Book Title: Aushadh Je Bhavrog Na
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shobhagchand Chunilal Shah

View full book text
Previous | Next

Page 146
________________ ૧૩૯ ઔષધ જે ભવરોગનાં શંકા - શિષ્ય ઉવાચ : આત્મા નિત્ય નથી', એમ શિષ્ય કહે છેઃઆત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧ સમાધાન - સદ્ગુરુ ઉવાચ : આત્મા નિત્ય છે' એમ સશુરુ સમાધાન કરે છે – દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? ૬૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭

Loading...

Page Navigation
1 ... 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168