Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 383
________________ ૩૬૬ * આવશ્યકનિર્યુક્તિ♦ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) प्रथमगणधर इति, भूतसमुदायधर्मत्वाच्च चैतन्यस्य कुतो भवान्तरगतिलक्षणपरलोकसम्भव इति ते मतिः, तद्विघाते चैतन्यविनाशादिति, तथा सत्यप्यात्मनि नित्येऽनित्ये वा कुतः परलोकः ?, तस्यात्मनोऽप्रच्युतानुत्पन्नस्थिरैकस्वभावत्वात् विभुत्वात् तथा निरन्वयविनश्वरस्वभावेऽप्यात्मनि कारणक्षणस्य सर्वथाऽभावोत्तरकालमिह लोकेऽपि क्षणान्तराप्रभवः कुतः परलोक इत्यभिप्रायः, 5 तत्र वेदपदानां चार्थं न जानासि तेषामयमर्थः- तत्र 'विज्ञानघने 'त्यादीनां पूर्ववद्वाच्यं न च भूतसमुदायधर्मश्चैतन्यं, क्वचित्सन्निकृष्टदेहोपलब्धावपि चैतन्यसंशयात्, न च धर्मग्रहणे धर्माग्रहणं (વળી, હે મેતાર્ય ! આ પરલોકના અભાવ માટે તું આ પ્રમાણે દલીલ કરે છે કે) ચૈતન્ય એ ભૂતસમુદાયનો ધર્મ હોવાથી ભવાન્તરમાં જવારૂપ પરલોક ક્યાંથી સંભવે ? કારણ કે ભૂતસમુદાયનો વિઘાત (નાશ) થતાં ચૈતન્ય પણ નાશ પામે છે. તથા કદાચ માની પણ લઈએ 10 કે આત્મા છે છતાં તે નિત્ય કે અનિત્ય એવો આત્મા માનવા છતાં પરલોક કેવી રીતે ઘટે ? કારણ કે જો આત્મા નિત્ય હોય તો અવિનાશી - અનુત્પન્ન - સ્થિર એકસ્વભાવવાળો થવાથી અને વિભુ (સર્વત્ર રહેલો) હોવાથી પરલોક ઘટતો નથી. (અહીં કેટલાક લોકોની માન્યતા પ્રમાણે જે નિત્ય હોય તે અવિનાશી અનુત્પન્ન.... સ્વભાવવાળો અને વિભુ હોય. તેથી જો આત્મા નિત્ય છે તો આવા સ્વભાવવાળો માનવો પડે તેથી તેમાં કશો ફેરફાર ન થાય. તથા 15 સર્વત્ર હોવાથી એક સ્થાનેથી બીજા સ્થાને ન જાય તેથી પરલોક ઘટે નહિ.) હવે જો આત્માને અનિત્ય (ક્ષણિક) માનો તો, નિરન્વય (જેના નાશ પછી જેનો કોઈ અંશ બચે નહિ - સર્વથા નાશ થાય તે નિરન્વય) અને વિનશ્વરસ્વભાવવાળો માનવો પડે અને આવા સ્વભાવવાળો હોવાથી કારણક્ષણનો સર્વથા અભાવ થતાં તેના પછી આ લોકમાં પણ અન્યક્ષણોની ઉત્પત્તિ નથી તો પરલોક તો ક્યાંથી હોય ? (આશય એ છે કે બૌદ્ધો સર્વવસ્તુ ક્ષણિક માને છે. કોઈ પણ વસ્તુની પૂર્વ (કારણ) ક્ષણનો સર્વથા નાશ થઈ જાય છે, કંઈ જ બાકી રહેતું નથી. પછી ઉત્તરક્ષણ ઉત્પન્ન થાય છે, તે પૂર્વક્ષણથી સર્વથા ભિન્ન છે. એટલે એમના મતે આલોકમાં પણ દરેક ક્ષણ નવી છે, તો પરલોકમાં જનાર આત્મા તો ક્યાંથી માની શકાય ?) આ પ્રમાણે તારી દલીલો છે. તેનું કારણ એ કે તું વેદપદોના અર્થને જાણતો નથી. તે પદોના અર્થો 25 વગેરે વ્યાખ્યા પૂર્વની જેમ જાણી લેવી. આ પ્રમાણે છે - તેમાં ‘વિજ્ઞાનધન...' 20 * ચૈતન્ય ભૂતસમુદાયનો ધર્મ નથી * ચૈતન્ય ભૂતસમુદાયનો ધર્મ નથી કારણ કે કો'ક સ્થાને નજીકમાં રહેલ દેહનું જ્ઞાન થવા છતાં પણ તે દેહમાં ચૈતન્યનો સંશય થતો દેખાય છે. (અર્થાત્ ભૂતસમુદાયરૂપ દેહ મૃતાવસ્થામાં પાસે હોવા છતાં તેમાં ચૈતન્ય દેખાતું નથી.) જો તમે ચૈતન્યને દેહનો (અર્થાત્ 30 ભૂતસમુદાયરૂપ દેહનો) ધર્મ માનતા હો તો દેહરૂપ ધર્મીનો બોધ થવા છતાં તેમાં ચૈતન્યરૂપ

Loading...

Page Navigation
1 ... 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414