Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 377
________________ ૩૬0 જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨). चावाप्तप्रकर्षावस्थं स्वर्गाय क्षीयमाणं तु मनुष्यतिर्यग्नारकादिभवफलाय, तदशेषक्षयाच्च मोक्ष इति, यथाऽत्यन्तपथ्याहारासेवनादुत्कृष्टमारोग्यसुखं भवति, किञ्चित्किञ्चित्पथ्याहारपरिवर्जनाच्चारोग्यसुखहानिः, अशेषाहारपरिक्षयाच्च सुखाभावकल्पोऽपवर्गः, अन्येषां तु पापमेवैकं, न पुण्यमस्ति, तदेव चोत्तमावस्थामनुप्राप्तं नारकभवायालं, क्षीयमाणं तु तिर्यग्नरामरभवायेति, 5 तदत्यन्तक्षयाच्च मोक्ष इति, यथा अत्यन्तापथ्याहारसेवनात्परमनारोग्यं, तस्यैव किञ्चित्किञ्चिदपकर्षादारोग्यसुखम्, अशेषपरित्यागान्मृतिकल्पो मोक्ष इति, अन्येषां तूभयमप्यन्योऽन्यानुविद्धस्वरूपकल्पं सम्मिश्रसुखदुःखाख्यफलहेतुभूतमिति, तथा च किल नैकान्ततः संसारिणः सुखं પ્રમાણે છે કે – (૧)જગતમાં પુણ્ય જ છે, પાપ નથી. અને તે પુણ્ય જ જ્યારે પ્રકર્ષાવસ્થાને (અત્યંતવૃદ્ધિને) પામે ત્યારે તે સ્વર્ગ માટે થાય છે. વળી હીન થતું તે પુણ્ય જ (ક્રમશ:) મનુષ્ય, 10 તિર્યંચ, નારકાદિભવીરૂપ ફળ માટે થાય છે. આ પુણ્યનો જ જયારે સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. અહીં દષ્ટાંત આ પ્રમાણે જાણવું કે અત્યંત પધ્યાહારના સેવનથી ઉત્કૃષ્ટરોગ્યસુખ પ્રાપ્ત થાય છે. તેમાં થોડા પધ્યાહારનો ત્યાગ કરતાં આરોગ્ય સુખની હાનિ થાય છે અને સર્વાહારનો ત્યાગ થતાં સુખાભાવરૂપ અપવર્ગની પ્રાપ્તિ થાય છે. 15 (૨) કેટલાક લોકોના મતે પાપ જ વિદ્યમાન છે, પુણ્ય નથી. અને તે પાપ જ્યારે વૃદ્ધિને પામે ત્યારે નારકભવ માટે થાય છે. હીન થતું તે પાપ તિર્યંચ-નર-દેવાદિ ભવો માટે થાય છે. જયારે તે પાપનો સંપૂર્ણક્ષય થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. અહીં દષ્ટાંત આ પ્રમાણે જાણવું કે અત્યંત અપથ્યાહારના સેવનથી ઉત્કૃષ્ટ અનારોગ્ય પ્રાપ્ત થાય છે. તથા તે જ અપધ્યાહારના કંઈક અપકર્ષથી (હાનિથી) આરોગ્યસુખ પ્રાપ્ત થાય છે. તથા જયારે તે આહારનો સંપૂર્ણ ત્યાગ 20 થાય ત્યારે મૃતિ(મરણ) સમાન મોક્ષ થાય છે. (અહીં કોઈકને પ્રશ્ન થાય કે – સર્વ અપથ્યાહારનો ત્યાગ થતાં પથ્યાહારનો સંભવ થવાથી તે વ્યક્તિનું મરણ કેવી રીતે થાય કે જેથી તમે મૃતિરૂપ મોક્ષ કહો છો ? સમાધાન : તમારી વાત સાચી છે પરંતુ આ મતના લોકો પુણ્યની જેમ પથ્યાહારનો પણ મૂળથી અસ્વીકાર કર્યો છે, અર્થાત્ તેમના મતે જેમ પુણ્ય નથી તેમ પધ્યાહાર પણ નથી, આમ 25 જ્યારે અપધ્યાહારનો સર્વથા ત્યાગ થાય ત્યારે પથ્ય-અપથ્ય ઉભયાહારનો ત્યાગ થતાં વ્યક્તિનું મરણ સંભવે છે અને તેનો મોક્ષ થાય છે - ટિપ્પણ) (૩) કેટલાક લોકોના મતે પુણ્ય-પાપ એકબીજાથી અનુવિદ્ધ=ભળેલા સ્વરૂપવાળા છે કે જે મિશ્રિત સુખ-દુઃખનામના ફળનું કારણ છે. (જેમ પંચવર્ણવાળી વસ્તુમાં પાંચ વર્ષે એકબીજાથી યુક્ત હોય છે તેમ અહીં જાણવું.) આમ, પુણ્ય-પાપ પરસ્પરયુક્ત હોવાથી કોઈ સંસારીજીવને 30 એકાન્ત એકલું સુખ કે એકલું દુઃખ હોતું નથી.

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414