________________
શ્રીમદ્ રાજચંદ્ર
નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો :
૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો.
૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો.
૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો.
૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.
૫. કોઈ એક સપુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમમાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. અધિક શું કહ્યું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમાં અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે – (સૂઝયું છે).