________________
७५
ચંડકૌશિકસર્પનો પૂર્વભવ (નિ. ૪૬૬) ** ૧૯૫ rasa. अथ कोसिया, तस्स चंडकोसिओत्ति नामं कयं, सो कुलवती मओ, ततो य सो कुलवई जाओ, सो तत्थ वणसंडे मुच्छिओ, तेसिं तावसाण ताणि फलाणि न देइ, ते अलभंता गया दिसोदिसं, जोऽवि तत्थ गोवालादी एति तंपि हंतुं धाडेइ, तस्स अदूरे सेयंबियानाम नयरी, ततो रायपुत्तेहिं आगंतूणं विरहिए पडनिवेसेण भग्गो विणासिओ य, तस्स गोवालएहिं कहियं, सो कंटियाणं गओ, ताओ छड्डेत्ता परसुहत्थो गओ रोसेण धमधमंतो, कुमारेहिं दिट्ठो एंतओ, तं 5 दट्ठूणं पलाया, सोऽवि कुहाडहत्थो पहावेत्ता खड्डे आवडिऊण पडिओ, सो कुहाडो अभिमुहो ठिओ, तत्थ से सिर दो भाए कयं, तत्थ मओ तंमि चेव वणसंडे दिट्ठीविसो सप्पो जाओ, तेण
જો કે તે આશ્રમમાં અન્ય (બાળકો) પણ કૌશિક નામે હતા. તેથી તેઓથી આને જુદો પાડવા તેનું નામ ચંડકૌશિક પાડવામાં આવ્યું. તે કુલપતિ મરણ પામ્યો. તેના સ્થાને ચંડકૌશિક કુલપતિ બન્યો. તેને તે કનકખલનામના વનખંડ ઉપર અતીવ મૂર્છા હતી. માટે તે વનખંડના 10 ફળો તાપસોને ખાવા આપતો નહિ. તેથી ફળાદિને નહિ પામતા તે તાપસો અન્ય અન્ય દિશામાં જતા રહ્યા. ગોવાળિયાદિ જે કોઈ પણ તે આશ્રમમાં આવે તેને મારીને ભગાડતો. આ વનખંડની નજીકમાં શ્વેતાંબિકાનામની નગરી હતી. ત્યાંથી રાજપુત્રો આ વનખંડમાં કોઈ નહોતું ત્યારે ત્યાં આવ્યા. (મનપસંદ ફળોને ખાધા) અને ઝાડના ફળો વિ. તોડીને સંપૂર્ણ વનખંડનો નાશ કરી નાંખ્યો.
15
જ્યારે રાજપુત્રો વનખંડને તોડતા હતા તે સમયે ચંડકૌશિક અન્યસ્થાને કાંટાઓને (ડાળીઓને) ગ્રહણ કરવા ગયો હતો. ત્યાં આવી ગોવાળિયાઓએ ચંડકૌશિકને વાત કરી (કે, “રાજપુત્રો તમારું વનખંડ તોડે છે.”) તેથી તે ડાળીઓ વગેરે ગ્રહણ કરવાનું છોડી હાથમાં કુહાડો લઈ રોપથી ધમધમતો તે આવ્યો. આ બાજુ કુમારો તેને આવતો જોઈ ભાગ્યા. તે પણ કુહાડા સાથે તેમની પાછળ ભાગતો અથડાઈને ખાડામાં પડ્યો. તે વખતે તે કુહાડો સીધા 20 મુખવાળો (ધારનો ભાગ ઉપર ૨હે તે રીતે) પડ્યો. તેની ઉપર ચંડકૌશિકનું મસ્તક પડતા તેના
ભાગ થઈ ગયા. ત્યાં તે મર્યો અને મરીને તે જ વનખંડમાં દૃષ્ટિવિષસર્પ થયો. ક્રોધ અને લોભથી તે વનખંડની રક્ષા કરે છે. ત્યાં જેટલા તાપસો હતા તેમાંથી અમુકને બાળી નાંખ્યા અને
७५. अन्येऽपि सन्ति कौशिकाः, तस्य चण्डकौशिक इति नाम कृतं स कुलपतिर्मृतः, ततश्च स कुलपतिर्जातः, स तत्र वनखण्डे मूर्छितः, तेभ्यः तापसेभ्यः तानि फलानि न ददाति तेऽलभमाना गता 25 दिशि दिशि, योऽपि तत्र गोपालादिक आयाति तमपि हत्वा धाटयति, तस्यादूरे श्वेतम्बीकानामनगरी, ततो राजपुत्रैरागत्य विरहिते प्रतिनिवेशेन भग्नो विनाशितश्च तस्मै गोपालकैः कथितं स कण्टकेभ्यो गतः, तांस्त्यक्त्वा परशुहस्तो गतो रोषेण धमधमायमानः कुमारैदृष्टः आगच्छन् तं दृष्ट्वा पलायिताः, सोऽपि कुठारहस्तः प्रधाव्य गर्ते आपत्य पतितः, स कुठारः अभिमुखः स्थितः, तत्र तस्य शिरो द्विभागीकृतं, तत्र मृतस्तस्मिन्नेव वनखण्डे दृष्टिविषः सर्पो जातः, तेन
30