Page #1
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
શ્રીમદ રાજચંદ્ર
Page #2
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
શ્રીમદ્ રાજચંદ્ર
દુઃખનું
કારણ
માત્ર
વિષમાત્મા છે,
અને તે જો સમ છે તો સર્વ સુખ જ છે.
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક : શોભાગચંદ ચુનીલાલ શાહ શ્રેયસ' દાંડિયા બજાર વડોદરા-૩૯૦૦૦૧
લોકની દૃષ્ટિને જ્યાં સુધી જીવ વમે નહીં તથા તેમાંથી અંતવૃત્તિ છૂટી ન જાય ત્યાં સુધી જ્ઞાનીની દૃષ્ટિનું વાસ્તવિક માહાભ્ય લક્ષગત ન થઈ શકે એમાં સંશય નથી.
પ્રત : ૨૦૦૦ દ્વિતીયાવૃત્તિ
મુદ્રક : કોનમ પ્રીન્ટર્સ મુંબઈ - ૪૦૦૦૩૪
Page #4
--------------------------------------------------------------------------
________________
જન્મ
કારતક સુદ પૂનમ ૧૯૨૪
શ્રીમદ્ રાજચંદ્ર
દેહવિલય ચૈત્ર વદ પાંચમ ૧૯૫૭
Page #5
--------------------------------------------------------------------------
________________
५२॥ १५॥ 14 २२ Shahi ५२५ 0mn.
14 15 प्रा ..
५. 11 ॐ.
स.५३ ५ १२0१, - n ahtent. 23 2017 MAA २२, ५
र २018, ६Anan ५० बिपि ५ ५५ ६२५३५ कि nxnnn. nor
o
५२५२ - mouma 407 1 1 14143 N 8 6 5 4 3 : 33 x 14 mr..
ॐ शindifo. in
શ્રીમદ્ના હસ્તાક્ષર
Page #6
--------------------------------------------------------------------------
________________ પ્રાસ્તાવિક પરમાનંદરૂપ હરિને ક્ષણ પણ ન વીસરવા એ અમારી સર્વ કૃતિ, વૃત્તિ અને લેખનો હેતુ છે. શ્રીમદ્ રાજચંદ્ર “અમારા અનુભવનું ફળ વીતરાગતા છે' એવું જગતના વ્યવહારને અપરિચિત પણ જ્ઞાનીઓ, સાધકો અને ભક્તોના વ્યવહારનું મૂળદર્શક વચન જેના અંતર અનુભવનો આસ્વાદ પ્રગટ કરે છે તે પરમપુરુષ શ્રીમદ્ રાજચંદ્રનું વિપુલ આધ્યાત્મિક સાહિત્ય “શ્રીમદ્ રાજચંદ્ર” એ નામના ગ્રંથમાં સંગ્રહિત થયું છે. | મુમુક્ષુઓને એ વચનામૃતના આસ્વાદનો લાભ મળે અને વીતરાગના માર્ગે વિચાર અને વર્તન-પરિણામ કરવામાં સહાયક થાય - એ હેતુથી એ વિશાળ ગ્રંથમાંથી વિવિધ અર્થ અને લક્ષનાં કેટલાંક વચનામૃતો સંકલિત કરી અત્રે આપવામાં આવ્યાં છે. વીતરાગતા જેનો અનુભવ છે એના વચનો જ વીતરાગતા પ્રેરી શકે એ તદન સત્ય અને સ્વાભાવિક છે, તેથી આ સંગ્રહનું અભિધેય પણ શ્રીમદ્ રાજચંદ્રના વચનમાં જ “ઔષધ જે ભવરોગનાં” રાખવામાં સાર્થકતા જણાશે. આ વચનો વાંચનારને, વિચારનારને, સાધકને સૌને ભવરોગથી મુક્ત થવામાં ઉત્તમ ઔષધરૂપ થાઓ એ હેતુથી આ પુસ્તક આપની સમક્ષ મૂકતાં આનંદ થાય છે. ‘શ્રેયસ' દાંડિયા બજાર, વડોદરા-૩૯૦૦૦૧ સં. 2029 જેઠ સુદ 13 બુધવાર શોભાગચંદ ચુ. શાહ
Page #7
--------------------------------------------------------------------------
________________
જગત આત્મરૂપ માનવામાં આવે; જે થાય તે યોગ્ય જ માનવામાં આવે; પરના દોષ જોવામાં ન આવે; પોતાના ગુણનું ઉત્કૃષ્ટપણું સહન કરવામાં આવે તો જ આ સંસારમાં રહેવું યોગ્ય છે; બીજી રીતે નહીં.
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.
જ્ઞાન, ધ્યાન, વૈરાગ્યમય, ઉત્તમ જહાં વિચાર; એ ભાવે શુભ ભાવના, તે ઊતરે ભવ પાર.
Page #8
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
વચનામૃત ઔષધ જે ભવરોગનાં
અપૂર્વ અવસર એવો ક્યારે આવશે? ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ગથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને, વિચરશું કવ મહપુરુષને પંથ જો?
અપૂર્વ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો.
અપૂર્વ
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ; ઔષધ જે ભવરોગનાં, કાયરને પ્રતિકૂળ.
Page #9
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી નથી; વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી; જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી; કોઈ શત્રુ-મિત્રમાં ભેદભાવ રહ્યો નથી; કોણ શત્રુ છે અને કોણ મિત્ર છે, એની ખબર રખાતી નથી; અમે દેહધારી છીએ કે કેમ તે સંભારીએ ત્યારે માંડ જાણીએ છીએ; અમારે શું કરવાનું છે તે કોઈથી કળાય તેવું નથી; અમે બધાય પદાર્થથી ઉદાસ થઈ જવાથી ગમે તેમ વર્તીએ છીએ; વ્રત, નિયમનો કંઈ નિયમ રાખ્યો નથી; જાતભાતનો કંઈ પ્રસંગ નથી; અમારાથી વિમુખ જગતમાં કોઈ માન્યું નથી; અમારાથી સન્મુખ એવા સત્સંગી નહીં મળતાં ખેદ રહે છે; સંપત્તિ પૂર્ણ છે એટલે સંપત્તિની ઇચ્છા નથી; શબ્દાદિક વિષયો અનુભવ્યા સ્મૃતિમાં આવવાથી, અથવા ઈશ્વરેચ્છાથી તેની ઇચ્છા રહી નથી; પોતાની ઇચ્છાએ થોડી જ પ્રવૃત્તિ કરવામાં આવે છે;
Page #10
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
જેમ હિરએ ઇચ્છેલો ક્રમ દોરે તેમ દોરાઈએ છીએ; હૃદય પ્રાયે શૂન્ય જેવું થઈ ગયું છે; પાંચે ઇંદ્રિયો શૂન્યપણે પ્રવર્તવારૂપ જ રહે છે; નય, પ્રમાણ વગેરે શાસ્ત્રભેદ સાંભરતાં નથી; કંઈ વાંચતાં ચિત્ત સ્થિર રહેતું નથી;
૩
ખાવાની, પીવાની, બેસવાની, સૂવાની, ચાલવાની અને બોલવાની વૃત્તિઓ પોતાની ઇચ્છા પ્રમાણે વર્તે છે; મન પોતાને સ્વાધીન છે કે કેમ એનું યથાયોગ્ય ભાન રહ્યું નથી.
આમ સર્વ પ્રકારે વિચિત્ર એવી
ઉદાસીનતા આવવાથી ગમે તેમ વર્તાય છે. એક પ્રકારે પૂર્ણ ઘેલછા છે;
એક પ્રકારે તે ઘેલછા કંઈક છૂપી રાખીએ છીએ; અને જેટલી છૂપી રખાય છે, તેટલી હાનિ છે. યોગ્ય વર્તીએ છીએ કે અયોગ્ય એનો કંઈ હિસાબ રાખ્યો નથી.
આદિપુરુષને વિષે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાનો ભંગ થઈ ગયો છે;
આટલું બધું છતાં મનમાનતી ઉદાસીનતા નથી, એમ માનીએ છીએ;
અખંડ પ્રેમખુમારી જેવી પ્રવહવી જોઈએ તેવી પ્રવહતી નથી, એમ જાણીએ છીએ;
આમ કરવાથી તે અખંડ ખુમારી પ્રવહે એમ નિશ્ચળપણે જાણીએ છીએ;
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર પણ તે કરવામાં કાળ કારણભૂત થઈ પડ્યો છે; અને એ સર્વનો દોષ અમને છે કે હરિને છે, એવો ચોક્કસ નિશ્ચય કરી શકાતો નથી. એટલી બધી ઉદાસીનતા છતાં વેપાર કરીએ છીએ; લઈએ છીએ, દઈએ છીએ, લખીએ છીએ, વાંચીએ છીએ; જાળવીએ છીએ, અને ખેદ પામીએ છીએ. વળી હસીએ છીએ. –જેનું ઠેકાણું નથી એવી અમારી દશા છે; અને તેનું કારણ માત્ર હરિની સુખદ ઇચ્છા જ્યાં સુધી માની નથી ત્યાં સુધી ખેદ મટવો નથી. અમારો દેશ હરિ છે, જાત હરિ છે, કાળ હરિ છે, દેહ હરિ છે, રૂપ હરિ છે, નામ હરિ છે, દિશા હરિ છે, સર્વ હરિ છે, અને તેમ છતાં આમ વહીવટમાં છીએ, એ એની ઈચ્છાનું કારણ છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
હે પરમકૃપાળુ દેવ! જન્મ, જરા, મરણાદિ સર્વ દુઃખોનો અત્યંત ક્ષય કરનારો એવો વીતરાગ પુરુષનો મૂળ માર્ગ આપશ્રીમદે અનંત કૃપા કરી મને આપ્યો, તે અનંત ઉપકારનો પ્રતિઉપકાર વાળવા હું સર્વથા અસમર્થ છું; વળી આપ શ્રીમત્ કંઈ પણ લેવાને સર્વથા નિઃસ્પૃહ છો; જેથી હું મન, વચન, કાયાની એકાગ્રતાથી આપનાં ચરણારવિન્દમાં નમસ્કાર કરું છું. આપની પરમભક્તિ અને વીતરાગપુરુષના મૂળધર્મની ઉપાસના મારા હૃદયને વિષે ભવપર્યત અખંડ જાગૃત રહો એટલું માગું છું તે સફળ થાઓ.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #13
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૬
વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ
સત્ય છે, એવો નિશ્ચય રાખવો.
જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પુરુષના યોગ વિના સમજાતું નથી;
તો પણ તેના જેવું જીવને સંસાર રોગ મટાડવાને બીજું કોઈ પૂર્ણ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું.
આ પરમ તત્ત્વ છે, તેનો મને સદાય નિશ્ચય રહો; એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મમરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ! નિવૃત્તિ થાઓ!!
હે જીવ!
આ ક્લેશરૂપ સંસાર થકી, વિરામ પામ, વિરામ પામ; કાંઈક વિચાર,
પ્રમાદ છોડી જાગૃત થા! જાગૃત થા!!
નહીં તો રત્ન ચિંતામણિ જેવો આ મનુષ્યદેહ નિષ્ફળ જશે.
હે જીવ! હવે તારે સત્પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા યોગ્ય છે.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #14
--------------------------------------------------------------------------
________________
૭
ઔષધ જે ભવરોગનાં
૫
પરમયોગી એવા શ્રી ઋષભદેવાદિ પુરુષો પણ
જે દેહને રાખી શક્યા નથી,
તે દેહમાં એક વિશેષપણું રહ્યું છે તે એ કે, તેનો સંબંધ વર્તે ત્યાં સુધીમાં જીવે અસંગપણું, નિર્મોહપણું કરી લઈ
અબાધ્ય અનુભવસ્વરૂપ એવું નિજસ્વરૂપ જાણી, બીજા સર્વ ભાવ પ્રત્યેથી વ્યાવૃત્ત (છૂટા) થવું, કે જેથી ફરી જન્મમરણનો ફેરો ન રહે. તે દેહ છોડતી વખતે જેટલા અંશે અસંગપણું, નિર્મોહપણું, યથાર્થ સમરસપણું રહે છે તેટલું મોક્ષપદ નજીક છે એમ પરમ જ્ઞાની પુરુષનો નિશ્ચય છે.
આ દેહે કરવા યોગ્ય કાર્ય તો એક જ છે કે કોઈ પ્રત્યે રાગ અથવા કોઈ પ્રત્યે કિંચિત્માત્ર દ્વેષ ન રહે. સર્વત્ર સમદા વર્તે.
એ જ કલ્યાણનો મુખ્ય નિશ્ચય છે.
Page #15
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
અહો સત્પુરુષનાં વચનામૃત, મુદ્રા અને
સન્સમાગમ!
સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શનમાત્રથી પણ નિર્દોષ,
અપૂર્વ સ્વભાવને પ્રેરક,
સ્વરૂપપ્રતીતિ,
અપ્રમત્ત સંયમ, અને
પૂર્ણ વીતરાગ નિર્વિકલ્પ સ્વભાવનાં કારણભૂત; —છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી
અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર! ત્રિકાળ જયવંત વર્તો!
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ
Page #16
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
જગતમાં સત્પરમાત્માની ભક્તિ-સતગુરુ-સત્સંગસત્શાસ્ત્રાધ્યયન-સમ્યક્દષ્ટિપણું અને સત્યોગ એ કોઈ કાળે પ્રાપ્ત થયાં નથી. થયાં હોત તો આવી દશા હોત નહીં. પણ જાગ્યા ત્યાંથી પ્રભાત એમ રૂડા પુરુષોનો બોધ ધ્યાનમાં વિનયપૂર્વક આગ્રહી તે વસ્તુ માટે પ્રયત્ન કરવું એ જ અનંત ભવની નિષ્ફળતાનું એક ભવે સફળ થવું મને સમજાય છે. સદ્ગુરુના ઉપદેશ વિના અને જીવની સત્પાત્રતા વિના એમ થવું અટક્યું છે. તેની પ્રાપ્તિ કરીને સંસારતાપથી અત્યંત તપાયમાન આત્માને શીતળ કરવો એ જ કૃતકૃત્યતા છે. “ધર્મ” એ વસ્તુ બહુ ગુપ્ત રહી છે. તે બાહ્ય સંશોધનથી મળવાની નથી. અપૂર્વ અંતસંશોધનથી તે પ્રાપ્ત થાય છે. તે અંતસંશોધન કોઈક મહાભાગ્ય સગુરુ અનુગ્રહ પામે છે.
Page #17
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
નીચેનો અભ્યાસ તો રાખ્યા જ રહો :
૧. ગમે તે પ્રકારે પણ ઉદય આવેલા, અને ઉદય આવવાના કષાયોને શમાવો.
૨. સર્વ પ્રકારની અભિલાષાની નિવૃત્તિ કર્યા રહો.
૩. આટલા કાળ સુધી જે કર્યું તે બધાંથી નિવૃત્ત થાઓ, એ કરતાં હવે અટકો.
૪. તમે પરિપૂર્ણ સુખી છો એમ માનો, અને બાકીનાં પ્રાણીઓની અનુકંપા કર્યા કરો.
૫. કોઈ એક સપુરુષ શોધો, અને તેનાં ગમે તેવાં વચનમાં પણ શ્રદ્ધા રાખો. એ પાંચે અભ્યાસ અવશ્ય યોગ્યતાને આપે છે; પાંચમમાં વળી ચારે સમાવેશ પામે છે, એમ અવશ્ય માનો. અધિક શું કહ્યું? ગમે તે કાળે પણ એ પાંચમું પ્રાપ્ત થયા વિના આ પર્યટનનો કિનારો આવવાનો નથી. બાકીનાં ચાર એ પાંચમું મેળવવાના સહાયક છે. પાંચમાં અભ્યાસ સિવાયનો, તેની પ્રાપ્તિ સિવાયનો બીજો કોઈ નિર્વાણમાર્ગ મને સૂઝતો નથી; અને બધાય મહાત્માઓને પણ એમ જ સૂઝયું હશે – (સૂઝયું છે).
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૧
ઔષધ જે ભવરોગનાં
સપુરુષના એકેક વાક્યમાં, એકેક શબ્દમાં, અનંત આગમ રહ્યાં છે, એ વાત કેમ હશે? નીચેનાં વાક્યો પ્રત્યેક મુમુક્ષુઓને મેં અસંખ્ય સપુરુષોની સમ્મતિથી મંગળરૂપ માન્યાં છે, મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ માન્યાં છે :
૧. માયિક સુખની સર્વ પ્રકારની વાંછા ગમે ત્યારે પણ છોડ્યા વિના છૂટકો થવો નથી; તો જ્યારથી એ વાક્ય શ્રવણ કર્યું, ત્યારથી જ તે ક્રમનો અભ્યાસ કરવો યોગ્ય જ છે એમ સમજવું.
૨. કોઈ પણ પ્રકારે સદ્ગુરુની શોધ કરવો; શોધ કરીને તેના પ્રત્યે તન, મન, વચન અને આત્માથી અર્પણબુદ્ધિ કરવી; તેની જ આજ્ઞાનું સર્વ પ્રકારે નિઃશંકતાથી આરાધન કરવું; અને તો જ સર્વ માયિક વાસનાનો અભાવ થશે એમ સમજવું.
૩. અનાદિકાળના પરિભ્રમણમાં અનંત વાર શાસ્ત્રશ્રવણ, અનંત વાર વિદ્યાભ્યાસ, અનંત વાર જિનદીક્ષા, અનંત વાર આચાર્યપણું પ્રાપ્ત થયું છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર માત્ર, ‘સત્' મળ્યા નથી, ‘સત્’ સુર્યું નથી, અને “સત્' શ્રધ્યું નથી, અને એ મળે, એ સુચ્છે, અને એ શ્રધ્યે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે.
૪. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે. માર્ગને પામેલો માર્ગ પમાડશે.
૫. બે અક્ષરમાં માર્ગ રહ્યો છે, અને અનાદિ કાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો.
૧૦ સત્સમાગમ અને સત્સાસ્ત્રના લાભને ઇચ્છતા એવા મુમુક્ષુઓને આરંભ, પરિગ્રહ અને રસસ્વાદાદિ પ્રતિબંધ સંક્ષેપ કરવા યોગ્ય છે, એમ શ્રી જિનાદિ મહાપુરુષોએ કહ્યું છે.
જ્યાં સુધી પોતાના દોષ વિચારી સંક્ષેપ કરવાને પ્રવૃત્તિમાન ન થવાય ત્યાં સુધી સત્પરુષનો કહેલો માર્ગ પરિણામ પામવો કઠણ છે. આ વાત પર મુમુક્ષુ જીવે વિશેષ વિચાર કરવો ઘટે છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૩
ઔષધ જે ભવરોગનાં
૧૧.
૧. જીવ પોતાને ભૂલી ગયો છે, અને તેથી સસુખનો તેને વિયોગ છે, એમ સર્વ ધર્મ સમ્મત કહ્યું છે. - ૨. પોતાને ભૂલી ગયારૂપ અજ્ઞાન, જ્ઞાન મળવાથી નાશ થાય છે, એમ નિઃશંક માનવું.
૩. જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાની પાસેથી થવી જોઈએ. એ સ્વાભાવિક સમજાય છે, છતાં જીવ લોકલજ્જાદિ કારણોથી અજ્ઞાનીનો આશ્રય છોડતો નથી, એ જ અનંતાનુબંધી કષાયનું મૂળ છે.
૪. જ્ઞાનની પ્રાપ્તિ જેણે ઇચ્છવી, તેણે જ્ઞાનીની ઇચ્છાએ વર્તવું એમ જિનાગમાદિ સર્વ શાસ્ત્ર કહે છે. પોતાની ઇચ્છાએ પ્રવર્તતાં અનાદિ કાળથી રખડ્યો.
૫. જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીની ઇચ્છાએ, એટલે આજ્ઞાએ નહીં વર્તાય, ત્યાં સુધી અજ્ઞાનની નિવૃત્તિ થવી સંભવતી નથી.
૬. જ્ઞાનીની આજ્ઞાનું આરાધન તે કરી શકે કે જે એકનિષ્ઠાએ, તન, મન, ધનની આસક્તિનો ત્યાગ કરી તેની ભક્તિમાં જોડાય.
૭. જોકે જ્ઞાની ભક્તિ ઇચ્છતા નથી, પરંતુ મોક્ષાભિલાષીને તે કર્યા વિના ઉપદેશ પરિણમતો નથી,
Page #21
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૪ અને મનન તથા નિદિધ્યાસનાદિનો હેતુ થતો નથી, માટે મુમુક્ષુએ જ્ઞાનીની ભક્તિ અવશ્ય કર્તવ્ય છે એમ સપુરુષોએ કહ્યું છે.
૮. આમાં કહેલી વાત સર્વ શાસ્ત્રને માન્ય છે.
૯. ઋષભદેવજીએ અઠ્ઠાણું પુત્રોને ત્વરાથી મોક્ષ થવાનો એ જ ઉપદેશ કર્યો હતો.
૧૦. પરીક્ષિત રાજાને શુકદેવજીએ એ જ ઉપદેશ કર્યો છે.
૧૧. અનંત કાળ સુધી જીવ નિજ છંદે ચાલી પરિશ્રમ કરે તોપણ પોતે પોતાથી જ્ઞાન પામે નહીં, પરંતુ જ્ઞાનીની આજ્ઞાનો આરાધક અંતર્મુહૂર્તમાં પણ કેવળજ્ઞાન પામે.
૧૨. શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઈએ.
૧૩. આ જ્ઞાનમાર્ગની શ્રેણી કહી, એ પામ્યા વિના બીજા માર્ગથી મોક્ષ નથી.
૧૪. એ ગુપ્ત તત્ત્વને જે આરાધે છે, તે પ્રત્યક્ષ અમૃતને પામી અભય થાય છે.
Page #22
--------------------------------------------------------------------------
________________
૧૫
ઔષધ જે ભવરોગનાં
આ લોક ત્રિવિધ તાપથી આકુળવ્યાકુળ છે. ઝાંઝવાનાં પાણીને લેવા દોડી તૃષા છિપાવવા ઇચ્છે છે, એવો દીન છે. અજ્ઞાનને લીધે સ્વરૂપનું વિસ્મરણ થઈ જવાથી ભયંકર પરિભ્રમણ તેને પ્રાપ્ત થયું છે. સમયે સમયે અતુલ ખેદ, વરાદિક રોગ, મરણાદિક ભય, વિયોગાદિક દુઃખને તે અનુભવે છે; એવી અશરણતાવાળા આ જગતને એક સપુરુષ જ શરણ છે; સપુરુષની વાણી વિના કોઈ એ તાપ અને તૃષા છેદી શકે નહીં એમ નિશ્ચય છે. માટે ફરી ફરી તે સત્પરુષના ચરણનું અમે ધ્યાન કરીએ છીએ.
Page #23
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩ સંસાર કેવળ અશાતામય છે. કોઈ પણ પ્રાણીને અલ્પ પણ શાતા છે, તે પણ સપુરુષનો જ અનુગ્રહ છે; કોઈ પણ પ્રકારના પુણ્ય વિના શાતાની પ્રાપ્તિ નથી; અને એ પુણ્ય પણ સત્પરુષના ઉપદેશ વિના કોઈએ જાણ્યું નથી; ઘણે કાળે ઉપદેશેલું તે પુણ્ય રૂઢિને આધીન થઈ પ્રવર્તે છે; તેથી જાણે તે ગ્રંથાદિકથી પ્રાપ્ત થયેલું લાગે છે, પણ એનું મૂળ એક સપુરુષ જ છે; માટે અમે એમ જ' જાણીએ છીએ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણકામતા સુધીની સર્વ સમાધિ, તેનું સન્દુરુષ જ કારણ છે; આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, પોતાપણું નથી, ગર્વ નથી, ગારવ નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પરુષને અમે ફરી ફરી નામરૂપે સ્મરીએ છીએ.
Page #24
--------------------------------------------------------------------------
________________
૧૭
ઔષધ જે ભવરોગનાં
૧૪ એક સમય પણ કેવળ અસંગપણાથી રહેવું એ ત્રિલોકને વશ કરવા કરતાં પણ વિકટ કાર્ય છે; તેવા અસંગપણાથી ત્રિકાળ જે રહ્યા છે, એવાં સપુરુષનાં અંતઃકરણ, તે જોઈ અમે પરમાશ્ચર્ય પામી નમીએ છીએ.
૧૫
હે પરમાત્મા! અમને મોક્ષ આપવા કરતાં સપુરુષના જ ચરણનું ધ્યાન કરીએ અને તેની સમીપ જ રહીએ એવો યોગ આપ. હે પુરુષપુરાણ! અમે તારામાં અને પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી; તારા કરતાં અમને તો સન્દુરુષ જ વિશેષ લાગે છે; કારણ કે તું પણ તેને આધીન જ રહ્યો છે; અને અમે સત્પરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં; એ જ તારું દુર્ઘટપણે અમને સપુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે. કારણ કે તે વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી, અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ?
Page #25
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧ ૮
૧૬ ભાવ અપ્રતિબદ્ધતાથી નિરંતર વિચરે છે એવા જ્ઞાનીપુરુષનાં ચરણારવિંદ, તે પ્રત્યે અચળ પ્રેમ થયા વિના અને સમ્યફપ્રતીતિ આવ્યા વિના સસ્વરૂપની પ્રાપ્તિ થતી નથી, અને આબેથી અવશ્ય તે મુમુક્ષુ જેનાં ચરણારવિંદ તેણે સેવ્યાં છે, તેની દશાને પામે છે. આ માર્ગ સર્વ જ્ઞાનીઓએ સેવ્યો છે, સેવે છે, અને સેવશે. જ્ઞાનપ્રાપ્તિ એથી અમને થઈ હતી, વર્તમાને એ જ માર્ગથી થાય છે અને અનાગત કાળે પણ જ્ઞાનપ્રાપ્તિનો એ જ માર્ગ છે. સર્વ શાસ્ત્રોનો બોધ લક્ષ જોવા જતાં એ જ છે. અને જે કોઈ પણ પ્રાણી છૂટવા ઇચ્છે છે તેણે અખંડ વૃત્તિથી એ જ માર્ગને આરાધવો. એ માર્ગ આરાધ્યા વિના જીવે અનાદિકાળથી પરિભ્રમણ કર્યું છે. જ્યાં સુધી જીવને સ્વચ્છેદરૂપી અંધત્વ છે, ત્યાં સુધી એ માર્ગનું દર્શન થતું નથી. (અંધત્વ ટળવા માટે) જીવે એ માર્ગનો વિચાર કરવો; દઢ મોક્ષેચ્છા કરવી; એ વિચારમાં અપ્રમત્ત રહેવું, તો માર્ગની પ્રાપ્તિ થઈ અંધત્વ ટળે છે, એ નિઃશંક માનજો.
Page #26
--------------------------------------------------------------------------
________________
૧૯
ઔષધ જે ભવરોગનાં
૧૭
અનાદિ કાળથી જીવ અવળે માર્ગે ચાલ્યો છે. જોકે તેણે જપ, તપ, શાસ્ત્રાધ્યયન વગેરે અનંત વાર કર્યું છે; તથાપિ જે કંઈ પણ અવશ્ય કરવા યોગ્ય હતું તે તેણે કર્યું નથી; જે કે અમે પ્રથમ જ જણાવ્યું છે. સૂયગડાંગસૂત્રમાં ઋષભદેવજી ભગવાને જ્યાં અઠ્ઠાણું પુત્રોને ઉપદેશ્યા છે, મોક્ષમાર્ગે ચઢાવ્યા છે ત્યાં એ જ ઉપદેશ કર્યો છે :
હે આયુષ્યમનો! આ જીવે સર્વે કર્યું છે. એક આ વિના, તે શું? તો કે નિશ્ચય કહીએ છીએ કે સત્પુરુષનું કહેલું વચન, તેનો ઉપદેશ તે સાંભળ્યાં
નથી, અથવા રૂડે પ્રકારે કરી તે ઉઠાવ્યાં નથી. અને એને જ અમે મુનિઓનું સામાયિક (આત્મસ્વરૂપની પ્રાપ્તિ) કહ્યું છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૮
સુધર્માસ્વામી જંબુસ્વામીને ઉપદેશ છે કે જગત આખાનું જેણે દર્શન કર્યું છે, એવા મહાવીર ભગવાન, તેણે આમ અમને કહ્યું છે :ગુરુને આધીન થઈ વર્તતા એવા અનંત પુરુષો માર્ગ પામીને મોક્ષ પ્રાપ્ત થયા. એક આ સ્થળે નહીં પણ સર્વ સ્થળે અને સર્વ શાસ્ત્રમાં એ જ વાત કહેવાનો લક્ષ છે.
आणाए धम्मो आणाए तवो । આજ્ઞાનું આરાધન એ જ ધર્મ અને આજ્ઞાનું આરાધન એ જ તપ. (આચારાંગ સૂત્ર) સર્વ સ્થળે એ જ મોટા પુરુષોનો કહેવાનો લક્ષ છે, એ લક્ષ જીવને સમજાયો નથી. તેના કારણમાં સર્વથી પ્રધાન એવું કારણ સ્વચ્છંદ છે અને જેણે સ્વચ્છંદને મંદ કર્યો છે, એવા પુરુષને પ્રતિબદ્ધતા (લોકસંબંધી બંધન, સ્વજનકુટુંબ બંધન, દેહાભિમાનરૂપ બંધન, સંકલ્પવિકલ્પરૂપ બંધન) એ બંધન ટળવાનો સર્વોત્તમ ઉપાય જે કંઈ છે તે આ ઉપરથી વિચારો. એ માર્ગે જો કંઈ યોગ્યતા લાવશો તો ઉપશમ ગમે ત્યાંથી પણ મળશે. ઉપશમ મળે અને જેની આજ્ઞાનું આરાધન કરીએ એવા પુરુષનો ખોજ રાખજો. બાકી બીજાં બધાં સાધન પછી કરવા યોગ્ય છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
૧૯ જેના વચનબળે જીવ નિર્વાણમાર્ગને પામે છે, એવી સજીવનમૂર્તિની પૂર્વકાળમાં જીવને જોગ ઘણી વાર થઈ ગયો છે, પણ તેનું ઓળખાણ થયું નથી; જીવે ઓળખાણ કરવા પ્રયત્ન ક્વચિતું કર્યું પણ હશે; તથાપિ જીવને વિષે રહી રાખેલી સિદ્ધિયોગાદિ, રિદ્ધિયોગાદિ અને બીજી તેવી કામનાઓથી પોતાની દષ્ટિ મલિન હતી; દૃષ્ટિ જો મલિન હોય તો તેવી સતુમૂર્તિ પ્રત્યે પણ બાહ્ય લક્ષ રહે છે, જેથી ઓળખાણ પડતું નથી; અને જ્યારે ઓળખાણ પડે છે, ત્યારે જીવને કોઈ અપૂર્વ સ્નેહ આવે છે, તે એવો કે તે મૂર્તિના વિયોગે ઘડી એક આયુષ્ય ભોગવવું તે પણ તેને વિટંબના લાગે છે, અર્થાત્ તેના વિયોગે તે ઉદાસીનભાવે તેમાં જ વૃત્તિ રાખીને જીવે છે; બીજા પદાર્થોના સંયોગ અને મૃત્યુ એ બને એને સમાન થઈ ગયાં હોય છે. આવી દશા જ્યારે આવે છે, ત્યારે જીવને માર્ગ બહુ નિકટ હોય છે એમ જાણવું. એવી દશા આવવામાં માયાની સંગતિ બહુ વિટંબનામય છે; પણ એ જ દશા આણવી એવો જેનો નિશ્ચય દઢ છે તેને ઘણું કરીને થોડા વખતમાં તે દશા પ્રાપ્ત થાય છે.
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૨૦ સર્વ કરતાં જેમાં અધિક સ્નેહ રહ્યા કરે છે એવી આ કાયા તે રોગ, જરાદિથી સ્વાત્માને જ દુઃખરૂપ થઈ પડે છે; તો પછી તેથી દૂર એવાં ધનાદિથી જીવને તથારૂપ (યથાયોગ્ય) સુખવૃત્તિ થાય એમ માનતાં વિચારવાનની બુદ્ધિ જરૂર ક્ષોભ પામવી જોઈએ; અને કોઈ બીજા વિચારમાં જવી જોઈએ; એવો જ્ઞાનીપુરુષોએ નિર્ણય કર્યો છે, તે યથાતથ્ય છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૩
ઔષધ જે ભવરોગનાં
૨૧ સંસારના પ્રસંગોમાં ક્વચિત્ જ્યાં સુધી આપણને અનુકૂળ એવું થયા કરે છે, ત્યાં સુધી તે સંસારનું સ્વરૂપ વિચારી ત્યાગજોગ છે, એવું પ્રાયે હૃદયમાં આવવું દુર્લભ છે. તે સંસારમાં જ્યારે ઘણા ઘણા પ્રતિકૂળ પ્રસંગોની પ્રાપ્તિ થાય છે, તે વખતે પણ જીવને પ્રથમ તે ન ગમતો થઈ પછી વૈરાગ્ય આવે છે; પછી આત્મસાધનની કંઈ સૂઝ પડે છે; અને પરમાત્મા શ્રીકૃષ્ણના વચન પ્રમાણે મુમુક્ષુ જીવને તે તે પ્રસંગો સુખદાયક માનવા ઘટે છે, કે જે પ્રસંગને કારણે આત્મસાધન સૂઝે છે. અમુક વખત સુધી અનુકૂળપ્રસંગી સંસારમાં કદાપિ સત્સંગનો જોગ થયો હોય તોપણ આ કાળમાં તે વડે વૈરાગ્યનું યથાસ્થિત વેદન થવું દુર્લભ છે; પણ ત્યાર પછી પ્રતિકૂળ પ્રતિકૂળ કોઈ કોઈ પ્રસંગ બન્યા કર્યા હોય તો તેને વિચારે, તેને વિમાસણે સત્સંગ હિતકારક થઈ આવે છે; એવું જાણી જે કંઈ પ્રતિકૂળ પ્રસંગની પ્રાપ્તિ થાય તે આત્મસાધનના કારણરૂપે માની સમાધિ રાખી ઉજાગર રહેવું.
Page #31
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૨૪
૨૨ સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય, તે પુરુષે આત્માને ગષવો, અને આત્મા ગવેષવો હોય તેણે યમનિયમાદિક સર્વ સાધનનો આગ્રહ અપ્રધાન કરી, સત્સંગને ગdષવો; તેમ જ ઉપાસવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. -પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે, તે અવશ્ય સત્સંગને ઉપાસે છે. ' એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે, અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
૨ ૫
ઔષધ જે ભવરોગનાં
૨૩ સપુરુષનું ઓળખાણ જેમ જેમ જીવને થાય છે, તેમ તેમ મતાભિગ્રહ, દુરાગ્રહતાદિ ભાવ મોળા પડવા લાગે છે, અને પોતાના દોષ જોવા ભણી ચિત્ત વળી આવે છે; વિકથાદિ ભાવમાં નીરસપણું લાગે છે, કે જુગુપ્સા ઉત્પન્ન થાય છે; જીવને અનિત્યાદિ ભાવના ચિંતવવા પ્રત્યે બળવીર્ય સ્ફરવા વિષે જે પ્રકારે જ્ઞાનીપુરુષ સમીપે સાંભળ્યું છે, તેથી પણ વિશેષ બળવાન પરિણામથી તે પંચવિષયાદિને વિષે અનિત્યાદિ ભાવ દઢ કરે છે. અર્થાત્ સપુરુષ મળે આ સપુરુષ છે એટલું જાણી, સપુરુષને જાણ્યા પ્રથમ જેમ આત્મા પંચવિષયાદિને વિષે રક્ત હતો તેમ રક્ત ત્યાર પછી નથી રહેતો, અને અનુક્રમે તે રક્તભાવ મોળો પડે એવા વૈરાગ્યમાં જીવ આવે છે; અથવા સત્પરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કંઈ દુર્લભ નથી; તથાપિ પુરુષને વિષે, તેનાં વચનને વિષે, તે વચનના આશયને વિષે, પ્રીતિ ભક્તિ થાય નહીં ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી; અને સત્પરુષનો જીવને યોગ થયો છે, એવું ખરેખરું તે જીવને ભાસ્યું છે, એમ પણ કહેવું કઠણ છે.
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૨૬
૨૪
જીવને સત્પુરુષનો યોગ થયે તો એવી ભાવના થાય કે અત્યાર સુધી જે મારાં પ્રયત્ન કલ્યાણને અર્થે હતાં તે સૌ નિષ્ફળ હતાં, લક્ષ વગરનાં બાણની પેઠે હતાં, પણ હવે સત્પુરુષનો અપૂર્વ યોગ થયો છે, તો મારાં સર્વ સાધન સફળ થવાનો હેતુ છે. લોકપ્રસંગમાં રહીને જે નિષ્ફળ, નિર્લક્ષ સાધન કર્યાં તે પ્રકારે હવે સત્પુરુષને યોગે ન કરતાં જરૂર અંતરાત્મામાં વિચારીને દૃઢ પરિણામ રાખીને, જીવે આ યોગને, વચનને વિષે જાગૃત થવા યોગ્ય છે, જાગૃત રહેવા યોગ્ય છે; અને તે તે પ્રકાર ભાવી, જીવને દૃઢ કરવો કે જેથી તેને પ્રાપ્ત જોગ ‘અફળ’ ન જાય, અને સર્વ પ્રકારે એ જ બળ આત્મામાં વર્ધમાન કરવું, કે આ યોગથી જીવને અપૂર્વ ફળ થવા યોગ્ય છે, તેમાં અંતરાય કરનાર હું જાણું છું, એ મારું અભિમાન,
કુળધર્મને અને કરતા આવ્યા છીએ તે ક્રિયાને કેમ ત્યાગી શકાય એવો લોકભય,
સત્પુરુષની ભક્તિ આદિને વિષે પણ લૌકિકભાવ, અને કદાપિ કોઈ પંચવિષયાકાર એવાં કર્મ જ્ઞાનીને ઉદયમાં દેખી તેવો ભાવ પોતે આરાધવાપણું એ આદિ પ્રકાર છે.'
Page #34
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
૨૫
જ્યાં જ્યાં આ જીવ જન્મ્યો છે, ભવના પ્રકાર ધારણ કર્યા છે, ત્યાં ત્યાં તથા પ્રકારના અભિમાનપણે વર્યો છે; જે અભિમાન નિવૃત્ત કર્યા સિવાય તે તે દેહનો અને દેહના સંબંધમાં આવતા પદાર્થોનો આ જીવે ત્યાગ કર્યો છે, એટલે હજી સુધી તે જ્ઞાનવિચારે કરી ભાવ ગાળ્યો નથી, અને તે તે પૂર્વસંજ્ઞાઓ હજી એમ ને એમ આ જીવના અભિમાનમાં વર્તી આવે છે, એ જ એને લોક આખાની અધિકરણક્રિયાનો હેતુ કહ્યો છે.
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૨ ૮
૨૬
દુર્લભ એવો મનુષ્યદેહ પણ પૂર્વે અનંત વાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળપણું થયું નહીં; પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા છે, કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને ઓળખ્યા, તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો, જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહાદિની મંદતા થઈ, તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મજરામરણાદિને નાશ કરવાવાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષનો આશ્રય જ જીવને જન્મજરામરણાદિનો નાશ કરી શકે, કેમકે તે યથાસંભવ ઉપાય છે. સંયોગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહનો પ્રસંગ નિવૃત્ત થશે. તેનો ગમે ત્યારે વિયોગ નિશ્ચયે છે, પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
Page #36
--------------------------------------------------------------------------
________________
૨૯
ઔષધ જે ભવરોગનાં
૨૭
શ્રી સદગુરુએ કહ્યો છે એવા નિર્ગથમાર્ગનો સદાય આશ્રય રહો. હું દેહાદિ સ્વરૂપ નથી, અને દેહ સ્ત્રી પુત્રાદિ કોઈ પણ મારાં નથી, શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું, એમ આત્મભાવના કરતાં રાગદ્વેષનો ક્ષય થાય.
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૩૦
૨૮
સમસ્ત સંસાર મૃત્યુ આદિ ભયે અશરણ છે તે શરણનો હેતુ થાય એવું કલ્પવું તે મૃગજળ જેવું છે. વિચારી વિચારીને શ્રી તીર્થકર જેવાએ પણ તેથી નિવર્તવું, છૂટવું એ જ ઉપાય શોધ્યો છે. તે સંસારનાં મુખ્ય કારણ પ્રેમબંધન તથા ટ્રેષબંધન સર્વ જ્ઞાનીએ સ્વીકાર્યા છે. તેની મૂંઝવણે જીવને નિજ વિચાર કરવાનો અવકાશ - પ્રાપ્ત થતો નથી,
અથવા થાય એવા યોગે તે બંધનના કારણથી આત્મવીર્ય પ્રવર્તી શકતું નથી, અને તે સૌ પ્રમાદનો હેતુ છે, અને તેવા પ્રમાદે લેશમાત્ર સમયકાળ પણ નિર્ભય રહેવું કે અજાગૃત રહેવું તે આ જીવનું અતિશય નિર્બળપણું છે, અવિવેકતા છે, ભ્રાંતિ છે, અને ટાળતાં અત્યંત કઠણ એવો મોહ છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૧
ઔષધ જે ભવરોગનાં
૨૯ સમસ્ત સંસાર બે પ્રવાહથી વહે છે, પ્રેમથી અને દ્વેષથી. પ્રેમથી વિરક્ત થયા વિના દ્વેષથી છુટાય નહીં, અને પ્રેમથી વિરક્ત થાય તેણે સર્વસંગથી વિરક્ત થયા વિના વ્યવહારમાં વર્તી અપ્રેમ (ઉદાસ) દશા રાખવી તે ભયંકર વ્રત છે. ' જો કેવળ પ્રેમનો ત્યાગ કરી વ્યવહારમાં પ્રવર્તવું કરાય તો કેટલાક જીવોની દયાનો, ઉપકારનો, અને સ્વાર્થનો ભંગ કરવા જેવું થાય છે; અને તેમ વિચારી જો દયા ઉપકારાદિ કારણે કંઈ પ્રેમદશા રાખતાં ચિત્તમાં વિવેકીને લેશ પણ થયા વિના રહેવો ન જોઈએ.
Page #39
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૩૨.
વિશેષ કાળની માંદગી વિના, યુવાન અવસ્થામાં અકસ્માત્ દેહ છોડવાનું બન્યાથી સામાન્યપણે ઓળખતા માણસોને પણ તે વાતથી ખેદ થયા વિના ન રહે, તો પછી જેણે કુટુંબાદિ સંબંધસ્નેહ મૂછ કરી હોય, સહવાસમાં વસ્યા હોય, તે પ્રત્યે કંઈ આશ્રયભાવના રાખી હોય, તેને ખેદ થયા વિના કેમ રહે? આ સંસારમાં મનુષ્યપ્રાણીને જે ખેદના અકથ્ય પ્રસંગો પ્રાપ્ત થાય છે, તે અકથ્ય પ્રસંગમાંનો એક આ મોટો ખેદકારક પ્રસંગ છે. તે પ્રસંગમાં યથાર્થ વિચારવાન પુરુષો સિવાય સર્વ પ્રાણી ખેદવિશેષને પ્રાપ્ત થાય છે, અને - યથાર્થ વિચારવાન પુરુષોને વૈરાગ્યવિશેષ થાય છે, સંસારનું અશરણપણું, અનિત્યપણું, અને અસારપણું વિશેષ દૃઢ થાય છે. વિચારવાન પુરુષોને તે ખેદકારક પ્રસંગનો મૂછભાવે ખેદ કરવો તે માત્ર કર્મબંધનો હેતુ ભાસે છે, અને વૈરાગ્યરૂપ ખેદથી કર્મસંગની નિવૃત્તિ ભાસે છે, અને તે સત્ય છે. મૂછભાવે ખેદ કર્યાથી પણ જે સંબંધીનો વિયોગ થયો છે, તેની પ્રાપ્તિ થતી નથી, અને જે મૂછ થાય છે તે પણ અવિચારદશાનું ફળ છે, એમ વિચારી વિચારવાન પુરુષો તે મૂછભાવ પ્રત્યયી ખેદને શમાવે છે, અથવા ઘણું કરીને તેવો ખેદ તેમને થતો નથી.
Page #40
--------------------------------------------------------------------------
________________
૩૩
ઔષધ જે ભવરોગનાં કોઈ રીતે તેવા ખેદનું હિતકારીપણું દેખાતું નથી, અને બનેલો પ્રસંગ ખેદનું નિમિત્ત છે, એટલે તેને અવસરે વિચારવાન પુરુષોને જીવને હિતકારી એવો ખેદ ઉત્પન્ન થાય છે. સર્વસંગનું અશરણપણું, અબંધવપણું, અનિત્યપણું અને તુચ્છપણું તેમ જ અન્યત્વપણું દેખીને પોતાને વિશેષ પ્રતિબોધ થાય છે કે હે જીવ, તારે વિષે કંઈ પણ આ સંસારને વિષે ઉદયાદિ ભાવે પણ મૂછ વર્તતી હોય તો તે ત્યાગ કર, ત્યાગ કર, તે મૂછનું કંઈ ફળ નથી, સંસારમાં ક્યારેય પણ શરણત્વાદિપણું પ્રાપ્ત થવું નથી, અને અવિચારપણા વિના તે સંસારને વિષે મોહ થવા યોગ્ય નથી, જે મોહ અનંત જન્મમરણનો અને પ્રત્યક્ષ ખેદનો હેતુ છે, દુઃખ અને ક્લેશનું બીજ છે, તેને શાંત કર, તેનો ક્ષય કર. હે જીવ, એ વિના બીજા કોઈ હિતકારી ઉપાય નથી, એ વગેરે ભાવિતાત્મતાથી વૈરાગ્યને શુદ્ધ અને નિશ્ચલ કરે છે. જે કોઈ જીવ યથાર્થ વિચારથી જુએ છે, તેને આ જ પ્રકારે ભાસે છે.
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
३४
૩૧ આ જીવને દેહસંબંધ હોઈને મૃત્યુ ન હોત તો આ સંસાર સિવાય બીજે તેની વૃત્તિ જોડાવાનો અભિપ્રાય થાત નહીં. મુખ્ય કરીને મૃત્યુને ભયે પરમાર્થરૂપ બીજે સ્થાનકે વૃત્તિ પ્રેરી છે, તે પણ કોઈક વિરલા જીવને પ્રેરિત થઈ છે, -ઘણા જીવોને તો બાહ્ય નિમિત્તથી મૃત્યુભય પરથી બાહ્ય ક્ષણિક વૈરાગ્ય પ્રાપ્ત થઈ વિશેષ કાર્યકારી થયા વિના નાશ પામે છે; માત્ર કોઈક વિચારવાન અથવા સુલભબોધી કે હળુકર્મી જીવને તે ભય પરથી અવિનાશી નિઃશ્રેયસ્ પદ પ્રત્યે વૃત્તિ થાય છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
૩૫
ઔષધ જે ભવરોગનાં
૩ર મૃત્યુભય હોત તોપણ તે મૃત્યુ વૃદ્ધાવસ્થાએ નિયમિત પ્રાપ્ત થતું હોત તોપણ જેટલા પૂર્વે વિચારવાનો થયા છે, તેટલા ન થાત; અર્થાત્ વૃદ્ધાવસ્થા સુધી તો મૃત્યુનો ભય નથી એમ દેખીને પ્રમાદસહિત વર્તત; મૃત્યુનું અવશ્ય આવવું દેખીને, તથા તેનું અનિયમિતપણે આવવું દેખીને, તે પ્રસંગ પ્રાપ્ત થયે, સ્વજનાદિ સૌથી અરક્ષણપણું દેખીને, પરમાર્થ વિચારવામાં અપ્રમત્તપણું જ હિતકારી લાગ્યું, અને સર્વસંગનું અહિતકારીપણું લાગ્યું. વિચારવાન પુરુષોનો તે નિશ્ચય નિઃસંદેહ સત્ય છે; ત્રણે કાળ સત્ય છે. મૂછભાવનો ખેદ ત્યાગીને અસંગભાવપ્રત્યયી ખેદ વિચારવાનને કર્તવ્ય છે. જો આ સંસારને વિષે આવા પ્રસંગોનો સંભવ ન હોત, પોતાને અથવા પરને તેવા પ્રસંગની અપ્રાપ્તિ દેખાતી હોત, અશરણાદિપણું ન હોત તો પંચવિષયનાં સુખસાધનનું કશું ન્યૂનપણું પ્રાય નહોતું, એવા શ્રી ઋષભદેવાદિ પરમપુરુષો, અને ભરતાદિ ચક્રવર્યાદિઓ તેનો શા કારણે ત્યાગ કરત? એકાંત અસંગપણું શા કારણે ભજત?
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૩૩
યથાર્થ વિચારના ઓછાપણાને લીધે, પુત્રાદિ ભાવની કલ્પના અને મૂછને લીધે, કંઈ પણ ખેદવિશેષ પ્રાપ્ત થવો સંભવિત છે, તોપણ તે ખેદનું બેયને કંઈ પણ હિતકારી ફળ નહીં હોવાથી, હિતકારીપણું માત્ર અસંગ વિચાર વિના કોઈ અન્ય ઉપાય નથી એમ વિચારી, થતો ખેદ યથાશક્તિ વિચારથી, જ્ઞાનીપુરુષોના વચનામૃતથી, તથા સાધુપુરુષના આશ્રય, સમાગમાદિથી અને વિરતિથી ઉપશાંત કરવો, એ જ કર્તવ્ય છે.
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૭
ઔષધ જે ભવરોગનાં
૩૪
જે દેહ પૂર યુવાવસ્થામાં અને સંપૂર્ણ આરોગ્યતામાં દેખાતાં છતાં પણ ક્ષણભંગુર છે, તે દેહમાં પ્રીતિ કરીને શું કરીએ?
જગતના સર્વ પદાર્થ કરતાં જે પ્રત્યે સર્વોત્કૃષ્ટ પ્રીતિ છે, એવો આ દેહ તે પણ દુ:ખનો હેતુ છે, તો બીજા પદાર્થમાં સુખના હેતુની શું કલ્પના કરવી?
જે પુરુષોએ વસ્ત્ર જેમ શરીરથી જુદું છે, એમ આત્માથી શરીર જુદું છે એમ દીઠું છે, તે પુરુષો ધન્ય છે,
બીજાની વસ્તુ પોતાથી ગ્રહણ થઈ હોય, તે જ્યારે એમ જણાય કે બીજાની છે, ત્યારે
તે આપી દેવાનું જ કાર્ય મહાત્મા પુરુષો કરે છે.
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૩૮
૩પ
આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે બે સાધન અવશ્ય કરીને સેવવા યોગ્ય છે; સદ્ભુત અને સત્સમાગમ. પ્રત્યક્ષ સત્પરુષોનો સમાગમ ક્વચિત્ ક્વચિત્ જીવને પ્રાપ્ત થાય છે, પણ જો જીવ સદ્દષ્ટિવાન હોય તો સત્કૃતના ઘણા કાળના સેવનથી થતો લાભ પ્રત્યક્ષ સપુરુષના સમાગમથી બહુ અલ્પ કાળમાં પ્રાપ્ત કરી શકે છે; કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાચેષ્ટિતપણું છે. જીવને તેવો સમાગમયોગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે. તેવા યોગના અભાવે સત્કૃતનો પરિચય અવશ્ય કરીને કરવા યોગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુએ જેનો સમસ્ત ઉપદેશ છે, સર્વે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે, એવાં શાસ્ત્રનો પરિચય તે સત્કૃતનો પરિચય છે.
Page #46
--------------------------------------------------------------------------
________________
૩૯
ઔષધ જે ભવરોગનાં
નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઈદ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઈદ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિષે દ્વેષ થાય છે, નિમિત્તે કરીને જેને ઉત્કર્ષ આવે છે, નિમિત્તે કરીને જેને કષાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે તે નિમિત્તવાસી જીવોનો સંગ ત્યાગવો ઘટે છે; અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તથી દૂર રહેવું ઘટે છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે.
Page #47
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
४०
૩૭ જે જે પ્રકારે આત્મા આત્મભાવ પામે છે તે પ્રકાર ધર્મના છે. આત્મા જે પ્રકારે અન્યભાવ પામે, તે પ્રકાર અન્યરૂપ છે; ધર્મરૂપ નથી. જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સત્પરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવતુ આરાધવા જોગ છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
૪૧
ઔષધ જે ભવરોગનાં
જ્ઞાનનું ફળ વિરતિ છે.” વીતરાગનું આ વચન સર્વ મુમુક્ષુઓએ નિત્ય સ્મરણમાં રાખવા યોગ્ય છે. જે વાંચવાથી, સમજવાથી તથા વિચારવાથી આત્મા વિભાવથી, વિભાવનાં કાર્યોથી અને વિભાવનાં પરિણામથી ઉદાસ ન થયો, વિભાવનો ત્યાગી ન થયો, વિભાવનાં કાર્યોનો અને વિભાવનાં ફળનો ત્યાગી ન થયો, તે વાંચવું, તે વિચારવું અને તે સમજવું અજ્ઞાન છે. વિચારવૃત્તિ સાથે ત્યાગવૃત્તિ ઉત્પન કરવી તે જ વિચાર સફળ છે, એમ કહેવાનો જ્ઞાનીનો પરમાર્થ છે.
Page #49
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૪ ૨
૩૯
જે અનિત્ય છે, જે અસાર છે અને જે અશરણરૂપ છે તે આ જીવને પ્રીતિનું કારણ કેમ થાય છે તે વાત રાત્રિદિવસ વિચારવા યોગ્ય છે. લોકદ્રષ્ટિ અને જ્ઞાનની દૃષ્ટિને પશ્ચિમ પૂર્વ જેટલો તફાવત છે. જ્ઞાનીની દૃષ્ટિ પ્રથમ નિરાલંબન છે, રુચિ ઉત્પન્ન કરતી નથી, જીવની પ્રકૃતિને મળતી આવતી નથી; તેથી જીવ તે દૃષ્ટિમાં રુચિવાળ થતો નથી, પણ જે જીવોએ પરિષહ વેઠીને થોડા કાળ સુધી તે દષ્ટિનું આરાધન કર્યું છે, તે સર્વ દુઃખના ક્ષયરૂપ નિર્વાણને પામ્યા છે; તેના ઉપાયને પામ્યા છે. જીવને પ્રમાદમાં અનાદિથી રતિ છે, પણ તેમાં રતિ કરવા યોગ્ય કાંઈ દેખાતું નથી.
Page #50
--------------------------------------------------------------------------
________________
૪૩
૪૦
ઔષધ જે ભવરોગનાં
અસાર અને ક્લેશરૂપ આરંભપરિગ્રહના કાર્યમાં વસતાં જો આ જીવ કંઈ પણ નિર્ભય કે અજાગૃત રહે-તો ઘણાં વર્ષનો ઉપાસેલો વૈરાગ્ય પણ નિષ્ફળ જાય એવી દશા થઈ આવે છે,
એવો નિત્ય પ્રત્યે નિશ્ચય સંભારીને નિરુપાય પ્રસંગમાં કંપતા ચિત્તે ન જ છૂટ્યું પ્રવર્તવું ઘટે છે, એ વાતનો મુમુક્ષુ જીવે
કાર્યે કાર્યો, ક્ષણે ક્ષણે અને પ્રસંગે પ્રસંગે
લક્ષ રાખ્યા વિના મુમુક્ષુતા રહેવી દુર્લભ છે;
અને એવી દશા વેદ્યા વિના મુમુક્ષુપણું પણ સંભવે નહીં.
Page #51
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
४४
૪૧
નિર્ચન્ય મહાત્માઓને નમસ્કાર મોક્ષના માર્ગ બે નથી. જે જે પુરુષો મોક્ષરૂપ પરમશાંતિને ભૂતકાળે પામ્યા, તે તે સઘળા સન્દુરુષો એક જ માર્ગથી પામ્યા છે, વર્તમાનકાળે પણ તેથી જ પામે છે; ભવિષ્યકાળે પણ તેથી જ પામશે. તે માર્ગમાં મતભેદ નથી, અસરળતા નથી, ઉન્મત્તતા નથી, ભેદભેદ નથી, માન્યામાન્ય નથી. તે સરળ માર્ગ છે, તે સમાધિમાર્ગ છે, તથા તે સ્થિર માર્ગ છે, અને સ્વાભાવિક શાંતિસ્વરૂપ છે. સર્વ કાળે તે માર્ગનું હોવાપણું છે, જે માર્ગના મર્મને પામ્યા વિના કોઈ ભૂતકાળે મોક્ષ પામ્યા નથી, વર્તમાનકાળે પામતા નથી, અને ભવિષ્યકાળ પામશે નહીં.
Page #52
--------------------------------------------------------------------------
________________
૪૫
ઔષધ જે ભવરોગનાં
૪૨
શ્રી જિને સહસ્રગમે ક્રિયાઓ અને સહસ્રગમે
ઉપદેશો એ એક જ માર્ગ આપવા માટે કહ્યાં છે અને તે માર્ગને અર્થે તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સફળ છે
અને એ માર્ગને ભૂલી જઈ તે ક્રિયાઓ અને ઉપદેશો ગ્રહણ થાય તો સૌ નિષ્ફળ છે.
શ્રી મહાવીર જે વાટેથી તર્યા તે વાટેથી શ્રી કૃષ્ણ તરશે.
જે વાટેથી શ્રી કૃષ્ણ તરશે તે વાટેથી શ્રી મહાવીર તર્યા છે.
એ વાટ ગમે ત્યાં બેઠાં, ગમે તે કાળે, ગમે તે શ્રેણિમાં, ગમે તે યોગમાં જ્યારે પમાશે, ત્યારે તે પવિત્ર, શાશ્વત, સત્પદના અનંત અતીંદ્રિય સુખનો અનુભવ થશે.
તે વાટ સર્વ સ્થળે સંભવિત છે.
યોગ્ય સામગ્રી નહીં મેળવવાથી ભવ્ય પણ એ માર્ગ પામતાં અટક્યા છે, તથા અટકશે અને અટક્યા હતા.
Page #53
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
Xદ
૪૩ કોઈ પણ ધર્મ સંબંધી મતભેદ રાખવો છોડી દઈ એકાગ્ર ભાવથી સમ્યક્યોગે જે માર્ગ સંશોધન કરવાનો છે, તે એ જ છે. માન્યામાન્ય, ભેદભેદ કે સત્યાસત્ય માટે વિચાર કરનારા કે બોધ દેનારાને, મોક્ષને માટે જેટલા ભવનો વિલંબ હશે, તેટલા સમયનો (ગૌણતાએ) સંશોધક ને તે માર્ગના દ્વાર પર આવી પહોંચેલાને વિલંબ નહીં હશે. વિશેષ શું કહેવું? તે માર્ગ આત્મામાં રહ્યો છે. આત્મત્વ પ્રાપ્ય પુરુષ—નિર્ગથ આત્મા–જ્યારે યોગ્યતા ગણી તે આત્મત્વ અર્પશે–ઉદય આપશે– ત્યારે જ તે પ્રાપ્ત થશે, ત્યારે જ તે વાટ મળશે, ત્યારે જ તે મતભેદાદિક જશે. મતભેદ રાખી કોઈ મોક્ષ પામ્યા નથી. વિચારીને જેણે મતભેદને ટાળ્યો, તે અંતવૃત્તિને પામી ક્રમે કરી શાશ્વત મોક્ષને પામ્યા છે, પામે છે અને પામશે.
Page #54
--------------------------------------------------------------------------
________________
४७
ઔષધ જે ભવરોગનાં
૪૪
નીરાગી મહાત્માઓને નમસ્કાર
કર્મ એ જડ વસ્તુ છે.
જે જે આત્માને એ જડથી જેટલો જેટલો આત્મબુદ્ધિએ સમાગમ છે, તેટલી તેટલી જડતાની એટલે અબોધતાની તે આત્માને પ્રાપ્તિ હોય, એમ અનુભવ થાય છે. આશ્ચર્યતા છે, કે પોતે જડ છતાં ચેતનને અચેતન મનાવી રહ્યાં છે!
ચેતન ચેતનભાવ ભૂલી જઈ તેને સ્વસ્વરૂપ જ માને છે. જે પુરુષો તે કર્મસંયોગ અને તેના ઉદયે ઉત્પન્ન થયેલા પર્યાયોને સ્વસ્વરૂપ નથી માનતા અને પૂર્વસંયોગો સત્તામાં છે, તેને અબંધ પરિણામે ભોગવી રહ્યા છે, તે આત્માઓ સ્વભાવની ઉત્તરોત્તર ઊર્ધ્વશ્રેણી પામી શુદ્ધ ચેતનભાવને પામશે, આમ કહેવું સપ્રમાણ છે.
કારણ અતીત કાળે તેમ થયું છે, વર્તમાન કાળે તેમ થાય છે, અનાગત કાળે તેમ જ થશે.
કોઈ પણ આત્મા ઉદયી કર્મને ભોગવતાં સમત્વશ્રેણીમાં પ્રવેશ કરી અબંધ પરિણામે વર્તશે, તો ખચીત ચેતનશુદ્ધિ પામશે.
આત્મા વિનયી થઈ, સરળ અને લઘુત્વભાવ પામી સદૈવ સત્પુરુષના ચરણકમળ પ્રતિ રહ્યો, તો જે મહાત્માઓને નમસ્કાર કર્યો છે તે મહાત્માઓની જે જાતિની રિદ્ધિ છે, તે જાતિની રિદ્ધિ સંપ્રાપ્ય કરી શકાય.
Page #55
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
४८
૪૫.
અનંતકાળમાં કાં તો સત્પાત્રતા થઈ નથી અને કાં તો પુરુષ (જેમાં સદ્ગુરુત્વ, સત્સંગ અને સત્કથા એ રહ્યાં છે) મળ્યા નથી; નહીં તો નિશ્ચય છે, કે મોક્ષ હથેળીમાં છે, ઈષપ્રામ્ભારા એટલે સિદ્ધ-પૃથ્વી પર ત્યાર પછી છે. એને સર્વ શાસ્ત્ર પણ સંમત છે, (મનન કરશો.) અને આ કથન ત્રિકાળ સિદ્ધ છે.
Page #56
--------------------------------------------------------------------------
________________
४८
ઔષધ જે ભવરોગનાં
४६
કર્મગતિ વિચિત્ર છે. નિરંતર મૈત્રી, પ્રમોદ, કરુણા અને ઉપેક્ષા ભાવનાનારાખશો. મૈત્રી એટલે સર્વ જગતથી નિર્વેરબુદ્ધિ, પ્રમોદ એટલે કોઈ પણ આત્માના ગુણ જોઈ હર્ષ પામવો, કરુણા એટલે સંસારતાપથી દુઃખી આત્માના દુઃખથી અનુકંપા પામવી, અને ઉપેક્ષા એટલે નિઃસ્પૃહભાવે જગતના પ્રતિબંધને વિસારી આત્મહિતમાં આવવું. એ ભાવનાઓ કલ્યાણમય અને પાત્રતા આપનારી છે.
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૫O
આરંભ અને પરિગ્રહનો જેમ જેમ મોહ મટે છે, જેમ જેમ તેને વિષેથી પોતાપણાનું અભિમાન મંદપરિણામને પામે છે; તેમ તેમ મુમુક્ષતા વર્ધમાન થયા કરે છે. અનંત કાળના પરિચયવાળું એ અભિમાન પ્રાય એકદમ નિવૃત્ત થતું નથી. તેટલા માટે, તન, મન, ધનાદિ જે કંઈ પોતાપણે વર્તતાં હોય છે, તે જ્ઞાની પ્રત્યે અર્પણ કરવામાં આવે છે; પ્રાયે જ્ઞાની કંઈ તેને ગ્રહણ કરતા નથી, પણ તેમાંથી પોતાપણું મટાડવાનું જ ઉપદેશે છે; અને કરવા યોગ્ય પણ તેમ જ છે કે, આરંભ-પરિગ્રહને વારંવારના પ્રસંગે વિચારી વિચારી પોતાનાં થતાં અટકાવવાં; ત્યારે મુમુક્ષુતા નિર્મળ હોય છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
૫
૧.
ઔષધ જે ભવરોગનાં
४८
અનંત કાળથી પોતાને પોતા વિષેની જ ભાંતિ રહી ગઈ છે; આ એક અવાચ્ય, અદ્ભુત વિચારણાનું સ્થળ છે.
જ્યાં મતિની ગતિ નથી, ત્યાં વચનની ગતિ ક્યાંથી હોય? નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો; સપુરુષની ભક્તિ પ્રત્યે લીન થવું; સપુરુષોનાં ચરિત્રોનું સ્મરણ કરવું; સપુરુષોનાં લક્ષણનું ચિંતન કરવું; સપુરુષોની મુખાકૃતિનું હૃદયથી અવલોકન કરવું; તેનાં મન, વચન, કાયાની પ્રત્યેક ચેષ્ટાનાં અદ્ભુત રહસ્યો ફરી ફરી નિદિધ્યાસન કરવાં; તેઓએ સમ્મત કરેલું સર્વ સમ્મત કરવું. આ જ્ઞાનીઓએ હૃદયમાં રાખેલું, નિર્વાણને અર્થે માન્ય રાખવા યોગ્ય, શ્રદ્ધવા યોગ્ય, ફરી ફરી ચિંતવવા યોગ્ય, ક્ષણે ક્ષણે, સમયે સમયે તેમાં લીન થવા યોગ્ય, પરમ રહસ્ય છે. અને એ જ સર્વ શાસ્ત્રનો, સર્વ સંતના હૃદયનો, ઈશ્વરના ઘરનો મર્મ પામવાનો મહા માર્ગ છે. અને એ સઘળાનું કારણ કોઈ વિદ્યમાન સન્દુરુષની પ્રાપ્તિ, અને તે પ્રત્યે અવિચળ શ્રદ્ધા એ છે. અધિક શું લખવું? આજે, ગમે તો કાલે, ગમે તો લાખ વર્ષે અને ગમે તો તેથી મોડે અથવા વહેલે, એ જ સૂર્યો, એ જ પ્રાપ્ત થયે છૂટકો છે. સર્વ પ્રદેશે મને તો એ જ સમ્મત છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
પર
૪૯
જ્ઞાની પુરુષને જે સુખ વર્તે છે, તે નિજસ્વભાવમાં સ્થિતિનું વર્તે છે. બાહ્યપદાર્થમાં તેને સુખબુદ્ધિ નથી, માટે તે તે પદાર્થથી જ્ઞાનીને સુખદુઃખાદિનું વિશેષપણે કે ઓછાપણું કહી શકાતું નથી. આ જોકે સામાન્યપણે શરીરના સ્વાથ્યાદિથી શાતા અને
જ્વરાદિથી અશાતા જ્ઞાની અને અજ્ઞાની બન્નેને થાય છે, તથાપિ જ્ઞાનીને તે તે પ્રસંગ હર્ષવિષાદનો હેતુ નથી, અથવા જ્ઞાનના તારતમ્યમાં ન્યૂનપણું હોય તો કંઈક હર્ષવિષાદ તેથી થાય છે, તથાપિ કેવળ અજાગૃતતાને પામવા યોગ્ય એવા હર્ષવિષાદ થતા નથી. ઉદયબળે કંઈક તેવાં પરિણામ થાય છે, તોપણ વિચાર જાગૃતિને લીધે તે ઉદય ક્ષણ કરવા પ્રત્યે જ્ઞાનીપુરુષનાં પરિણામ વર્તે છે. જ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, અજ્ઞાની નિર્ધન હોય અથવા ધનવાન હોય, એવો કંઈ નિયમ નથી. પૂર્વનિષ્પન શુભઅશુભ કર્મ પ્રમાણે બનને ઉદય વર્તે છે. જ્ઞાની ઉદયમાં સમ વર્તે છે; અજ્ઞાની હર્ષવિષાદને પ્રાપ્ત થાય છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
પ૩
ઔષધ જે ભવરોગનાં
પ૦ ભાતિગતપણે સુખસ્વરૂપ ભાસે છે એવા આ સંસારી પ્રસંગ અને પ્રકારોમાં જ્યાં સુધી જીવને વહાલપ વર્તે છે; ત્યાં સુધી જીવને પોતાનું સ્વરૂપ ભાસવું અસંભવિત છે, અને સત્સંગનું માહાભ્ય પણ તથારૂપપણે ભાસ્યમાન થવું અસંભવિત છે.
જ્યાં સુધી તે સંસારગત વહાલપ અસંસારગત વહાલપને પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ખચીત કરી અપ્રમત્તપણે વારંવાર પુરુષાર્થનો સ્વીકાર યોગ્ય છે.
૫૧
આયુષ્ય અલ્પ અને અનિયત પ્રવૃત્તિ, અસીમ બળવાન અસત્સંગ, પૂર્વનું ઘણું કરીને અનારાધકપણું, બળવીર્યની હીનતા, એવાં કારણોથી રહિત કોઈક જ જીવ હશે, એવા આ કાળને વિષે પૂર્વે ક્યારે પણ નહીં જાણેલો, નહીં પ્રતીત કરેલો, નહીં આરાધેલો તથા નહીં સ્વભાવસિદ્ધ થયેલો એવો “માર્ગ” પ્રાપ્ત કરવો દુષ્કર હોય એમાં આશ્ચર્ય નથી; તથાપિ જેણે તે પ્રાપ્ત કરવા સિવાય બીજો કોઈ લક્ષ રાખ્યો નથી તે આ કાળને વિષે પણ અવશ્ય તે માર્ગને પામે છે. લૌકિક કારણોમાં અધિક હર્ષ-વિષાદ મુમુક્ષુ જીવ કરે નહીં.
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૫૪
પર જિનાગમ છે તે ઉપશમસ્વરૂપ છે. ઉપશમસ્વરૂપ એવા પુરુષોએ ઉપશમને અર્થે તે પ્રરૂપ્યાં છે, ઉપદેશ્યાં છે. તે ઉપશમ આત્માર્થે છે, અન્ય કોઈ પ્રયોજન અર્થે નથી. આત્માર્થમાં જો તેનું આરાધન કરવામાં ન આવ્યું, તો તે જિનાગમનું શ્રવણ, વાંચન નિષ્ફળરૂપ છે; એ વાર્તા અમને તો નિઃસંદેહ યથાર્થ લાગે છે. દુઃખની નિવૃત્તિને સર્વ જીવ ઇચ્છે છે, અને દુઃખની નિવૃત્તિ દુઃખ જેનાથી જન્મ પામે છે એવા રાગ, - દ્વેષ અને અજ્ઞાનાદિ દોષની નિવૃત્તિ થયા વિના, થવી સંભવતી નથી. તે રાગાદિની નિવૃત્તિ એક આત્મજ્ઞાન સિવાય બીજા કોઈ પ્રકારે ભૂતકાળમાં થઈ નથી, વર્તમાનકાળમાં થતી નથી, ભવિષ્યકાળમાં થઈ શકે તેમ નથી. એમ સર્વ જ્ઞાની પુરુષોને ભાસ્યું છે. માટે તે આત્મજ્ઞાન જીવને પ્રયોજનરૂપ છે. તેનો સર્વશ્રેષ્ઠ ઉપાય સદ્ગુરુવચનનું શ્રવણવું કે સન્શાસ્ત્રનું વિચારવું એ છે.
Page #62
--------------------------------------------------------------------------
________________
૫૫
ઔષધ જે ભવરોગનાં
પ૩ જે કોઈ જીવ દુઃખની નિવૃત્તિ ઈચ્છતો હોય, સર્વથા દુઃખથી મુક્તપણે તેને પ્રાપ્ત કરવું હોય તેને એ જ એક માર્ગ આરાધ્યા સિવાય અન્ય બીજો કોઈ ઉપાય નથી. માટે જીવે સર્વ પ્રકારનાં મતમતાંતરનો, કુળધર્મનો, લોકસંજ્ઞારૂપ ધર્મનો, ઓઘસંજ્ઞારૂપ ધર્મનો ઉદાસભાવ ભજી એક આત્મવિચાર કર્તવ્યરૂપ ધર્મ ભજવો યોગ્ય છે. એક મોટી નિશ્ચયની વાર્તા તો મુમુક્ષુ જીવે એ જ કરવી યોગ્ય છે કે સત્સંગ જેવું કલ્યાણનું કોઈ બળવાન કારણ નથી, અને તે સત્સંગમાં નિરંતર સમય સમય નિવાસ ઈચ્છવો, અસત્સંગનું ક્ષણે ક્ષણે વિપરિણામ વિચારવું, એ શ્રેયરૂપ છે. બહુ બહુ કરીને આ વાર્તા અનુભવમાં આણવા જેવી છે.
Page #63
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૫૬
પ૪ ખેદ નહીં કરતાં શૂરવીરપણું રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મોક્ષપાટણ સુલભ જ છે. વિષયકષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પોતાનું નિર્વીર્યપણું જોઈને ઘણો જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જોઈ, ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ હઠ કરીને તેને હઠાવે છે ત્યાં સુધી નીચે મને બેસતા નથી, તેમ એકલો ખેદ કરીને અટકી રહેતા નથી. એ જ વૃત્તિનું અવલંબન આત્માર્થી જીવોએ લીધું છે. અને તેથી જ અંતે જય પામ્યા છે. આ વાત સર્વ મુમુક્ષુઓએ મુખે કરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય છે.
દે
છે,
Page #64
--------------------------------------------------------------------------
________________
૫૭
ઔષધ જે ભવરોગનાં
પપ
પરમાર્થમાર્ગનું લક્ષણ એ છે કે અપરમાર્થને ભજતાં જીવ બધા પ્રકારે કાયર થયા કરે, સુખે અથવા દુઃખે. દુઃખમાં કાયરપણું કદાપિ બીજા જીવોનું પણ સંભવે છે, પણ સંસારસુખની પ્રાપ્તિમાં પણ કાયરપણું, તે સુખનું અણગમવાપણું, નીરસપણું પરમાર્થમાર્ગી પુરુષને હોય છે. તેવું નીરસપણું જીવન પરમાર્થજ્ઞાને અથવા પરમાર્થજ્ઞાની-પુરુષના નિશ્ચયે થવું સંભવે છે; બીજા પ્રકારે થવું સંભવતું નથી. પરમાર્થજ્ઞાને અપરમાર્થરૂપ એવો આ સંસાર જાણી પછી તે પ્રત્યે તીવ્ર એવો ક્રોધ, માન, માયા કે લોભ કોણ કરે? કે ક્યાંથી થાય? જે વસ્તુનું માહાભ્ય દૃષ્ટિમાંથી ગયું તે વસ્તુને અર્થે અત્યંત ક્લેશ થતો નથી. સંસારને વિષે ભાંતિપણે જાણેલું સુખ તે પરમાર્થજ્ઞાને ભાંતિ જ ભાસે છે, અને જેને ભાંતિ ભાસી છે તેને પછી તેનું માહાભ્ય શું લાગે? એવી માહાભ્યદૃષ્ટિ પરમાર્થજ્ઞાનીપુરુષના નિશ્ચયવાળા જીવને હોય છે, તેનું કારણ પણ એ જ છે.
Page #65
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૫૮
પ૬ તીવ્ર પરિણામે, ભવભયરહિતપણે જ્ઞાની પુરુષ કે સમ્યક્રદૃષ્ટિ જીવને ક્રોધ, માન, માયા કે લોભ હોય નહીં. જે સંસારઅર્થે અનુબંધ કરે છે, તે કરતાં પરમાર્થને નામે, ભાતિગત પરિણામે અસદ્દગુરુ, દેવ, ધર્મને ભજે છે, તે જીવને ઘણું કરી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ થાય છે, કારણ કે બીજી સંસારની ક્રિયાઓ ઘણું કરી અનંત અનુબંધ કરવાવાળી નથી; માત્ર અપરમાર્થને પરમાર્થ જાણી આરહે જીવ ભજ્યા - કરે, તે પરમાર્થજ્ઞાની એવા પુરુષ પ્રત્યે, દેવ પ્રત્યે, ધર્મ પ્રત્યે નિરાદર છે, એમ કહેવામાં ઘણું કરી યથાર્થ છે. તે સદ્ગુરુ, દેવ, ધર્મ પ્રત્યે અસત્ગુર્નાદિકના આગ્રહથી, માઠા બોધથી, આશાતનાએ, ઉપેક્ષાએ પ્રવર્તે એવો સંભવ છે. તેમ જ તે માઠા સંગથી તેની સંસારવાસના પરિચ્છેદ નહીં થતી હોવા છતાં તે પરિચ્છેદ માની પરમાર્થ પ્રત્યે ઉપેક્ષક રહે છે; એ જ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભનો આકાર છે.
Page #66
--------------------------------------------------------------------------
________________
૫૯
ઔષધ જે ભવરોગનાં
પ૭ યથાર્થ જોઈએ તો શરીર એ જ વેદનાની મૂર્તિ છે. સમયે સમયે જીવ તે દ્વારાએ વેદના જ વેદે છે.
ક્વચિત્ શાતા અને પ્રાયે અશાતા જ વેદે છે. માનસિક અશાતાનું મુખ્યપણું છતાં તે સૂક્ષ્મ સમ્યગ્દષ્ટિવાનને જણાય છે. શારીરિક અશાતાનું મુખ્યપણું સ્થૂળ દૃષ્ટિવાનને પણ જણાય છે. જે વેદના પૂર્વે સુદઢ બંધથી જીવે બંધન કરી છે, તે વેદના ઉદય સંપ્રાપ્ત થતાં ઈન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જિનેન્દ્ર પણ રોકવાને સમર્થ નથી. તેનો ઉદય જીવે વેદવો જ જોઈએ. અજ્ઞાનદૃષ્ટિ જીવો ખેદથી વેદ તોપણ કંઈ તે વેદના ઘટતી નથી કે જતી રહેતી નથી. સત્યદૃષ્ટિવાન જીવો શાંત ભાવે વેદે તો તેથી તે વેદના વધી જતી નથી, પણ નવીન બંધનો હેતુ થતી નથી. પૂર્વની બળવાન નિર્જરા થાય છે. આત્માર્થીને એ જ કર્તવ્ય છે. હું શરીર નથી, પણ તેથી ભિન્ન એવો જ્ઞાયક આત્મા છું, તેમ નિત્ય શાશ્વત છું. આ વેદના માત્ર પૂર્વ કર્મની છે, પણ મારું સ્વરૂપ નાશ કરવાને તે સમર્થ નથી, માટે મારે ખેદ કર્તવ્ય જ નથી' એમ આત્માર્થીનું અનુપ્રેક્ષણ હોય છે.
Page #67
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૫૮
૬૦
કેવળ અંતર્મુખ થવાનો સત્પુરુષોનો માર્ગ સર્વદુઃખક્ષયનો ઉપાય છે, પણ તે કોઈક જીવને સમજાય છે. મહત્ પુણ્યના યોગથી, વિશુદ્ધ મતિથી, તીવ્ર વૈરાગ્યથી અને સત્પુરુષના સમાગમથી તે ઉપાય સમજાવા યોગ્ય છે. તે સમજવાનો અવસ૨ એકમાત્ર આ મનુષ્યદેહ છે. તે પણ અનિયતકાળના ભયથી ગૃહીત છે; ત્યાં પ્રમાદ થાય છે, એ ખેદ અને આશ્ચર્ય છે.
૫૯
જે પુરુષની જ્ઞાનદશા સ્થિર રહેવા યોગ્ય છે, એવા જ્ઞાનીપુરુષને પણ સંસારપ્રસંગનો ઉદય હોય તો જાગૃતપણે પ્રવર્તવું ઘટે છે, એમ વીતરાગે કહ્યું છે, તે અન્યથા નથી;
અને આપણે સૌએ જાગૃતપણે પ્રવર્તવું કરવામાં કંઈ શિથિલતા રાખીએ તો તે સંસા૨પ્રસંગથી બાધ થતાં વાર ન લાગે, એવો ઉપદેશ એ વચનોથી આત્મામાં પરિણામી કરવા યોગ્ય છે, એમાં સંશય ઘટતો નથી. પ્રસંગની સાવ નિવૃત્તિ અશક્ય થતી હોય તો પ્રસંગ સંક્ષેપ કરવો ઘટે, અને ક્રમે કરીને સાવ નિવૃત્તિરૂપ પરિણામ આણવું ઘટે, એ મુમુક્ષુ પુરુષનો ભૂમિકાધર્મ છે. સત્સંગ, સત્શાસ્ત્રના યોગથી તે ધર્મનું આરાધન વિશેષે કરી સંભવે છે.
Page #68
--------------------------------------------------------------------------
________________
૬૧
ઔષધ જે ભવરોગનાં
૬૦
સર્વ દેહધારી જીવો મરણ પાસે શરણરહિત છે. માત્ર તે દેહનું યથાર્થ સ્વરૂપ પ્રથમથી જાણી તેનું મમત્વ છેદીને નિજસ્થિરતાને અથવા જ્ઞાનીના માર્ગની યથાર્થ પ્રતીતિને પામ્યા છે તે જ જીવ તે મરણકાળે શરણસહિત છતાં ઘણું કરીને ફરી દેહ ધારણ કરતા નથી, અથવા મરણકાળે દેહના મમત્વભાવનું અલ્પત્વ હોવાથી પણ નિર્ભય વર્તે છે. દેહ છૂટવાનો કાળ અનિયત હોવાથી વિચારવાન પુરુષો અપ્રમાદપણે પ્રથમથી જ તેનું મમત્વ નિવૃત્ત કરવાનો અવિરુદ્ધ ઉપાય સાધે છે; અને એ જ તમારે, અમારે, સૌએ લક્ષ રાખવા યોગ્ય છે. પ્રીતિબંધનથી ખેદ થવા યોગ્ય છે, તથાપિ એમાં બીજો કોઈ ઉપાય નહીં હોવાથી તે ખેદને વૈરાગ્યસ્વરૂપમાં પરિણમન કરવો એ જ વિચારવાનને કર્તવ્ય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૬૧ આત્મહિત માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી, છતાં તે સત્સંગ પણ, જે જીવ લૌકિકભાવથી અવકાશ લેતો નથી તેને, પ્રાયે નિષ્ફળ જાય છે, અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ વિશેષ લોકાવેશ રહેતો હોય તો તે ફળ નિર્મુળ થઈ જતાં વાર લાગતી નથી; અને સ્ત્રી, પુત્ર, આરંભ, પરિગ્રહના પ્રસંગમાંથી જો નિજબુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સંત્સગ ફળવાન થવાનો સંભવ શી રીતે બને? જે પ્રસંગમાં મહા જ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે, તેમાં આ જીવે તો અત્યંત અત્યંત સંભાળથી, સંક્ષેપીને ચાલવું, એ વાત ન જ ભૂલવા જેવી છે એમ નિશ્ચય કરી, પ્રસંગે પ્રસંગે, કાર્યું કાર્યો અને પરિણામે પરિણામે તેનો લક્ષ રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરવું.
Page #70
--------------------------------------------------------------------------
________________
૬૩
ઔષધ જે ભવરોગનાં
૬૨
કોઈ કોઈ દુઃખના પ્રસંગોમાં વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો અને ઉપાર્જન કર્યાં ન હોય એવાં કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષદષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે.
-------
૬૩
દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ, કે જેનું ભરણપોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય અર્થાત્ આગા૨વાસપર્યંત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે, તથા પુરુષાર્થ કરે. દેહ અને દેહસંબંધી કુટુંબના માહાત્મ્યાદિ અર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે; કેમકે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવાં છે, કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે.
Page #71
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૬૪
૬૪ લોકદષ્ટિમાં જે જે વાતો કે વસ્તુઓ મોટાઈવાળી મનાય છે, તે તે વાતો અને વસ્તુઓ, શોભાયમાન ગૃહાદિ આરંભ, અલંકારાદિ પરિગ્રહ, લોકદૃષ્ટિનું વિચક્ષણપણું, લોકમાન્ય ધર્મશ્રદ્ધાવાનપણું પ્રત્યક્ષ ઝેરનું ગ્રહણ છે, એમ યથાર્થ જણાયા વિના ધારો છો તે વૃત્તિનો લક્ષ ન થાય. પ્રથમ તે વાતો અને વસ્તુઓ પ્રત્યે ઝેરદૃષ્ટિ આવવી કઠણ દેખી કાયર ન થતાં પરમાર્થ કરવો યોગ્ય છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
૬૫
ઔષધ જે ભવરોગનાં
૬૫
આરંભ અને પરિગ્રહનો ઇચ્છાપૂર્વક પ્રસંગ હોય તો આત્મલાભને વિશેષ ઘાતક છે, અને વારંવાર અસ્થિર, અપ્રશસ્ત પરિણામનો હેતુ છે, એમાં તો સંશય નથી; પણ જ્યાં અનિચ્છાથી ઉદયના કોઈ એક યોગથી પ્રસંગ વર્તતો હોય ત્યાં પણ આત્મભાવના ઉત્કૃષ્ટપણાને બાધ કરનાર તથા આત્મસ્થિરતાને અંતરાય કરનાર, તે આરંભપરિગ્રહનો પ્રસંગ પ્રાયે થાય છે, માટે પરમ કૃપાળુ જ્ઞાની પુરુષોએ ત્યાગમાર્ગ ઉપદેશ્યો છે; તે મુમુક્ષુ જીવે દેશે અને સર્વથા અનુસરવા યોગ્ય છે.
૬૬
રાગદ્વેષનાં પ્રત્યક્ષ બળવાન નિમિત્તો પ્રાપ્ત થયે પણ જેનો આત્મભાવ કિંચિત્માત્ર પણ ક્ષોભ પામતો નથી, તે જ્ઞાનીના જ્ઞાનનો વિચાર કરતાં પણ મહા નિર્જરા થાય, એમાં સંશય નથી.
Page #73
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
વૃત્તિનો લક્ષ તથારૂપ સર્વસંગપરિત્યાગ પ્રત્યે વર્તતો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધવિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે, અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકાદિ કારણે પ્રવૃત્તિ રહે, જે યથાન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેદપણે કરે તે મુમુક્ષુએ પૂર્વોપાર્જિત શુભાશુભ કર્માનુસાર આજીવિકાદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાય ત્યાગ કરવાં ન ઘટે, કેમકે તે તો માત્ર વ્યામોહ છે; એ શમાવવા યોગ્ય છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રારબ્ધાનુસાર છે. પ્રયત્ન વ્યાવહારિક નિમિત્ત છે, એટલે કરવું ઘટે, પણ ચિંતા તો માત્ર આત્મગુણરોધક છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
૬૭
ઔષધ જે ભવરોગનાં
૬૮
જે મુમુક્ષુજીવ ગૃહસ્થ વ્યવહારમાં વર્તતા હોય, તેણે તો અખંડ નીતિનું મૂળ પ્રથમ આત્મામાં સ્થાપવું જોઈએ. નહીં તો ઉપદેશાદિનું નિષ્ફળપણું થાય છે. દ્રવ્યાદિ ઉત્પન્ન કરવા આદિમાં સાંગોપાંગ ન્યાયસંપન રહેવું તેનું નામ નીતિ છે. એ નીતિ મૂકતાં પ્રાણ જાય એવી દશા આવ્યું ત્યાગ વૈરાગ્ય ખરા સ્વરૂપમાં પ્રગટે છે, અને તે જ જીવને સત્પરુષનાં વચનનું તથા આજ્ઞાધર્મનું અદ્ભુત સામર્થ્ય, માહાભ્ય અને રહસ્ય સમજાય છે; અને સર્વ વૃત્તિઓ નિજપણે વર્તવાનો માર્ગ સ્પષ્ટ સિદ્ધ થાય છે. દેશ, કાળ, સંગ આદિનો વિપરીત યોગ ઘણું કરીને વર્તે છે. માટે વારંવાર, પળે પળે તથા કાર્યો કાર્યો સાવચેતીથી નીતિ આદિ ધર્મોમાં વર્તવું ઘટે છે.
Page #75
--------------------------------------------------------------------------
________________
૬૮
૬૮
શ્રીમદ્ રાજચંદ્ર જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સત્પરુષનો નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. ' જે જીવ સત્પરુષનો નિશ્ચય થયો છે એમ માને છે, તેને વિષે ઉપર કહી તે નીતિનું જો બળવાનપણું ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, તો એ નિશ્ચય માત્ર પુરુષને વંચવા બરોબર છે. જોકે સત્પરુષ તો નિરાકાંક્ષી છે એટલે, તેને છેતરાવાપણું કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધયોગ્ય થાય છે. આ વાત પર વારંવાર મુમુક્ષુઓએ લક્ષ કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન બને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે.
Page #76
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
સતું' એ કંઈ દૂર નથી, પણ દૂર લાગે છે, અને એ જ જીવનો મોહ છે. સતુ' જે કંઈ છે, તે ‘સતું' જ છે; સરળ છે; સુગમ છે; અને સર્વત્ર તેની પ્રાપ્તિ હોય છે; પણ જેને ભ્રાંતિરૂપ આવરણતમ વર્તે છે તે પ્રાણીને તેની પ્રાપ્તિ કેમ હોય? અંધકારના ગમે તેટલા પ્રકાર કરીએ, પણ તેમાં કોઈ એવો પ્રકાર નહીં આવે કે જે અજવાળારૂપ હોય; તેમ જ આવરણ-તિમિર જેને છે એવાં પ્રાણીની કલ્પનામાંની કોઈ પણ કલ્પના “સતું' જણાતી નથી, અને “સત્' ની નજીક સંભવતી નથી. સત્' છે, તે ભાંતિ નથી, ભ્રાંતિથી કેવળ વ્યતિરિક્ત (જુદુ) છે; કલ્પનાથી “પર' (આઘે) છે; માટે જેની પ્રાપ્ત કરવાની દઢ મતિ થઈ છે, તેણે પોતે કંઈ જ જાણતો નથી એવો દૃઢ નિશ્ચયવાળો પ્રથમ વિચાર કરવો, અને પછી સત્'ની પ્રાપ્તિ માટે જ્ઞાનીને શરણે જવું; તો જરૂર માર્ગની પ્રાપ્તિ થાય.
Page #77
--------------------------------------------------------------------------
________________
૭)
શ્રીમદ્ રાજચંદ્ર આ જે વચનો લખ્યાં છે, તે સર્વ મુમુક્ષુને પરમ બંધવરૂપ છે, પરમ રક્ષકરૂપ છે; અને એને સમ્યક્ પ્રકારે વિચાર્યેથી પરમપદને આપે એવાં છે; એમાં નિર્ગથ પ્રવચનની સમસ્ત દ્વાદશાંગી, પર્દર્શનનું સર્વોત્તમ તત્ત્વ અને જ્ઞાનીના બોધનું બીજ સંક્ષેપે કહ્યું છે; માટે ફરી ફરીને તેને સંભારજો; વિચારજો; સમજજો; સમજવા પ્રયત્ન કરજો; એને બાધ કરે એવા બીજા પ્રકારોમાં ઉદાસીન રહેજો; એમાં જ વૃત્તિનો લય કરજો .
એ કોઈ પણ મુમુક્ષુને ગુપ્ત રીતે કહેવાનો અમારો - મંત્ર છે; એમાં “સત્' જ કહ્યું છે; એ સમજવા માટે ઘણો જ વખત ગાળજો.
Page #78
--------------------------------------------------------------------------
________________
૭૧
৩০
ઔષધ જે ભવરોગનાં
સ્વપ્નેય જેને સંસારસુખની ઇચ્છા રહી નથી, અને સંપૂર્ણ નિઃસારભૂત જેને સંસારનું સ્વરૂપ ભાસ્યું છે,
એવા જ્ઞાનીપુરુષ પણ વારંવાર આત્માવસ્થા સંભાળી સંભાળીને ઉદય હોય તે પ્રારબ્ધ વેદે છે, પણ આત્માવસ્થાને વિષે પ્રમાદ થવા દેતા નથી. પ્રમાદના અવકાશ યોગે જ્ઞાનીને પણ અંશે વ્યામોહ થવાનો સંભવ જે સંસારથી કહ્યો છે, તે સંસારમાં સાધારણ જીવે રહીને તેનો વ્યવસાય લૌકિકભાવે કરીને આત્મહિત ઇચ્છવું એ નહીં બનવા જેવું જ કાર્ય છે; કેમકે લૌકિકભાવ આડે આત્માને નિવૃત્તિ જ્યાં નથી આવતી, ત્યાં હિતવિચારણા બીજી રીતે થવી સંભવતી નથી. એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. અહિતહેતુ એવો સંસારસંબંધી પ્રસંગ, લૌકિકભાવ, લોકચેષ્ટા એ સૌની સંભાળ જેમ બને તેમ જતી કરીને, તેને સંક્ષેપીને આત્મહિતને અવકાશ આપવો ઘટે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૭૧ જ્ઞાનીઓએ મનુષ્યપણું ચિંતામણિરત્નતુલ્ય કહ્યું છે, તે વિચારો તો પ્રત્યક્ષ જણાય તેવું છે. વિશેષ વિચારતાં તો તે મનુષ્યપણાનો એક સમય પણ ચિંતામણિરત્નથી પરમ માહાસ્યવાન અને મૂલ્યવાન દેખાય છે અને જો દેહાર્થમાં જ તે મનુષ્યપણું વ્યતીત થયું તો તો એક ફૂટી બદામની કિંમતનું નથી, એમ નિઃસંદેહ દેખાય છે.
Page #80
--------------------------------------------------------------------------
________________
૭૩
ઔષધ જે ભવરોગનાં
૭૨
પરમાત્માની ભક્તિ જ જેને પ્રિય છે, એવા પુરુષને એવી કઠણાઈ ન હોય તો પછી ખરા પરમાત્માની તેને ભક્તિ જ નથી એમ સમજવું. અથવા તો ચાહીને પરમાત્માની ઇચ્છારૂપ માયાએ તેવી કઠણાઈ મોકલવાનું કાર્ય વિસ્મરણ કર્યું છે. જનક વિદેહી અને મહાત્મા કૃષ્ણ વિષે માયાનું વિસ્મરણ થયું લાગે છે, તથાપિ તેમ નથી. જનક વિદેહીની કઠણાઈ વિષે કંઈ અત્ર કહેવું જોગ નથી, કારણ કે તે અપ્રગટ કઠણાઈ છે, અને મહાત્મા કૃષ્ણની સંકટરૂપ કઠણાઈ પ્રગટ જ છે, તેમ અષ્ટમહાસિદ્ધિ અને નવનિધિ પણ પ્રસિદ્ધ જ છે; તથાપિ કઠણાઈ તો ઘટારત જ હતી, અને હોવી જોઈએ. એ કઠણાઈ માયાની છે; અને પરમાત્માના લક્ષની તો એ સરળાઈ છે, અને એમ જ હો.
Page #81
--------------------------------------------------------------------------
________________
૭૪
શ્રીમદ્ રાજચંદ્ર XXX રાજાએ વિકટ તપ કરી પરમાત્માનું આરાધન કર્યું; અને દેહધારીરૂપે પરમાત્માએ તેને દર્શન આપ્યું અને વર માગવા કહ્યું ત્યારે XXX રાજાએ માગ્યું કે હે ભગવાન! આવી જે રાજ્યલક્ષ્મી મને આપી છે તે ઠીક જ નથી, તારો પરમ અનુગ્રહ મારા ઉપર હોય તો પંચવિષયના સાધનરૂપ એ રાજ્યલક્ષ્મીનું ફરીથી મને સ્વપ્ન પણ ન હો, એ વર આપ. પરમાત્મા દિંગ થઈ જઈ ‘તથાસ્તુ' કહી સ્વધામ ગત થયા. કહેવાનો આશય એવો છે કે એમ જ યોગ્ય છે. કઠણાઈ અને સરળાઈ, શાતા અને અશાતા એ ભગવદ્ભક્તને સરખાં જ છે; અને વળી કઠણાઈ અને અશાતા તો વિશેષ અનુકૂળ છે કે જ્યાં માયાનો પ્રતિબંધ દર્શનરૂપ નથી.
Page #82
--------------------------------------------------------------------------
________________
૭૫
ઔષધ જે ભવરોગનાં
૭૩
પરમાત્મા અને આત્માનું એકરૂપ થઈ જવું (!) તે પરાભક્તિની છેવટની હદ છે. એક એ જ લય રહેવી તે પરાભક્તિ છે. પરમહાલ્યા ગોપાંગનાઓ મહાત્મા વાસુદેવની ભક્તિમાં એ જ પ્રકારે રહી હતી; પરમાત્માને નિરંજન અને નિર્દેહરૂપે ચિંતવ્ય જીવને એ લય આવવી વિકટ છે, એટલા માટે જેને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે, એવો દેહધારી પરમાત્મા તે પરાભક્તિનું પરમ કારણ છે. તે જ્ઞાનીપુરુષનાં સર્વ ચરિત્રમાં ઐક્યભાવનો લક્ષ થવાથી તેના હૃદયમાં વિરાજમાન પરમાત્માનો ઐક્યભાવ હોય છે; અને એ જ પરાભક્તિ છે. જ્ઞાની પુરુષ અને પરમાત્મામાં અંતર જ નથી; અને જે કોઈ અંતર માને છે, તેને માર્ગની પ્રાપ્તિ પરમ વિકટ છે. જ્ઞાની તો પરમાત્મા જ છે; અને તેના ઓળખાણ વિના પરમાત્માની પ્રાપ્તિ થઈ નથી; માટે સર્વ પ્રકારે ભક્તિ કરવા યોગ્ય એવી દેહધારી દિવ્ય મૂર્તિ –જ્ઞાનીરૂપ પરમાત્માની–ને નમસ્કારાદિ ભક્તિથી માંડી પરાભક્તિના અંત સુધી એક લયે આરાધવી, એવો શાસ્ત્રલક્ષ છે.
Page #83
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર પરમાત્મા આ દેહધારીરૂપે થયો છે એમ જ જ્ઞાની પુરુષ પ્રત્યે જીવને બુદ્ધિ થયે ભક્તિ ઊગે છે, અને તે ભક્તિ ક્રમે કરી પરાભક્તિરૂપ હોય છે. આ વિષે શ્રીમદ્ ભાગવતમાં, ભગવદ્ગીતામાં ઘણા ભેદ પ્રકાશિત કરી એ જ લક્ષ્ય પ્રશસ્યો છે; અધિક શું કહેવું? જ્ઞાની તીર્થંકરદેવમાં લક્ષ થવા જૈનમાં પણ પંચપરમેષ્ઠી મંત્રમાં “નમો અરિહંતાણું” પદ પછી સિદ્ધને નમસ્કાર કર્યો છે; એ જ ભક્તિ માટે એમ સૂચવે છે કે પ્રથમ જ્ઞાની પુરુષની ભક્તિ; અને એ જ પરમાત્માની પ્રાપ્તિ અને ભક્તિનું નિદાન છે.
Page #84
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
૭૪
કોઈ પણ પ્રકારે પ્રથમ તો જીવનું પોતાપણું ટાળવા યોગ્ય છે. દેહાભિમાન ગલિત થયું છે જેનું, તેને સર્વ સુખરૂપ જ છે. જેને ભેદ નથી તેને ખેદ સંભવતો નથી. હરિઇચ્છા પ્રત્યે વિશ્વાસ દૃઢ રાખી વર્તો છો, એ પણ સાપેક્ષ સુખરૂપ છે.
૭૫
આત્માપણે કેવળ ઉજાગર અવસ્થા વર્તે, અર્થાત્ આત્મા પોતાના સ્વરૂપને વિષે કેવળ જાગ્રત હોય ત્યારે તેને કેવળજ્ઞાન વર્તે છે એમ કહેવું યોગ્ય છે, એવો શ્રી તીર્થંકરનો આશય છે. આત્મા' જે પદાર્થને તીર્થંકરે કહ્યો છે, તે જ પદાર્થની તે જ સ્વરૂપે પ્રતીતિ થાય, તે જ પરિણામે આત્મા સાક્ષાત્ ભાસે ત્યારે તેને પરમાર્થસમ્યકત્વ છે, એવો શ્રી તીર્થકરનો અભિપ્રાય છે. એવું સ્વરૂપ જેને ભાસ્યું છે તેવા પુરુષને વિષે નિષ્કામ શ્રદ્ધા છે જેને, તે પુરુષને બીજરૂચિસમ્યકત્વ છે. તેવા પુરુષની નિષ્કામ ભક્તિ અબાધાએ પ્રાપ્ત થાય, એવા ગુણો જે જીવમાં હોય તે જીવ માર્ગાનુસારી હોય; એમ જિન કહે છે.
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
७८
૭૬ સમ્યક્દશાનાં પાંચ લક્ષણો છે : શમ સંવેગ નિર્વેદ | અનુકંપા આસ્થા ક્રોધાદિક કષાયોનું સમાઈ જવું, ઉદય આવેલા કષાયોમાં મંદતા થવી, વાળી લેવાય તેવી આત્મદશા થવી અથવા અનાદિકાળની વૃત્તિઓ સમાઈ જવી તે “શમ'. મુક્ત થવા સિવાય બીજી કોઈ પણ પ્રકારની ઇચ્છા નહીં, અભિલાષા નહીં તે “સંવેગ'. જ્યારથી એમ સમજાયું કે ભ્રાંતિમાં જ પરિભ્રમણ કર્યું, ત્યારથી હવે ઘણી થઈ, અરે જીવ! હવે થોભ, એ નિર્વેદ'. માહાભ્ય જેનું પરમ છે એવા નિઃસ્પૃહી પુરુષોનાં વચનમાં જ તલ્લીનતા તે “શ્રદ્ધા'–“આસ્થા'. એ સઘળાં વડે જીવમાં સ્વાત્મતુલ્ય બુદ્ધિ તે “અનુકંપા'. આ લક્ષણો અવશ્ય મનન કરવા યોગ્ય છે, સ્મરવા યોગ્ય છે, ઈચ્છવા યોગ્ય છે.
Page #86
--------------------------------------------------------------------------
________________
૭૯
ઔષધ જે ભવરોગનાં
અમારા ચિત્તમાં તો એમ આવે છે કે, મુમુક્ષુ જીવને આ કાળને વિષે સંસારની પ્રતિકૂળ દશાઓ પ્રાપ્ત થવી તે તેને સંસારથી તરવા બરાબર છે. અનંતકાળથી અભ્યાસેલો એવો આ સંસાર સ્પષ્ટ વિચારવાનો વખત પ્રતિકૂળ પ્રસંગે વિશેષ હોય છે, એ વાત નિશ્ચય કરવા યોગ્ય છે. સાધારણ પ્રતિકૂળ પ્રસંગ બન્યો છે તેમાં મુઝાવું ઘટતું નથી. એ પ્રસંગ જો સમતાએ વેદવામાં આવે તો જીવન નિર્વાણ સમીપનું સાધન છે. વ્યાવહારિક પ્રસંગોનું નિત્ય ચિત્રવિચિત્રપણું છે. માત્ર કલ્પનાએ તેમાં સુખ અને કલ્પનાએ દુઃખ એવી તેની સ્થિતિ છે. અનુકૂળ કલ્પનાએ તે અનુકૂળ ભાસે છે; પ્રતિકૂળ કલ્પનાએ તે પ્રતિકૂળ ભાસે છે; અને જ્ઞાની પુરુષોએ તે બેય કલ્પના કરવાની ના કહી છે. અને તે કરવી ઘટતી નથી. વિચારવાનને શોક ઘટે નહીં, એમ શ્રી તીર્થંકર કહેતા હતા.
Page #87
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
८०
७८
આ આત્મભાવ છે, અને આ અન્યભાવ છે, એવું બોધબીજ આત્માને વિષે પરિણમિત થવાથી અન્યભાવને વિષે સહેજે ઉદાસીનતા ઉત્પન્ન થાય છે, અને તે ઉદાસીનતા અનુક્રમે તે અન્યભાવથી સર્વથા મુક્તપણું કરે છે.
નિજપરભાવ જેણે જાણ્યો છે એવા જ્ઞાનીપુરુષને ત્યાર પછી પરભાવનાં કાર્યનો જે કંઈ પ્રસંગ રહે છે, તે પ્રસંગમાં પ્રવર્તતાં પ્રવર્તતાં પણ તેથી તે જ્ઞાનીનો સંબંધ છૂટ્યા કરે છે,
પણ તેમાં હિતબુદ્ધિ થઈ પ્રતિબંધ થતો નથી.
૭૯
જેમાં ક્ષણવારમાં હર્ષ અને ક્ષણવારમાં શોક થઈ આવે એવા આ વ્યવહારમાં જે જ્ઞાનીપુરુષો સમદશાથી વર્તે છે, તેને અત્યંત ભક્તિથી ધન્ય કહીએ છીએ;
અને સર્વ મુમુક્ષુ જીવને એ જ દશા ઉપાસવા યોગ્ય છે, એમ નિશ્ચય દેખીને પરિણતિ કરવી ઘટે છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
૮૦
સમસ્ત સંસારી જીવો કર્મવશાત્ શાતા-અશાતાનો ઉદય અનુભવ્યા જ કરે છે. જેમાં મુખ્યપણે તો અશાતાનો જ ઉદય અનુભવાય છે. ક્વચિત્ અથવા કોઈક દેહસંયોગમાં શાતાનો ઉદય અધિક અનુભવાતો જણાય છે, પણ વસ્તુતાએ ત્યાં પણ અંતરદાહ બળ્યા જ કરતો હોય છે. પૂર્ણ જ્ઞાની પણ જે અશાતાનું વર્ણન કરી શકવા યોગ્ય વચનયોગ ધરાવતા નથી, તેવી અનંત અનંત અશાતા આ જીવે ભોગવી છે, અને જો હજુ તેનાં કારણોનો નાશ કરવામાં ન આવે તો ભોગવવી પડે એ સુનિશ્ચિત છે, એમ જાણી વિચારવાન ઉત્તમ પુરુષો તે અંતરદાહરૂપ શાતા અને બાહ્યાભ્યતર સંક્લેશઅગ્નિરૂપે પ્રજ્વલિત એવી અશાતાનો આત્યંતિક વિયોગ કરવાનો માર્ગ ગવેષવા તત્પર થયા, અને તે સન્માર્ગ ગવેષી, પ્રતીત કરી, તેને યથાયોગ્યપણે આરાધી, અવ્યાબાધ સુખસ્વરૂપ એવા આત્માના સહજ શુદ્ધ સ્વભાવરૂપ પરમપદમાં લીન થયા.
Page #89
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૮૧
૮૨
ઉપયોગ લક્ષણે સનાતનસ્ફુરિત એવા આત્માને દેહથી, તૈજસ અને કાર્મણ શરીરથી પણ ભિન્ન અવલોકવાની દૃષ્ટિ સાધ્ય કરી,
તે ચૈતન્યાત્મકસ્વભાવ આત્મા નિરંતર વેદક સ્વભાવવાળો હોવાથી અબંધદશાને સંપ્રાપ્ત ન થાય ત્યાં સુધી શાતા અશાતારૂપ અનુભવ વેદ્યા વિના રહેવાનો નથી એમ નિશ્ચય કરી,
જે શુભાશુભ પરિણામધારાની પરિણતિ વડે તે શાતા અશાતાનો સંબંધ કરે છે તે ધારા પ્રત્યે ઉદાસીન થઈ, દેહાદિથી ભિન્ન અને સ્વરૂપમર્યાદામાં રહેલા તે આત્મામાં જે ચલ સ્વભાવરૂપ પરિણામ ધારા છે તેનો આત્યંતિક વિયોગ કરવાનો સન્માર્ગ ગ્રહણ કરી, પરમ શુદ્ધ ચૈતન્યસ્વભાવરૂપ પ્રકાશમય તે આત્મા કર્મયોગથી સકલંક પરિણામ દર્શાવે છે તેથી ઉ૫૨ામ થઈ, જેમ ઉપમિત થવાય, તે ઉપયોગમાં અને તે સ્વરૂપમાં સ્થિર થવાય, અચલ થવાય, તે જ લક્ષ, તે જ ભાવના, તે જ ચિંતવના અને તે જ સહજ પરિણામરૂપ સ્વભાવ કરવા યોગ્ય છે. મહાત્માઓની વારંવાર એ જ શિક્ષા છે.
તે સન્માર્ગને ગવેષતા, પ્રતીત કરવા ઇચ્છતા, તેને સંપ્રાપ્ત કરવા ઇચ્છતા એવા આત્માર્થી જનને પરમવીતરાગસ્વરૂપ દેવ, સ્વરૂપનૈષ્ઠિક નિઃસ્પૃહ નિગ્રંથરૂપ ગુરુ, પરમદયામૂળ ધર્મવ્યવહાર અને
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૩
ઔષધ જે ભવરોગનાં પરમશાંત રસ રહસ્યવાક્યમય સન્શાસ્ત્ર, સન્માર્ગની સંપૂર્ણતા થતાં સુધી પરમભક્તિ વડે ઉપાસવા યોગ્ય છે; જે આત્માના કલ્યાણનાં પરમ કારણે છે.
૮ર
જે કંઈ થાય છે તે થવા દેવું, ન ઉદાસીન, ન અનુદ્યમી થવું; ન પરમાત્મા પ્રત્યે પણ ઇચ્છા કરવી અને ન મૂંઝાવું. કદાપિ અહંપણું આડું આવતું હોય તો તેનો જેટલો બને તેટલો રોધ કરવો; અને તેમ છતાં પણ તે ન ટળતું હોય તો તેને ઈશ્વરાર્પણ કરી દેવું; તથાપિ દીનપણું ન આવવા દેવું. શું થશે? એવો વિચાર કરવો નહીં, અને જે થાય તે કર્યા રહેવું. અધિક ઝાવાં નાખવા પ્રયત્ન કરવું નહીં. અલ્પ પણ ભય રાખવો નહીં. ઉપાધિ માટે ભવિષ્યની એક પળની પણ ચિંતા કરવી નહીં; કર્યાનો જે અભ્યાસ થઈ ગયો છે, તે વિસ્મરણ કર્યા રહેવું; તો જ ઈશ્વર પ્રસન્ન થશે, અને તો જ પરમભક્તિ પામ્યાનું ફળ છે.
Page #91
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
۱
૮૩
૮૪
જ્ઞાનનું બળવાન તારતમ્યપણું થયે તો જીવને પરપરિચયમાં કદાપિ સ્વાત્મબુદ્ધિ થવી સંભવતી નથી, અને તેની નિવૃત્તિ થયે પણ જ્ઞાનબળે તે એકાંતપણે વિહાર કરવા યોગ્ય છે;
પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પરપરિચયને છેદીને સત્સંગ કર્તવ્ય છે, કે જે સત્સંગથી સહેજે અવ્યાબાધ સ્થિતિનો અનુભવ થાય છે.
જ્ઞાનીપુરુષ કે જેને એકાંતે વિચરતાં પણ પ્રતિબંધ સંભવતો નથી, તે પણ સત્સંગની નિરંતર ઇચ્છા રાખે છે.
કેમકે જીવને જો અવ્યાબાધ સમાધિની ઇચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી.
Page #92
--------------------------------------------------------------------------
________________
૮૫
ઔષધ જે ભવરોગનાં
આત્માને ભિન્ન ભિન્ન પ્રકારની કલ્પના વડે વિચારવામાં લોકસંજ્ઞા, ઓઘસંજ્ઞા અને અસત્સંગ એ કારણો છે; જે કારણોમાં ઉદાસીન થયા વિના, નિઃસત્ત્વ એવી લોકસંબંધી જપતપાદિ ક્રિયામાં સાક્ષાત્ મોક્ષ નથી, પરંપરા મોક્ષ નથી, એમ માન્યા વિના, નિઃસત્ત્વ એવા અસલ્શાસ્ત્ર અને અસગુરુ જે આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો છે, તેને સાક્ષાત્ આત્મઘાતી જાણ્યા વિના જીવન જીવના સ્વરૂપનો નિશ્ચય થવો બહુ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. જ્ઞાનીપુરુષનાં પ્રગટ આત્મસ્વરૂપને કહેતાં એવાં વચનો પણ તે કારણોને લીધે જીવને સ્વરૂપનો વિચાર કરવાને બળવાન થતાં નથી.
Page #93
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
८६
૮૫ શ્રીમતુ વીતરાગ ભગવતોએ નિશ્ચિતાર્થ કરેલો એવો અચિંત્ય ચિંતામણિસ્વરૂપ, પરમ હિતકારી, પરમ અદ્ભુત, સર્વ દુઃખનો નિઃસંશય આત્યંતિક ક્ષય કરનાર પરમ અમૃત સ્વરૂપ એવો સર્વોત્કૃષ્ટ શાશ્વત ધર્મ જયવંત વર્તા, ત્રિકાળ જયવંત વર્તો. તે શ્રીમત્ અનંત ચતુષ્ટયસ્થિત ભગવતનો અને તે જયવંત ધર્મનો આશ્રય સદૈવ કર્તવ્ય છે. જેને બીજું કંઈ સામર્થ્ય નથી એવા અબુધ અને - અશક્ત મનુષ્યો પણ તે આશ્રયના બળથી પરમ સુખહેતુ એવાં અદ્ભુત ફળને પામ્યા છે, પામે છે અને પામશે. માટે નિશ્ચય અને આશ્રય જ કર્તવ્ય છે, અધીરજથી ખેદ કર્તવ્ય નથી. ચિત્તમાં દેહાદિ ભયનો વિક્ષેપ પણ કરવો યોગ્ય નથી. દેહાદિ સંબંધી જે પુરુષો હર્ષવિષાદ કરતા નથી તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દૃષ્ટિ કર્તવ્ય છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
૮૬ હું ધર્મ પામ્યો નથી, હું ધર્મ કેમ પામીશ? એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોનો ધર્મ જે દેહાદિ સંબંધીથી હર્ષવિષાદવૃત્તિ દૂર કરી આત્મા અસંગ-શુદ્ધ-ચૈતન્ય-સ્વરૂપ છે, એવી વૃત્તિનો નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષોની દશાનું સ્મરણ કરવું, તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારકારક તથા કલ્યાણસ્વરૂપ છે.
८७
વિચારવાન જીવને તો અવશ્ય કર્તવ્ય છે કે, જેમ બને તેમ પરભાવના પરિચિત કાર્યથી દૂર રહેવું, નિવૃત્ત થવું. ઘણું કરીને વિચારવાન જીવને તો એ જ બુદ્ધિ રહે છે, તથાપિ કોઈ પ્રારબ્ધવશાત્ પરભાવનો પરિચય બળવાનપણે ઉદયમાં હોય ત્યાં નિજપદબુદ્ધિમાં સ્થિર રહેવું વિકટ છે, એમ ગણી નિત્ય નિવૃત્તબુદ્ધિની વિશેષ ભાવના કરવી, એમ મોટા પુરુષોએ કહ્યું છે.
Page #95
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
८८
દેહથી ભિન્ન સ્વપરપ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં નિમગ્ન થાઓ. હે આર્યજનો! અંતર્મુખ થઈ, સ્થિર થઈ, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કંઈ ને કંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઇચ્છે છે; મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ, પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે; અને મેળવવામાં સુખ માને છે; પણ અહો! જ્ઞાનીઓએ તો તેથી વિપરીત જ સુખનો માર્ગ નિર્ણય કર્યો કે કિંચિત્માત્ર પણ રહવું એ જ સુખનો નાશ છે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે, તેને શીતળ એવું આત્મસુખ, આત્મતત્ત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે?
Page #96
--------------------------------------------------------------------------
________________
८८
ઔષધ જે ભવરોગનાં
૮૯
આ જીવ અત્યંત માયાના આવરણે દિશામૂઢ થયો છે, અને તે યોગે કરી તેની પરમાર્થષ્ટિ ઉદય પ્રકાશતી નથી. અપરમાર્થને વિષે પરમાર્થનો દૃઢાગ્રહ થયો છે; અને તેથી બોધ પ્રાપ્ત થવાના યોગે પણ તેમાં બોધ પ્રવેશ થાય એવો ભાવ ફુરતો નથી, એ આદિ જીવની વિષમ દશા કહી, પ્રભુ પ્રત્યે દીનત્વ કહ્યું છે કે હે નાથ! હવે મારી કોઈ ગતિ (માર્ગ) મને દેખાતી નથી. કેમકે સર્વસ્વ લૂંટાયા જેવો યોગ મેં કર્યો છે, અને સહજ ઐશ્વર્ય છતાં, પ્રયત્ન કર્યો છતે, તે ઐશ્વર્યથી વિપરીત એવા જ માર્ગ મેં આચર્યા છે, તે તે યોગથી મારી નિવૃત્તિ કર, અને તે નિવૃત્તિનો સર્વોત્તમ સદુપાય એવો જે સદ્દગુરુ પ્રત્યેનો શરણભાવ તે ઉત્પન્ન થાય, એવી કૃપા કર.'
Page #97
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૯૦
૯૦ કલ્યાણને વિષે પ્રતિબંધરૂપ જે જે કારણો છે, તે જીવે વારંવાર વિચારવા ઘટે છે; તે તે કારણોને વારંવાર વિચારી મટાડવાં ઘટે છે; અને એ માર્ગને અનુસર્યા વિના કલ્યાણની પ્રાપ્તિ ઘટતી નથી. મળ, વિક્ષેપ અને અજ્ઞાન એ અનાદિના જીવના ત્રણ દોષ છે. જ્ઞાનીપુરુષોનાં વચનની પ્રાપ્તિ થયે, તેનો યથાયોગ્ય વિચાર થવાથી, અજ્ઞાનની નિવૃત્તિ હોય છે.. તે અજ્ઞાનની સંતતિ બળવાન હોવાથી તેનો રોધ થવાને અર્થે અને જ્ઞાનીપુરુષનાં વચનોનો યથાયોગ્ય વિચાર થવાને અર્થે, મળ અને વિક્ષેપ મટાડવાં ઘટે છે. સરળપણું, ક્ષમા, પોતાના દોષનું જોવું, અલ્પારંભ, અલ્પપરિગ્રહ એ આદિ મળ મટવાનાં સાધન છે. જ્ઞાનીપુરુષની અત્યંત ભક્તિ તે વિક્ષેપ મટવાનું સાધન છે.
Page #98
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
૯૧ જ્ઞાનીપુરુષના સમાગમનો અંતરાય રહેતો હોય, તે તે પ્રસંગમાં વારંવાર તે જ્ઞાની પુરુષની દશા, ચેષ્ટા અને વચનો નીરખવા, સંભારવા અને વિચારવા યોગ્ય છે. વળી તે સમાગમના અંતરાયમાં, પ્રવૃત્તિના પ્રસંગોમાં, અત્યંત સાવધાનપણું રાખવું ઘટે છે; કારણ કે એક તો સમાગમનું બળ નથી, અને બીજો અનાદિ અભ્યાસ છે જેનો, એવી સહજાકાર પ્રવૃત્તિ છે; જેથી જીવ આવરણપ્રાપ્ત હોય છે. ઘરનું, જ્ઞાતિનું, કે બીજાં તેવાં કામોનું કારણ પડ્યું ઉદાસીનભાવે પ્રતિબંધરૂપ જાણી પ્રવર્તન ઘટે છે. તે કારણોને મુખ્ય કરી કોઈ પ્રવર્તન કરવું ઘટતું નથી; અને એમ થયા વિના પ્રવૃત્તિનો અવકાશ પ્રાપ્ત થાય નહીં.
Page #99
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૯૨
૯૨
હવે એવો નિશ્ચય કરવો ઘટે છે, કે જેને આત્મસ્વરૂપ પ્રાપ્ત છે, પ્રગટ છે, તે પુરુષ વિના બીજો કોઈ તે આત્મસ્વરૂપ યથાર્થ કહેવા યોગ્ય નથી; અને તે પુરુષથી આત્મા જાણ્યા વિના બીજો કોઈ કલ્યાણનો ઉપાય નથી. તે પુરુષથી આત્મા જાણ્યા વિના આત્મા જાણ્યો છે, એવી કલ્પના મુમુક્ષુ જીવે સર્વથા ત્યાગ કરવી ઘટે છે. તે આત્મારૂપ પુરુષના સત્સંગની નિરંતર કામના રાખી ઉદાસીનપણે લોકધર્મસંબંધી અને કર્મસંબંધી પરિણામે છૂટી શકાય એવી રીતે વ્યવહાર કરવો; જે વ્યવહાર કર્યામાં જીવને પોતાની મહત્તાદિની ઇચ્છા હોય તે વ્યવહાર કરવો યથાયોગ્ય નથી.
Page #100
--------------------------------------------------------------------------
________________
૯૩
ઔષધ જે ભવરોગનાં
૯૩ જેની મોક્ષ સિવાય કોઈ પણ વસ્તુની ઇચ્છા કે સ્પૃહા નહોતી અને અખંડ સ્વરૂપમાં રમણતા થવાથી મોક્ષની ઇચ્છા પણ નિવૃત્ત થઈ છે, તેને હે નાથ! તું તુષ્ટમાન - . થઈને પણ બીજું શું આપવાનો હતો? હે કૃપાળુ! તારા અભેદ સ્વરૂપમાં જ મારો નિવાસ છે ત્યાં હવે તો લેવા દેવાની પણ કડાકૂટથી છૂટા થયા છીએ અને એ જ અમારો પરમાનંદ છે. કલ્યાણના માર્ગને અને પરમાર્થ સ્વરૂપને યથાર્થ રીતે નહીં સમજનારા અજ્ઞાની જીવો, પોતાની મતિ કલ્પનાથી મોક્ષમાર્ગને કલ્પી, વિવિધ ઉપાયોમાં પ્રવર્તન કરતા છતાં મોક્ષ પામવાને બદલે સંસાર પરિભ્રમણ કરતા જાણી નિષ્કારણ કરૂણાશીલ એવું અમારું હૃદય રડે છે. વર્તમાન વિદ્યમાન વીરને ભૂલી જઈ, ભૂતકાળની ભ્રમણામાં વીરને શોધવા માટે અથડાતા જીવોને શ્રી મહાવીરનું દર્શન ક્યાંથી થાય?
Page #101
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૯૪ ઓ દુષમકાળના દુર્ભાગી જીવો! ભૂતકાળની ભ્રમણાને છોડીને વર્તમાન વિદ્યમાન એવા મહાવીરને શરણે આવો એટલે તમારું શ્રેય જ છે. સંસારના તાપથી ત્રાસ પામેલા અને કર્મબંધનથી મુક્ત થવા ઇચ્છતા પરમાર્થપ્રેમી જિજ્ઞાસુ જીવોની ત્રિવિધ તાપાગ્નિને શાંત કરવાને અમે અમૃતસાગર છીએ. મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવાને માટે અમે કલ્પવૃક્ષ જ છીએ. વધારે શું કહેવું? આ વિષમકાળમાં પરમ શાંતિના ધામરૂપ અમે બીજા શ્રી રામ અથવા શ્રી મહાવીર જ છીએ, કેમકે અમે પરમાત્મસ્વરૂપ થયા છીએ.
આ અંતર અનુભવ પરમાત્મપણાની માન્યતાના - અભિમાનથી ઉદ્ભવેલો લખ્યો નથી, પણ કર્મબંધનથી દુઃખી થતા જગતના જીવોની પરમ કારુણ્યવૃત્તિ થવાથી તેમનું કલ્યાણ કરવાની તથા તેમનો ઉદ્ધાર કરવાની નિષ્કારણ કરુણા એ જ આ હૃદયચિતાર પ્રદર્શિત કરવાની પ્રેરણા કરે છે. ૐ શ્રી મહાવીર (અંગત)
Page #102
--------------------------------------------------------------------------
________________
૯૫
ઔષધ જે ભવરોગનાં
૯૪ સર્વ જીવ આત્માપણે સમસ્વભાવી છે. બીજા પદાર્થમાં જીવ જો નિજબુદ્ધિ કરે તો પરિભ્રમણદશા પામે છે; અને નિજને વિષે નિજબુદ્ધિ થાય તો પરિભ્રમણદશા ટળે છે. જેના ચિત્તમાં એવો માર્ગ વિચારવો અવશ્યનો છે, તેણે તે જ્ઞાન જેના આત્મામાં પ્રકાશ પામ્યું છે, તેની દાસાનુદાસપણે અનન્ય ભક્તિ કરવી, એ પરમ શ્રેય છે; અને તે દાસાનુદાસ ભક્તિમાનની ભક્તિ પ્રાપ્ત થયે જેમાં કંઈ વિષમતા આવતી નથી, તે જ્ઞાનીને ધન્ય છે. તેટલી સર્વાશદશા જ્યાં સુધી પ્રગટી ન હોય ત્યાં સુધી આત્માને કોઈ ગુરુપણે આરાધે ત્યાં પ્રથમ તે ગુરુપણું છોડી તે શિષ્ય વિષે પોતાનું દાસાનુદાસપણું કરવું ઘટે છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
८६
૯૫ સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ તથા અસત્વસંગથી જીવનું વિચારબળ પ્રવર્તતું નથી, એમાં કિંચિત્માત્ર સંશય નથી. આરંભપરિગ્રહનું અલ્પત્વ કરવાથી અસત્યસંગનું બળ ઘટે છે; -સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે. અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાનો અવકાશ પ્રાપ્ત થાય છે. આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે; અને આત્મજ્ઞાનથી નિજસ્વભાવસ્વરૂપ, સર્વ ફ્લેશ અને સર્વ દુઃખથી રહિત એવો મોક્ષ થાય છે; એ વાત કેવળ સત્ય છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
૯૬ ઘણું કરીને જીવ જે પરિચયમાં રહે છે, તે પરિચયરૂપ પોતાને માને છે. જેનો પ્રગટ અનુભવ પણ થાય છે કે અનાર્યકુળમાં પરિચય કરી રહેલો જીવ અનાર્યરૂપે પોતાને દઢ માને છે; અને આર્યત્વને વિષે મતિ કરતો નથી. માટે મોટા પુરુષોએ અને તેને લઈને અમે એવો દૃઢ નિશ્ચય કર્યો છે કે જીવને સત્સંગ એ જ મોક્ષનું પરમ સાધન છે. પોતાની સન્માર્ગને વિષે યોગ્યતા જેવી છે, તેવી યોગ્યતા ધરાવનારા પુરુષોનો સંગ તે સત્સંગ કહ્યો છે. મોટા પુરુષના સંગમાં નિવાસ છે, તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ કારણ એના જેવું કોઈ હિતસ્વી સાધન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી.
Page #105
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૯૮
પૂર્વે થઈ ગયેલા મોટા પુરુષનું ચિંતન કલ્યાણકારક છે; તથાપિ સ્વરૂપસ્થિતિનું કારણ હોઈ શકતું નથી; કારણ કે જીવે શું કરવું તે તેવા સ્મરણથી નથી સમજાતું. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે. કારણ કે મૂર્તિમાન મોક્ષ તે સપુરુષ છે.
૯૮ કોઈ પણ જીવને અવિનાશી દેહની પ્રાપ્તિ થઈ એમ દીઠું નથી, જાણ્યું નથી તથા સંભવતું નથી; અને મૃત્યુનું આવવું અવશ્ય છે, એવો પ્રત્યક્ષ નિઃસંશય અનુભવ છે, તેમ છતાં પણ આ જીવ તે વાત ફરી ફરી ભૂલી જાય છે એ મોટું આશ્ચર્ય છે. જે સર્વજ્ઞ વીતરાગને વિષે અનંત સિદ્ધિઓ પ્રગટી હતી તે વીતરાગે પણ આ દેહને અનિત્યભાવી દીઠો છે, તો પછી બીજા જીવો કયા પ્રયોગે દેહને નિત્ય કરી શકશે?
Page #106
--------------------------------------------------------------------------
________________
૯૯
ઔષધ જે ભવરોગનાં
૯૯ જેટલી પોતાની શક્તિ હોય તે સર્વ શક્તિથી એક લક્ષ રાખીને, લૌકિક અભિનિવેશને સંક્ષેપ કરીને, કિંઈ પણ અપૂર્વ નિરાવરણપણું દેખાતું નથી માટે સમજણનું માત્ર અભિમાન છે એમ જીવને સમજાવીને, જે પ્રકારે જીવ જ્ઞાન, દર્શન, ચારિત્રને વિષે સતત જાગૃત થાય તે જ કરવામાં વૃત્તિ જોડવી, અને રાત્રિદિવસ તે જ ચિંતામાં પ્રવર્તવું એ જ વિચારવાન જીવનું કર્તવ્ય છે; અને તેને માટે સત્સંગ, સન્શાસ્ત્ર અને સરળતાદિ નિજગુણો ઉપકારભૂત છે, એમ વિચારીને તેનો આશ્રય કરવો યોગ્ય છે.
૧૦૦ જ્યાં સુધી લૌકિક અભિનિવેશ એટલે દ્રવ્યાદિ લોભ, તૃષ્ણા, દૈહિક માન, કુળ, જાતિ આદિ સંબંધી મોહ કે વિશેષત્વ માનવું હોય, તે વાત ન છોડવી હોય, પોતાની બુદ્ધિએ સ્વેચ્છાએ અમુક ગચ્છાદિનો આગ્રહ રાખવો હોય,
ત્યાં સુધી જીવને અપૂર્વ ગુણ કેમ ઉત્પન્ન થાય? તેનો વિચાર સુગમ છે.
Page #107
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦૦
૧૦૧ સર્વસંગપરિત્યાગ કરીને ચાલી નીકળ્યાથી પણ જીવ ઉપાધિરહિત થતો નથી, કેમકે જ્યાં સુધી અંતરપરિણતિ પર દૃષ્ટિ ન થાય અને તથારૂપ માર્ગે ન પ્રવર્તાય ત્યાં સુધી સર્વસંગપરિત્યાગ પણ નામ માત્ર થાય છે; અને તેવા અવસરમાં પણ અંતર પરિણતિ પર દૃષ્ટિ દેવાનું ભાન જીવને આવવું કઠણ છે, તો પછી આવા ગૃહવ્યવહારને વિષે લૌકિક અભિનિવેશપૂર્વક રહી અંતરપરિણતિ પર દૃષ્ટિ દેવાનું બનવું કેટલું દુસાધ્ય હોવું જોઈએ તે વિચારવા યોગ્ય છે. વળી તેવા વ્યવહારમાં રહી જીવે અંતરપરિણતિ પર કેટલું બળ રાખવું જોઈએ તે પણ વિચારવા યોગ્ય છે, અને અવશ્ય તેમ કરવા યોગ્ય છે.
૧૦૨ લોક સમુદાય કોઈ ભલો થવાનો નથી, અથવા સ્તુતિનિંદાના પ્રયત્નાર્થે આ દેહની પ્રવૃત્તિ તે વિચારવાનને કર્તવ્ય નથી. બાહ્યક્રિયાના અંતર્મુખવૃત્તિ વગરના વિધિનિષેધમાં કંઈ પણ વાસ્તવ્ય કલ્યાણ રહ્યું નથી. ગચ્છાદિ ભેદને નિર્વાહવામાં, નાના પ્રકારના વિકલ્પો સિદ્ધ કરવામાં આત્માને આવરણ કરવા બરાબર છે. અનેકાંતિક માર્ગ પણ સમ્યક્ એકાંત એવા નિજપદની પ્રાપ્તિ કરાવવા સિવાય બીજા અન્ય હેતુએ ઉપકારી નથી.
Page #108
--------------------------------------------------------------------------
________________
૧૦૧
ઔષધ જે ભવરોગનાં
૧૦૩
સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો
થોડો જ અવસર સંભવે છે.
હે નાથ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી
હોત તો વખતે સમ્મત કરત,
પણ જગતની મોહિની સમ્મત થતી નથી. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જોશોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી?
આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું.
જેટલા પોતાની પુલિક મોટાઈ ઇચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો.
૧૦૪
‘આત્મા છે', ‘આત્મા નિત્ય છે', ‘આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા કર્મનો ભોક્તા છે',
તેથી તે નિવૃત્ત થઈ શકે છે', અને ‘નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે',
એ છ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦૨
૧૦૫
બીજું કાંઈ શોધ મા. માત્ર એક સપુરુષને શોધીને તેનાં ચરણકમળમાં સર્વભાવ અર્પણ કરી દઈ વર્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સપુરુષ એ જ કે નિશદિન જેને આત્માનો ઉપયોગ છે; શાસ્ત્રમાં નથી અને સાંભળ્યામાં નથી, છતાં અનુભવમાં આવે તેવું જેનું કથન છે; અંતરંગ સ્પૃહા નથી એવી જેની ગુપ્ત આચરણા છે. “બાકી તો કંઈ કહ્યું જાય તેમ નથી અને આમ કર્યા વિના તારો કોઈ કાળે છૂટકો થનાર નથી; આ અનુભવપ્રવચન પ્રમાણિક ગણ. એક સપુરુષને રાજી કરવામાં, તેની સર્વ ઇચ્છાને પ્રશંસવામાં, તે જ સત્ય માનવામાં આખી જિંદગી ગઈ તો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પંદર ભવે અવશ્ય મોક્ષે જઈશ.
Page #110
--------------------------------------------------------------------------
________________
૧૦૩
ઔષધ જે ભવરોગનાં
૧૦૬ જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે, અને તે જ આચરણ અમને ઉદયપણે વર્તે છે; અર્થાત્ જે સંસારમાં સ્નેહ રહ્યો નથી, તે સંસારના કાર્યની પ્રવૃત્તિનો ઉદય છે, અને ઉદય અનુક્રમે વેદન થયા કરે છે. એ ઉદયના ક્રમમાં કોઈ પણ પ્રકારની હાનિ-વૃદ્ધિ કરવાની ઇચ્છા ઉત્પન્ન થતી નથી; અને એમ જાણીએ છીએ કે જ્ઞાની પુરુષોનું પણ તે સનાતન આચરણ છે; તથાપિ જેમાં સ્નેહ રહ્યો નથી, અથવા સ્નેહ રાખવાની ઇચ્છા નિવૃત્ત થઈ છે, અથવા નિવૃત્ત થવા આવી છે, તેવા આ સંસારમાં કાર્યપણે-કારણપણે પ્રવર્તવાની ઇચ્છા રહી નથી, તેનાથી નિવૃત્તપણું જ આત્માને વિષે વર્તે છે, તેમ છતાં પણ તેના અનેક પ્રકારના સંગ-પ્રસંગમાં પ્રવર્તવું પડે એવું પૂર્વે કોઈ પ્રારબ્ધ ઉપાર્જન કર્યું છે, જે સમપરિણામે વેદન કરીએ છીએ, તથાપિ હજુ પણ તે કેટલાક વખત સુધી ઉદયરોગ છે, એમ જાણી ક્વચિત્ ખેદ પામીએ છીએ, ક્વચિત્ વિશેષ ખેદ પામીએ છીએ; અને તે ખેદનું કારણ વિચારી જોતાં તો પરાનુકંપારૂપ જણાય છે.
Page #111
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦૪
હાલ તો તે પ્રારબ્ધ સ્વાભાવિક ઉદય પ્રમાણે વેદન કર્યા સિવાય અન્ય ઈચ્છા ઉત્પન્ન થતી નથી, તથાપિ તે ઉદયમાં બીજા કોઈને સુખ, દુઃખ, રાગ, દ્વેષ, લાભ, અલાભના કારણરૂપે બીજાને ભાસીએ છીએ. તે ભાસવાને વિષે લોક પ્રસંગની વિચિત્ર ભાંતિ જોઈ ખેદ થાય છે. જે સંસારને વિષે સાક્ષી કર્તા તરીકે મનાય છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષીરૂપે રહેવું, અને કર્તા તરીકે ભાસ્યમાન થવું તે બેધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. એક વાર એક તણખલાના બે ભાગ કરવાની ક્રિયા કરી શકવાની શક્તિ પણ ઉપશમ થાય ત્યારે જે ઈશ્વરેચ્છા હશે તે થશે.
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૦૫
ઔષધ જે ભવરોગનાં
૧૦૭
મુમુક્ષુજન સત્સંગમાં હોય તો નિરંતર ઉલ્લાસિત પરિણામમાં રહી આત્મસાધન અલ્પકાળમાં કરી શકે છે, એ વાર્તા યથાર્થ છે;
તેમ જ સત્સંગના અભાવમાં સમપરિણતિ રહેવી એ વિકટ છે;
તથાપિ એમ કરવામાં જ આત્મસાધન રહ્યું હોવાથી ગમે તેવાં માઠાં નિમિત્તમાં પણ જે પ્રકારે સમપરિણતિ આવે તે પ્રકારે પ્રવર્તવું એ જ યોગ્ય છે. જ્ઞાનીના આશ્રયમાં નિરંતર વાસ હોય તો સહજ સાધન વડે પણ સમપરિણામ પ્રાપ્ત હોય છે, એમાં તો નિર્વિવાદતા છે.
પણ જ્યારે પૂર્વકર્મનાં નિબંધનથી અનુકૂળ નહીં એવાં નિમિત્તમાં નિવાસ પ્રાપ્ત થયો છે, ત્યારે ગમે તેમ કરીને પણ તેના પ્રત્યે દ્વેષપરિણામ રહે એમ પ્રવર્તવું એ જ અમારી વૃત્તિ છે, અને એ જ શિક્ષા છે.
Page #113
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૦૬
૧૦૮ અંતર્ગાનથી સ્મરણ કરતાં એવો કોઈ કાળ જણાતો નથી વા સાંભરતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ-વિકલ્પનું રટણ ન કર્યું હોય, અને એ વડે “સમાધિ' ન ભૂલ્યો હોય. નિરંતર એ સ્મરણ રહ્યા કરે છે, અને એ મહા વૈરાગ્યને આપે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છેદથી કરતાં જીવને ઉદાસીનતા કેમ ન આવી? બીજા જીવો પરત્વે ક્રોધ કરતાં, માન કરતાં, માયા કરતાં, લોભ કરતાં કે અન્યથા કરતાં તે મુઠું છે એમ યથાયોગ્ય કાં ન જાણ્યું? અર્થાત્ એમ જાણવું જોઈતું હતું, છતાં ન જાણું એ વળી ફરી પરિભ્રમણ કરવાનો વૈરાગ્ય આપે છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો (સ્ત્રીઆદિક) તે અનંત વાર છોડતાં, તેનો વિયોગ થયાં અનંત કાળ પણ થઈ ગયો; તથાપિ તેના વિના જિવાયું એ કંઈ થોડું આશ્ચર્યકારક નથી. અર્થાત્ જે જે વેળા તેવો પ્રીતિભાવ કર્યો હતો તે તે વેળા તે કલ્પિત હતો. એવો પ્રતિભાવ કાં થયો? એ ફરી ફરી વૈરાગ્ય આપે છે.
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૦૭
ઔષધ જે ભવરોગનાં
વળી જેનું મુખ કોઈ કાળે પણ નહીં જાઉં; જેને કોઈ કાળે હું ગ્રહણ નહીં જ કરું; તેને ઘેર પુત્રપણે, સ્ત્રીપણે, દાસપણે, દાસીપણે, નાના જંતુપણે શા માટે જન્મ્યો? અર્થાત્ એવા દ્વેષથી એવા રૂપે જન્મવું પડ્યું! અને તેમ કરવાની તો ઇચ્છા નહોતી! કહો એ સ્મરણ થતાં આ ક્લેશિત આત્મા પરત્વે જુગુપ્સા નહીં આવતી હોય? અર્થાત્ આવે છે. વધારે શું કહેવું?
જે જે પૂર્વનાં ભવાંતરે ભ્રાંતિપણે ભ્રમણ કર્યું; તેનું સ્મરણ થતાં હવે કેમ જીવવું એ ચિંતના થઈ પડી છે. ફરી ન જ જન્મવું અને ફરી એમ ન જ કરવું એવું દૃઢત્વ આત્મામાં પ્રકાશે છે.
પણ કેટલીક નિરુપાયતા છે ત્યાં કેમ કરવું? જે દઢતા છે તે પૂર્ણ કરવી; જરૂર પૂર્ણ પડવી એ જ રટણ છે, પણ જે કંઈ આડું આવે છે, તે કોરે કરવું પડે છે, અર્થાત્ ખસેડવું પડે છે, અને તેમાં કાળ જાય છે. જીવન ચાલ્યું જાય છે, એને ન જવા દેવું, જ્યાં સુધી યથાયોગ્ય જય ન થાય ત્યાં સુધી, એમ દઢતા છે તેનું કેમ કરવું?
Page #115
--------------------------------------------------------------------------
________________
૧૦૮
શ્રીમદ્ રાજચંદ્ર કદાપિ કોઈ રીતે તેમાંનું કંઈ કરીએ તો તેવું સ્થાન ક્યાં છે કે જ્યાં જઈને રહીએ? અર્થાત્ તેવા સંતો ક્યાં છે, કે જ્યાં જઈને એ દશામાં બેસી તેનું પોષણ પામીએ? ત્યારે હવે કેમ કરવું? “ગમે તેમ હો, ગમે તેટલાં દુઃખ વેઠો, ગમે તેટલા પરિષહ સહન કરો, ગમે તેટલા ઉપસર્ગ સહન કરો, ગમે તેટલી વ્યાધિઓ સહન કરો, ગમે તેટલી ઉપાધિઓ આવી પડો, ગમે તેટલી આધિઓ આવી પડો, ગમે તો જીવનકાળ એક સમય માત્ર હો, અને દુર્નિમિત્ત હો, પણ એમ કરવું જ. ત્યાં સુધી હે જીવ! છૂટકો નથી.” આમ નેપથ્યમાંથી ઉત્તર મળે છે, અને તે યÈયોગ્ય લાગે છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૦૯
ઔષધ જે ભવરોગનાં
૧૦૯
શારીરિક વેદનાને દેહનો ધર્મ જાણી અને બાંધેલાં એવાં કર્મોનું ફળ જાણી સમ્યકપ્રકારે અહિયાસવા યોગ્ય છે. ઘણી વાર શારીરિક વેદનાનું બળ વિશેષ વર્તતું હોય છે, ત્યારે ઉપર જે કહ્યો છે તે સમ્યપ્રકાર રૂડા જીવોને પણ સ્થિર રહેવો કઠણ થાય છે; તથાપિ હૃદયને વિષે વારંવાર તે વાતનો વિચાર કરતાં અને આત્માને નિત્ય, અછેદ્ય, અભેદ્ય, જરા, મરણાદિ ધર્મથી રહિત ભાવતાં, વિચારતાં, કેટલીક રીતે તે સભ્યપ્રકારનો નિશ્ચય આવે છે. મોટા પુરુષોએ અહિયાસેલા એવા ઉપસર્ગ, તથા પરિષદના પ્રસંગોની જીવમાં સ્મૃતિ કરી, તે વિષે તેમનો રહેલો અખંડ નિશ્ચય તે ફરી ફરી હૃદયમાં સ્થિર કરવા યોગ્ય જાણવાથી જીવને તે સમ્યકુપરિણામ ફળીભૂત થાય છે, અને વેદના, વેદનાના ક્ષયકાળે નિવૃત્ત થયે ફરી તે વેદના કોઈ કર્મનું કારણ થતી નથી.
Page #117
--------------------------------------------------------------------------
________________
૧૧૦
શ્રીમદ્ રાજચંદ્ર વ્યાધિરહિત શરીર હોય તેવા સમયમાં જીવે જો તેનાથી પોતાનું જુદાપણું જાણી, તેનું અનિત્યાદિ સ્વરૂપ જાણી, તે પ્રત્યેથી મોહ-મમત્વાદિ ત્યાગ્યાં હોય, તો તે મોટું શ્રેય છે; તથાપિ તેમ ન બન્યું હોય તો કંઈ પણ વ્યાધિ ઉત્પન્ન થયે તેવી ભાવના ભાવતાં જીવને નિશ્ચળ એવું ઘણું કરી કર્મબંધન થતું નથી; અને મહાવ્યાધિના ઉત્પત્તિકાળે તો દેહનું મમત્વ જીવે જરૂર ત્યાગી જ્ઞાનીપુરુષના માર્ગની વિચારણાએ વર્તવું, એ રૂડો ઉપાય છે. જોકે દેહનું તેવું મમત્વ ત્યાગવું કે ઓછું કરવું એ મહા દુષ્કર વાત છે, તથાપિ જેનો તેમ કરવા નિશ્ચય છે, તે વહેલે મોડે ફળીભૂત થાય છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
૧૧૧
ઔષધ જે ભવરોગનાં
૧૧૦
સહજસ્વરૂપે જીવની સ્થિતિ થવી તેને શ્રી વીતરાગ
‘મોક્ષ' કહે છે.
સહજસ્વરૂપથી જીવ રહિત નથી, પણ તે સહજસ્વરૂપનું માત્ર ભાન જીવને નથી, જે થવું તે જ સહજસ્વરૂપે સ્થિતિ છે. સંગના યોગે આ જીવ સહજસ્થિતિને ભૂલ્યો છે; સંગની નિવૃતિએ સહજસ્વરૂપનું અપરોક્ષ ભાન પ્રગટે છે. એ જ માટે સર્વ તીર્થંકરાદિ જ્ઞાનીઓએ અસંગપણું જ સર્વોત્કૃષ્ટ કહ્યું છે, કે જેના અંગે સર્વ આત્મસાધન રહ્યાં છે.
સર્વ જિનાગમમાં કહેલાં વચનો એક માત્ર અસંગપણામાં જ સમાય છે; કેમકે તે થવાને અર્થે જ તે સર્વ વચનો કહ્યાં છે. એક પરમાણુથી માંડી ચૌદ રાજલોકની અને મેષોન્મેષથી માંડી શૈલેશીઅવસ્થા પર્યંતની સર્વ ક્રિયા વર્ણવી છે, તે એ જ અસંગતા સમજાવવાને અર્થે વર્ણવી છે.
Page #119
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૧ ર
૧૧૧ સત્સંગની ઓળખાણ થવી જીવને દુર્લભ છે. કોઈ મહતું પુણ્યયોગે તે ઓળખાણ થયે નિશ્ચય કરી આ જ સત્સંગ, સપુરુષ છે એવો સાક્ષીભાવ ઉત્પન્ન થયો હોય તે જીવે તો અવશ્ય કરી પ્રવૃત્તિને સંકોચવી; પોતાના દોષ ક્ષણે ક્ષણે, કાર્યો કાર્યો અને પ્રસંગે પ્રસંગે તીર્ણ ઉપયોગ કરી જોવા, જોઈને તે પરિક્ષણ કરવા; -અને- તે સત્સંગને અર્થે દેહત્યાગ કરવાનો યોગ થતો હોય તો તે સ્વીકારવો, પણ તેથી કોઈ પદાર્થને વિષે વિશેષ ભક્તિસ્નેહ થવા દેવો યોગ્ય નથી. તેમ પ્રમાદે રસગારવાદિ દોષે તે સત્સંગ પ્રાપ્ત થયે પુરુષાર્થ ધર્મ મંદ રહે છે, અને સત્સંગ ફળવાન થતો નથી એમ જાણી પુરુષાર્થ વીર્ય ગોપવવું ઘટે નહીં.
Page #120
--------------------------------------------------------------------------
________________
૧૧૩
ઔષધ જે ભવરોગનાં
૧૧૨ અવશ્ય આ જીવે પ્રથમ સર્વ સાધનને ગૌણ જાણી, નિર્વાણનો મુખ્ય હેતુ એવો સત્સંગ જ સર્વાર્પણપણે ઉપાસવો યોગ્ય છે; કે જેથી સર્વ સાધન સુલભ થાય છે, એવો અમારો આત્મસાક્ષાત્કાર છે. તે સત્સંગ પ્રાપ્ત થયે જો આ જીવને કલ્યાણ પ્રાપ્ત ન થાય તો અવશ્ય આ જીવનો જ વાંક છે; કેમકે તે સત્સંગના અપૂર્વ, અલભ્ય, અત્યંત દુર્લભ એવા યોગમાં પણ તેણે તે સત્સંગના યોગને બાધ કરનાર એવાં માઠાં કારણોનો ત્યાગ ન કર્યો! મિથ્યાગ્રહ, સ્વચ્છંદપણું, પ્રમાદ અને ઈદ્રિયવિષયથી ઉપેક્ષા ન કરી હોય તો જ સત્સંગ ફળવાન થાય નહીં, અથવા સત્સંગમાં એકનિષ્ઠા, અપૂર્વભક્તિ આણી ન હોય તો ફળવાન થાય નહીં. જો એક એવી અપૂર્વભક્તિથી સત્સંગની ઉપાસના કરી હોય તો અલ્પ કાળમાં મિથ્યાગ્રહાદિ નાશ પામે, અને અનુક્રમે સર્વ દોષથી જીવ મુક્ત થાય.
Page #121
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧ ૧૪
૧૧૩ જેમ છે તેમ આત્મસ્વરૂપ જાણ્યું તેનું નામ સમજવું છે. તેથી ઉપયોગ અન્ય વિકલ્પરહિત થયો તેનું. નામ શમાવું છે. વસ્તુતાએ બને એક જ છે. જે જે સમજ્યા તેણે તેણે મારું તારું એ આદિ અહંત્વ, મમત્વ શમાવી દીધું; કેમકે કોઈ પણ નિજ સ્વભાવ તેવો દીઠો નહીં; અને નિજ સ્વભાવ તો અચિત્ય અવ્યાબાધસ્વરૂપ, કેવળ ન્યારો જોયો એટલે તેમાં જ સમાવેશ પામી ગયા. આત્મા સિવાય અન્યમાં સ્વમાન્યતા હતી તે ટાળી પરમાર્થે મૌન થયા; વાણીએ કરી આ આનું છે એ આદિ કહેવાનું બનવારૂપ વ્યવહાર, વચનાદિ યોગ સુધી ક્વચિત્ રહ્યો, તથાપિ આત્માથી આ મારું છે એ વિકલ્પ કેવળ સમાઈ ગયો; જેમ છે તેમ અચિંત્ય સ્વાનુભવગોચરપદમાં લીનતા થઈ.
Page #122
--------------------------------------------------------------------------
________________
૧૧૫
ઔષધ જે ભવરોગનાં
૧૧૪
જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તોપણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.
સર્વ દુ:ખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાનીપુરુષોનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.
જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.
તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાનસ્વરૂપ એવા સદ્ગુરુદેવનો નિરંતર આશ્રય અવશ્ય કરવા યોગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિયોગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.
સર્વ કાર્યમાં કર્રાવ્ય માત્ર આત્માર્થ છે;
એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૧૬
૧૧૫ વિષયાદિ ઇચ્છિત પદાર્થ ભોગવી તેથી નિવૃત્ત થવાની ઇચ્છા રાખવી અને તે ક્રમે પ્રવર્તવાથી આગળ પર તે વિષયમૂચ્છ ઉત્પન્ન થવી ન સંભવે એમ થવું કઠણ છે, કેમકે જ્ઞાનદશા વિના વિષયનું નિર્મળપણું થવું સંભવતું નથી. માત્ર ઉદય વિષયો ભોગવ્યાથી નાશ થાય, પણ જો જ્ઞાનદશા ન હોય તો ઉત્સુક પરિણામ, વિષય આરાધતાં ઉત્પન્ન થયા વિના ન રહે; અને તેથી વિષય પરાજિત થવાને બદલે વિશેષ વર્ધમાન થાય. જેને જ્ઞાનદશા છે તેવા પુરુષો વિષયાકાંક્ષાથી અથવા વિષયનો અનુભવ કરી તેથી વિરક્ત થવાની ઇચ્છાથી તેમાં પ્રવર્તતા નથી, અને એમ જો પ્રવર્તવા જાય તો જ્ઞાનને પણ આવરણ આવવા યોગ્ય છે. માત્ર પ્રારબ્ધ સંબંધી ઉદય હોય એટલે છૂટી ન શકાય તેથી જ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ છે. તે પણ પૂર્વપશ્ચાત્ પશ્ચાત્તાપવાળી અને મંદમાં મંદ પરિણામસંયુક્ત હોય છે. સામાન્ય મુમુક્ષુ જીવ વૈરાગ્યના ઉદ્ભવને અર્થે વિષય આરાધવા જતાં તો ઘણું કરી બંધાવા સંભવ છે, કેમકે જ્ઞાનીપુરુષ પણ તે પ્રસંગોને માંડ માંડ જીતી શક્યા છે, તો જેની માત્ર વિચારદશા છે, એવા પુરુષનો ભાર નથી કે તે વિષયને એવા પ્રકારે જીતી શકે.
Page #124
--------------------------------------------------------------------------
________________
૧૧૭
ઔષધ જે ભવરોગનાં
૧૧૬ સર્વ ભાવથી અસંગપણું થવું તે સર્વથી દુષ્કરમાં દુષ્કર સાધન છે; અને તે નિરાશ્રયપણે સિદ્ધ થવું અત્યંત દુષ્કર છે. એમ વિચારી શ્રી તીર્થંકરે સત્સંગને તેનો આધાર કહ્યો છે, કે જે સત્સંગના યોગે સહજસ્વરૂપભૂત એવું અસંગપણું જીવન ઉત્પન્ન થાય છે. તે સત્સંગ પણ જીવને ઘણી વાર પ્રાપ્ત થયા છતાં ફળવાન થયો નથી એમ શ્રી વીતરાગે કહ્યું છે, કેમકે તે સત્સંગને ઓળખી, આ જીવે તેને પરમ હિતકારી જાણ્યો નથી; પરમ સ્નેહે ઉપાસ્યો નથી; અને પ્રાપ્ત પણ અપ્રાપ્ત ફળવાન થવા યોગ્ય સંજ્ઞાએ વિસર્જન કર્યો છે, એમ કહ્યું છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૧૮
૧૧૭ ઘણું કરીને ઉત્પન કરેલાં એવાં કર્મની રહસ્યભૂત મતિ મૃત્યુ વખતે વર્તે છે. ક્વચિત્ માંડ પરિચય થયેલ એવો પરમાર્થ તે એક ભાવ; અને નિત્ય પરિચિત નિજકલ્પનાદિ ભાવે રૂઢિધર્મનું ગ્રહણ એવો ભાવ, એમ ભાવ બે પ્રકારના થઈ શકે.
સદ્વિચારે યથાર્થ આત્મદષ્ટિ કે વાસ્તવ ઉદાસીનતા તો - સર્વ જીવ સમૂહ જોતાં કોઈક વિરલ જીવને ક્વચિતુ
ક્વચિત્ હોય છે; અને બીજો ભાવ અનાદિ પરિચિત છે, તે જ પ્રાય સર્વ જીવમાં જોવામાં આવે છે, અને દેહાંત પ્રસંગે પણ તેનું પ્રાબલ્ય જોવામાં આવે છે, એમ જાણી મૃત્યુ સમીપ આવ્યું તથારૂપ પરિણતિ કરવાનો વિચાર, વિચારવાન પુરુષ છોડી દઈ, પ્રથમથી જ તે પ્રકારે વર્તે છે.
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૧૯
ઔષધ જે ભવરોગનાં
૧૧૮ શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે. અસ્વસ્થ કાર્યની પ્રવૃત્તિ કરવી, અને આત્મપરિણામ સ્વસ્થ રાખવાં એવી વિષમ પ્રવૃત્તિ શ્રી તીર્થકર જેવા જ્ઞાનીથી બનવી કઠણ કહી છે, તો પછી બીજા જીવને વિષે તે વાત સંભવિત કરવી કઠણ હોય એમાં આશ્ચર્ય નથી. કોઈ પણ પરપદાર્થને વિષે ઇચ્છાની પ્રવૃત્તિ છે, અને કોઈ પણ પરપદાર્થના વિયોગની ચિંતા છે, તેને શ્રી જિન આર્તધ્યાન કહે છે, તેમાં અંદેશો ઘટતો નથી. દઢ વૈરાગ્યવાનના ચિત્તને જે પ્રવૃત્તિ બાધ કરી શકે એવી છે, તે પ્રવૃત્તિ અદઢ વૈરાગ્યવાન જીવને કલ્યાણ સન્મુખ થવા ન દે એમાં આશ્ચર્ય નથી. જેટલી સંસારને વિષે સારપરિણતિ મનાય તેટલી આત્મજ્ઞાનની ન્યૂનતા શ્રી તીર્થકરે કહી છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૨૦
૧૧૯ શ્રી જિને જે આત્મઅનુભવ કર્યો છે, અને પદાર્થનાં સ્વરૂપ સાક્ષાત્કાર કરી જે નિરૂપણ કર્યું છે તે, સર્વ મુમુક્ષુ જીવે પરમકલ્યાણને અર્થે નિશ્ચય કરી વિચારવા યોગ્ય છે. જિને કહેલા સર્વ પદાર્થના ભાવો એક આત્મા પ્રગટ કરવાને અર્થે છે, અને મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ બેની ઘટે છે; એક આત્મજ્ઞાનીની અને એક આત્મજ્ઞાનીના આશ્રયવાનની, એમ શ્રી જિને કહ્યું છે. આત્મા સાંભળવો, વિચારવો, નિદિધ્યાસવો, અનુભવવો એવી એક વેદની શ્રુતિ છે; અર્થાતુ જો એક એ જ પ્રવૃત્તિ કરવામાં આવે તો જીવ તરી પાર પામે એવું લાગે છે. બાકી તો માત્ર કોઈ શ્રી તીર્થકર જેવા જ્ઞાની વિના, સર્વને આ પ્રવૃત્તિ કરતાં કલ્યાણનો વિચાર કરવો અને નિશ્ચય થવો તથા આત્મસ્વસ્થતા થવી દુર્લભ છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨૧
ઔષધ જે ભવરોગનાં
૧૨૦ સર્વ વિભાવથી ઉદાસીન અને અત્યંત શુદ્ધ નિજ પર્યાયને સહજપણે આત્મા ભજે, તેને શ્રી જિને તીવજ્ઞાનદશા કહી છે. જે દશા આવ્યા વિના કોઈ પણ જીવ બંધનમુક્ત થાય નહીં, એવો સિદ્ધાંત શ્રી જિને પ્રતિપાદન કર્યો છે; જે અખંડ સત્ય છે. કોઈક જીવથી એ ગહન દશાનો વિચાર થઈ શકવા યોગ્ય છે, કેમકે અનાદિથી અત્યંત અજ્ઞાન દશાએ આ જીવે પ્રવૃત્તિ કરી છે, તે પ્રવૃત્તિ એકદમ અસત્ય, અસાર સમજાઈ, તેની નિવૃત્તિ સૂઝે, એમ બનવું બહુ કઠણ છે; માટે જ્ઞાની પુરુષનો આશ્રય કરવારૂપ ભક્તિમાર્ગ જિને નિરૂપણ કર્યો છે, કે જે માર્ગ આરાધવાથી સુલભપણે જ્ઞાનદશા ઉત્પન્ન થાય છે. જ્ઞાનીપુરુષના ચરણને વિષે મન સ્થાપ્યા વિના એ ભક્તિમાર્ગ સિદ્ધ થતો નથી, જેથી ફરી ફરી જ્ઞાનીની આજ્ઞા આરાધવાનું જિનાગમમાં ઠેકાણે ઠેકાણે કથન કર્યું છે. જ્ઞાનીપુરુષના ચરણમાં મનનું સ્થાપન થવું પ્રથમ કઠણ પડે છે, પણ વચનની અપૂર્વતાથી, તે વચનનો વિચાર કરવાથી, તથા જ્ઞાની પ્રત્યે અપૂર્વ દૃષ્ટિએ જોવાથી, મનનું સ્થાપન થવું સુલભ થાય છે.
Page #129
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧ ૨ ૨
૧૨૧ જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચવિષયાદિ દોષો છે. તે દોષ થવાનાં સાધનથી જેમ બને તેમ દૂર રહેવું, અને પ્રાપ્તસાધનમાં પણ ઉદાસીનતા રાખવી, અથવા તે તે સાધનોમાંથી અહંબુદ્ધિ છોડી દઈ, રોગરૂપ જાણી પ્રવર્તવું ઘટે. અનાદિ દોષનો એવા પ્રસંગમાં વિશેષ ઉદય થાય છે. કેમકે આત્મા તે દોષને છેદવા પોતાની સન્મુખ લાવે છે કે, તે સ્વરૂપાંતર કરી તેને આકર્ષે છે, અને જાગૃતિમાં શિથિલ કરી નાંખી પોતાને વિષે એકાગ્રબુદ્ધિ કરાવી દે છે. તે એકાગ્રબુદ્ધિ એવા પ્રકારની હોય છે કે, “મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાધ નહીં થાય, હું અનુક્રમે તેને છોડીશ; અને કરતાં જાગૃત રહીશ;' એ આદિ ભ્રાંતદશા તે દોષ કરે છે; જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી, અથવા તે દોષ વધે છે, તેનો લક્ષ તેને આવી શકતો નથી.
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૩
ઔષધ જે ભવરોગનાં
૧૨૨
એ વિરોધી સાધનનો બે પ્રકારથી ત્યાગ થઈ શકે છે : એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ;
બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું. વિચારથી ક૨ી તુચ્છપણું સમજાવા માટે પ્રથમ તે પંચવિષયાદિના સાધનની નિવૃત્તિ કરવી વધારે યોગ્ય છે, કેમકે તેથી વિચારનો અવકાશ પ્રાપ્ત થાય છે. તે પંચવિષયાદિ સાધનની નિવૃત્તિ સર્વથા કરવાનું જીવનું બળ ન ચાલતું હોય ત્યારે,
ક્રમે ક્રમે, દેશે દેશે તેનો ત્યાગ કરવો ઘટે; પરિગ્રહ તથા ભોગોપભોગના પદાર્થનો અલ્પ પરિચય કરવો ઘટે.
એમ કરવાથી અનુક્રમે તે દોષ મોળા પડે, અને આશ્રયભક્તિ દેઢ થાય; તથા જ્ઞાનીનાં વચનોનું આત્મામાં પરિણામ થઈ તીવ્રજ્ઞાનદશા પ્રગટી જીવન્મુક્ત થાય.
જીવ કોઈક વાર આવી વાતનો વિચાર કરે, તેથી અનાદિ અભ્યાસનું બળ ઘટવું કઠણ પડે, પણ દિનદિન પ્રત્યે, પ્રસંગે પ્રસંગે અને પ્રવૃત્તિ પ્રવૃત્તિએ ફરી ફરી વિચાર કરે, તો અનાદિ અભ્યાસનું બળ ઘટી, અપૂર્વ અભ્યાસની સિદ્ધિ થઈ સુલભ એવો આશ્રયભક્તિમાર્ગ સિદ્ધ થાય.
Page #131
--------------------------------------------------------------------------
________________
૧ ૨૪
શ્રીમદ્ રાજચંદ્ર
૧૨૩ સપુરુષનો યોગ પામવો તો સર્વકાળમાં જીવને દુર્લભ છે, તેમાં પણ આવા દુષમકાળમાં તો ક્વચિત્ જ તે યોગ બને છે. વિરલા જ સત્પરુષ વિચરે છે. તે સમાગમનો લોક અપૂર્વ છે, એમ જાણીને જીવે મોક્ષમાર્ગની પ્રતીતિ કરી, તે માર્ગનું નિરંતર આરાધન કરવું યોગ્ય છે. તે સમાગમનો યોગ ન હોય ત્યારે આરંભ પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિને ઓસરાવી સન્શાસ્ત્રનો પરિચય વિશેષ કરીને કર્તવ્ય છે. વ્યાવહારિક કાર્યોની પ્રવૃત્તિ કરવી પડતી હોય તોપણ તેમાંથી વૃત્તિને મોળી પાડવા જે જીવ ઇચ્છે છે તે જીવ મોળી પાડી શકે છે; અને સન્શાસ્ત્રના પરિચયને અર્થે ઘણો અવકાશ પ્રાપ્ત કરી શકે છે. ઔરંભ પરિગ્રહ પરથી જેની વૃત્તિ ખેદ પામી છે, એટલે તેને અસાર જાણી તે પ્રત્યેથી જે જીવો ઓસર્યા છે, તે જીવોને સત્પરુષોનો સમાગમ અને સન્શાસ્ત્રનું શ્રવણ વિશેષ કરીને હિતકારી થાય છે. આરંભ પરિગ્રહ પર વિશેષ વૃત્તિ વર્તતી હોય તે જીવમાં સત્પરુષનાં વચનનું અથવા સલ્ફાસ્ત્રનું પરિણમન થવું કઠણ છે. આરંભ પરિગ્રહ પરથી વૃત્તિ મોળી પાડવાનું અને સન્શાસ્ત્રના પરિચયમાં રુચિ કરવાનું પ્રથમ કઠણ પડે છે; કેમકે જીવનો અનાદિ પ્રકૃતિભાવ તેથી જુદો છે; તોપણ જેણે તેમ કરવાનો નિશ્ચય કર્યો છે, તે તેમ કરી શક્યા છે; માટે વિશેષ ઉત્સાહ રાખી તે પ્રવૃત્તિ કર્તવ્ય છે.
Page #132
--------------------------------------------------------------------------
________________
૧ ૨૫
ઔષધ જે ભવરોગનાં
૧૨૪ આ પ્રવૃત્તિ વ્યવહાર એવો છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું એ અસંભવિત જેવું છે. કોઈ વિરલા જ્ઞાની એમાં શાંત સ્વરૂપનૈષ્ઠિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટતાથી બને એવું છે. તેમાં અલ્પ અથવા સામાન્ય મુમુક્ષુવૃત્તિના જીવો શાંત રહી શકે, સ્વરૂપનૈષ્ઠિક રહી શકે એમ યથારૂપ નહીં - • પણ અમુક અંશે થવાને અર્થે જે કલ્યાણરૂપ
અવલંબનની આવશ્યકતા છે, તે સમજાવાં, પ્રતીત થવાં અને અમુક સ્વભાવથી આત્મામાં સ્થિત થવાં કઠણ છે. જો તેવો કોઈ યોગ બને તો અને જીવ શુદ્ધ નૈષ્ઠિક થાય તો, શાંતિનો માર્ગ પ્રાપ્ત થાય એમ નિશ્ચય છે. પ્રમત્ત સ્વભાવનો જય કરવાને અર્થે પ્રયત્ન કરવું યોગ્ય છે. આ સંસારરણભૂમિકામાં દુષમકાળરૂપ શીખના ઉદયનો યોગ ન વેદે એવી સ્થિતિનો વિરલ જીવો અભ્યાસ કરે છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૨૬
૧૨૫
ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતાં પણ જેનો એક સમયમાત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્યદેહ અને પરમાર્થને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત છતાં જો જન્મમરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હો! જેમણે પ્રમાદનો જય કર્યો તેમણે પરમ પદનો જય કર્યો.
૧ ૨૬ ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણિને " ચિંતામણિ કહ્યો છે; એ જ આ મનુષ્યદેહ છે કે જે દેહમાં, યોગમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી તો પાર પડે છે. અચિંત્ય જેનું માહાભ્ય છે એવું સત્સંગરૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થયે જીવ દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિષે તે અગિયારમું આશ્ચર્ય જ છે.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧ ૨૭
ઔષધ જે ભવરોગનાં
૧૨૭
સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે અપ્રતિબંધ થઈ નિજસ્વરૂપમાં સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર. જેને કંઈ પ્રિય નથી, જેને કંઈ અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને માન-અપમાન, લાભ-અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ કંઠનો અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્યસ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે અને પામશે તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે જેવો વસ્ત્રનો સંબંધ છે, તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે આત્માનો સંબંધ દીઠો છે, અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે, તે મહપુરુષોને જીવન અને મરણ બને સમાન છે.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૨૮
શ્રીમદ્ રાજચંદ્ર
૧૨૮ ઉત્કૃષ્ટ સંપત્તિનાં ઠેકાણાં જે ચક્રવર્યાદિ પદ તે સર્વ અનિત્ય દેખીને વિચારવાન પુરુષો તેને છોડીને ચાલી નીકળ્યા છે; અથવા પ્રારબ્ધોદયે વાસ થયો તોપણ અમૂછિતપણે અને ઉદાસીનપણે તેને પ્રારબ્ધોદય સમજીને વર્યા છે; અને ત્યાગનો લક્ષ રાખ્યો છે.
૧ ૨૯
મુમુક્ષુ જીવન એટલે વિચારવાન જીવને આ સંસારને વિષે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. એક અજ્ઞાનની નિવૃત્તિ ઇચ્છવી એ રૂપ જે ઇચ્છા તે સિવાય વિચારવાન જીવને બીજી ઈચ્છા હોય નહીં, અને પૂર્વકર્મના બળે તેવો કોઈ ઉદય હોય તોપણ વિચારવાનના ચિત્તમાં સંસાર કારાગૃહ છે, સમસ્ત લોક દુઃખે કરી આર્ત છે, ભયાકુળ છે, રાગદ્વેષનાં પ્રાપ્ત ફળથી બળતો છે, એવો વિચાર નિશ્ચયરૂપ જ વર્તે છે; અને જ્ઞાનપ્રાપ્તિનો કંઈ અંતરાય છે, માટે તે કારાગૃહરૂપ સંસાર મને ભયનો હેતુ છે અને લોકનો પ્રસંગ કરવા યોગ્ય નથી, એ જ એક ભય વિચારવાનને ઘટે છે.
Page #136
--------------------------------------------------------------------------
________________
૧ ૨૯
ઔષધ જે ભવરોગનાં
૧૩૦ આત્માને વિભાવથી અવકાશિત કરવાને અર્થે અને સ્વભાવમાં અનવકાશપણે રહેવાને અર્થે કોઈ પણ મુખ્ય ઉપાય હોય તો આત્મારામ એવા જ્ઞાનીપુરુષનો નિષ્કામ બુદ્ધિથી ભક્તિયોગરૂપ સંગ છે. તે સફળ થવાને અર્થે નિવૃત્તિક્ષેત્રમાં તેવો જોગ પ્રાપ્ત થવો એ કોઈ મોટા પુણ્યનો જોગ છે, અને તેવો પુણ્યજોગ ઘણા પ્રકારના અંતરાયવાળો પ્રાયે આ જગતને વિષે દેખાય છે. આત્માપણે કેવળ આત્મા વર્તે એમ જે ચિતવન રાખવું તે લક્ષ છે, શાસ્ત્રના પરમાર્થરૂપ છે. આ આત્મા પૂર્વે અનંત કાળ વ્યતીત કર્યું જાણ્યો નથી, તે ઉપરથી એમ લાગે છે કે તે જાણવાનું કાર્ય સર્વથી વિકટ છે; અથવા તો જાણવાના તથારૂપ યોગો પરમ દુર્લભ છે. જીવ અનંતકાળથી એમ જાણ્યા કરે છે કે હું અમુકને જાણું છું, અમુકને નથી જાણતો એમ નથી, એમ છતાં જે રૂપે પોતે છે તે રૂપનું નિરંતર વિસ્મરણ ચાલ્યું આવે છે, એ વાત બહુ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે, અને તેનો ઉપાય પણ બહુ પ્રકારે વિચારવા યોગ્ય છે.
Page #137
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩૦
૧૩૧ સંસાર સ્પષ્ટ પ્રીતિથી કરવાની ઇચ્છા થતી હોય તો તે પુરુષે જ્ઞાનીનાં વચન સાંભળ્યાં નથી; અથવા જ્ઞાનીપુરુષનાં દર્શન પણ તેણે કર્યા નથી, એમ તીર્થકર કહે છે. જેની કેડનો ભંગ થયો છે, તેનું પ્રાયે બધું બળ પરિક્ષીણપણાને ભજે છે. જેને જ્ઞાનીપુરુષનાં વચનરૂપ લાકડીનો પ્રહાર થયો છે તે પુરુષને વિષે તે પ્રકારે સંસાર સંબંધી બળ હોય છે, એમ તીર્થકર કહે છે.
૧૩૨ હે જીવ, ભૂલ મા, તને સત્ય કહું છું. * સુખ અંતરમાં છે; તે બહાર શોધવાથી નહીં મળે.
અંતરનું સુખ અંતરની સ્થિતિમાં છે; સ્થિતિ થવા માટે બાહ્ય પદાર્થો સંબંધીનું આશ્ચર્ય ભૂલ. સ્થિતિ રહેવી બહુ વિકટ છે; નિમિત્તાધીન ફરી ફરી વૃત્તિ ચલિત થઈ જાય છે. એનો દઢ ઉપયોગ રાખવો જોઈએ. એ ક્રમ યથાયોગ્ય ચલાવ્યો આવીશ તો તું મૂંઝાઈશ નહીં, નિર્ભય થઈશ. હે જીવ! તું ભૂલ મા. વખતે વખતે ઉપયોગ ચૂકી કોઈને રંજન કરવામાં, કોઈથી રંજન થવામાં, વા મનની નિર્બળતાને લીધે અન્ય પાસે મંદ થઈ જાય છે, એ ભૂલ થાય છે. તે ન કર.
Page #138
--------------------------------------------------------------------------
________________
૧૩૧
ઔષધ જે ભવરોગનાં
૧૩૩ કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે. ગમે તેટલી તેની સુધારણા કરશો તોપણ એકાંતથી જેટલો સંસારક્ષય થવાનો છે, તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કષાયનું તે નિમિત્ત છે; મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતરગુફામાં તે જાજ્વલ્યમાન છે. સુધારણા કરતાં વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે, માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પદાસી થવું, અલ્પપરિચયી થવું, અલ્પઆવકારી થવું, અલ્પભાવના દર્શાવવી, અલ્પસહચારી થવું, અલ્પગુરુ થવું, પરિણામ વિચારવું, એ જ શ્રેયસ્કર છે.
Page #139
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩૨
૧૩૪ (રાગ - મૈત્રીભાવનું પવિત્ર ઝરણું) નવકાર મંત્રનો મહિમા મોટો સુણજો થઈ એકતાર રે; હૃદયે રાખી રટણ કરો તો સફળ બને અવતાર રે.
નમો અરિહંતાણં નમો નમો
નમો નમો સિદ્ધાણં નમો નમો શ્રદ્ધાને ભક્તિનો હૈયે જલતો રાખો દીવડો, મોહ-માન માયા ત્યાગીને રંગે રંગો જીવડો, સંકટ સમયે સહાયક થઈને ઉતારે ભવપાર રે..હૃદયે,
નમો અરિહંતાણં નમો નમો
નમો નમો સિદ્ધાણં નમો નમો...૧ અજર અમર પદ આપે એવો એક જ મંત્ર અનોખો, ઘડજો સંયમ ને સંસ્કારે માનવ મનખો મોંઘો, ચૌદ પૂર્વના સારરૂપ એ ઉતારે ભવપાર રે...હૃદયે.
નમો અરિહંતાણં નમો નમો નમો નમો સિદ્ધાણં નમો નમો...૧
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૩
ઔષધ જે ભવરોગનાં
૧૩પ
શ્રી સદ્ગુરવે નમો નમ:
આત્મસિદ્ધિ શાસ્ત્ર
જે સ્વરૂપ સમજ્યા વિના, પામ્યો દુ:ખ અનંત; સમજાવ્યું તે પદ નમું, શ્રી સદગુરુ ભગવંત. ૧ વર્તમાન આ કાળમાં, મોક્ષમાર્ગ બહુ લોપ; વિચારવા આત્માથને, ભાખ્યો અત્ર અગોપ્ય. ૨ કોઈ ક્રિયાજડ થઈ રહ્યા, શુષ્કજ્ઞાનમાં કોઈ; માને મારગ મોક્ષનો, કરુણા ઊપજે જોઈ. ૩ બાહ્ય ક્રિયામાં રાચતા, અંતર્ભેદ ન કાંઈ; જ્ઞાનમાર્ગ નિષેધતા, તેહ ક્રિયાજડ આઈ. ૪ બંધ મોક્ષ છે કલ્પના, ભાખે વાણી માંહી; વર્તે મોહાવેશમાં, શુષ્કજ્ઞાની તે આંહી. ૫ વૈરાગ્યાદિ સફળ તો, જો સહ આતમજ્ઞાન; તેમ જ આતમજ્ઞાનની, પ્રાપ્તિતણાં નિદાન. ૬ ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન; અટકે ત્યાગ વિરાગમાં, તો ભૂલે નિજભાન. ૭ જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, તહાં સમજવું તેહ; ત્યાં ત્યાં તે તે આચરે, આત્માર્થી જન એહ. ૮
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૩૪
શ્રીમદ્ રાજચંદ્ર સેવે સદ્ગુરુચરણને, ત્યાગી દઈ નિજપક્ષ; પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ. ૯ આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ; અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્ગુરુ લક્ષણ યોગ્ય. ૧૦ પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહિ, પરોક્ષ જિન ઉપકાર; એવો લક્ષ થયા વિના, ઊગે ન આત્મવિચાર. ૧૧ સગુરુના ઉપદેશ વણ, સમજાય ન જિનરૂપ; સમજ્યા વણ ઉપકાર શો? સમજ્ય જિનસ્વરૂપ. ૧૨ આત્માદિ અસ્તિત્વનાં, જેહ નિરૂપક શાસ્ત્ર; પ્રત્યક્ષ સદ્ગુરુ યોગ નહિ, ત્યાં આધાર સુપાત્ર. ૧૩
અથવા સદ્ગુરુએ કહ્યાં, જે અવગાહન કાજ; . તે તે નિત્ય વિચારવાં, કરી મતાંતર ત્યાજ. ૧૪ રોકે જીવ સ્વછંદ તો, પામે અવશ્ય મોક્ષ; પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ. ૧૫ પ્રત્યક્ષ સગુરુ યોગથી, સ્વચ્છંદ તે રોકાય; અન્ય ઉપાય કર્યા થકી, પ્રાયે બમણો થાય. ૧૬ સ્વચ્છંદ, મત આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; સમકિત તેને ભાખિયું, કારણ ગણી પ્રત્યક્ષ. ૧૭ માનાદિક શત્રુ મહા, નિજ છંદે ન મરાય; જાતાં સદ્ગુરુ શરણમાં, અલ્પ પ્રયાસે જાય. ૧૮ જે સદ્ગુરુ ઉપદેશથી, પામ્યો કેવળજ્ઞાન; ગુરુ રહ્યા છમસ્થ પણ, વિનય કરે ભગવાન. ૧૯
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૩૫
ઔષધ જે ભવરોગનાં એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; ) તેહ મતાથ લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩
મતાથ-લક્ષણ : બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત અભિમાન; રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચય નય રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯
Page #143
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩૬
જ્ઞાનદશા પામે નહીં, સાધનદશા ન કાંઈ; પામે તેનો સંગ છે, તે બૂડે ભવ માંહી. ૩૦ એ પણ જીવ મતાર્થમાં, નિજમાનાદિ કાજ; પામે નહિ પરમાર્થને, અનુ-અધિકારીમાં જ. ૩૧ નહિ કષાય ઉપશાંતતા, નહિ અંતર વૈરાગ્ય; સરળપણું ન મધ્યસ્થતા, એ મતાથ દુર્ભાગ્ય. ૩૨ લક્ષણ કહ્યાં મતાર્થીનાં, મતાર્થ જાવા કાજ; હવે કહું આત્માથના, આત્મ-અર્થ સુખસાજ. ૩૩
- આત્માર્થી-લક્ષણ : આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હોય; બાકી કુળગુરુ કલ્પના, આત્માર્થી નહિ જોય. ૩૪ પ્રત્યક્ષ સદ્ગુરુ પ્રાપ્તિનો, ગણે પરમ ઉપકાર; ત્રણે યોગ એકત્વથી, વર્તે આજ્ઞાધાર. ૩૫ એક હોય ત્રણ કાળમાં, પરમારથનો પંથ; પ્રેરે તે પરમાર્થને, તે વ્યવહાર સમત. ૩૬ એમ વિચારી અંતરે, શોધે સદ્ગુરુ યોગ; કામ એક આત્માર્થનું, બીજો નહિ મનરોગ. ૩૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ અભિલાષ; ભવે ખેદ, પ્રાણીદયા, ત્યાં આત્માર્થ નિવાસ. ૩૮ દશા ન એવી જ્યાં સુધી, જીવ લહે નહિ જોગ; મોક્ષમાર્ગ પામે નહીં, મટે ન અંતર રોગ. ૩૯
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૩૭
ઔષધ જે ભવરોગનાં આવે જ્યાં એવી દશા, સગુરુબોધ સુહાય; તે બોધ સુવિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ૪૦
જ્યાં પ્રગટે સુવિચારણા, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે જ્ઞાને ક્ષય મોહ થઈ, પામે પદ નિર્વાણ. ૪૧ ઊપજે તે સુવિચારણા, મોક્ષમાર્ગ સમજાય; ગુરુશિષ્યસંવાદથી, ભાખું ષપદ આંહી. ૪૨
ષપદનામકથન : “આત્મા છે', ‘તે નિત્ય છે', “છે કર્તા નિજકર્મ';
છે ભોક્તા', વળી “મોક્ષ છે', “મોક્ષ ઉપાય સુધર્મ'. ૪૩ ષસ્થાનક સંક્ષેપમાં, પર્દર્શન પણ તેહ; સમજાવા પરમાર્થને, કહ્યાં જ્ઞાનીએ એહ. ૪૪
શંકા - શિષ્ય ઉવાચ : શિષ્ય પ્રથમ સ્થાનકની શંકા કહે છે – નથી દૃષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ; બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવસ્વરૂપ. ૪૫ અથવા દેહ જ આતમા, અથવા ઇન્દ્રિય પ્રાણ; મિથ્યા જુદો માનવો, નહીં જુદું એંધાણ. ૪૬ વળી જો આત્મા હોય તો, જણાય તે નહિ કેમ? જણાય જો તે હોય તો, ઘટ પટ આદિ જેમ. ૪૭ માટે છે નહિ આતમા, મિથ્યા મોક્ષ ઉપાય; એ અંતર શંકા તણો, સમજાવો સદુપાય. ૪૮
Page #145
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૩૮
સમાધાન - સદ્ગુરુ ઉવાચ : ‘આત્મા છે’ એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, પ્રગટ લક્ષણે ભાન. ૪૯ ભાસ્યો દેહાધ્યાસથી, આત્મા દેહ સમાન; પણ તે બન્ને ભિન્ન છે, જેમ અસિ ને મ્યાન. ૫૦ જે દ્રષ્ટા છે દૃષ્ટિનો, જે જાણે છે રૂપ; જે અબાધ્ય અનુભવ જે રહે, તે છે જીવસ્વરૂપ. ૫૧ છે ઇન્દ્રિય પ્રત્યેકને, નિજ નિજ વિષયનું જ્ઞાન; પાંચ ઇન્દ્રીના વિષયનું, પણ આત્માને ભાન. પર દેહ ન જાણે તેહને, જાણે ન ઇન્દ્રી, પ્રાણ; આત્માની સત્તા વડે, તેહ પ્રવર્તે જાણ. ૫૩ સર્વ અવસ્થાને વિષે, ન્યારો સદા જણાય; પ્રગટરૂપ ચૈતન્યમય, એ એંધાણ
સદાય. ૫૪
ઘટ, પટ આદિ જાણ તું, તેથી તેને માન; જાણનાર તે માન નહિ, કહીએ કેવું જ્ઞાન? ૫૫ પરમ બુદ્ધિ કૃશ દેહમાં, સ્થૂળ દેહ મતિ અલ્પ; દેહ હોય જો આતમા, ઘટે ન આમ વિકલ્પ. ૫૬ જડ ચેતનનો ભિન્ન છે, કેવળ પ્રગટ સ્વભાવ; એકપણું પામે નહીં, ત્રણે આત્માની શંકા કરે, આત્મા શંકાનો કરનાર તે, અચરજ
કાળ
ભાવ. ૫૭
પોતે આપ; એહ અમાપ. ૫૮
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૩૯
ઔષધ જે ભવરોગનાં શંકા - શિષ્ય ઉવાચ : આત્મા નિત્ય નથી', એમ શિષ્ય કહે છેઃઆત્માના અસ્તિત્વના, આપે કહ્યા પ્રકાર; સંભવ તેનો થાય છે, અંતર કર્યો વિચાર. ૫૯ બીજી શંકા થાય ત્યાં, આત્મા નહિ અવિનાશ; દેહયોગથી ઊપજે, દેહવિયોગે નાશ. ૬૦ અથવા વસ્તુ ક્ષણિક છે, ક્ષણે ક્ષણે પલટાય; એ અનુભવથી પણ નહીં, આત્મા નિત્ય જણાય. ૬૧
સમાધાન - સદ્ગુરુ ઉવાચ : આત્મા નિત્ય છે' એમ સશુરુ સમાધાન કરે છે – દેહ માત્ર સંયોગ છે, વળી જડ રૂપી દૃશ્ય; ચેતનનાં ઉત્પત્તિ લય, કોના અનુભવ વશ્ય? ૬૨ જેના અનુભવ વશ્ય એ, ઉત્પન્ન લયનું જ્ઞાન; તે તેથી જુદા વિના, થાય ન કેમે ભાન. ૬૩ જે સંયોગો દેખિયે, તે તે અનુભવ દશ્ય; ઊપજે નહિ સંયોગથી, આત્મા નિત્ય પ્રત્યક્ષ. ૬૪ જડથી ચેતન ઊપજે, ચેતનથી જડ થાય; એવો અનુભવ કોઈને, ક્યારે કદી ન થાય. ૬૫ કોઈ સંયોગોથી નહિ, જેની ઉત્પત્તિ થાય; નાશ ન તેનો કોઈમાં, તેથી નિત્ય સદાય. ૬૬ ક્રોધાદિ તરતમ્યતા, સર્પાદિકની માંય; પૂર્વજન્મ સંસ્કાર તે, જીવ નિત્યતા ત્યાંય. ૬૭
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૪૦
શ્રીમદ્ રાજચંદ્ર આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય; બાળાદિ વય ત્રણ્યનું, જ્ઞાન એકને થાય. ૬૮ અથવા જ્ઞાન ક્ષણિકનું, જે જાણી વદનાર; વદનારો તે ક્ષણિક નહિ, કર અનુભવ નિર્ધાર. ૬૯ ક્યારે કોઈ વસ્તુનો, કેવળ હોય ન નાશ; ચેતન પામે નાશ તો, કેમાં ભળે તપાસ. ૭૦
શંકા - શિષ્ય ઉવાચ : આત્મા કર્મનો કર્તા નથી', એમ શિષ્ય કહે છે – કર્તા જીવ ન કર્મનો, કર્મ જ કર્તા કર્મ; અથવા સહજ સ્વભાવ કાં, કર્મ જીવનો ધર્મ. ૭૧ આત્મા સદા અસંગ ને, કરે પ્રકૃતિ બંધ; અથવા ઈશ્વર પ્રેરણા, તેથી જીવ અબંધ. ૭૨ માટે મોક્ષ ઉપાયનો, કોઈ ન હેતુ જણાય; કર્મતણું કર્તાપણું, કાં નહિ, કાં નહિ જાય. ૭૩
સમાધાન - સગુરુ ઉવાચ : કર્મનું કર્તાપણું આત્માને જે પ્રકારે છે
તે પ્રકારે સદ્ગુરુ સમાધાન કરે છે – હોય ન ચેતન પ્રેરણા, કોણ રહે તો કર્મ? જડસ્વભાવ નહિ પ્રેરણા, જુઓ વિચારી ધર્મ. ૭૪ જો ચેતન કરતું નથી, નથી થતાં તો કર્મ; તેથી સહજ સ્વભાવ નહિ, તેમ જ નહિ જીવધર્મ. ૭૫
Page #148
--------------------------------------------------------------------------
________________
૧૪૧
ઔષધ જે ભવરોગનાં કેવળ હોત અસંગ જો, ભાસત તને ન કેમ? અસંગ છે પરમાર્થથી, પણ નિજભાને તેમ. ૭૬ કર્તા ઈશ્વર કોઈ નહિ, ઈશ્વર શુદ્ધ સ્વભાવ; અથવા પ્રેરક તે ગણે, ઈશ્વર દોષપ્રભાવ. ૭૭ ચેતન જો નિજ ભાનમાં, કર્તા આપ સ્વભાવ; વર્તે નહિ નિજ ભાનમાં, કર્તા કર્મ-પ્રભાવ. ૭૮
શંકા - શિષ્ય ઉવાચ : તે કર્મનું ભોક્તાપણું જીવને નહીં હોય?
એમ શિષ્ય કહે છે:જીવ કર્મ કર્તા કહો, પણ ભોક્તા નહિ સોય; શું સમજે જડ કર્મ કે, ફળ પરિણામી હોય? ૭૯ ફળદાતા ઈશ્વર ગયે, ભોક્તાપણું સધાય; એમ કહ્યું ઈશ્વરતણું, ઈશ્વરપણું જ જાય. ૮૦ ઈશ્વર સિદ્ધ થયા વિના, જગત નિયમ નહિ હોય; પછી શુભાશુભ કર્મનાં, ભોગ્યસ્થાન નહિ કોય. ૮૧
સમાધાન - સદ્ગુરુ ઉવાચ : જીવને પોતાનાં કરેલાં કર્મનું ભોક્તાપણું
છે, એમ સદ્ગુરુ સમાધાન કરે છે – ભાવકર્મ નિજ કલ્પના, માટે ચેતનરૂપ; જીવવીર્યની ફુરણા, ગ્રહણ કરે જડધૂપ. ૮૨ ઝેર સુધા સમજે નહીં, જીવ ખાય ફળ થાય; એમ શુભાશુભ કર્મનું, ભોક્તાપણું જણાય. ૮૩
Page #149
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
એક રાંક ને એક નૃપ, એ આદિ જે ભેદ; કારણ વિના ન કાર્ય તે, તે જ શુભાશુભ વેદ્ય. ૮૪ ફળદાતા ઈશ્વરતણી, એમાં નથી જરૂ૨; કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર. ૮૫ તે તે ભોગ્ય વિશેષનાં, સ્થાનક દ્રવ્ય સ્વભાવ; ગહન વાત છે શિષ્ય આ, કહી સંક્ષેપે સાવ.
-
૧૪૨
શંકા શિષ્ય ઉવાચ :
જીવનો તે કર્મથી મોક્ષ નથી, એમ શિષ્ય કહે છેઃ—
કર્તા ભોક્તા જીવ હો, પણ તેનો નહિ મોક્ષ; વીત્યો કાળ અનંત પણ, વર્તમાન છે દોષ. ૮૭ શુભ કરે ફળ ભોગવે, દેવાદિ ગતિ માંય; -અશુભ કરે નરકાદિ ફળ, કર્મ રહિત ન ક્યાંય. ૮૮
સમાધાન સદ્ગુરુ ઉવાચ :
તે કર્મથી જીવનો મોક્ષ થઈ શકે છે એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃ
૮૬
જેમ શુભાશુભ કર્મપદ, જાણ્યાં સફળ પ્રમાણ; તેમ નિવૃત્તિ સફળતા, માટે મોક્ષ સુજાણ. ૮૯ વીત્યો કાળ અનંત તે, કર્મ શુભાશુભ ભાવ; તેહ શુભાશુભ છેદતાં, ઊપજે મોક્ષ સ્વભાવ. ૯૦ દેહાદિક સંયોગનો, આત્યંતિક વિયોગ; સિદ્ધ મોક્ષ શાશ્વત પદે, નિજ અનંત સુખભોગ. ૯૧
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૩
ઔષધ જે ભવરોગનાં શંકા - શિષ્ય ઉવાચ : “મોક્ષનો ઉપાય નથી', એમ શિષ્ય કહે છેઃહોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; -- જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવંગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬
સમાધાન - સદ્ગુરુ ઉવાચ : મોક્ષનો ઉપાય છે', એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃપાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦
Page #151
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
આત્મા સત્ ચૈતન્યમય, સર્વાભાસ રહિત; જેથી કેવળ પામિયે, મોક્ષપંથ તે રીત. ૧૦૧ કર્મ અનંત પ્રકારનાં, તેમાં મુખ્ય આઠ; તેમાં મુખ્ય મોહનીય, હણાય તે કહું પાઠ. ૧૦૨ કર્મ મોહનીય ભેદ બે, દર્શન ચારિત્ર નામ; હણે બોધ વીતરાગતા, અચૂક ઉપાય આમ. ૧૦૩ કર્મબંધ ક્રોધાદિથી, હણે ક્ષમાદિક તેહ; પ્રત્યક્ષ અનુભવ સર્વને, એમાં શો સંદેહ? ૧૦૪ છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહના અલ્પ. ૧૦૫ ષપદનાં ષટ્કશ્ન તેં, પૂછ્યાં કરી વિચાર; તે પદની સર્વાંગતા, મોક્ષમાર્ગ નિર્ધાર. ૧૦૬ “જાતિ, વેષનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, એમાં ભેદ ન કોય. ૧૦૭ કષાયની ઉપશાંતતા, માત્ર મોક્ષઅભિલાષ; ભવે ખેદ અંતર દયા, તે કહીએ જિજ્ઞાસ. ૧૦૮
૧૪૪
તે જિજ્ઞાસુ જીવને, થાય તો પામે સમકિતને, વર્તે મત દર્શન આગ્રહ તજી, વર્તે સદ્ગુરુલક્ષ; લહે શુદ્ધ સમકિત તે, જેમાં ભેદ ન પક્ષ. ૧૧૦
સદ્ગુરુબોધ; અંતરશોધ. ૧૦૯
વર્તે નિજસ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત; વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત. ૧૧૧
Page #152
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
વર્ધમાન સમકિત થઈ, ટાળે મિથ્યાભાસ; ઉદય થાય ચારિત્રનો, વીતરાગપદ વાસ. ૧૧૨ કેવળ નિજસ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન; કહીએ કેવળજ્ઞાન તે, દેહ છતાં નિર્વાણ. ૧૧૩
૧૪૫
કોટિ વર્ષનું સ્વપ્ન પણ, જાગ્રત થતાં શમાય; તેમ વિભાવ અનાદિનો, જ્ઞાન થતાં દૂર થાય. ૧૧૪ છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ. ૧૧૫ એ જ ધર્મથી મોક્ષ છે, તું છો મોક્ષ સ્વરૂપ; અનંત દર્શન જ્ઞાન તું, અવ્યાબાધ સ્વરૂપ. ૧૧૬ શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન, સ્વયંજ્યોતિ સુખધામ; બીજું કહીએ કેટલું? કર વિચાર તો પામ. ૧૧૭ નિશ્ચય સર્વે જ્ઞાનીનો, આવી અત્ર સમાય; ધરી મૌનતા એમ કહી, સહજસમાધિ માંય. ૧૧૮ સદ્ગુરુના ઉપદેશથી, આવ્યું અપૂર્વ ભાન; નિજપદ નિજમાંહી લહ્યું, દૂર થયું અજ્ઞાન. ૧૧૯ ભાસ્યું નિજસ્વરૂપ તે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશી ને, દેહાતીત સ્વરૂપ. ૧૨૦ કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય; વૃત્તિ વહી નિજભાવમાં, થયો અકર્તા ત્યાંય. ૧૨૧ અથવા નિજપરિણામ જે, શુદ્ધ ચેતનારૂપ; કર્તા ભોક્તા તેહનો, નિર્વિકલ્પસ્વરૂપ. ૧૨૨
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૪૬
શ્રીમદ્ રાજચંદ્ર મોક્ષ કહ્યો નિજશુદ્ધતા, તે પામે તે પંથ; સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિર્ચથ. ૧૨૩ અહો! અહો! શ્રી સદગુરુ, કરુણાસિંધુ અપાર; આ પામર પર પ્રભુ કર્યો, અહો! અહો! ઉપકાર. ૧૨૪ શું પ્રભુચરણ કને ધરું, આત્માથી સૌ હીન; તે તો પ્રભુએ આપિયો, વતું ચરણાધીન. ૧૨૫ આ દેહાદિ આજથી, વર્તે પ્રભુ આધીન; દાસ, દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ૧૨૬ ષ સ્થાનક સમજાવીને, ભિન્ન બતાવ્યો આપ; મ્યાન થકી તરવારવતું, એ ઉપકાર અમાપ. ૧૨૭
ઉપસંહાર : -દર્શન ષટે સમાય છે, આ ષટ્ સ્થાનક માંહી; વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ. ૧૨૮ આત્મબ્રાંતિ સમ રોગ નહિ, સદ્દગુરુ વૈદ્ય સુજાણ; ગુરુઆજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન. ૧૨૯ જો ઇચ્છો પરમાર્થ તો, કરો સત્ય પુરુષાર્થ; ભવસ્થિતિ આદિ નામ લઈ, છેદો નહિ આત્માર્થ. ૧૩૦ નિશ્ચયવાણી સાંભળી, સાધન તજવાં નોય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. ૧૩૧ નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ; એકાંતે વ્યવહાર નહિ, બન્ને સાથે રહેલ. ૧૩૨
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૪૭
ઔષધ જે ભવરોગનાં ગચ્છમતની જે કલ્પના, તે નહિ સવ્યવહાર; ભાન નહીં નિજરૂપનું, તે નિશ્ચય નહિ સાર. ૧૩૩ આગળ જ્ઞાની થઈ ગયા, વર્તમાનમાં હોય; થાશે કાળ ભવિષ્યમાં, માર્ગભેદ નહિ કોય. ૧૩૪ સર્વ જીવ છે સિદ્ધ સમ, જે સમજે તે થાય; સદ્દગુરુઆજ્ઞા જિનદશા, નિમિત્ત કારણ માંય. ૧૩૫ ઉપાદાનનું નામ લઈ, એ જે તજે નિમિત્ત; પામે નહિ સિદ્ધત્વને, રહે ભ્રાંતિમાં સ્થિત. ૧૩૬ મુખથી જ્ઞાન કથે અને, અંતરૂ છૂટ્યો ન મોહ; તે પામર પ્રાણી કરે, માત્ર જ્ઞાનીનો દ્રોહ. ૧૩૭ દયા, શાંતિ, સમતા, ક્ષમા, સત્ય, ત્યાગ, વૈરાગ્ય; હોય મુમુક્ષુ ઘટ વિષે, એહ સદાય સુજાગ્ય. ૧૩૮ મોહભાવ ક્ષય હોય જ્યાં, અથવા હોય પ્રશાંત; તે કહીએ જ્ઞાનીદશા, બાકી કહીએ બ્રાંત. ૧૩૯ સકળ જગત તે એઠવત્, અથવા સ્વપ્ન સમાન; તે કહીએ જ્ઞાનદશા, બાકી વાચાજ્ઞાન. ૧૪૦ સ્થાનક પાંચ વિચારીને, છકે વર્તે જેહ; પામે સ્થાનક પાંચમું, એમાં નહિ સંદેહ. ૧૪૧ દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત; તે જ્ઞાનીના ચરણમાં, હો વંદન અગણિત. ૧૪૨
Page #155
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૪૮
૧૩૬
અપૂર્વ અવસર
(પરમપદ પ્રાપ્તિની ભાવના)
૧ અપૂર્વ અવસર એવો ક્યારે આવશે?
ક્યારે થઈશું બાહ્યાંતર નિર્ચથ જો? સર્વ સંબંધનું બંધન તીક્ષ્ણ છેદીને,
વિચરશું કવ મહપુરુષને પંથ જો? અપૂર્વ ૨ સર્વ ભાવથી ઔદાસીન્યવૃત્તિ કરી, - માત્ર દેહ તે સંયમહેતુ હોય જો;
અન્ય કારણે અન્ય કશું કહ્યું નહીં,
દેહે પણ કિંચિત્ મૂછ નવ જોય જ. અપૂર્વ ૩ દર્શનમોહ વ્યતીત થઈ ઊપજ્યો બોધ જે,
દેહ ભિન્ન કેવલ ચૈતન્યનું જ્ઞાન જો; તેથી પ્રક્ષીણ ચારિત્રમોહ વિલોકિયે,
વર્તે એવું શુદ્ધસ્વરૂપનું ધ્યાન જો. અપૂર્વ ૪ આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની,
મુખ્યપણે તો વર્તે દેહપર્યત જો; ઘોર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે સ્થિરતાનો અંત જો. અપૂર્વ
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૪૯
ઔષધ જે ભવરોગનાં પ સંયમના હેતુથી યોગપ્રવર્તના,
સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજસ્વરૂપમાં લીન જો. અપૂર્વ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ,
વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જો. અપૂર્વ ૭ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા,
માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની,
લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અપૂર્વ ૮ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં,
વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિ નિદાન જો. અપૂર્વ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ જો; કેશ, રોમ, નખ કે અંગે શુંગાર નહીં,
દ્રવ્યભાવ સંયમમય નિર્ગથ સિદ્ધ જો. અપૂર્વ ૧૦ શત્રુ મિત્ર પ્રત્યે વર્તે સમદર્શિતા, | માન અમાને વર્તે તે જ સ્વભાવ જો;
Page #157
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧૫૦
જીવિત કે મરણે નહીં ચૂનાધિકતા,
ભવ મોક્ષે પણ શુદ્ધ વર્તે સમભાવ જો. અપૂર્વ ૧૧ એકાકી વિચરતો વળી સ્મશાનમાં,
વળી પર્વતમાં વાઘ સિંહ સંયોગ જો; અડોલ આસન, ને મનમાં નહીં ક્ષોભતા,
પરમ મિત્રનો જાણે પામ્યા યોગ જો. અપૂર્વ ૧૨ ઘોર તપશ્ચર્યામાં પણ મનને તાપ નહીં,
સરસ અને નહીં મનને પ્રસન્નભાવ જો; રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની,
સર્વે માન્યાં પુદ્ગલ એક સ્વભાવ જો. અપૂર્વ ૧૩ એમ પરાજય કરીને ચારિત્રમોહનો,
આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જો; શ્રેણી ક્ષપકવણી કરીને આરૂઢતા,
અનન્ય ચિંતન અતિશય શુદ્ધસ્વભાવ જો. અપૂર્વ ૧૪ મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી,
સ્થિતિ ત્યાં જ્યાં ક્ષણમોહ ગુણસ્થાન જો; અંત સમય ત્યાં પૂર્ણસ્વરૂપ વીતરાગ થઈ,
પ્રગટાવું નિજ કેવળજ્ઞાન નિધાન જો. અપૂર્વ ૧૫ ચાર કર્મ ઘનઘાતી તે વ્યવચ્છેદ જ્યાં,
ભવનાં બીજતણો આત્યંતિક નાશ જે; સર્વ ભાવ જ્ઞાતા દ્રષ્ટા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વીર્ય અનંત પ્રકાશ જો. અપૂર્વ
Page #158
--------------------------------------------------------------------------
________________
ઔષધ જે ભવરોગનાં
૧૫૧
વર્તે જયાં,
૧૬ વેદનીયાદિ ચાર કર્મ બળી સીંદરીવત્ આકૃતિ માત્ર જો; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પૂર્ણ, મટિયે દૈહિક પાત્ર જો. અપૂર્વ ૧૭ મન, વચન, કાયા ને કર્મની વર્ગણા,
છૂટે જહાં સકળ પુદ્ગલ સંબંધ જો; એવું અયોગી ગુણસ્થાનક ત્યાં વર્તતું, મહાભાગ્ય · સુખદાયક પૂર્ણ અબંધ જો. અપૂર્વ ૧૮ એક પરમાણુ માત્રની મળે ન સ્પર્શતા,
પૂર્ણ કલંક રહિત અડોલ સ્વરૂપ જો; શુદ્ધ નિરંજન ચૈતન્યમૂર્તિ અનન્યમય, અગુરુલઘુ, અમૂર્ત સહજપદરૂપ જો. અપૂર્વ ૧૯ પૂર્વપ્રયોગાદિ કારણના યોગથી, ઊર્ધ્વગમન સિદ્ધાલય પ્રાપ્ત સુસ્થિત જો; સાદિ અનંત અનંત સમાધિસુખમાં, અનંત દર્શન, જ્ઞાન અનંત સહિત જો. અપૂર્વ ૨૦ જે પદ શ્રી સર્વજ્ઞે દીઠું જ્ઞાનમાં,
કહી શક્યા નહીં પણ તે શ્રી ભગવાન જો; તેહ સ્વરૂપને અન્ય વાણી તે શું કહે? અનુભવગોચર માત્ર રહ્યું તે જ્ઞાન જો. અપૂર્વ
૨૧ એહ પરમપદ પ્રાપ્તિનું કર્યું ધ્યાન મેં, ગજા વગર ને હાલ મનોરથરૂપ જો; તોપણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો, પ્રભુઆજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જો. અપૂર્વ
Page #159
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્ રાજચંદ્ર
૧ ૫ ૨
૧૩૭ અમૂલ્ય તત્ત્વવિચાર
(હરિગીત છંદ) બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો; સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લડો, ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહો રાચી રહો? ૧ લક્ષ્મી અને અધિકાર વધતાં, શું વધ્યું તે તો કહો? શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય હો; વધવાપણું સંસારનું નર દેહને હારી જવો, એનો વિચાર નહીં અહોહો! એક પળ તમને હવો!!! ૨ નિર્દોષ સુખ નિર્દોષ આનંદ, લ્યો ગમે ત્યાંથી ભલે, એ– દિવ્ય શક્તિમાન જેથી જંજીરેથી નીકળે; પરવસ્તુમાં નહિ મૂંઝવો, એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાદુઃખ તે સુખ નહીં. ૩ હું કોણ છું? ક્યાંથી થયો? શું સ્વરૂપ છે મારું ખરું? કોના સંબંધે વળગણા છે? રાખું કે એ પરહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જો કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંતતત્ત્વ અનુભવ્યાં. ૪ તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું? નિર્દોષ નરનું કથન માનો તેહ' જેણે અનુભવ્યું; રે! આત્મ તારો! આત્મ તારો! શીધ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદષ્ટિ દ્યો આ વચનને હૃદયે લખો. ૫
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૫૩
નીરખીને
ગણે
૧૩૮
બ્રહ્મચર્ય વિષે સુભાષિત
(દોહરા)
નવયૌવના, લેશ કાષ્ઠની પૂતળી, તે
આ
એ ત્યાગી,
ઔષધ જે ભવરોગનાં
સઘળા સંસારની,
ન વિષયનિદાન;
ભગવાન સમાન.
રમણી
ત્યાગું બધું, બધું, કેવળ
નાયકરૂપ; શોકસ્વરૂપ.
સંસાર;
એક વિષયને જીતતાં, જીત્યો સૌ નૃપતિ જીતતાં જીતિયે, દળ, પુર ને અધિકાર. વિષયરૂપ અંકુરથી, ટળે જ્ઞાન ને ધ્યાન; લેશ મદિરાપાનથી, છાકે જ્યમ
અજ્ઞાન.
જે નવ વાડ વિશુદ્ધથી, ધરે શિયળ સુખદાઈ; ભવ તેનો લવ પછી રહે, તત્ત્વવચન એ ભાઈ. સુંદર શિયળ સુરતરુ, મન વાણીને ને દેહ; જે નરનારી સેવશે, અનુપમ ફળ લે તેહ.
પાત્ર વિના વસ્તુ ન રહે, પાત્રે આત્મિક જ્ઞાન; પાત્ર થવા સેવો સદા, બ્રહ્મચર્ય મતિમાન.
Page #161
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
આ ગ્રંથમાં સંકલિત કરવામાં આવેલાં વચનો ‘શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથની શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-અગાસથી પ્રકાશિત સં. ૨૦૦૭ની આવૃત્તિમાં કયા પત્રાંકમાં છે તે સૂચવતી યાદી તથા વિષયસૂચિ.
શ્રીમદ્ વચન - રાજચંદ્ર ગ્રંથ
પત્રાંક
વિષયસૂચિ
ક્રમાંક ?
6 ) દ = ૦ ૦
4
૭૩૮ અપૂર્વ મનોરથ ૨૫૫ વિદેહી દશા ૪૧૭ પરમકૃપાળુ દેવનો ઉપકાર ૫૦૫ વીતરાગના કહેલા ધર્મનો નિશ્ચય
૭૮૦ આ દેહનું વિશેષપણું ૬ ૮૭૫ સપુરુષનો માર્ગ પરિણામ પામવા ૭ ૪૭ સદ્ગુરુનો અનુગ્રહ ૮ ૧૪૩ નિર્વાણ માર્ગ ૧૬૬ મોક્ષનું સર્વોત્તમ કારણ
મુમુક્ષુએ માર્ગ પામવા કરવા યોગ્ય વિચાર ૧૧ ૨૦૦ વચનાવલી
૨૧૩ સપુરુષનું શરણ
૨૧૩ સપુરુષની વિશેષતા ૧૪ ૨૧૩ સપુરુષની વિશેષતા ૧૫ ૨૧૩ પુરાણપુરુષની વિશેષતા ૧૬ ૧૯૪ પ્રાપ્તિનો માર્ગ ૧૭ ૧૯૪ પ્રાપ્તિનો માર્ગ
૧૯૪ આજ્ઞાનું આરાધન ૧૯ ૨૧૨ સજીવનમૂર્તિનો યોગ
૬૧૬
& R 2 &
Page #162
--------------------------------------------------------------------------
________________
વચન ક્રમાંક
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ
પત્રાંક
૨૦
૫૯૪
૨૧
૪૪૭
૨૨
૪૯૧
૨૩
૫૨૨
૨૪
૫૨૨
૨૫
૫૨૨
૨૬
૬૯૨
૨૭ ૬૯૨
૨૮
૫૬૬
૨૯
૫૬૬
૩૦ ૬૮૯
૩૧
૬૮૯
૩૨
૬૮૯
૩૩
૬૮૯
૩૪
૫૯૨
૩૫
૮૨૫
૩૬
૬૩૬
૩૭
૪૦૩
૩૮
૭૪૯
૩૯
૮૧૦
૪૦
૫૬૧
૪૧
૫૪
૪૨
૫૪
૪૩
૫૪
વિષયસૂચિ
દુઃખરૂપ કાયા—અન્ય વિચાર
પ્રતિકૂળ પ્રસંગ—આત્મસાધનનાં કારણ
સર્વ દુ:ખથી મુક્ત થવા સત્સંગ પ્રત્યે ભક્તિ
સત્પુરુષનું ઓળખાણ
સત્પુરુષનો યોગ અધિકરણક્રિયાનો હેતુ મનુષ્યદેહની કૃતાર્થતા નિગ્રંથ માર્ગનો આશ્રય
સંસારનાં મુખ્ય કારણ
સંસારનો પ્રવાહ
મૃત્યુપ્રસંગમાં વિશેષ પ્રતિબોધ મૃત્યુની ઉપકારિતા
મૃત્યુના નિમિત્તે વિચારણા
મૃત્યુના નિમિત્તે વિચારણા
ક્ષણભંગુર દેહમાં પ્રીતિ
આત્મસ્વભાવની નિર્મળતાનાં સાધન
નિમિત્તાધીન જીવની વર્તના
આત્મા આત્મભાવ પામે તે પ્રકાર ધર્મના
જ્ઞાનનું ફળ વિરતિ
લોકદષ્ટિ અને જ્ઞાનીની દૃષ્ટિનો ભેદ
મુમુક્ષુપણું ક્યારે સંભવે?
મોક્ષનો માર્ગ
મોક્ષનો માર્ગ
મોક્ષનો માર્ગ
Page #163
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્
વચન
રાજચંદ્ર ગ્રંથ ક્રમાંક
પત્રાંક
વિષયસૂચિ
४४
૫૦
૫૧
૫૫ કર્મ જડ વસ્તુ–અબોધતાની પ્રાપ્તિનું કારણ ૪પ પપ મોક્ષ ક્યારે? ૪૬ ૫૭ ચાર ભાવના ૪૭ ૩૩૨ આરંભ પરિગ્રહને પોતાના થતા અટકાવવા ४८ ૧૭૨ પોતાને પોતાના વિષે જ ભ્રાંતિ
૬૦૩ જ્ઞાનીપુરુષને વર્તતું સુખ ૩૩૧ સંસારગત હાલપનો અંતરાય
૭૨૭ માર્ગ દુષ્કર છતાં પ્રાપ્તિ પ૨ ૩૭૫ જિનાગમ ઉપશમસ્વરૂપ પ૩ ૩૭૫ સત્સંગ કલ્યાણનું બળવાન કારણ ૫૪ ૮૧૯ મોક્ષપાટણ સુલભ–શૂરવીરપણું ૫૫ ૪૫૯ પરમાર્થ માર્ગનું લક્ષણ ૫૬ ૪૫૯ પરમાર્થ માર્ગનું લક્ષણ
૯૨૭ શરીર વેદનાની મૂર્તિ ૫૮ ૮૧૬ સર્વ દુઃખલયનો ઉપાય પ૯ ૬૧૩ મુમુક્ષુનો ભૂમિકા ધર્મ ૬૦ ૭૨૮ મરણ પાસે શરણરહિતપણું
પ૨૮ લૌકિકભાવે સત્સંગ પણ નિષ્ફળ ૩૫૨ દુઃખના પ્રસંગે કેમ વર્તવું?
૭૨૬ આત્મહિત અર્થે–પરિહાદિની વિસ્મૃતિ ૬૪ ૭૨૯ લોકદષ્ટિમાં મોટાઈવાળી વસ્તુઓ પ્રત્યક્ષ ઝેર ૬૫ ૭૩૭ ત્યાગમાર્ગ અનુસરવા યોગ્ય ૬૬ ૭૩૬ જ્ઞાનીના જ્ઞાનના વિચારથી મહાનિર્જરા ૬૭ ૭૩૧ આજીવિકાદિ પ્રારબ્ધ અનુસાર-ચિંતા આત્મગુણરોધક
૫૭
Page #164
--------------------------------------------------------------------------
________________
વચન ક્રમાંક
પ છે ન
૪૯૬
૨૧૧
૫૨૮
૭૨૫
૭૨
૨૨૩
૭૩
૨૨૩
૭૪
૩૫૯
૭૫
૪૩૧
૭૬
૧૩૫
૭૭
૪૯૨
७८
૫૨૫
૭૯ ૬૭૮
८०
૯૧૩
૮૧
૯૧૩
૮૨
૨૧૭
૮૩
૫૨૫
૮૪
૪૪૯
૮૫
૮૪૩
૮૬
૮૪૩
૮૭
૫૨૫
८८
૮૩૨
૮૯
૫૩૪
૯૦
૪૪૯
૯૧
૪૪૯
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક
૬૯
વિષયસૂચિ
અખંડ નીતિના મૂળ વિના ઉપદેશાદિ નિષ્ફળ
સત્સ્વરૂપ અને પ્રાપ્તિ
લૌકિકભાવે આત્મહિત અશક્ય
મનુષ્યપણાની કિંમત
પરમાત્માની ભક્તિ અને કઠણાઈ
પરાભક્તિ—ક્યારે ઊગે?
પોતાપણું ટાળવા યોગ્ય
માર્ગાનુસારીપણું
સમ્યક્દશાનાં પાંચ લક્ષણ સંસારની પ્રતિકૂળતા ઉપકારક બોધબીજ—ઉદાસીનતા—મુક્તપણું મુમુક્ષુએ ઉપાસવા યોગ્ય દશા અશાતાની મુખ્યતા—મૂળ કારણ આત્માના કલ્યાણનાં પરમ કારણો
ન ઉદાસીન, ન અનુદ્યમી
અવ્યાબાધ સમાધિની ઇચ્છા
આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો પૂર્ણ દ્વાદશાંગ સંક્ષેપમાં
નિશ્ચય અને આશ્રય
નિવૃત્તબુદ્ધિની ભાવના કર્તવ્ય
કિંચિત્માત્ર ગ્રહવું એ જ સુખનો નાશ વીશ દોહરાની અનુપ્રેક્ષા અને દિશામૂઢતા
કલ્યાણનો ઉપાય
આત્મસ્વરૂપને આવરણનાં મુખ્ય કારણો
Page #165
--------------------------------------------------------------------------
________________
શ્રીમદ્
વચન
વિષયસૂચિ
ક્રમાં ક રાજચંદ્ર ગ્રંથ
પત્રાંક
૯૫ ૫૬૯
૯૨ ૪૪૯ સત્સંગની નિરંતર કામના ૯૩ ૬૮૦ બીજા શ્રી રામ અથવા મહાવીર ૯૪ ૫૩૯ દાસાનુદાસપણે જ્ઞાનીની અનન્ય ભક્તિ
મોક્ષ–આત્મજ્ઞાનથી ૨૪૯ સત્સંગ–મોક્ષનું પરમ સાધન
૨૪૯ મૂર્તિમાન મોક્ષ-તે સત્પરુષ ૯૮ ૫૬૮ સ્વરૂપ નિર્ણયમાં ભૂલ ૯૯ ૬૭૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર વિષે જાગૃતિ ૧૦૦ ૬૭૭ લૌકિક અભિનિવેશ ૧૦૧ ૬૭૭ અંતર પરિણતિ પર દૃષ્ટિ ૧૦૨ ૭૦૨ સમ્યક એકાંત નિજપદની પ્રાપ્તિ માટે
૧૦૩ ૮૫ આત્માને ઓળખવા આત્માના પરિચયી થવું - ૧૦૪ ૫૭૦ વિવેકજ્ઞાન અથવા સમ્યકદર્શન ૧૦૫ ૭૬ સપુરુષનાં લક્ષણ ૧૦૬ ૪૦૮ જ્ઞાનીપુરુષનું સનાતન આચરણ ૧૦૭ ૩૯૯ સત્સંગમાં આત્મસાધન અલ્પ કાળમાં ૧૦૮ ૧૨૮ પ્રથમ સંવત્સરી-મહાવૈરાગ્યદાયક ચિંતન ૧૦૯ ૪૬૦ શારીરિક વેદના સમ્યક્ પ્રકારે અહિયાસવા યોગ્ય ૧૧૦ ૬૦૯ નિરંતર પરિણામી કરવા યોગ્ય વચનો ૧૧૧ ૬૦૯ સત્સંગમાં પુરુષાર્થ ૧૧૨ ૬૦૯ નિર્વાણનો મુખ્ય હેતુ સત્સંગ ૧૧૩ ૬૫૧ સમજીને સમાઈ રહ્યા–ગયા ૧૧૪ ૬૭૦ સર્વ દુઃખથી મુક્ત થવાનો સર્વોત્કૃષ્ટ ઉપાય ૧૧૫ ૫૯૧ જ્ઞાનીપુરુષની ભોગપ્રવૃત્તિ
Page #166
--------------------------------------------------------------------------
________________
વચન ક્રમાંક
૧૧૬
૧૧૭
૧૧૮
૧૧૯
શ્રીમદ્ રાજચંદ્ર ગ્રંથ
પત્રાંક
૬૦૯
૭૦૨
૫૫૧
૫૫૧
૧૨૦
૫૭૨
૧૨૧ ૫૭૨
૧૨૨
૫૭૨
૧૨૩
૭૮૩
૧૨૪
૮૯૮
૧૨૫
૯૩૫
૧૨૬ ૯૩૬
૧૨૭
૮૩૩
૧૨૮
૬૬૬
૧૨૯ ૫૩૭
૧૩૦
૪૩૨
૧૩૧
૪૫૪
૧૩૨
૧૦૮
૧૩૩
૧૦૩
વિષયસૂચિ
અસંગપણું—સત્સંગનો આધાર
ઉપાર્જિત કર્મની રહસ્યભૂત મતિ—મૃત્યુ વખતે સમાધિ અને તેની દુષ્કરતા
મોક્ષમાર્ગમાં પ્રવૃત્તિ—આત્મજ્ઞાની અને
આત્મજ્ઞાનીના શ્રદ્ધાવાનની
તીવ્રજ્ઞાનદશા—ભક્તિમાર્ગ
જ્ઞાનીપુરુષના આશ્રયમાં વિરોધ કરનાર
પંચવિષયાદિ દોષો
આશ્રય ભક્તિમાર્ગ
પ્રત્યક્ષ પુરુષથી સર્વ સાધન સિદ્ધ
પ્રવૃત્તિ વ્યવહારમાં સ્વરૂપનિષ્ઠાની દુર્ઘટતા મનુષ્યદેહનો એક સમય પણ અમૂલ્ય મનુષ્યદેહ—ચિંતામણિ
સ્વરૂપસ્થિતિનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ વિચારવાન પુરુષોની વર્તના
વિચારવાનને ભય અને ઇચ્છા
આત્માને વિભાવથી અવકાસિત કરવાને અર્થે
જ્ઞાનીપુરુષોનો માર્ગાનુસારીને બોધ અંતરમાં સુખ—બહાર નથી
કુટુંબરૂપી કાજળની કોટડી
Page #167
--------------------------------------------------------------------------
Page #168
--------------------------------------------------------------------------
_