________________
અનુમાનથી કર્મની સિદ્ધિ (નિ. ૬૦૪) ૩૨૭ शुद्धस्य देहकरणेच्छा युज्यते, तस्या रागविकल्पत्वात्, तस्मात् कर्मसद्वितीयः पुरुषः कर्ता इति । न च तत्कर्म प्रत्यक्षप्रमाणगोचरातीतं, मत्प्रत्यक्षत्वात्, त्वत्संशयवत्, भवतोऽपि अनुमानगोचरत्वात्, तच्चेदमनुमानम्-शरीरान्तरपूर्वकं बालशरीरं, इन्द्रियादिमत्त्वात्, युवशरीरवत्, न च जन्मान्तरातीतशरीरपूर्वकमेवेदं, तस्यापान्तरालगतावभावेन तत्पूर्वकत्वानुपपत्तेः, न चाशरीरिणो नियतगर्भदेशस्थान-प्राप्तिपूर्वकः शरीरग्रहो युज्यते, नियामककारणाभावात्, न स्वभाव एव नियामको, 5
(અગ્નિભૂતિઃ પરંતુ અમારો સિદ્ધાંત જ આ છે કે – કર્મરહિત એવા આત્માને જ્યારે દેહકરણની ઇચ્છા ઉત્પન્ન થાય છે, ત્યારે તે દેહને આરંભે છે કારણ કે આત્મા સકલશક્તિથી યુક્ત છે.)
ભગવાન : આ વાત યોગ્ય નથી કારણ કે શુદ્ધ આત્માને દેહકરણની ઇચ્છા જાગે નહિ. તેનું કારણ એ કે દેહકરણની ઇચ્છા એ એક રાગનો વિકલ્પ=પ્રકાર છે. જે શુદ્ધઆત્માને ન 10 હોય. તેથી કર્મયુક્ત પુરુષ જ કર્તા હોય એમ માનવું. વળી, તે કર્મ પ્રત્યક્ષપ્રમાણનો વિષય નથી એવું નથી કારણ કે જેમ તારો સંશય પ્રત્યક્ષ છે, તેમ તે કર્મ પણ મને પ્રત્યક્ષ છે.
* અનુમાન પ્રમાણથી કર્મની સિદ્ધિ * તે કર્મ તમારા પણ અનુમાનનો વિષય બને જ છે. તે અનુમાન આ પ્રમાણે જાણવું – બાળશરીર ઈન્ડિયાદિવાળું હોવાથી બીજા શરીરપૂર્વક હોય છે, જેમકે, ઈન્દ્રિયાદિવાળું એવું 15 યુવાશરીર બાબશરીરપૂર્વક છે.
" (અગ્નિભૂતિ : એ તો અમને પણ માન્ય છે કે આ બાળશરીર એ પૂર્વભવના શરીર પૂર્વકનું છે. પરંતુ તેથી કંઈ કર્મની સિદ્ધિ ન થાય.) - ભગવાન ઃ ના, બાળશરીર પૂર્વભવના શરીરપૂર્વકનું નથી, કારણ કે પૂર્વભવનું શરીર અપાન્તરાલ ગતિમાં ન હોવાથી પૂર્વભવપૂર્વકનું બાળશરીર ઘટી શકે નહિ. તથા શરીર વિનાના 20 જીવને ચોક્કસ ગર્ભદેશસ્થાનની પ્રાપ્તિપૂર્વક શરીરનો ગ્રહ ઘટતો નથી (અર્થાત્ શરીર (કાર્પણ શરીર) વિનાનો જીવ મરીને અમુક ચોક્કસ સ્થાને જ ઉત્પન્ન થાય અને ત્યાં દારિકાદિ શરીર બનાવવાનો આરંભ કરે એ ઘટી શકે નહિ.) કારણ કે અમુક જીવ અમુક સ્થાને, અમુક જીવ અમુક સ્થાને એ પ્રમાણે ચોક્કસ સ્થાને જ ઉત્પન્ન થાય તેનો નિયામક નિર્ણય કરનાર કોઈ જ નથી. (આમ, પૂર્વભવના શરીરપૂર્વક બાળશરીર છે નહિ અને નિયામકનો અભાવ હોવાથી 25 અશરીરી જીવની ચોક્કસ ગર્ભસ્થાનની પ્રાપ્તિ પણ ન ઘટે, તેથી કાર્મણશરીરપૂર્વકનું જ બાળશરીર સિદ્ધ થાય છે.)
(અગ્નિભૂતિઃ અમે સ્વભાવને જ નિયામક માનશું, અર્થાત્ ફલાણો જીવ અમુક સ્થાને – ફલાણો જીવ અમુક સ્થાને – એ પ્રમાણે તે તે જીવોની ચોક્કસ ગર્ભસ્થાનની જે પ્રાપ્તિ થાય છે, તેમાં જીવનો તેવા પ્રકારનો સ્વભાવ જ કારણ છે. તેના માટે વચ્ચે શરીર માનવાની જરૂર નથી.) 30
ભગવાન: અહીં સ્વભાવ જ નિયામક બની શકતો નથી, કારણ કે વસ્તુવિશેષ, અકારણતા