________________
અચલભ્રાતાના સંશયનું કારણ અને તેનું નિરાકરણ (નિ. ૬૩૨) ૪ ૩૬ ૧ दुःखं चास्ति, देवानामपीादियुक्तत्वात्, नारकाणामपि च पञ्चेन्द्रियत्वानुभवाद्, इत्थंभूतपुण्यपापाख्यवस्तुक्षयाच्चापवर्ग इति, अन्येषां तु स्वतंन्त्रमुभयं विविक्तसुखदुःखकारणं, तत्क्षयाच्च निःश्रेयसावाप्तिरिति, अतो दर्शनानां परस्परविरुद्धत्वात् अप्रमाणत्वादस्मिन्विषये प्रामाण्याभाव इति तेऽभिप्रायः, 'पुण्यः पुण्येने 'त्यादिना प्रतिपादिता च तत्सत्ता, अतः संशयः, तत्र वेदपदानां चार्थं न जानासि, तेषामयमर्थः यथा द्वितीयगणधरे तथा स्वभावनिराकरणयुक्तो 5 वक्तव्यः, सामान्यकर्मसत्तासिद्धिरपि तथैव वक्तव्या, यच्च दर्शनानामप्रामाण्यं मन्यसे, परस्परविरुद्धत्वाद्, एतदसाम्प्रतम्, एकस्य प्रमाणत्वात्, तथा च पाटलिपुत्रादिस्वरूपाभिधायकाः सम्यक् तद्रूपाभिधायकयुक्ताः परस्परविरुद्धवचसोऽपि न सर्व एवाप्रमाणतां भजन्ते, तत्र
10
(શંકા : તમે એકલા સુખ-દુઃખ ના પાડો છો પરંતુ દેવોને એકલું સુખ અને નારકોને એકલુ દુઃખ દેખાય તો છે જ.)
સમાધાન : ના, દેવોને પણ જે સુખ છે તે ઈર્ષ્યા વગેરે દુઃખોથી યુક્ત હોવાથી દુઃખમિશ્રિત એવું જ સુખ છે. તથા નારકોને પણ પંચેન્દ્રિયપણાનો અનુભવ થતો હોવાથી કિંચિત્ સુખમિશ્રિત દુઃખ છે. તથા અનુવિદ્ધ એવા પુણ્ય-પાપ નામની વસ્તુ ક્ષય થાય ત્યારે જીવનો મોક્ષ થાય છે.
(૪) વળી, કેટલાકોના મતે પુણ્ય-પાપ છે પરંતુ પૂર્વ મતની જેમ સંમિશ્રિત નહિ પણ સ્વતંત્ર છે, જે સ્વતંત્ર સુખ-દુખનું કારણ છે. (અર્થાત પુણ્યથી સુખ અને પાપથી દુઃખ) અને 15 આ સ્વતંત્ર પુણ્ય-પાપ બંનેનો ક્ષય થાય ત્યારે મોક્ષ પ્રાપ્ત થાય છે. આમ, તે તે મતો પરસ્પર વિરુદ્ધ હોવાથી અપ્રમાણ બની જાય છે અને માટે પુણ્ય-પાપને માનવામાં કોઈ પ્રમાણ નથી, એવો તારો અભિપ્રાય છે. જયારે બીજી બાજુ “પુણ્યઃ પુણ્યન...” વગેરે વેદપદોવડે પુણ્યપાપની સત્તા જણાવાયેલી છે. માટે આ સંશય ઊભો થયો છે. તું વેદપદોના અર્થને જાણતો
20 તે વેદપદોનો આ પ્રમાણે અર્થ છે – બીજા ગણધરવાદમાં જે રીતે પ્રભુએ તે વેદપદોનો અર્થ કર્યો છે તે રીતે જાણવો. તથા ત્યાં કરેલા સ્વભાવવાદનું નિરાકરણ પણ અહીં જાણી લેવું. તથા સામાન્યથી (અર્થાત્ પુણ્ય-પાપકર્મનો ભેદ પાડ્યા વિના) કર્મસત્તાની સિદ્ધિ પણ પૂર્વે કહી તે પ્રમાણે જાણી લેવી. વળી, જે તું દર્શનોનું પરસ્પર વિરુદ્ધ હોવાથી અપ્રમાણ્ય માને છે તે પણ અયોગ્ય છે, કારણ કે તે સર્વોમાંથી એક તો પ્રમાણ છે જ.જેમ સમ્યફ સ્વરૂપ 25 જણાવનાર વ્યક્તિથી યુક્ત એવા પાટલિપુત્રાદિ નગરોના સ્વરૂપને જણાવનારા વ્યક્તિઓ પરસ્પર વિરુદ્ધ વચનોવાળા હોવા છતાં બધા જ અપ્રમાણ બનતા નથી કારણ કે તેમાં કોઈ એક વ્યક્તિ તો સમ્યગ્રીતે તે નગરોનું સ્વરૂપ જણાવનાર છે જ, તેમ અહીં પણ જાણવું. તેથી પરસ્પર વિરુદ્ધ એવા પણ આ મતોમાં જે પ્રમાણ મત છે તેને અપ્રમાણમતોને દૂર કરવાઢારા હું 30
નથી.