________________
સમવસરણમાં કોણ ક્યાં બેસે ? (નિ. ૫૫૮-૫૫૯) * ૨૮૭
व्याख्या- 'तीर्थं' गणधरस्तस्मिन् स्थिते सति 'अतिसेससंजय त्ति अतिशयिनः संयताः, तथा देव्यो वैमानिकानां तथा श्रमण्यः तथा भवनपतिव्यन्तरज्योतिष्कानां च देव्य इति समुदायार्थः ॥ ५५८ ॥
अवयवार्थप्रतिपादनाय आह-
केवलणो तिउण जिणं तित्थपणामं च मग्गओ तस्स ।
5
मणमादीवि णमंता वयंति सद्वाणसद्वाणं ॥ ५५९॥
व्याख्या - केवलिनः 'त्रिगुणं' त्रिः प्रदक्षिणीकृत्य 'जिनं' तीर्थकरं तीर्थप्रणामं च कृत्वा मार्गतः ' तस्य' तीर्थस्य गणधरस्य निषीदन्तीति क्रियाध्याहारः, 'मणमाईवि नमंता वयंति सद्वाणसद्वाणं 'ति मन: पर्यायज्ञानिनोऽपि भगवन्तमभिवन्द्य तीर्थं केवलिनश्च पुनः केवलिपृष्ठतो निषीदन्तीति । आदिशब्दान्निरतिशयसंयता अपि तीर्थकरादीनभिवन्द्य मनःपर्यायज्ञानिनां पृष्ठतो 10 निषीदन्ति तथा वैमानिकदेव्योऽपि तीर्थकरादीनभिवन्द्य साधुपृष्ठतः तिष्ठन्ति न निषीदन्ति, तथा श्रमण्यो ऽपि तीर्थकरसाधूनभिवन्द्य वैमानिकदेवीपृष्ठतः तिष्ठन्ति न निषीदन्ति तथा भवनपतिज्योतिष्कव्यन्तरदेव्योऽपि तीर्थकरादीनभिवन्द्य दक्षिणपश्चिमदिग्भागे प्रथमं भवनपतिदेव्यः
ટીકાર્થ : તીર્થ એટલે પ્રથમગણધર સ્થિત થતાં (બેઠા પછી) તેમની પાછળ અતિશાયી સંયતો, અર્થાત્ કેવળજ્ઞાની, અવધિજ્ઞાની વિગેરે) તેમની પાછળ વૈમાનિકદેવીઓ, પછી 15 સાધ્વીજીઓ-ભવનપતિ–વાણવ્યંતર અને જ્યોતિષ્ઠદેવીઓ બેસે છે. આ સંક્ષેપાર્થ કહ્યો. ૫૫૮॥
અવતરણિકા : ઉપરોક્ત ગાધાનો વિસ્તારથી અર્થ કહે છે
ગાથાર્થ : કેવલીઓ જિનને ત્રણ પ્રદક્ષિણા આપીને અને તીર્થપ્રણામ કરીને તે ગણધરની પાછળ (બેસે છે.) તથા મન:પર્યવજ્ઞાની વગેરે પણ નમસ્કાર કરતાં પોત–પોતાના સ્થાનમાં જાય છે.
20
ટીકાર્થ : કેવલીઓ તીર્થંકરને ત્રણ પ્રદક્ષિણા આપી અને તીર્થને પ્રણામ કરી ગણધરની પાછળ બેસે છે. મનઃપર્યવજ્ઞાનીઓ પણ ભગવાનને, તીર્થને (ગણધરને) અને કેવલીઓને વાંદી કૈવલીઓની પાછળ બેસે છે. (અશિાયી તરીકે અવધિજ્ઞાની, ચૌદપૂર્વી, દસપૂર્વી, નવપૂર્વી, આમર્યાદિ લબ્ધિવાળા સાધુઓ ક્રમશઃ કેવલીની પાછળ બેસે છે.) “આદિ” શબ્દથી નિરતિશાયી એવા સંયતો પણ તીર્થંકરો વગેરેને વાંદી મનઃપર્યવજ્ઞાનીની (ખરેખર મનઃપર્યવજ્ઞાનીની પછી 25 અધિજ્ઞાની વગેરે બેસે આ રીતે ક્રમશઃ બેસતા છેલ્લે જે, અતિશાયી સાધુનો ક્રમ આવે તેની પાછળ) બેસે છે.
વૈમાનિકદેવીઓ પણ તીર્થંકરાદિને નમસ્કાર કરી સાધુની પાછળ ઊભી રહે છે, બેસતી નથી. તથા સાધ્વીજીઓ પણ તીર્થંકર—સાધુઓ વગેરેને નમસ્કાર કરીને વૈમાનિકદેવીઓની પાછળ ઊભા રહે છે, બેસતા નથી. ભવનપતિ—જયોતિષ્ક—વ્યંતરદેવીઓ પણ તીર્થંકરાદિને નમસ્કાર કરીને 30 નૈઋત્યખૂણામાં પ્રથમ ભવનપતિની દેવીઓ, ત્યાર પછી જ્યોતિષ્ક અને ત્યાર પછી વ્યંતરદેવીઓ