________________
મરીચિનું મુમુક્ષુઓને ભગવાન પાસે મોકલવું (નિ. ૩૬૧) * ૯૩ इत्यादिलक्षणा', पृच्छतीति त्रिकालगोचरसूत्रप्रदर्शनार्थत्वादेवं निर्देशः, पाठान्तरं वा 'अह तं यागडरूवं दठ्ठे पुच्छिंसु बहुजणो धम्मं । कहतींसु जतीणं सो वियालणे तस्स परिकहणा ॥१॥ प्रवर्त्तत इति गाथार्थः ॥ ३६० ॥
धम्महाअक्खित्ते उवट्ठिए देइ भगवओसीसे । गामनगराइ आई विहरइ सो सामिणा सद्धिं ॥ ३६१ ॥
गमनिका-धर्मकथाक्षिप्तान् उपस्थितान् ददाति भगवतः शिष्यान्, ग्रामनगरादीन् विहरति स स्वामिना सार्धं, भावार्थ: सुगमः, इत्थं निर्देशप्रयोजनं पूर्ववत्, ग्रन्थकारवचनत्वाद्वाऽदोष इति ગાથાર્થ: ૫રૂ૬॥
5
अन्यदा भगवान् विहरमाणोऽष्टापदमनुप्राप्तवान्, तत्र च समवसृतः, भरतोऽपि भ्रातृप्रव्रज्याकर्णनात् संजातमनस्तापोऽधृतिं चक्रे, कदाचिद्भोगान् दीयमानान् पुनरपि गृह्णन्तीत्यालोच्य 10 भगवत्समीपं चागम्य निमन्त्रयंश्च तान् भोगैः निराकृतश्च चिन्तयामास - एतेषामेवेदानीं परित्यक्तसङ्गानां आहारदानेनापि तावद्धर्मानुष्ठानं करोमीति पञ्चभिः शकटशतैर्विचित्रमाहारमानाय्योपनिमन्त्र्य
વગેરે પરિ=સંપૂર્ણ કથના થાય છે. (અર્થાત્ પોતે આવો વેષ શા માટે ગ્રહણ કર્યો છે ? તે સર્વ વાત કરે છે.) ‘પૃતિ’ ત્રિકાળવિષયકસૂત્રનું પ્રદર્શન કરવા માટે આવો (વર્તમાનકાળનો) પ્રયોગ કર્યો છે. અથવા પાઠાન્તર જાણવો કે ‘‘બન્ને તું પાડવું હું સુિ વહુબળો ધર્મ । હતીંસુ 15 નતીળું સોવિયાતને તસ્મ પરિવહળા પ્રા” ‘પ્રવર્તતે' એ પ્રમાણે વાક્યશેષ ઉમેરી દેવો અર્થાત્ તેની પરિકથના પ્રવર્તે છે. ૫૩૬૦
ગાથાર્થ : ધર્મકથાથી ખેંચાયેલા અને (દીક્ષા માટે) ઉપસ્થિત થયેલા શિષ્યોને પ્રભુની પાસે મોકલે છે. તે પ્રભુની સાથે ગામ-નગરાદિમાં વિચરે છે.
ટીકાર્થ : ધર્મકથાથી ખેંચાયેલા, દીક્ષા માટે ઉપસ્થિત થયેલા શિષ્યોને તે મરીચિ પ્રભુ પાસે 20 મોકલે છે. આ પ્રમાણે તે પ્રભુની સાથે ગામ—નગરાદિમાં વિચરે છે. સર્વત્ર વર્તમાનકાળના પ્રયોગનું પ્રયોજન પૂર્વની જેમ જાણવું અથવા આ ગ્રંથકારના વચનો હોવાથી કોઈ દોષ નથી.
૩૬૧॥
એકવાર ભગવાન વિહાર કરતા અષ્ટાપદપર્વતે આવ્યા અને ત્યાં સમોસર્યા. ભરત પણ ભાઈઓની દીક્ષાના સમાચાર સાંભળી, મનમાં તાપ ઉત્પન્ન થવાથી અધૃતિ (ખેદ) કરવા લાગ્યો. 25 અને “રાજ્યાદિ ભોગો જો હું પાછા આપીશ તો તેઓ તે ગ્રહણ કરશે અને દીક્ષા છોડી દેશે’ એમ વિચારીને ભગવાન પાસે આવી તે સાધુઓને ભોગોવડે નિમંત્રણ કર્યું. પરંતુ જ્યારે ભાઈઓએ તેને ના પાડી ત્યારે તે ભરતે વિચાર્યું કે “હમણાં જ ત્યાગેલા છે સંગો જેમણે એવા આ બધાને આહારના દાનવડે પણ હું સુકૃત કરું” એમ વિચારી પાંચસો ગાડાઓ ભરી જુદા જુદા પ્રકારના આહારને લાવીને નિયંત્રણ કર્યું (વિનંતી કરી.)
30