________________
વાયુભૂતિના મનમાં વેદપદનો વિરુદ્ધાર્થ (નિ. ૬૦૮) ૩૩૧ विदिताशेषतत्त्वम्, अयं स संशयस्तव विरुद्धवेदपदश्रुतिनिबन्धनो वर्त्तते, वेदपदानां चार्थं न जानासि, तेषां तव संशयनिबन्धनानामयमर्थो-वक्ष्यमाणलक्षण इति गाथाक्षरार्थः ॥ तानि चामूनि परस्परविरुद्धानि वेदपदानि-विज्ञानघन एव एतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु विनश्यति न प्रेत्यसञ्ज्ञाऽस्ति' इत्यादीनि, तथा 'सत्येन लभ्यः तपसा ह्येष ब्रह्मचर्येण नित्यं ज्योतिर्मयो हि शुद्धो, यं पश्यन्ति धीरा यतयः संयतात्मानः' इत्यादीनि चेति, एतेषां चायमर्थः ते बुद्धौ 5 प्रतिभासते-'विज्ञानघने' त्यादीनां पूर्ववत् व्याख्या, नवरं न प्रेत्य सञ्ज्ञा अस्ति-न देहात्मनो: भेदासज्ञाऽस्ति, भूतसमुदायमात्रधर्मत्वात् चैतन्यस्य, ततश्चामूनि किल शरीरातिरिक्तात्मोच्छेदपराणि वर्त्तन्ते, 'सत्येन लभ्य' इत्यादीनि तु देहातिरिक्तात्मप्रतिपादकानि इति, अतः संशयः, युक्ता च भूतसमुदायमात्रधर्मता चेतनायाः, ते मतिः, तत्र एवोपलब्धौरतादिवदिति, तथा प्रत्यक्षादिप्रमाणगोचरातिक्रान्तश्च देहातिरिक्त आत्मेति, तत्र वेदपदानां चार्थं न जानासि, चशब्दाधुक्तिं हृदयं च, 10
સાંભળવાથી ઉત્પન્ન થયો છે. પરંતુ તે વેદપદોના અર્થોને જાણતો નથી. તારા સંશયના કારણભૂત એવા પદોનો અર્થ આ પ્રમાણે (આગળ કહેશે તે પ્રમાણે) તું જાણ. તે વિરુદ્ધ પદો આ પ્રમાણે છે – “વિજ્ઞાનયન ઇવ તેગો ભૂખ્યઃ સમુન્જાય તાજોવાનુવિનશ્યતિ ન 9ત્યસંજ્ઞાસ્તિ” વગેરે, તથા “સત્યેન ગ્ર: તપસ રોષ વ્રધાન નિત્યં તિર્મયો હિ શસ્ફો. હું પત્તિ ધીરા થત: સંતાત્મનઃ” વગેરે.
15 આ પદોનો આ પ્રમાણેનો અર્થ તારી બુદ્ધિમાં બેઠો છે – “વિજ્ઞાનઘન..વગેરે પદોનો અર્થ પ્રથમગણધરની વતવ્યતામાં કહ્યો તે પ્રમાણે જાણવો. માત્ર “ર પ્રત્યસંજ્ઞાતિ” એટલે દેહ અને આત્માની ભેદસંજ્ઞા નથી, કારણ કે ચૈતન્ય ભૂતસમુદાય(શરીર)માત્રનો ધર્મ છે. આ પદો શરીરથી જુદા એવા આત્માનો નિષેધ કરનારા છે. (અર્થાત આત્મા અને શરીર એક જ છે.) તથા - “સત્યેન નગઃ.....” વગેરે પદોનો અર્થ સત્યવચન, તપશ્ચર્યા અને બ્રહ્મચર્યથી 20 નિત્ય એવો જ્યોતિર્મય શુદ્ધાત્મા પ્રાપ્ત થાય છે, જેને ધીર સંયત એવા યતિઓ જુએ છે.” આ પદો દેહથી જુદો આત્મા છે એવું પ્રતિપાદન કરનારા છે. આ રીતે વેદના વિરુદ્ધપદોને સાંભળતા તને સંશય ઉત્પન્ન થયો છે.
વળી તું માને છે કે – ગોરો વર્ણ વિ. ભૂતસમુદાયમાત્રમાં જણાતાં હોવાથી તે ગોરાપણું વિગેરે જેમ ભૂતસમુદાયમાત્રનો ધર્મ છે, તેમ ચેતનાની પણ ભૂતસમુદાયમાત્રમાં જ ઉપલબ્ધિ 25 (બોધ) થતી હોવાથી ચેતના પણ ભૂતસમુદાયમાત્રનો ધર્મ હોવો યુક્ત છે. વળી તું માને છે કે - પ્રત્યક્ષાદિપ્રમાણના વિષયથી અતિક્રાન્ત એવો દેહાતિરિક્ત આત્મા છે. (અર્થાત્ દેહથી જુદો આત્મા માનવામાં પ્રત્યક્ષાદિ કોઈ પ્રમાણ નથી.) તારી આવી બુદ્ધિ થવામાં કારણ એ છે કે, તું વેદપદોના અર્થોને જાણતો નથી. તથા યુક્તિ અને રહસ્યને પણ જાણતો નથી. તે વેદપદોનો અર્થ આ પ્રમાણે તારે જાણવો –
30