________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩ સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સપુરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ' જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સન્દુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.