Book Title: Aushadh Je Bhavrog Na
Author(s): Shrimad Rajchandra, 
Publisher: Shobhagchand Chunilal Shah

View full book text
Previous | Next

Page 142
________________ ૧૩૫ ઔષધ જે ભવરોગનાં એવો માર્ગ વિનય તણો, ભાખ્યો શ્રી વીતરાગ; મૂળ હેતુ એ માર્ગનો, સમજે કોઈ સુભાગ્ય. ૨૦ અસદ્દગુરુ એ વિનયનો, લાભ લહે જો કાંઈ; મહામોહનીય કર્મથી, બૂડે ભવજળ માંહી. ૨૧ હોય મુમુક્ષુ જીવ તે, સમજે એહ વિચાર; હોય મતાર્થી જીવ તે, અવળો લે નિર્ધાર. ૨૨ હોય મતાર્થી તેહને, થાય ન આતમલક્ષ; ) તેહ મતાથ લક્ષણો, અહીં કહ્યાં નિર્પક્ષ. ૨૩ મતાથ-લક્ષણ : બાહ્યત્યાગ પણ જ્ઞાન નહિ, તે માને ગુરુ સત્ય; અથવા નિજકુળધર્મના, તે ગુરુમાં જ મમત્વ. ૨૪ જે જિનદેહ પ્રમાણ ને, સમવસરણાદિ સિદ્ધિ; વર્ણન સમજે જિનનું, રોકી રહે નિજ બુદ્ધિ. ૨૫ પ્રત્યક્ષ સદ્ગુરુયોગમાં, વર્તે દૃષ્ટિ વિમુખ; અસદ્ગુરુને દઢ કરે, નિજ માનાર્થે મુખ્ય. ૨૬ દેવાદિ ગતિ ભંગમાં, જે સમજે શ્રુતજ્ઞાન; માને નિજ મત વેષનો, આગ્રહ મુક્તિનિદાન. ૨૭ લહ્યું સ્વરૂપ ન વૃત્તિનું, રહ્યું વ્રત અભિમાન; રહે નહીં પરમાર્થને, લેવા લૌકિક માન. ૨૮ અથવા નિશ્ચય નય રહે, માત્ર શબ્દની માંય; લોએ સવ્યવહારને, સાધન રહિત થાય. ૨૯

Loading...

Page Navigation
1 ... 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168