Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 384
________________ અગિયારમા ગણધરનું આગમન (નિ. ૬૩૭) * ૩૬૭ युज्यते, इतश्च देहादन्यच्चैतन्यं, चलनादिचेष्टानिमित्तत्वात् इह यद्यस्य चलनादिचेष्टानिमित्तं तत्ततो भिन्नं दृष्टं यथा मारुतः पादपादिति, ततश्च चैतन्यस्याऽऽत्मधर्मत्वात्तस्य चानादिमत्कर्मसन्ततिसमालिङ्गितत्वात् उत्पादव्ययध्रौव्ययुक्तत्वात्कर्मपरिणामापेक्षमनुष्यादिपर्यायनिवृत्त्या देवादिपर्यायान्तरावाप्तिरस्याविरुद्धेति, नित्यानित्यैकान्तपक्षोक्तदोषानुपपत्तिश्चात्रानभ्युपगमात् इति। छिमि संसयंमी जिणेण जरमरणविप्पमुक्केणं । सो समणो पव्वइसो तिहि उ सह खंडियसएहिं ॥ ६३७ ॥ વ્યાધ્રા-પૂર્વવત્ । દશમો ધર: સમાપ્ત: ॥ पव्वइए सोउं पभासो आगच्छई जिणसगासं । वच्चामि णं वंदामी वंदित्ता पज्जुवासामि ॥ ६३८ ॥ व्याख्या - पूर्ववन्नवरं प्रभासः आगच्छतीति । ધર્મનો બોધ ન થાય એ ઘટે નિહ અર્થાત્ થવો જ જોઈએ પણ થતો નથી. તેથી ચૈતન્ય દેહનો ધર્મ નથી. 5 તથા દેહથી ચૈતન્ય જુદું જ છે કારણ કે ચૈતન્ય ચાલવું વગેરે ચેષ્ટાનું કારણ છે. જે (ચૈતન્ય) જેના (શરીરના) હલનચલનરૂપ ક્રિયાનું કારણ છે તે (ચૈતન્ય) તેનાથી (શરીરથી) ભિન્ન દેખાયેલું છે. જેમ કે, પવન વૃક્ષના પાંદડાઓની હલનચલનરૂપ ક્રિયાનું કારણ છે તેથી 15 તે પવન વૃક્ષથી જુદો છે. માટે ચૈતન્ય એ શરીરનો નહિ, પણ આત્માનો ધર્મ છે. અને આત્મા એ અનાદિ કર્મોની પરંપરાથી તથા ઉત્પાદ-વિનાશ અને ધ્રુવતાથી યુક્ત છે. તેથી કર્મના પરિણામની અપેક્ષાએ આત્માના મનુષ્યાદિ પર્યાયોનો નાશ થઈને દેવાદિ પર્યાયોની પ્રાપ્તિ થાય તેમાં કોઈ દોષ નથી. 10 (આશય એ છે કે આત્મા કર્મયુક્ત હોવાથી મનુષ્ય વિ. જુદા જુદા પર્યાય પામે છે. વળી, 20 ઉત્પાદાદિયુક્ત હોવાથી મનુષ્યપર્યાય નાશ પામે, દેવપર્યાય ઉત્પન્ન થાય ત્યારે પણ આત્મા તે જ રહે છે.) વળી, પૂર્વે તમે આત્માને એકાન્તે નિત્ય કે એકાન્તે અનિત્ય માનીને જે દોષો આપ્યા, તે અમને આવતા જ નથી કારણ કે અમે આત્માને એકાન્તે નિત્ય કે અનિત્ય માનતા નથી પણ નિત્યાનિત્ય માનીએ છીએ. ૬૩૬॥ ટીકાર્થ : પૂર્વની જેમ જાણવો. ૬૩૭॥ ગાથાર્થ : જરા-મરણથી રહિત જિનવડે સંશય છેદાયે છતે તે (મેતાર્ય) ત્રણસો શિષ્યો 25 સાથે પ્રવ્રુજિત થયો * બાવશો ગળધરવાવ: * ગાથાર્થ : તેઓને પ્રવ્રુજિત સાંભળીને પ્રભાસ “પ્રભુપાસે જાઉં, વાંદુ અને પર્યુપાસના કરું” (એવા શુભભાવો સાથે) પ્રભુપાસે જાય છે. ટીકાર્થ : પૂર્વની જેમ અર્થ જાણવો, માત્ર અહીં પ્રભાસ આવે છે એમ જાણવું. ॥૬૩૮॥ 30

Loading...

Page Navigation
1 ... 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414