________________
પ્રભુપછી ગણધરદેશનામાં ગુણો (નિ. ૫૮૮-૫૮૯) : ૩૦૭ देवच्छन्दके यथासुखं समाधिना व्यवतिष्ठत इति । भगवत्युत्थिते द्वितीयपौरुष्यामाद्यगणधरोऽन्यतमो वा धर्ममाचष्टे । आह-भगवानेव किमिति नाचष्टे ?, तत्कथने के गुणा इति ?, उच्यते
खेयविणोओ सीसगुणदीवणा पच्चओ उभयओऽवि ।
सीसायरियकमोऽवि य गणहरकहणे गुणा होति ॥५८८॥ व्याख्या-खेदविनोदो भगवतो भवति, परिश्रमविश्राम इत्यर्थः, तथा 'शिष्यगुणदीपना' शिष्यगुणप्रख्यापना च कृता भवति, तथा प्रत्यय उभयतोऽपि श्रोतृणामुपजायते-यथा भगवताऽभ्यधायि तथा गणधरेणापि, गणधरे वा तदनन्तरं तदुक्तानुवादिनि प्रत्ययो भवति श्रोतृणाम्-नान्यथावाद्ययमिति, तथा शिष्याचार्यक्रमोऽपि च दर्शितो भवति, आचार्यात् उपश्रुत्य योग्यशिष्येण तदर्थान्वाख्यानं कर्त्तव्यमिति, एते गणधरकथने गुणा भवन्ति इति गाथार्थः ॥५८८॥ 10 आह-स गणधरः क्व निषण्णः कथयतीति ?, उच्यते
राओवणीयसीहासणे निविट्ठो व पायवीढंमि ।
जिट्ठो अन्नयरो वा गणहारी कहइ बीआए ॥५८९॥ ઉત્તરદ્વારથી નીકળી ઈશાનખૂણામાં રહેલ દેવછંદકમાં સુખપૂર્વક સમાધિ સાથે રહે છે. ભગવાનના ગયા પછી બીજી પૌરુષીમાં પ્રથમગણધર અથવા કોઈ અન્યગણધર ધર્મ કહે છે. 15
શંકા : બીજી પૌરુષીમાં ભગવાન કેમ ધર્મ કહેતા નથી ? અને ગણધર ધર્મ કહે તેમાં કયા ગુણો થાય છે ? તેના સમાધાનરૂપે આગળ કહે છે કે
ગાથાર્થ : ખેદવિનોદ – શિષ્યના ગુણોનું દીપન – ઉભયથા પણ પ્રત્યય – શિષ્યાચાર્યક્રમ – આટલા ગુણો ગણધરના કથનમાં થાય છે.
ટીકાર્થ : ગણધરભગવંત ધર્મ કહે તો, ભગવાનના ખેદનો વિનોદ પરિશ્રમ દૂર થાય છે 20 તથા શિષ્યના ગુણો જણાયેલા થાય છે અર્થાતુ ગણધર પણ ગુણેવાન છે એ લોકોને ખબર પડે છે. શ્રોતાઓને બંને રીતે વિશ્વાસ થાય છે કે “જે રીતે ભગવાને કહ્યું, તે રીતે ગણધરે પણ કહ્યું.” અથવા ભગવાન પછી ભગવાનવડે કહેવાયેલા અર્થોનું અનુવાદન કરતાં ગણધર વિષે શ્રોતાઓને વિશ્વાસ જાગે કે “આ ભગવાન કરતા જુદું કહેતા નથી.” તથા આચાર્ય પાસેથી સાંભળીને યોગ્ય શિષ્ય આચાર્યવડે કહેવાયેલા અર્થનું ફરી વ્યાખ્યાન કરવા યોગ્ય છે” એ 25 પ્રમાણેનો આચાર્ય – શિષ્યનો ક્રમ પણ જણાવાયેલો થાય છે. આ બધા ગુણો ગણધરના કથનમાં થાય છે. પ૮૮.
અવતરણિકા : શંકા : તે ગણધર કયા સ્થાને બેસીને ધર્મ કહે છે? – તેનું સમાધાન આપે છે ?
ગાથાર્થ રાજાવડે લવાયેલ સિંહાસનને વિષે અથવા પાદપીઠને વિષે બેઠેલા જયેષ્ઠ અથવા 30 અન્યગણધર બીજી પૌરુષીમાં ધર્મ કહે છે.