________________
૩૫ર જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) नारकाः सक्लिष्टासुरपरमाधार्मिकायत्ततया कर्मवशतया च परतन्त्रत्वात् स्वयं च दुःखसम्प्रतप्तत्वादिहागन्तुमशक्ता एव, अस्माकमप्यनेन शरीरेण तत्र कर्मवशतया एव गन्तुमशक्यत्वात् प्रत्यक्षीकरणोपायासम्भवाद् आगमगम्या एव, श्रुतिस्मृतिग्रन्थेषु श्रूयमाणाः श्रद्धया भवन्तु, ये पुनर्देवाः स्वच्छन्दचारिणः कामरूपाः प्रकृष्टदिव्यप्रभावात् इहागमनसामर्थ्यवन्तस्ते किमितीह नागच्छन्ति ? यतो न दृश्यन्त इति, अतो न सन्ति ते, अस्मदाद्यप्रत्यक्षत्वात, खरविषाणवत. तत्र वेदपदानां चेत्यादि पूर्ववत्,
तत्र वेदपदानामयमर्थः-'को जानाति ? मायोपमान्, गीर्वाणानिन्द्रयमवरुणकुबेरादीनि'त्यादि, तत्र परमार्थचिन्तायां सन्ति देवाः, मत्प्रत्यक्षत्वात्, मनुष्यवत्, भवतोऽपि, आगमाच्च सर्वथा, सर्वमनित्यं मायोपमं, न तु देवनास्तित्वपराणि वेदवाक्यानीति, तथा स्वच्छन्दचारिणोऽपि चामी
10 તથા હે સૌમ્ય ! તું આ પ્રમાણે માને છે કે નારકો સંક્લિષ્ટ એવા પરમાધામીઓને આધીન
અને કર્મને વશ હોવાથી પરતંત્ર છે, અને સ્વયં દુઃખથી સંપ્રતપ્ત છે. આમ, પરતંત્ર અને દુઃખથી સંપ્રતપ્ત હોવાથી તે નારકો અહીં આવવા સમર્થ નથી. તથા આપણે પણ કર્મવશ હોવાથી આ શરીરવડે ત્યાં જવા સમર્થ નથી. તેથી નારકોનો પ્રત્યક્ષ જોવામાં કોઈ ઉપાય ન
હોવાથી તે નારકો આગમગમ્ય જ છે. શ્રુતિ – સ્મૃતિ વગેરે ગ્રંથોમાં સંભળાતા નારકો શ્રદ્ધેય ભલે 15 થાઓ, પરંતુ જે દેવો સ્વચ્છંદચારી, મનોહરરૂપવાળા અને પ્રકૃષ્ટદિવ્યશક્તિના પ્રભાવથી અહીં
આવવામાં સમર્થ છે તે દેવો કેમ અહીં આવતા નથી? કે જેથી તેઓ દેખાતા નથી ?. તેથી દેવો આ જગતમાં અમોને વગેરેને પ્રત્યક્ષ ન હોવાથી ખરવિષાણની (ગધેડાના શિંગડાની) જેમ અસત્ છે.
હે સૌમ્ય ! તું આ વેદપદોના અર્થને-યુક્તિને અને રહસ્યને જાણતો નથી. તે વેદપદોનો 20 આ પ્રમાણે અર્થ છે - “માયા સમાન ઈન્દ્રાદિ દેવોને કોણ જાણે છે ?” વગેરે પદો વિષે
પરમાર્થથી વિચારીએ તો, દેવો છે કારણ કે તે દેવો અહીં રહેલા મનુષ્યની જેમ મને પ્રત્યક્ષ છે. તથા તમને પણ તે દેવો પ્રત્યક્ષ જ છે કારણ કે તે સમયે ત્યાં દેવો હાજર હતા. તેની સામે ઈશારો કરતા ભગવાને કહ્યું.) અને આગમપ્રમાણથી તો ( રૂપ યજ્ઞાચુધી... વગેરે આગમથી) સર્વથા દેવો સિદ્ધ જ છે.
મૌર્ય : તો પછી માયોપમાન.. વિ. નો અર્થ શું ?
ભગવાન ? “ો નાનાંતિ ? માયોપમા” વગેરે વેદવાક્યો દ્વારા જગતની સર્વવસ્તુ અનિત્ય માયા જેવી છે (જેમ માયાથી રચેલું નાશવંત છે, તેમ બધું જ નાશવંત છે) એમ જણાવેલું થાય છે, આ વાક્યો દેવનાસ્તિત્વને જણાવનારા નથી. તથા સ્વચ્છંદવિહારી હોવા છતાં દેવો અહીં નથી આવતા તેમાં આ કારણ જાણવું (અહીં અનુમાન દેખાડે છે) સુરગણો અહીં
25.