________________
૨૮૪ * આવશ્યકનિર્યુક્તિ ૰ હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ–૨) उक्कुट्ठिसीहणायं कलयलसद्देण सव्वओ सव्वं ।
तित्थगरपायमूले करेंति देवा णिवयमाणा ॥ ५५२ ॥
व्याख्या- तत्रोत्कृष्टिसिंहनादं तीर्थकरपादमूले कुर्वन्ति देवा निपतमानाः, उत्कृष्टिःहर्षविशेषप्रेरितो ध्वनिविशेषः, किंविशिष्टम् ? - कलकलशब्देन 'सर्वतः ' सर्वासु दिक्षु युक्तं 5 ‘સર્વમ્’ અશેષમિતિ ગાથાર્થ: ૨૫
चेइदुमपेढछंदय आसणछत्तं च चामराओ य ।
जं चऽण्णं करणिज्जं करेंति तं वाणमंतरिया ॥ ५५३ ॥
व्याख्या- चैत्यद्रुमम्-अशोकवृक्षं भगवतः प्रमाणात् द्वादशगुणं तथा पीठं तदधो रत्नमयं तस्योपरि देवच्छन्दकं तन्मध्ये सिंहासनं तदुपरि छत्रातिच्छत्रं च चः समुच्चये, चामरे च 10 यक्षहस्तगते, चशब्दात् पद्मसंस्थितं धर्मचक्रं च यच्चान्यद्वातोदकादि 'करणीयं' कर्त्तव्यं कुर्वन्ति तद् व्यन्तरा देवा इति गाथार्थः ॥ ५५३ ॥
आह- किं यद्यत्समवसरणं भवति तत्र तत्रायमित्थं नियोग उत नेति, अत्रोच्यतेसाहारणओसरणे एवं जत्थिड्डिमं तु ओसरइ ।
एक्कुचितं सव्वं करेइ भयणा उ इयरेसिं ॥ ५५४॥
15
ગાથાર્થ : તીર્થંકરના પાદમૂલે પડતા દેવો ચારે દિશામાં કલકલશબ્દથી યુક્ત એવા ઉત્કૃષ્ટિપ્રધાન સિંહનાદને કરે છે.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે – ઉત્કૃષ્ટિ એટલે હર્ષવિશેષથી ઉત્પન્ન થયેલ ધ્વનિ. તેવો ધ્વનિ પ્રધાન સિંહનાદ એ પ્રમાણે શબ્દાર્થ જાણવો. (સિંહનાદ એટલે મોટો અવાજ.) ગાથાર્થ : ચૈત્યવૃક્ષ—પીઠ—છંદક—આસન—છત્ર ચામર અને અન્ય જે કંઈ પણ કરણીય 20 હોય તે સર્વ વાણવ્યંતરદેવો કરે છે.
ટીકાર્થ : ભગવાનના શરીર પ્રમાણથી બારગણું ઊંચુ અશોકવૃક્ષ, તે વૃક્ષની નીચે રત્નમય પીઠ. તે પીઠની ઉપર અને વૃક્ષની નીચે દેવછંદક, તે દેવછંદકની મધ્યમાં સિંહાસન, તે સિંહાસનની ઉપર છત્રાતિચ્છત્ર અને યક્ષના હાથમાં રહેલા ચામરો, “ચ” શબ્દથી કમળમાં રહેલું એવું ધર્મચક્ર તથા અન્ય બીજું જે કંઈ પણ પવન—પાણી વગેરે કરણીય હોય તે સર્વ 25 વ્યંતરદેવો કરે છે. ૫૫ણા
અવતરણિકા : શંકા : જે જે સમવસરણ થાય તેમાં ઉપર કહેવાયેલ પ્રમાણે જ નિયોગ (નિયમ) જાણવો કે અન્ય રીતે ? (ભાવાર્થ : જ્યાં જ્યાં સમવસરણ થાય ત્યાં ઉપર કહેવા પ્રમાણે તે તે દેવો જ તે તે કાર્ય કરે કે અન્ય કોઈ ફેરફાર થાય ?) આના સમાધાનમાં આગળ ગાથા બતાવે છે છું
30
ગાથાર્થ : સાધારણ સમવસરણમાં ઉપરોક્ત પ્રમાણે નિયમ જાણવો. જ્યાં વળી ઋદ્ધિમાન્ દેવ આવે, ત્યાં તે એકલો જ સર્વ વસ્તુઓને કરે. બીજાઓમાં ભજના જાણવી.