Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

Previous | Next

Page 374
________________ સંપૂર્ણપદાર્થોને જાણવાનું આત્માનું સામર્થ્ય (નિ. ૬૨૮) * ૩૫૭ व्यभिचारो भावयितव्यः, तस्य सन्निकृष्टार्थप्रकाशनात्, विप्रकृष्टविषये तु देशविप्रकर्षेणैव प्रतिबद्धत्वादप्रवृत्तिः, न चात्मनोऽपि देशविप्रकर्ष एवापरिच्छेदहेतुः, तस्यागमगम्येषु सूक्ष्मव्यवहितविप्रकृष्टेष्वखिलपदार्थेष्वधिगतिसामर्थ्यदर्शनात्, तथा च परमाणुमूलकीलोदकामरलोकचन्द्रोपरागादिपरिच्छेदसामर्थ्यमस्यागमोपदेशतः क्षयोपशमवतोऽपि दृश्यते, एवं साक्षात्क क्षायिकमपि प्रतिपत्तव्यमिति । एवं क्षायिकज्ञानवतां नारकाः प्रत्यक्षा एव, भवतोऽप्यनुमानगम्याः, तच्चेदम्-विद्यमानभोक्तृकं प्रकृष्टपापफलं, कर्मफलत्वात्, पुण्यफलवत्, न च तिर्यग्नरा एव 5 ભગવાન : ના, અહીં વ્યભિચાર આવશે નહિ કારણ કે તે પદ્મરાગ નજીકના પદાર્થોને જ પ્રકાશિત કરે છે (એ જ તેનો સ્વભાવ છે), દૂર રહેલા વિષયમાં (પદાર્થમાં) દેશના વિપ્રકર્ષથી (દૂરદેશમાં રહેવાપણારૂપ પ્રતિબંધકથી) આ પદ્મરાગ પ્રતિબંધિત હોવાથી પદ્મરાગની પ્રવૃત્તિ થતી નથી (અર્થાત્ વિષયને પ્રકાશિત કરતો નથી.) જ્યારે અહીં આત્માને પણ દેશનો વિપ્રકર્ષ 10 અપરિચ્છેદ (જ્ઞાનના અભાવ)નું કારણ નથી કારણ કે આગમથી ગમ્ય એવા પણ સૂક્ષ્મ (પરમાણુ વગેરે), વ્યવહિત (નજીક રહેલા હોવા છતાં દિવાલાદિની પાછળ રહેલા) અને વિપ્રકૃષ્ટ (અર્થાત્ દૂર રહેલા, તેં બે પ્રકારે દેશથી અને કાળથી તેમાં દેશથી દૂર રહેલા એવા દેવલોક- નરકાદિ, અને કાળથી દૂર રહેલા એટલે અમુક કાળ પછી થનારા ચંદ્રગ્રહણાદિ) એવા સંપૂર્ણપદાર્થોને જાણવાની શક્તિ આત્મામાં .રહેલી છે. 15 તે આ પ્રમાણે કે ક્ષયોપશમવાળા જીવનું પણ આગમાનુસારે પરમાણુ - વૃક્ષમૂળ - ખીલો પાણી – દેવલોક - ચંદ્રગ્રહણાદિના જ્ઞાનનું સામર્થ્ય દેખાય છે. (અહીં ભાવાર્થ આ પ્રમાણે - ક્ષાયોપશમિકજ્ઞાનવાળો એવો પણ જીવ આગમાનુસારે વિચારીને આવી વાતો કરતો દેખાય છે કે - “અહીં આ જમીનમાં અંદર વૃક્ષનું મૂલ અથવા ખીલા છે. તેથી આ જમીન શલ્યવાળી હોવાથી અહીં તમારે મકાનાદિ બનાવવા નહિ, તથા કોઈ વ્યક્તિ કૂવો ખોદતી હોય તો તેને 20 'જોઈ કો'ક જ્યોતિષી કે નૈમિત્તિક કહે કે - અહીંથી આટલું ખોદતાં પાણી નીકળશે વગેરે. આ રીતે આગમાનુસારે દેવલોક, ચંદગ્રહણાદિના સ્વરૂપનું વર્ણન પણ કોઈ કરે, આમ જો ક્ષાયોપશમિકજ્ઞાનવાળો જીવ પણ આગમાનુસારે કથન કરી શકે તો ક્ષાયિકજ્ઞાનવાળાઓનું સામર્થ્ય કેટલું ? એ વાતને જણાવે છે કે) એ પ્રમાણે સાક્ષાત્કારી એવું ક્ષાયિકજ્ઞાન પણ (સર્વપદાર્થોને જણાવવાના સામર્થ્યવાળું) જાણવા યોગ્ય છે. આમ, ક્ષાયિકજ્ઞાનવાળા વીતરાગોને નારકો પ્રત્યક્ષ 25 જ છે. તથા તમને પણ નારકો અનુમાનથી ગમ્ય છે. તે અનુમાન આ પ્રમાણે છે - પ્રકૃષ્ટ પાપનું ફળ, વિદ્યમાનભોક્તાવાળું છે, કારણ તે કર્મનું ફળ છે. જેમ કે, પુણ્યનું ફળ (અર્થાત્ - પ્રકૃષ્ટપાપનું ફળ એ કર્મનું ફળ હોવાથી તેને ભોગવનાર કોઈક વિદ્યમાન છે. જેમ કે પુણ્યફળ એ કર્મના ફળરૂપ હોવાથી તેને ભોગવનાર અનુત્તરવાસીદેવો વિદ્યમાન છે 30

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414