________________
૧ ૨૫
ઔષધ જે ભવરોગનાં
૧૨૪ આ પ્રવૃત્તિ વ્યવહાર એવો છે કે જેમાં વૃત્તિનું યથાશાંતપણું રાખવું એ અસંભવિત જેવું છે. કોઈ વિરલા જ્ઞાની એમાં શાંત સ્વરૂપનૈષ્ઠિક રહી શકતા હોય એટલું બહુ દુર્ઘટતાથી બને એવું છે. તેમાં અલ્પ અથવા સામાન્ય મુમુક્ષુવૃત્તિના જીવો શાંત રહી શકે, સ્વરૂપનૈષ્ઠિક રહી શકે એમ યથારૂપ નહીં - • પણ અમુક અંશે થવાને અર્થે જે કલ્યાણરૂપ
અવલંબનની આવશ્યકતા છે, તે સમજાવાં, પ્રતીત થવાં અને અમુક સ્વભાવથી આત્મામાં સ્થિત થવાં કઠણ છે. જો તેવો કોઈ યોગ બને તો અને જીવ શુદ્ધ નૈષ્ઠિક થાય તો, શાંતિનો માર્ગ પ્રાપ્ત થાય એમ નિશ્ચય છે. પ્રમત્ત સ્વભાવનો જય કરવાને અર્થે પ્રયત્ન કરવું યોગ્ય છે. આ સંસારરણભૂમિકામાં દુષમકાળરૂપ શીખના ઉદયનો યોગ ન વેદે એવી સ્થિતિનો વિરલ જીવો અભ્યાસ કરે છે.