________________
૧૨૬ જ આવશ્યકનિયુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) आधस्त्योत्तरां तु बलिः, अवशेषास्तु त्रिदशाः शेषाङ्गानि गृहीतवन्तः, नरेश्वरादयस्तु भस्म गृहीतवन्तः, शेषलोकास्तु तद्भस्मना पुण्ड्रकाणि चक्रुः, तत एव च प्रसिद्धिमुपागतानि ।
___ 'स्तूपा जिनगृहं चेति' भरतो भगवन्तमुद्दिश्य वर्धकीरत्नेन योजनायामं त्रिगव्यूतोच्छ्रितं सिंहनिषद्यायतनं कारितवान्, निजवर्णप्रमाणयुक्ताः चतुर्विंशतिं जीवाभिगमोक्तपरिवारयुक्ताः 5 तीर्थकरप्रतिमाः तथा भ्रातृशतप्रतिमा आत्मप्रतिमां च स्तूपशतं च, मा कश्चिद् आक्रमणं
करिष्यतीति, तत्रैकं भगवतः शेषान् एकोनशतस्य भ्रातृणामिति, तथा लोहमयान् यन्त्रपुरुषान् तद्वारपालांश्चकार, दण्डरत्नेन अष्टापदं च सर्वतश्छिन्नवान्, योजने योजने अष्टौ पदानि च कृतवान्, सगरसुतैस्तु स्ववंशानुरागाद्यथा परिखां कृत्वा गङ्गाऽवतारिता तथा ग्रन्थान्तरतो विज्ञेय
मिति । याचकास्तेनाहिताग्नयः' इत्यस्य व्याख्या-देवैर्भगवत्सकथादौ गृहीते सति श्रावका देवान् 10 अतिशयभक्त्या याचितवन्तः, देवा अपि तेषां प्रचुरत्वात् महता यत्नेन याचनाभिद्रुता आहुः-अहो
याचका अहो याचका इति, तत एव हि याचका रूढाः, ततोऽग्नि गृहीत्वा स्वगृहेषु स्थापितवन्तः, ઈશાનેન્દ્રએ ગ્રહણ કરી. નીચેની જમણી બાજુની ચમરેન્દ્ર અને નીચેની ડાબી બાજુની બલીન્દ્ર ગ્રહણ કરી. શેષ દેવોએ શેષ–અંગો (શેષ અ0િ) ગ્રહણ કર્યા. રાજા વગેરેઓએ ભસ્મ ગ્રહણ
કરી. શેષલોકોએ તે ભસ્મથી કપાળે તિલક કર્યા. ત્યારથી તિલકો પ્રસિદ્ધિને પામ્યા. 15 “તૂપ અને જિનગૃહ – ભરતે ભગવાનને ઉદ્દેશી વર્ધકીરત્નવડે એકયોજન લાંબુ, ત્રણ
ગાઉ ઊંચું સિંહનિષદ્યાનામનું દેરાસર તૈયાર કરાવ્યું. તથા પોત-પોતાના વર્ણ અને પ્રમાણથી યુક્ત, જીવાભિગમમાં કહેલા પરિવાર સહિત ચોવીશ તીર્થકરોની પ્રતિમા, એકસો ભાઈઓની પ્રતિમા, પોતાની પ્રતિમા (જો કે એકસો ભાઈઓની પ્રતિમામાં પોતાની પ્રતિમા આવી જ ગઈ
છે છતાં પૂર્વે પહેલા ભાગમાં ગા.૩૬માં જેમ કાળની વૃદ્ધિ થતાં દ્રવ્યાદિ ચારેની વૃદ્ધિ થાય છે 20 અમે સામાન્યથી કહ્યું તે જ રીતે અહીં પણ સામાન્યથી આ કથન જાણવું.) અને એકસો સૂપ
તૈયાર કરાવ્યા કે જેથી કોઈ તેના ઉપર ચાલે નહિ. (અર્થાત્ તેમના નિર્વાણ સ્થાન પર કોઈ ચાલે નહિ તે માટે તે જગ્યાએ સ્તૂપ બનાવ્યા.)
જે એકસો સૂપ તૈયાર કરાવ્યા, તેમાં એક પ્રભુની અને ૯૯ પોતાના ભાઈઓની પ્રતિમાઓ હતી. ત્યાં દ્વારપાલ તરીકે લોખંડના યંત્રમય પુરુષો બનાવ્યા. દંડર–વડે ચારેબાજુથી 25 અષ્ટાપદપર્વતને છેદ્યો. અને એક–એક યોજને એકેક પગથિયું એમ આઠ પગથિયા બનાવરાવ્યા.
તથા સગરચક્રવર્તીના પુત્રોએ પોતાના વંશના અનુરાગથી ખાઈ ખોદાવીને ગંગાને ઉતારી વિગેરે સર્વ અન્ય ગ્રંથોમાંથી અહીં જાણી લેવું.
વાચકો તેથી આહિતાગ્નિ કહેવાયા” એ પંક્તિની વ્યાખ્યા – દેવોવડે દાઢાઓ વગેરે ગ્રહણ કરાયા ત્યારે શ્રાવકોએ દેવો પાસે અતિશયભક્તિથી યાચનાઓ કરી. માગનારા ઘણા 30 હોવાથી અને ઘણા પ્રયત્નવડે યાચના કરતા હોવાથી પરેશાન થયેલા દેવોએ કહ્યું, “અહો !
વાચકો, અહો ! યાચકો.” ત્યારથી યાચક' શબ્દ પ્રસિદ્ધ થયો. ત્યારે શ્રાવકોએ અગ્નિને ગ્રહણ કરી પોતાના ઘરમાં પ્રસ્થાપિત કર્યો. તે કારણથી તે શ્રાવકો આહિતાગ્નિ (અગ્નિહોત્ર બ્રાહ્મણ)