SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮ ૬૮ શ્રીમદ્ રાજચંદ્ર જે જીવ કલ્યાણની આકાંક્ષા રાખે છે, અને પ્રત્યક્ષ સત્પરુષનો નિશ્ચય છે, તેને પ્રથમ ભૂમિકામાં એ નીતિ મુખ્ય આધાર છે. ' જે જીવ સત્પરુષનો નિશ્ચય થયો છે એમ માને છે, તેને વિષે ઉપર કહી તે નીતિનું જો બળવાનપણું ન હોય અને કલ્યાણની યાચના કરે તથા વાર્તા કરે, તો એ નિશ્ચય માત્ર પુરુષને વંચવા બરોબર છે. જોકે સત્પરુષ તો નિરાકાંક્ષી છે એટલે, તેને છેતરાવાપણું કંઈ છે નહીં, પણ એવા પ્રકારે પ્રવર્તતા જીવ તે અપરાધયોગ્ય થાય છે. આ વાત પર વારંવાર મુમુક્ષુઓએ લક્ષ કર્તવ્ય છે. કઠણ વાત છે માટે ન બને, એ કલ્પના મુમુક્ષુને અહિતકારી છે અને છોડી દેવા યોગ્ય છે.
SR No.007153
Book TitleAushadh Je Bhavrog Na
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShobhagchand Chunilal Shah
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy