________________
પ્રભુને ભિક્ષાની અપ્રાપ્તિથી મૃગાવતીને અધૃતિ (નિ. ૫૨૦-૫૨૧) * ૨૬૧ कालं सामी भिक्खं न लहइ, किं च ते विन्नाणेणं ?, जइ एयं अभिग्गहं न याणसि, तेण सा आसासिया, कल्ले समाणे दिवसे जहा लहइ तहा करेमि । एयाए कहाए वट्टमाणीए विजयानाम पडिहारी मिगावतीए भणिया सा केणइ कारणेणं आगया, सा तं सोऊण उल्लावं मियावतीए साहइ, मियावतीवि तं सोऊण महया दुक्खेणाभिभूया, सा चेडगधूया अतीव अद्धितिं पगया, राया य आगओ पुच्छ्इ, तीए भण्णइ - किं तुज्झ रज्जेणं ? मते वा ?, एवं सामिस्स एवतियं कालं 5 हिंडतस्स भिक्खाभिग्गहो न नज्जइ, न च जाणसि एत्थ विहरंतं, तेण आसासिया - तहा करेमि जहा कल्ले लभइ, ताहे सुगुत्तं अमच्चं सद्दावेइ, अंबाडेइ य-जहा तुमं आगयं सामिं न याणसि, अज्जकिर चउत्थो मासो हिंडंतस्स, ताहे तच्चावादी सद्दावितो, ताहे सो पुच्छिओ सयाणिएण
નથી, અને આપણા જ્ઞાનથી (બુદ્ધિથી) પણ શું ? કે જેનાથી ભગવાનનો આપણે અભિગ્રહ પણ જાણી શકતા નથી.” આ રીતે અધૃતિને કરતી નંદાને અમાત્યે આશ્વાસન આપ્યું કે “આવતી કાલે 10 તેમને ભિક્ષાની પ્રાપ્તિ થાય તેવું હું કરીશ.”
આ વાતો ચાલી રહી હતી તે દરમિયાન મૃગાવતીની વિજયાનામે દાસી કોઈક કારણથી ત્યાં આવેલી હતી. તેણીએ આ દંપતિની વાતચીત સાંભળી મૃગાવતીને કહી. મૃગાવતી પણ તેને સાંભળી ઘણી દુ:ખી થઈ અને તે ચેટકરાજાની પુત્રી મૃગાવતી અધૃતિને પામી. તે સમયે રાજા આવ્યો અને પૂછ્યું. તેણીએ કહ્યું – “તમારા રાજ્યવડે શું અથવા બુદ્ધિવડે શું ? (અર્થાત્ તમારું 15 રાયપણું અને બુદ્ધિ બંને નકામા છે), આટલા કાળથી ભિક્ષા માટે ફરતા ભગવાનનો ભિક્ષાભિગ્રહ આપણે જાણી શક્યા નથી. અરે ! પ્રભુ અહીં વિચરી રહ્યા છે તે પણ જાણતા नथी."
આ સાંભળી રાજાએ રાણીને આશ્વાસન આપતા કહ્યું – “આવતી કાલે પ્રભુને ગોચરીની પ્રાપ્તિ થાય તેમ હું કરીશ.” ત્યાર પછી રાજા સુગુપ્તમંત્રીને બોલાવે છે, અને ઠપકો આપે છે 20 કે, “પ્રભુ અહીં આવેલા છે તે પણ તમને ખબર નથી, આજે પ્રભુને ભિક્ષા માટે ફરતા ચાર માસ થઈ ગયા છે.” ત્યાર પછી રાજા તથ્યવાદી ધર્મપાઠકને બોલાવે છે. શતાનિકરાજા તેને કહે
४८. कालं स्वामी भिक्षां न लभते, किं च तव विज्ञानेन ?, यद्येनमभिग्रहं न जानासि तेन साऽऽश्वासिता, कल्ये समाने (सति) दिवसे यथा लभते तथा करोमि । एतस्यां कथायां वर्त्तमानायां विजया नाम प्रतिहारिणी मृगावत्या भणिता सा केनचित्कारणेनागता, सा तमुल्लापं श्रुत्वा मृगावतीं 25 कथयति, मृगावत्यपि तं श्रुत्वा महता दुःखेनाभिभूता सा चेटकदुहिताऽतीवाधृतिं प्रगता, राजा चागतः पृच्छति, तया भण्यते - किं तव राज्येन मया वा ?, एवं स्वामिन एतावन्तं कालं हिण्डमानस्य भिक्षाभिग्रहो न ज्ञायते, न च जानास्यत्र विहरन्तं, तेनाश्वासिता - तथा करिष्यामि यथा कल्ये लभते, तदा सुगुप्तममात्यं शब्दयति उपलभते च यथा त्वमागतं स्वामिनं न जानासि, अद्य किल चतुर्थो मासो हिण्डमानस्य, तदा तत्त्ववादी शब्दितः, तदा स पृष्टः शतानीकेन
30