્તિ સાથે થઈ ? તેમાં પ્રથમવિકલ્પમાં દોષ બતાવે છે - આત્માની પ્રથમ ઉત્પત્તિ ઘટતી નથી કારણ કે 20 આત્માની પ્રથમ ઉત્પત્તિ માનવામાં કોઈ હેતુ-કારણ નથી, જેમકે આકાશપુષ્પને ઉત્પન્ન થવામાં કોઈ કારણ ન હોવાથી તેની ઉત્પત્તિ થતી નથી, તેમ અહીં સમજવું. તથા પ્રથમ કર્મની પણ ઉત્પત્તિ મનાય નહિ કારણ કે કર્મને ઉત્પન્ન કરનાર કર્તા જ નથી અને કર્તા વિનાનું કર્મ હોય નહિ. એ જ રીતે યુગપદ્=સાથે ઉત્પત્તિ થવામાં પણ કોઈ કારણ ન હોવાથી સાથે ઉત્પત્તિ પણ મનાય નહિ. (છતાં માની લઈએ કે આત્માની પ્રથમ ઉત્પત્તિ થાય છે. તે વખતે તો તે આત્મા 25 શુદ્ધ છે. નવો કર્મબંધ થાય એવું કોઈ કારણ નથી. તેથી) આદિ એવા પણ આત્મામાં બંધના કારણનો અભાવ હોવાથી ગગનની જેમ બંધ ઘટતો નથી. અને આ વાત આ પ્રમાણે જ માનવી પડે. અન્યથા (જો કારણ વિના પણ કર્મબંધ માનો તો) મુક્તજીવને પણ કર્મનો બંધ થવાની આપત્તિ આવે. આમ, અનાદિ જીવને કર્મબંધ ન હોવાથી અનાદિકાળથી તેનો મોક્ષ થઈ જ ગયો છે, તેથી મોક્ષ માટેનો પુરુષાર્થ વ્યર્થ છે. 30
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy