________________
૬૩
ઔષધ જે ભવરોગનાં
૬૨
કોઈ કોઈ દુઃખના પ્રસંગોમાં વૈરાગ્ય પણ રહે છે, પણ જીવનું ખરું કલ્યાણ અને સુખ તો એમ જણાય છે કે તે બધું કંટાળાનું કારણ આપણું ઉપાર્જન કરેલું પ્રારબ્ધ છે, જે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં, અને તે સમતાએ કરી ભોગવવું યોગ્ય છે. માટે મનનો કંટાળો જેમ બને તેમ શમાવવો અને ઉપાર્જન કર્યાં ન હોય એવાં કર્મ ભોગવવામાં આવે નહીં, એમ જાણી બીજા કોઈના પ્રત્યે દોષદષ્ટિ કર્યાની વૃત્તિ જેમ બને તેમ શમાવી સમતાએ વર્તવું એ યોગ્ય લાગે છે, અને એ જ જીવને કર્તવ્ય છે.
-------
૬૩
દેહનું અને પ્રારબ્ધોદય જ્યાં સુધી બળવાન હોય ત્યાં સુધી દેહ સંબંધી કુટુંબ, કે જેનું ભરણપોષણ કરવાનો સંબંધ છૂટે તેવો ન હોય અર્થાત્ આગા૨વાસપર્યંત જેનું ભરણપોષણ કરવું ઘટતું હોય તેનું ભરણપોષણ માત્ર મળતું હોય તો તેમાં સંતોષ પામીને મુમુક્ષુ જીવ આત્મહિતનો જ વિચાર કરે, તથા પુરુષાર્થ કરે. દેહ અને દેહસંબંધી કુટુંબના માહાત્મ્યાદિ અર્થે પરિગ્રહાદિની પરિણામપૂર્વક સ્મૃતિ પણ ન થવા દે; કેમકે તે પરિગ્રહાદિની પ્રાપ્તિ આદિ કાર્ય એવાં છે, કે આત્મહિતનો અવસર જ ઘણું કરીને પ્રાપ્ત થવા ન દે.