________________
યોજવ્યાપી એવા સાધારણશબ્દોવડે દેશના (નિ. પ૬૬-૫૬૭) ૨૮૩ तित्थपणामं काउं कहेइ साहारणेण सद्देणं ।
सव्वेसिं सण्णीणं जोयणणीहारिणा भगवं ॥५६६॥ व्याख्या-'नमस्तीर्थाये 'त्यभिधाय प्रणामं च कृत्वा कथयति, साधारणेन प्रतिपत्तिमङ्गीकृत्य शब्देन, केषां साधारणेनेत्याह-'सर्वेषाम्' अमरनरतिरश्चां सञ्जिनां, किंविशिष्टेन ?—'योजननिभरिणा' योजनव्यापिना भगवानिति, एतदुक्तं भवति-भागवतो ध्वनिः अशेषसमवसरणस्थ- 5 सञ्जिजिज्ञासितार्थप्रतिपत्तिनिबन्धनं भवति, भगवतः सातिशयत्वादिति गाथार्थः ॥५६६॥ आह-कृतकृत्यो भगवान् किमिति तीर्थप्रणामं करोतीति ?, उच्यते
तप्पुब्विया अरहया पूइयपूता य विणयकम्मं च ।।
कयकिच्चोऽवि जह कहं कहए णमए तहा तित्थं ॥५६७॥ व्याख्या--तीर्थं- श्रुतज्ञानं तत्पूर्विका ‘अर्हत्ता' तीर्थकरता, तदभ्यासप्राप्तेः, पूजितेन पूजा 10 पूजितपूजा सा च कृताऽस्य भवति, लोकस्य पूजितपूजकत्वाद्, भगवताऽप्येतत्पूजितमिति
ગાથાર્થ : તીર્થને નમસ્કાર કરીને ભગવાન સર્વ સંજ્ઞીજીવોને સાધારણ અને યોજનવ્યાપી એવા શબ્દોવડે દેશના આપે છે.
ટીકાર્થ : “નમતીર્થ" = તીર્થને નમક થાઓ” એ પ્રમાણે કહીને પ્રણામ કરીને (મસ્તક નમાવીને) ભગવાન દેશના આપે છે. કેવા શબ્દોવડે ? તે કહે છે – પ્રતિપત્તિને 15 આશ્રયી = સામેવાળાને બોધ થાય એવા સાધારણ શબ્દોવડે, કોને સાધારણ ? તે કહે છે – દેવ–મનુષ્યો અને તિર્યંચરૂપ બધા સંજ્ઞી જીવોને સાધારણ એવા શબ્દોવડે, તે શબ્દો કેવા છે? – યોજનવ્યાપી એવા શબ્દોવડે ભગવાન દેશના આપે છે. અહીં કહેવાનો આશય એ છે કે ભગવાન સાતિશયી હોવાથી ભગવાનના મુખમાંથી નીકળતા શબ્દો સમવસરણમાં રહેલા સર્વ સંજ્ઞીજીવોને જિજ્ઞાસિત અર્થના બોધનું કારણ બને છે. પદદી
20 - અવતરણિકા : શંકા : કૃતકૃત્ય એવા ભગવાન શા માટે તીર્થને પ્રણામ કરે છે? તેનું સમાધાન આપે છે કે
ગાથાર્થ : તીર્થપૂર્વિકા તીર્થકરતા છે. પૂજિતપૂજા અને વિનય થાય છે. કૃતકૃત્ય એવા પણ ભગવાન જે કારણથી દેશના આપે છે તે કારણથી જ તીર્થને નમે છે.
ટીકાર્થ : તીર્થ એટલે શ્રુતજ્ઞાન, આ શ્રુતજ્ઞાનપૂર્વક તીર્થકરત્વ છે, કારણ કે શ્રુતજ્ઞાનના 25 અભ્યાસથી તીર્થકરત્વની પ્રાપ્તિ થાય છે. તથા પૂજિતવડે જે પૂજા તે પૂજિતપૂજા (એ પ્રમાણે સમાસ જાણવો.) અને તે પૂજિતપૂજા આ શ્રુતજ્ઞાનરૂપી તીર્થની (લોકવડે) કરાયેલી થાય છે, કારણ કે લોકપૂજિતનો પૂજક છે. ભગવાનવડે પણ આ તીર્થ પૂજાયેલું છે તેથી લોકો પણ (પૂજિત એવા) તીર્થની પૂજા કરે છે.
(આશય એ જ છે કે – શ્રુતજ્ઞાનરૂપ તીર્થ એ ત્રિલોકજણને પૂજ્ય છે એવું જણાવવા માટે 30 પ્રભુ શ્રુતજ્ઞાનરૂપ તીર્થને પ્રણામ કરે છે. તેથી લોકો પણ શ્રુતજ્ઞાનરૂપ તીર્થની પૂજા કરે છે. આ