________________
૩૩૮ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) भावे च तुल्यरूपसिद्धिरिति, न चेयमनिमित्ता तुल्यबुद्धिः, देशादिनियमेनोत्पत्तेः, न च स्वप्नबुद्ध्या व्यभिचारः, तस्या अप्यनेकविधनिमित्तबलेनैव भावात्, आह र भाष्यकार:
"अणुभूय दिट्ठ चिन्तिय सुय पयइविचार देवयाऽणूया ।
सुमिणस्स निमित्ताइं पुण्णं पावं च नाभावो ॥१॥" न च भूताभावे स्वप्नास्वप्नगन्धर्वपुरपाटलिपुत्रादिविशेषो युज्यते, न चालयविज्ञान
5
અનપુત્વ રહેલું છે. પરમાણુ કયણુકાદિથી એકાન્ત જુદો હોવાથી તેમાં અનસુત્વ નથી. એ જ રીતે પરમાણુ જો અન્યપરમાણુઓથી એકાન્ત જુદો માનશો તો તે પરમાણુમાં અણુત્વનો અભાવ માનવો પડે, પરંતુ), એ માન્ય નથી તેથી વિવક્ષિતપરમાણુમાં અણુત્વનો ભાવ હોવાથી તુલ્યરૂપની
સિદ્ધિ થઈ જાય છે. 10 વળી, એક પરમાણુ અન્ય પરમાણુથી તુલ્ય છે એવી જે બુદ્ધિ થાય છે તે પણ કંઈ
નિષ્કારણ થતી નથી, કારણ કે તે દેશાદિના નિયમથી ઉત્પન્ન થાય છે. (અર્થાત તે બુદ્ધિ પરમાણુરૂપ એક દેશમાં જ ઉત્પન્ન થાય છે અન્યત્ર નહિ. જો નિષ્કારણ હોત તો પરમાણુ - દ્વયણુક વચ્ચે પણ તુલ્યત્વબુદ્ધિ ઉત્પન્ન થાત, પણ થતી નથી. માટે તે તુલ્યબુદ્ધિ પણ સકારણ
જ છે અને એનું કારણ પરમાણુઓમાં રહેલ તુલ્યત્વ છે.) 15 વ્યક્ત : સ્વપ્ર કારણવિના જ ઉત્પન્ન થાય છે. તેથી ચોક્કસ દેશ-કાળાદિના નિયમથી ઉત્પન્ન થતી બુદ્ધિ સકારણ જ હોય તેવું નથી.
ભગવાન : સ્વમ પણ અનેક પ્રકારના નિમિત્તબળથી જ ઉત્પન્ન થાય છે. કહ્યું જ છે ભાષ્યકારે – (૧) અનુભૂત - પૂર્વે અનુભવેલ વસ્તુ સ્વપ્રમાં દેખાય તે અનુભૂતસ્વપ્ન. (અહીં
સ્વપ્નમાં પૂર્વે કરેલો અનુભવ કારણ છે. આ રીતે આગળ પણ તે તે કારણો જાણી લેવા.) (૨) 20 પૂર્વે જોયેલ વસ્તુ સ્વપ્નમાં દેખાય તે દૃષ્ટાર્થ નિમિત્તવાળું સ્વપ્ન કહેવાય. (૩) સ્ત્રી વગેરેની
પ્રાપ્તિ સ્વપ્નમાં દેખાય તે ચિંતિત. (૪) દેવલોક-નરકાદિ સાંભળેલી વસ્તુ સ્વપ્નમાં જણાય તે શ્રુતનિમિત્તક સ્વપ્ન. (૫) વાત-પિત્ત-કફાદિના વિકારથી થતું સ્વપ્ન પ્રકૃતિવિકારનિમિત્તક છે. (૬) દેવતા નિમિત્તે આવેલ સ્વપ્ન દેવતાનિમિત્તક છે. (૭) જ્યાં રહેલી વ્યક્તિને વધુ પડતાં
સ્વપ્નો આવે તેમાં તે પાણીવાળો પ્રદેશ નિમિત્ત છે. (૮) શુભસ્વપ્નદર્શનમાં પુણ્ય અને (૯) 25 અશુભસ્વપ્નદર્શનમાં પાપ નિમિત્ત છે. આમ ઘટવિજ્ઞાનની જેમ સ્વપ્ન પણ વિજ્ઞાનમય હોવાથી ભાવસ્વરૂપ જ છે પણ અભાવરૂપ નથી || વિ.આ.ભા. ૧૭૦૩ ||
વળી, જો ભૂત (વટાદિ પદાર્થો) હોય જ નહિ તો, આ સ્વપ્ન, આ અસ્વપ્ન, આ ગંધર્વનગર ખોટું છે, આ પાટલીપુત્રાદિ સત્ય છે વગેરે ભેદ પણ ઘટી શકે નહિ.
६४. अनुभूतं दृष्टं चिन्तितं श्रुतं प्रकृतिविकारः देवताऽनूपः । स्वप्नस्य निमित्तानि पुण्यं पापं च 30 નવં: III