________________
યજ્ઞપાટકમાં દેવોના આગમનનો લોકોને ભ્રમ (નિ. પ૯૧-૫૯૨) ૩૦૯ परितोषोऽभवद्-अहो स्विष्टं, विग्रहवन्तः खलु देवा आगता इत्याह
तं दिव्वदेवघोसं सोऊणं माणुसा तहिं तुट्ठा ।
अहो( हु) जण्णिएण जटुं देवा किर आगया इहइं ॥५९१॥ વ્યાધ્યા–તં તિવ્યવઘોષ ઋત્વા મનુષ્યા: “તત્ર' યજ્ઞપટે તુષ્ટ , ‘અહો' ! વિસ્મ, વન यजति लोकानिति याज्ञिकः तेनेष्टं, कुतः ?-एते देवाः किल आगता अत्रेति, किलशब्दः संशय 5 एव, तेषामन्यत्र गमनादिति गाथार्थः ॥५९१॥ तत्र च यज्ञपाटे वेदार्थविदः एकादशापि गणधरा ऋत्विजः समन्वागता इत्याह च
एक्कारसवि गणहरा सब्वे उण्णयविसालकुलवंसा ।
पावाएँ मज्झिमाए समोसढा जन्नवाडम्मि ॥५९२॥ व्याख्या-एकादशापि गणधराः समवसृताः यज्ञपाट इति योगः, किंभूता इत्याह-'सर्वे' 10 निरवशेषाः उन्नता:-प्रधानजातित्वात् विशाला:-पितामहपितृव्याद्यनेकसमाकुलाः कुलान्येव वंशा:
15
જાણવો – ઊંચા થયેલા નયનોવડે ગગનના અવલોકનથી જાણેલા છે દેવલોકની વધુ (અપ્સરાઓ)થી યુક્ત દેવોના સમૂહ જેમનાવડે એવા યજ્ઞપાટક પાસે આવેલા લોકોને) સંતોષ થયો કે “અહો ! આ કેવું સરસ કે વિગ્રહવાળા=દેહધારી (સાક્ષાત) દેવો આવે છે.” આ વાતને આગળ જણાવે છે કે
ગાથાર્થ : યજ્ઞપાટકમાં રહેલા મનુષ્યો તે દિવ્ય દેવઘોષને સાંભળીને તુષ્ટ થયા –“અહો! યાજ્ઞિકવડે (સરસ) યજ્ઞ કરાયો છે, જેથી દેવો અહીં આવે છે.”
ટીકાર્થ : તે દિવ્ય દેવઘોષને સાંભળીને યજ્ઞપાટકમાં મનુષ્યો આનંદિત થયા – “અહો !” શબ્દ આશ્ચર્યના અર્થમાં છે. યજ્ઞવડે લોકોને ઇષ્ટદેવની પૂજામાં જોડે તે યાજ્ઞિક (‘યતિ' શબ્દને બદલે પૂ. મલયગિરિઆચાર્યની ટીકામાં ‘યીનયતિ' શબ્દ છે જે સંગત લાગતા એ પ્રમાણે અર્થ 20 કર્યો છે.) “અહો ! આ યાજ્ઞિકે કેવો સરસ યજ્ઞ કર્યો કે જેમાં દેવો આવે છે” (આ રીતે મનુષ્યો આનંદ પામ્યા.) મૂળગાથામાં “જિન” શબ્દ સંશયમાં જાણવો, કારણ કે તે દેવોનું અન્યત્ર ગમન થતું હતું. (ભાવાર્થ એ છે કે શાસ્ત્રકારે મૂળગાથામાં “વિત” શબ્દ દ્વારા જણાવ્યું કે તે મનુષ્યો સંશયમાં હતા કે શું દેવો અહીં આવે છે ?) //પ૯૧//.
અવતરણિકા : તે યજ્ઞપાટકમાં વેદના અર્થોને જાણનાર અગિયાર ઋત્વિજ (બ્રાહ્મણ) 25 ગણધરો આવેલા હતા તે વાત આગળ કહે છે કે
ગાથાર્થ : ઊંચીજાતિના અને વિશાળ કુલરૂપી વંશવાળા બધા અગિયાર ગણધરો મધ્યમ અપાપાનગરીમાં યજ્ઞપાટકને વિષે ભેગા થયા હતા.
ટીકાર્થ : “અગિયાર ગણધરો યજ્ઞપાટકમાં ભેગા થયા હતા” એ પ્રમાણે અન્વયે જાણવો. તે ગણધરો કેવા હતા? તે કહે છે – બધા જ ગણધરો પ્રધાનજાતિવાળા હોવાથી ઉન્નત અને 30 દાદા-કાકાદિ અનેક સ્વજનોથી યુક્ત વિશાળ વંશવાળા હતા. આવા તે ગણધરો મધ્યમ–