________________
ચૈતન્ય એ ભૂતનો ધર્મ નથી (નિ. ૬૦૦) તા ૩૧૯ एवशब्दोऽवधारणे, विज्ञानघनानन्यत्वात् विज्ञानघन एव, 'एतेभ्यो भूतेभ्यः' क्षित्युदकादिभ्यः 'समुत्थाय' कथञ्चिद्भूत्वा इति हृदयं, यतो न घटाद्यर्थरहितं विज्ञानमुत्पद्यते, न च भूतधर्म एव विज्ञानं, तदभावे मुक्त्यवस्थायां भावात्, तद्भावेऽपि मृतशरीरादावभावात्, न च वाच्यंघटसत्तायामपि नवतानिवृत्तौ शरीरभावेऽपि चैतन्यनिवृत्तेः नवतावद्भूतधर्मता चैतन्यस्य, घटस्य द्रव्यपर्यायोभयरूपत्वे सति सर्वथा नवताऽनिवृत्तेः, न च इत्थं देहाच्चैतन्यस्यानिवृत्तिः, तथा 5 श्रुतावप्युक्तम्-"अस्तमिते आदित्ये याज्ञवल्क्यः चन्द्रमस्यस्तमिते शान्तेऽग्नौ शान्तायां वाचि
ભૂતોમાંથી કોઈક રીતે ઉત્પન્ન થઈને, અહીં “કોઈક રીતે ઉત્પન્ન થઈને” એવું કહેવા પાછળ એવો આશય છે કે – “જયારે જીવને ઘટનું જ્ઞાન થાય ત્યારે તે ઘટજ્ઞાનપરિણત આત્મા ઘટથી ઉત્પન્ન થયો” એમ કહેવાય છે, કારણ કે ઘટાદિ વિષય વિના ઘટજ્ઞાન ઉત્પન્ન થતું નથી. અને આ ઘટજ્ઞાન આત્મા સાથે અભિન્ન હોવાથી આત્મા ઘટથી ઉત્પન્ન થયો એમ કહેવાય છે. 10 શંકા : પરંતુ જ્ઞાન એ તો ભૂતનો(ભૂતમાંથી બનેલા શરીરનો) ધર્મ છે, આત્માનો નહિ.
* ચેતન્ય જ્ઞાન એ ભૂતનો ધર્મ નથી * સમાધાન : જ્ઞાન એ ભૂતનો ધર્મ નથી, કારણ કે મુક્ત—અવસ્થામાં ભૂતનો અભાવ હોવા છતાં જ્ઞાન રહેલું જ છે અને મૃતશરીરમાં ભૂતોનો સદ્ભાવ હોવા છતાં જ્ઞાનનો અભાવ છે. માટે જ્ઞાન ભૂતોનો ધર્મ નહિ પણ આત્માનો જ ધર્મ છે.
15. શંકા : નવા ઘટમાં નવાપણું રહેલું છે. જેમ જેમ ઘટ જૂનો થતો જાય તેમ તેમ તે ઘટમાંથી નવાપણાની નિવૃત્તિ થાય છે. ઘટની વિદ્યમાનતા હોવા છતાં અને નવાપણાની નિવૃત્તિ થવા છતાં નવાપણું એ ઘટનો જ ધર્મ કહેવાય છે. તેમ મૃતશરીરની હાજરીમાં શરીરમાંથી ચૈતન્યનાશ થવા છતાં ચૈતન્ય પંચભૂતનો જ ધર્મ કહેવાય છે.
સમાધાન : તમારી વાત યુક્તિયુક્ત નથી, કારણ કે ઘટ એ દ્રવ્ય–પર્યાય ઉભયરૂપ છે. 20 (જો કે ઘટમાં રહેલ માટી (પુદ્ગલ) એ દ્રવ્ય છે. અને ઘટાકાર વિ. એ પર્યાયો છે.) તેથી સર્વથા ઘટમાંથી નવાપણાનો પર્યાય નાશ થતો નથી. (અર્થાત જયારે ઘટ નવો હોય છે ત્યારે તેમાં નવાપણું હોય છે. આ નવાપણું એ ઘટથી કથંચિત્ અભિન્ન છે. તેથી જેમ જેમ ઘટ જૂનો થતો જાય તેમ તેમ આ નવાપણાના પર્યાયથી કથંચિત્ અભિન્ન એવો ઘટ પોતે જ જૂના પર્યાય રૂપે થાય છે, અને કહેવાય છે કે નવાપણું નાશ પામ્યું, જૂનાપણું ઉત્પન્ન થયું. ખરેખર તો 25 ઘટમાંથી નવાપણાનો પર્યાય સર્વથા નાશ પામતો નથી પરંતુ તે નવાપણું ઘટરૂપે તો હાજર જ હોય છે.) દેહમાંથી ચૈતન્યની નિવૃત્તિ એ રીતે થતી નથી એવું નથી અર્થાત્ સર્વથા નિવૃત્તિ થાય છે. માટે ચૈતન્ય એ દેહાત્મક ભૂતનો ધર્મ નથી. ચૈતન્ય એ ભૂતનો ધર્મ નથી એ વાતની પુષ્ટિ કરતું શ્રુતિમાં પણ યજ્ઞવલ્કય અને સમ્રાટવડે વચન કહેવાયેલું છે – “આદિત્ય, ચંદ્ર અસ્ત થયે છત, અગ્નિ શાંત થયે છતે, વાચા શાંત થયે છતે આ પુરુષ કેવા પ્રકારની જ્યોતિ (જ્ઞાન) વાળો 30