________________
૩૨૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) वेदपदानामेकवाक्यतया व्यवस्थितानामयमर्थः-एतानि हि पुरुषस्तुतिपराणि वर्तन्ते, तथा जात्यादिमदत्यागाय अद्वैतभावनाप्रतिपादकानि वा, न कर्मसत्ताप्रतिषेधकानि, अन्यार्थानि वा, सौम्य ! इत्थं चैतदङ्गीकर्त्तव्यं, यतः नाकर्मणः कर्तृत्वं युज्यते, प्रवृत्तिनिबन्धनाभावात्, एकान्तशुद्धत्वात्, गगनवत्, इतश्च अकर्मा नारम्भते, एकत्वात्, एकपरमाणुवत्, न च अशरीरवानीशानः खल्वारम्भको युज्यते, तस्य स्वशरीरारम्भेऽपि उक्तदोषानतिवृत्तेः, न च अन्यस्तच्छरीरारम्भाय व्याप्रियते, शरीरित्वाशरीरित्वाभ्यां तस्यापि आरम्भकत्वानुपपत्तेः, न च રૂપે (અર્થાત અવિરુદ્ધરૂપે) ગોઠવીએ તો વેદપદોનો અર્થ આ પ્રમાણે છે – “પુરુષ પર્વ...” આ પદો આત્માની સ્તુતિ કરનારા છે (અર્થાત્ બધું પુરુષ જ છે એવું નથી, પણ આત્માની
પ્રશંસા માટે એવું કહ્યું છે.) અથવા જાતિ વગેરેનો અહંકાર ત્યાગવા માટે અદ્વૈતભાવના પ્રતિપાદક 10 આ વાક્યો છે (હું અને બીજો, એવું વૈત હોય તો ઊંચ-નીચના ભેદ પડે, બધું એક જ છે એવું
અદ્વૈત માનીએ તો બધું સમાન થવાથી અહંકાર ન થાય.) આમ, આ પદો કર્મના અસ્તિત્વનો નિષેધ કરનારા અથવા અન્ય કોઈ અર્થવાળા નથી. અને તે સૌમ્ય ! મેં જે કહ્યું તે તેજ પ્રમાણે તારે માની જ લેવું, કારણ કે કર્મ વિનાના જીવનું કર્તાપણું ઘટતું નથી. કર્મ વિનાનો જીવ
આકાશની જેમ એકાન્ત શુદ્ધ હોવાથી પ્રવૃત્તિ-ક્રિયા કરવા માટેનું કારણ(કર્મ) ન રહેવાથી તેનું 15 કર્તાપણું ઘટે નહિ. તથા જેમ એકલો પરમાણુ પોતે એક હોવાથી કોઈ ક્રિયાનો આરંભ કરી શકતો નથી તેમ કર્મરહિત એવો આત્મા પણ એકલો હોવાથી શરીરનો આરંભ કરી શકતો નથી.
અગ્નિભૂતિ : અશરીરવાળો ઈશાન=ઈશ્વર શરીરનો આરંભક છે.
ભગવાન : શરીરવિનાનો ઈશ્વર શરીરનો આરંભક ઘટી શકતો નથી અને જો ઈશ્વરને શરીર માનો તો તેના પોતાના શરીરના આરંભ સમયે પણ તે ઈશ્વર કર્મરહિત હોવાથી એકલો 20 છે. અને તેથી પૂર્વે કહ્યો તે દોષ કે “એકલો આરંભ કરી શકે નહિ” તે જ અવસ્થામાં રહે છે. તેનો અતિક્રમ નાશ થતો નથી.
અગ્નિભૂતિ : અન્યવ્યક્તિ તેના શરીરનો આરંભ કરવા વ્યાપારિત થશે. (અર્થાત પ્રયત્ન
કરશે ).
ભગવાન : તે પણ ઘટી શકે નહિ, કારણ કે અન્યવ્યક્તિનું પણ શરીરિ––અશરીરિત્વ 25 રૂપ બે વિકલ્પોથી આરંભકપણું ઘટતું નથી. (તે આ પ્રમાણે : જે અન્ય તેના શરીરમાં આરંભ
માટે વ્યાપાર કરશે, તે વ્યક્તિ શરીરી છે કે અશરીરી છે ? – જો તે શરીરી છે એમ માનશો તો તે શરીરી કેવી રીતે થયો? જો તમે એમ કહેશો કે “તેનું શરીર અન્યએ કર્યું તો તે અન્યનું શરીર ક્યાંથી આવ્યું ? એ પ્રમાણે અનવસ્થા ઊભી થાય. માટે “તે શરીરી છે” એ પક્ષ ઘટતો
નથી. હવે જો બીજો પક્ષ કહો કે – “અશરીરી એવી અન્ય વ્યક્તિએ આત્માના શરીર આરંભ 30 માટે પ્રયત્ન કર્યો.” તો પોતે અશરીરી હોવાથી તેનું આરંભકપણે જ ઘટે નહિ. આમ, બંને
વિકલ્પોથી અન્યનું આરંભકપણું ઘટતું ન હોવાથી કર્મરહિત એવા આત્માનું કર્તાપણું ઘટે નહિ એ વાત સિદ્ધ થાય છે.)