Book Title: Avashyak Niryukti Part 02
Author(s): Aryarakshitvijay
Publisher: Vijay Premsuri Sanskrit Pathshala

View full book text
Previous | Next

Page 373
________________ ૩૫૬ . આવશ્યકનિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨) ज्ञानवृद्धिभेद इति, न ह्ययं ज्ञानविशेषः खल्वात्मनस्तत्स्वाभाव्यमन्तरेणोपपद्यते इति, एवं चापगताशेषज्ञानावरणस्य ज्ञस्वभावत्वादशेषज्ञेयपरिच्छेदकत्वमिति, तथा चास्मिन्नेवार्थे लौकिको दृष्टान्तः, यथा हि पद्मरागादिरुपलविशेषो भास्वरस्वरूपोऽपि स्वगतमलकलङ्काङ्कितस्तदा वस्त्वप्रकाशयन्नपि क्षारमृत्पुटपाकाद्युपायतस्तदपाये प्रकाशयति, एवमात्मापि ज्ञस्वभावः कर्ममलिनः 5 प्रागशेषं वस्त्वप्रकाशयन्नपि सम्यक्त्वज्ञानतपोविशेषसंयोगोपायतोऽपेतसमस्तावरणः सर्वं वस्तु प्रकाशयति, प्रतिबन्धकाभावात्, न चाप्रतिबद्धस्वभावस्यापि पद्मरागवत्सर्वत्र प्रकाशनव्यापाराभाव:, तस्य ज्ञस्वभावत्वाद्, न हि ज्ञो ज्ञेये सति प्रतिबन्धशून्यो न प्रवर्त्तते, न च प्रकाशकस्वभावपद्मरागेणैव તથા આ જે જ્ઞાન વિશેષ દેખાય છે તે આત્માના તે સ્વભાવ (જ્ઞાનસ્વભાવ) વિના હોઈ શકે નહિ (માટે અવશ્ય આત્માનો જ્ઞાનસ્વભાવ છે જ.) અને એટલે સંપૂર્ણ જ્ઞાનાવરણ દૂર થતાં 10 આત્માનો સંપૂર્ણજ્ઞસ્વભાવ પ્રગટ થતો હોવાથી આત્મા સર્વજ્ઞેય વસ્તુઓનો પરિચ્છેદક (જાણનારો) થાય છે. આ જ અર્થમાં (અર્થાત્ જેમ જેમ કર્મો દૂર થાય તેમ તેમ સ્વભાવ પ્રગટ થાય છે તે અર્થમાં) એક લૌકિકદષ્ટાન્ત છે - જેમ પદ્મરાગાદિ મણિવિશેષ સ્વયં ભાસ્વર સ્વરૂપવાળો (વસ્તુને પ્રકાશિત કરવાના સ્વરૂપવાળો) હોવા છતાં પણ પોતાનામાં રહેલ મલરૂપ કલંકથી યુક્ત હોય ત્યારે વસ્તુને પ્રકાશિત 15 કરતો નથી, પરંતુ ક્ષાર-મૃત્યુટ-પાકાદિના ઉપાયથી મણિમાંથી મલને દૂર કરતા તે જ મણિ વસ્તુને પ્રકાશિત કરે છે, એ જ પ્રમાણે આત્મા પણ પૂર્વે જ્ઞસ્વભાવવાળો કર્મથી મલિન થયેલો છતો પૂર્વે સર્વવસ્તુને પ્રકાશિત ન કરવા છતાં પણ સમ્યક્ત્વ-જ્ઞાન-તપવિશેષ સંયોગરૂપ ઉપાયથી દૂર થયેલા સંપૂર્ણ આવરણવાળો થયેલો છતો સર્વ વસ્તુને પ્રકાશિત કરે છે કારણ કે હવે પ્રતિબંધક એવા કર્મો રહ્યા નથી. 20 (અકંપિત : આત્મા જ્ઞસ્વભાવવાળો છે. જ્યારે પદ્મરાગ પ્રકાશના સ્વભાવવાળો છે. તેથી જેમ મલરૂપ કલંક દૂર થતાં અસ્ખલિતદીપ્તિવાળો એવો પણ પદ્મરાગ સર્વવસ્તુને પ્રકાશિત કરતો નથી, પરંતુ કેટલાક પદાર્થોને જ તે પ્રકાશિત કરે છે. તેમ કર્મમલ દૂર થતાં જ્ઞસ્વભાવવાળો એવો આત્મા પણ અમુક જ પદાર્થને જાણે, નહિ કે સંપૂર્ણપદાર્થોને જાણે. તેથી આત્મા સંપૂર્ણવસ્તુને જાણે એમ કેવી રીતે કહેવાય ?) 25 ભગવાન ઃ તમારી વાત યોગ્ય નથી કારણ કે આત્મા જ્ઞસ્વભાવવાળો હોવાથી અપ્રતિબદ્ધસ્વભાવવાળા એવા પણ આત્માનો પદ્મરાગની જેમ સર્વત્ર પ્રકાશવ્યાપારનો અભાવ થશે નહિ (અર્થાત્ આવરણ દૂર થતાં આત્મા સર્વવસ્તુને જાણે જ) કારણ કે પ્રતિબંધથી શૂન્ય એવો જ્ઞાની શેયવસ્તુમાં ન પ્રવર્તે એવું બને નહિ. (અકંપિત : પ્રતિબંધથી શૂન્ય એવો પણ મણિ સર્વ પ્રકાશ્ય વસ્તુમાં પ્રવર્તતો નથી એ તો 30 પ્રત્યક્ષસિદ્ધ છે જ એટલે તમે કહેલ વ્યાપ્તિમાં પ્રકાશક સ્વભાવવાળા પદ્મરાગવડે જ વ્યભિચાર આવે છે.)

Loading...

Page Navigation
1 ... 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414