________________
૨૮૬ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાપાંતર (ભાગ-૨)
व्याख्या-स एवं भगवान् पूर्वद्वारेण प्रविश्य ‘आदाहिण 'त्ति चैत्यद्रुमप्रदक्षिणां कृत्वा 'पुव्वमुहो 'त्ति पूर्वाभिमुख उपविशतीति, 'तिदिसिं पडिरूवगा उ देवकय त्ति शेषासु तिसृषु दिक्षु प्रतिरूपकाणि तु तीर्थकराकृतीनि सिंहासनादियुक्तानि देवकृतानि भवन्ति, शेषदेवादीनामप्यस्माकं कथयतीति प्रतिपत्त्यर्थमिति, भगवतश्च पादमूलमेकेन गणधरेणाविरहितमेव भवति, स च ज्येष्ठो वाऽन्यो वेति, प्रायोज्येष्ठ इति, स ज्येष्ठगणिरन्यो वा दक्षिणपूर्वदिग्भागे अदूरे-प्रत्यासन्न एव भगवतो भगवन्तं प्रणिपत्य निषीदतीति क्रियाऽध्याहारः, शेषगणधरा अप्येवमेव भगवन्तमभिवन्ध तीर्थकरस्य मार्गतः पार्श्वतश्च निषीदन्तीति गाथार्थः ॥५५६॥
भुवनगुरुरूपस्य त्रैलोक्यगतरूपसुन्दरतरत्वात् त्रिदशकृतप्रतिरूपकाणां किं तत्साम्यमसाम्यं वेत्याशङ्कानिरासार्थमाह
जे ते देवेहिँ कया तिदिसिं पडिरूवगा जिणवरस्स ।
तेसिपि तप्पभावा तयाणुरूवं हवइ रूवं ॥५५७॥ व्याख्या-यानि तानि देवैः कृतानि तिसृषु दिक्षु प्रतिरूपकाणि जिनवरस्य, तेषामपि 'तत्प्रभावात्' तीर्थकरप्रभावात् 'तदनुरूपं' तीर्थकररूपानुरूपं भवति रूपमिति गाथार्थः ॥५५७॥
तित्थाइसेससंजय देवी वेमाणियाण समणीओ । भवणवइवाणमंतर जोइसियाणं च देवीओ ॥५५८॥
10
ટીકાર્ય : આ પ્રમાણે તે ભગવાન પૂર્વદ્યારવડે પ્રવેશ કરી ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા આપીને પૂર્વાભિમુખ બેસે છે. અને શેષ ત્રણ દિશામાં દેવોવડે કરાયેલી સિંહાસનાદિથી યુક્ત તીર્થકરોની આકૃતિ હોય છે. બાકીની દિશામાં રહેલા દેવાદિને પણ પ્રભુ અમને કહે છે એવું લાગે તે માટે
આ પ્રતિબિંબો હોય છે. ભગવાનના ચરણોમાં એક ગણધર અવશ્ય બેસે છે. તે જયેષ્ઠ અથવા 20 અન્ય ગણધર હોય, પરંતુ પ્રાયઃ કરીને જયેષ્ઠ ગણધર હોય છે. અને તે જયેષ્ઠ કે અન્ય ગણધર
અગ્નિખૂણામાં ભગવાનની નજીકમાં પ્રભુને નમીને બેસે છે. શેષ ગણધરો પણ એજ રીતે ભગવાનને વાંદી તીર્થંકરની પાછળ અને આજુબાજુમાં બેસે છે. /પપદી,
અવતરણિકા : શંકા : ભુવનગુરુનું રૂપ ત્રણલોકમાં રહેલા (અન્ય સઘળા) રૂપ કરતા સુંદર હોવાથી દેવોવડે કરાયેલ પ્રતિકૃતિઓનું રૂપ શું ભગવાન જેવું જ હોય કે જુદું હોય ? 25 આવી શંકાનો નિરાસ કરતા કહે છે કે
ગાથાર્થ : ત્રણ દિશામાં તીર્થકરની જે પ્રતિકૃતિઓ દેવોવડે કરાયેલી હોય છે. તેઓનું રૂપ પણ ભગવાનના પ્રભાવથી ભગવાનના રૂપને અનુરૂપ જ હોય છે.
ટીકાર્થ : ગાથાર્થ મુજબ જ છે. પપા
ગાથાર્થઃ તીર્થ—અતિશાયી સંયતો–વૈમાનિકદેવીઓ-સાધ્વીજીઓ– ભવનપતિ, વાણવ્યંતર 30 અને જ્યાતિષ્કદેવોની દેવીઓ (સમવસરણમાં એકની પાછળ એક એમ ક્રમશઃ બેસે છે.)