________________
પ્રભુનો મહિમા વધારવાનો પ્રયત્ન (નિ. ૪૬૨-૪૬૩) * ૧૮૭ एसो पढमो वासारत्तो १ । ततो सरए निग्गंतूण मोरागं नाम सण्णिवेसं गओ, तत्थ बाहिं उज्जाणे ठिओ, तत्थ मोराए सण्णिवेसे अच्छंदा नाम पासंडत्था, तत्थेगो अच्छंदओ तंमि सण्णिवेसे कोंटलवेंटलेण जीवति, सिद्धत्थओ अ एक्कल्लओ दुक्खं अच्छति बहुसंमोइओ पूअं च भगवओ अपिच्छंतो, ताहे सो वोलेंतयं गोवं सद्दावेत्ता भणति - जहिं पधावितो जहिं जिमिओ पंथे य जं दिट्ठ, दिट्ठो य एवंगुणविसिट्ठी सुमिणो, तं वागरेइ, सो आउट्टो गंतुं गामे 5 मित्तपरिचिताणं कहेति, सव्वेहिं गामे य पगासिअं - एस देवज्जओ उज्जाणे तीताणागयवट्टमाणं जाइ, ताहे अण्णोऽवि लोओ आगओ, सव्वस्स वागरेइ, लोगो आउट्टो महिमं करेइ, लोगेण
પ્રથમ ચોમાસુ થયું. શરદઋતુમાં ત્યાંથી નીકળી પ્રભુ મોરાકનામના સન્નિવેશમાં આવ્યા. ત્યાં સ્વામી બહાર ઉદ્યાનમાં રહ્યા. તે મોરાક સન્નિવેશમાં અછંદકનામના પાખંડીઓ હતા. તેમાં એક અચ્છેદક તે સન્નિવેશમાં મંત્ર,તંત્ર, નિમિત્ત વિગેરેવડે જીવતો હતો.
10
(H)
એકબાજુ ક્યાંય ભગવાનની પૂજા થઈ નહિ તે જોઈને સિદ્ધાર્થદેવ ઘણો દુ:ખી હતો. (તેથી તેણે ભગવાનનો મહિમા વધે તે માટે ભગવાનના શરીરમાં પ્રવેશ કર્યો અને) ઘણાંઓવડે ખુશ કરાતા તેણે (અહીં આ વિશેષણનો આશય એ છે કે સિદ્ધાર્થ પોતે વ્યંતર હોવાથી ક્રીડાપ્રિય હતો. તેથી ઘણાંઓને ભેગા કરી કો'ક એકની બધાની સામે ઠેકડી ઉડાડવાવડે પોતે આનંદિત થતો. તેથી તેનું વદુસંમોહિત = મિલિતદ્વંદ્યુમિનન: સંમોતે-સંવ્યતીતિ વધુસંમોવિત: વિશેષણ આપેલ 15 છે. અને પોતે આવો ક્રીડાપ્રિય હોવાથી જ) બાજુમાંથી પસાર થતાં એક ગોવાળિયાને બોલાવીને ગોવાળિયા સંબંધી વાતોચીતો ગોવાળિયાને કહી કે, “તે ક્યાં ગયો હતો, ક્યાં જમ્યો, આવતા રસ્તામાં તેણે જે જોયું, તથા આવા પ્રકારના વિશિષ્ટગુણોવાળું તેણે સ્વપ્ન જોયું,” વગેરે ગોવાળિયાના જીવનમાં બનેલી ઘટનાઓ કહી.
આવા પ્રકારની વાતો સાંભળીને તે ગોવાળિયો આશ્ચર્ય પામ્યો. તેણે જઈને ગામમાં 20 પોતાના મિત્રો અને પરિચિતોને વાત કરી અને સર્વ ગામમાં વાત ફેલાવી કે “એક દેવાર્ય ઉદ્યાનમાં રહેલા છે જે ભૂતભાવિ અને વર્તમાનની સર્વ વાતોને જાણે છે.” આ સાંભળી અન્ય લોકો પણ તે ઉદ્યાનમાં આવ્યા. ભગવાનના શરીરમાં પ્રવેશેલા સિદ્ધાર્થે સર્વલોકોના સર્વ પ્રશ્નોનો જવાબ આપ્યો. લોકો પણ તેનાથી આકર્ષાયેલા છતાં મહિમા કરે છે. લોકો ભગવાનને વીંટળાઈને
,,
६७. एष प्रथमो वर्षारात्रः १ । ततः शरदि निर्गत्य मोराकं नाम सन्निवेशं गतः, तत्र स्वामी 25 बहिरुद्याने स्थितः, तत्र मोराके सन्निवेशे यथाच्छन्दा नाम पाषण्डस्थाः, तत्रैक यथाच्छदकः तस्मिन् सन्निवेशे मंत्रवादिनिमित्तादिना जीवति, सिद्धार्थकश्च एकाकी दुःखं तिष्ठति बहुसंमुदितः पूजां च भगवतः अपश्यन्, तदा स व्रजन्तं गोपं शब्दयित्वा भणति - यत्र गतः यत्र जिमितः पथि य यद्द्दृष्टं, दृष्टश्चैवंगुणविशिष्टः स्वप्नः तद्व्याकरोति, स आवर्जितो ग्रामे मित्रपरिचितेभ्यदः कथयति, सवैर्ग्रामे च प्रकाशितं - एष देवार्य उद्याने अतीतानागतवर्त्तमानं जानाति, तदा अन्योऽपि लोक आगतः, (तस्मै अपि) सर्वस्मै व्याकरोति, 30 लोक आवर्जितो महिमानं करोति, लोकेन