________________
મોક્ષસંબંધી સંશય અને તેનું નિરાકરણ (નિ. ૬૪૦) ૪ ૩૬૯ मोक्षाभावप्रतिपादकानि, शेषाणि तु तदस्तित्वख्यापकानीत्यतः संशयः, तथा संसाराभावो मोक्षः, संसारश्च तिर्यग्नरनारकामरभवरूपः, तद्भावानतिरिक्तश्चात्मा, ततश्च तदभावे आत्मनोऽप्यभाव एवेति कुतो मोक्षः ?। तत्र वेदानां चार्थं न जानासि, तेषामयमर्थः-'जरामर्थ्य वा' वाशब्दोऽप्यर्थे, ततश्च यावज्जीवमपि, न तु नियोगत इति, ततश्चापवर्गप्रापणक्रियारम्भकालास्तिताऽनिवार्य्या, न च संसाराभावे तदव्यतिरिक्तत्वात् आत्मनोऽप्यभावो युज्यते, तस्यात्मपायरूपत्वात्, न च 5 पर्यायनिवृत्तौ पर्यायिणः सर्वथा निवृत्तिरिति, तथा च हेमकुण्डलयोरनन्यत्वं, न च कुण्डलपर्यायनिवृत्तौ हेम्नोऽपि सर्वथा निवृत्तिः, तथाऽनुभवात्, इत्थं चैतदङ्गीकर्त्तव्यम्, अन्यथा पर्यायनिवृत्तौ पर्यायिणः सर्वथा निवृत्त्यभ्युपगमे पर्यायान्तरानुपपत्तिः प्राप्नोति, कारणाभावात्,
જ્યારે શેષ વેદપદો મોક્ષપ્રતિપાદક છે કારણ કે તેનો અર્થ આ પ્રમાણે છે કે “બે બ્રહ્મ (તત્ત્વ) જાણવા યોગ્ય છે – પર અને અપર. તેમાં પરબ્રહ્મ સત્યરૂપ, જ્ઞાનરૂપ અને અનંત છે.” 10 અહીં પરતત્ત્વ એટલે જ મોક્ષ, આમ આ વેદપદો મોક્ષપ્રતિપાદક છે.) તેથી તેને સંશય થયો છે. વળી, (તું અહીં બીજી દલીલ એમ કરે છે કે, સંસારનો અભાવ થવો તેનું નામ મોક્ષ, અને સંસાર તિર્યંચ-નર-દેવ-નારકના ભવરૂપ છે. આત્મા આ તિર્યંચાદિ ભવોથી જુદો નથી. તેથી જો સંસારનો અભાવ થાય તો આત્માનો પણ અભાવ થઈ જાય છે તેથી મોક્ષ કેવી રીતે ઘટે ? અર્થાત્ આત્મા જ ન હોય તો મોક્ષ કોનો થાય ? આમ મોક્ષ નથી એ વાત સિદ્ધ થાય છે. 15
તારા આવા પ્રકારના અભિપ્રાય પાછળનું કારણ એ છે કે તું વેદપદોના અર્થને જાણતો નથી. તેઓનો અર્થ આ પ્રમાણે છે કે “ગરીમર્થ વા” અહીં જે “વા” શબ્દ છે તે “પ” ના અર્થમાં છે. તેથી જે આ અગ્નિહોત્ર છે તે યાજજીવ પણ કરાય પરંતુ નિયમથી માવજજીવ જ કરાય એ પ્રમાણે આ કરવો નહિ. આવો અર્થ કરવાથી અથપત્તિથી જણાય છે કે માવજજીવ ન કરે તેને તે સિવાયના કાળમાં મોક્ષપ્રાપકક્રિયાનો (મોક્ષપ્રાપક ક્રિયાના આરંભનો) કાળ પણ 20 પ્રાપ્ત થતાં ક્રિયાદ્વારા મોક્ષ પણ પ્રાપ્ત થઈ શકે છે.
વળી. સંસારનો અભાવ થતાં તેનાથી અભિન્ન એવા આત્માનો પણ અભાવ થાય છે એ વાત યોગ્ય નથી, કારણ કે તે સંસાર આત્માનો એક પર્યાય છે અને પર્યાયનો નાશ થતાં પર્યાયી પણ સર્વથા નાશ પામે એવું નથી. (આ વાત દષ્ટાન્તદ્વારા સિદ્ધ કરતા જણાવે છે, જેમ કે, સોનું અને તેમાંથી બનાવેલ કુંડલ વચ્ચે ભિન્નતા છે. તેમાં સોનું એ પર્યાયી છે, અને કુંડલ એ 25 પર્યાય છે. કુંડલરૂપ પર્યાય નાશ થતા સોનારૂપ પર્યાયીનો પણ સર્વથા નાશ થતો નથી, કારણ કે સોનું તો રહે છે, તેવો અનુભવ થાય જ છે. (તેથી સંસારરૂપ પર્યાય નાશ થતાં આત્માનો નાશ થતો નથી.)
આ વાત આજ પ્રમાણે માનવા યોગ્ય છે અન્યથા જો પર્યાયનાશમાં પર્યાયીનો પણ સર્વથા નાશ માનો તો બીજા પર્યાયો ઉત્પન્ન જ નહિ થઈ શકે કારણ કે પર્યાયીરૂપ કારણનો 30