Book Title: Aushadh Je Bhavrog Na
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shobhagchand Chunilal Shah

View full book text
Previous | Next

Page 140
________________ ૧૩૩ ઔષધ જે ભવરોગનાં ૧૩પ શ્રી સદ્ગુરવે નમો નમ: આત્મસિદ્ધિ શાસ્ત્ર જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માથને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮

Loading...

Page Navigation
1 ... 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168