Book Title: Aushadh Je Bhavrog Na
Author(s): Shrimad Rajchandra,
Publisher: Shobhagchand Chunilal Shah
View full book text
________________
૧૪૩
ઔષધ જે ભવરોગનાં શંકા - શિષ્ય ઉવાચ : “મોક્ષનો ઉપાય નથી', એમ શિષ્ય કહે છેઃહોય કદાપિ મોક્ષપદ, નહિ અવિરોધ ઉપાય; કર્મો કાળ અનંતનાં, શાથી છેદ્યાં જાય? ૯૨ અથવા મત દર્શન ઘણાં, કહે ઉપાય અનેક; તેમાં મત સાચો કયો, બને ન એહ વિવેક. ૯૩ કઈ જાતિમાં મોક્ષ છે, કયા વેષમાં મોક્ષ; એનો નિશ્ચય ના બને, ઘણા ભેદ એ દોષ. ૯૪ તેથી એમ જણાય છે, મળે ન મોક્ષ ઉપાય; -- જીવાદિ જાણ્યા તણો, શો ઉપકાર જ થાય? ૯૫ પાંચે ઉત્તરથી થયું, સમાધાન સવંગ; સમજું મોક્ષ ઉપાય તો, ઉદય ઉદય સદ્ભાગ્ય. ૯૬
સમાધાન - સદ્ગુરુ ઉવાચ : મોક્ષનો ઉપાય છે', એમ સદ્ગુરુ સમાધાન કરે છેઃપાંચે ઉત્તરની થઈ, આત્મા વિષે પ્રતીત; થાશે મોક્ષોપાયની, સહજ પ્રતીત એ રીત. ૯૭ કર્મભાવ અજ્ઞાન છે, મોક્ષભાવ નિજવાસ; અંધકાર અજ્ઞાન સમ, નાશે જ્ઞાનપ્રકાશ. ૯૮ જે જે કારણ બંધનાં, તેહ બંધનો પંથ; તે કારણ છેદક દશા, મોક્ષપંથ ભવઅંત. ૯૯ રાગ, દ્વેષ, અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ; થાય નિવૃત્તિ જેહથી, તે જ મોક્ષનો પંથ. ૧૦૦

Page Navigation
1 ... 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168