SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૧ ઔષધ જે ભવરોગનાં ૧૦૩ સમજીને અલ્પભાષી થનારને પશ્ચાત્તાપ કરવાનો થોડો જ અવસર સંભવે છે. હે નાથ! સાતમી તમતમપ્રભા નરકની વેદના મળી હોત તો વખતે સમ્મત કરત, પણ જગતની મોહિની સમ્મત થતી નથી. પૂર્વનાં અશુભ કર્મ ઉદય આવ્યે વેદતાં જોશોચ કરો છો તો હવે એ પણ ધ્યાન રાખો કે નવાં બાંધતાં પરિણામે તેવાં તો બંધાતાં નથી? આત્માને ઓળખવો હોય તો આત્માના પરિચયી થવું, પરવસ્તુના ત્યાગી થવું. જેટલા પોતાની પુલિક મોટાઈ ઇચ્છે છે તેટલા હલકા સંભવે. પ્રશસ્ત પુરુષની ભક્તિ કરો, તેનું સ્મરણ કરો; ગુણચિંતન કરો. ૧૦૪ ‘આત્મા છે', ‘આત્મા નિત્ય છે', ‘આત્મા કર્મનો કર્તા છે', ‘આત્મા કર્મનો ભોક્તા છે', તેથી તે નિવૃત્ત થઈ શકે છે', અને ‘નિવૃત્ત થઈ શકવાનાં સાધન છે', એ છ કારણો જેને વિચારે કરીને સિદ્ધ થાય, તેને વિવેકજ્ઞાન અથવા સમ્યક્દર્શનની પ્રાપ્તિ ગણવી એમ શ્રી જિને નિરૂપણ કર્યું છે, જે નિરૂપણ મુમુક્ષુ જીવે વિશેષ કરી અભ્યાસ કરવા યોગ્ય છે.
SR No.007153
Book TitleAushadh Je Bhavrog Na
Original Sutra AuthorShrimad Rajchandra
Author
PublisherShobhagchand Chunilal Shah
Publication Year
Total Pages168
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy