________________
૩૩૨ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) . तेषामयमर्थः-तत्र 'विज्ञानघने'त्यादीनां प्रथमगणधरवक्तव्यतायां व्याख्यातत्वात् न प्रदर्श्यते, 'सत्येन लभ्य' इत्यादीनां तु सुगमत्वादिति । न च तत्रैव उपलब्ध्या हेतुभूतया चेतनाया: शरीरधर्मताऽनुमातुं युज्यते, तद्धर्मतया तत्रोपलम्भासिद्धेः, न च तस्मिन् सत्येव उपलम्भः तद्धर्मत्वानुमानाय अलं, व्यभिचारदर्शनाद्, यतः स्पर्श सत्येव रूपादयः उपलभ्यन्ते, न च 5 तद्धर्मता तेषामिति, तस्मात् शरीरातिरिक्तात्माख्यपदार्थधर्मश्चेतना इति, देशप्रत्यक्षश्चायम्, अवग्रहादीनां स्वसंवेद्यत्वात्, भावना प्रथमगणधरवत् अवसेया, अनुमानगम्योऽपि, तच्चेदम्-देहेन्द्रियातिरिक्त आत्मा, तद्विगमेऽपि तदुपलब्धार्थानुस्मरणात्, पञ्चवातायनोप-लब्धार्थानुस्मर्तृदेवदत्तवत्, आगमगम्यता तु अस्य प्रसिद्धा एव 'सत्येन लभ्य' इत्यादिवेदपदप्रामाण्याभ्युपगमादिति, अलं
વિજ્ઞાનઘન... વગેરેનો અર્થ પૂર્વે પ્રથમ ગણધરની વતવ્યતામાં કહેલો હોવાથી ફરી 10 બતાડાતો નથી. સત્યેન .... વગેરે સુગમ હોવાથી તેનો અર્થ પણ જણાવાતો નથી. (હવે
પૂર્વપક્ષે પૂર્વે કહ્યું હતું કે “ભૂતસમુદાયમાં જ ચૈતન્યની ઉપલબ્ધિ થતી હોવાથી ચૈતન્ય ભૂતસમુદાયનો ધર્મ છે” તેનું ખંડન કરે છે.) ભૂતસમુદાયમાં જ ઉપલબ્ધિરૂપ હેતુથી ચેતનાનું ભૂતસમુદાયના ધર્મ તરીકે અનુમાન કરી શકાય નહિ, કારણ કે ભૂતસમુદાયના ધર્મ તરીકે
ભૂતસમુદાયમાં ચેતનાનો બોધ અસિદ્ધ છે. (અર્થાત્ ભૂતસમુદાયમાં ચેતનાનો બોધ થાય છે પરંતુ 15 તેના ધર્મ તરીકે બોધ થતો નથી.)
વાયુભૂતિ : જેની હાજરીમાં જેની ઉપલબ્ધિ થાય, તે તેનો જ ધર્મ હોય એવી વ્યાપ્તિ છે. એટલે જયાં ભૂતસમુદાય હોય ત્યાં જ ચેતનાની ઉપલબ્ધિ થતી હોવાથી ચેતના ભૂતસમુદાયનો જ ધર્મ છે.
ભગવાન : તમારી વ્યાપ્તિમાં વ્યભિચાર આવતો હોવાથી તેનાથી અનુમાન થઈ ન શકે. 20 વ્યભિચાર આ રીતે - સ્પર્શ હોય તો જ રૂપાદિનો બોધ થાય છે. (જયાં સ્પર્શ નથી, ત્યાં રૂપ
ન દેખાય કારણ કે રૂપાદિના પ્રત્યક્ષમાં સ્પર્શવત્વ પણ કારણ છે, એવી નૈયાયિકોની માન્યતા છે.) છતાં પણ રૂપાદિ સ્પર્શનો ધર્મ નથી. તેથી ચેતના એ ભૂતસમુદાયનો ધર્મ છે એવું અનુમાનથી સિદ્ધ થતું નથી. એટલે ચેતના શરીરથી જુદા આત્માનામના પદાર્થનો જ ધર્મ સિદ્ધ થાય છે. તથા
દેહથી જુદો આત્મા દેહથી પ્રત્યક્ષ જ છે કારણ કે (મતિજ્ઞાનના ભેદરૂપ) અવગ્રહાદિ આત્માના 25 ગુણો સ્વસંવેદ્ય છે. આની વિસ્તારથી ચર્ચા પ્રથમ ગણધરની વક્તવ્યતામાં જણાવી દીધી છે.
આ આત્મા અનુમાનથી પણ જણાય છે. તે આ પ્રમાણે – આત્મા દેહ અને ઈન્દ્રિયથી જુદો છે કારણ કે દેહ અને ઈન્દ્રિયનો નાશ થવા છતાં પણ દેહ અને ઈન્દ્રિયથી જણાયેલ અર્થનું
અનુસ્મરણ થતું દેખાય છે. જેમ પાંચ વાતાયન (બારીઓ) માંથી જોયેલા અર્થને તે બારીઓ બંધ 30 કર્યા પછી પણ અનુસ્મરણ કરતો દેવદત્ત એ વાતાયનથી જુદો છે, તેમ ઈન્દ્રિયદ્વારા દેખાયેલું, ઈન્દ્રિયના નાશ પછી પણ યાદ રાખનાર આત્મા ઈન્દ્રિયથી જુદો છે.
તથા આગમગમ્યતા પણ આત્માની પ્રસિદ્ધ જ છે કારણ કે “સત્યેન લભ્ય”... વગેરે